તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Water ATMs Across Telangana, Maharashtra And Uttar Pradesh Village For Access To Safe Drinking Water

આજના પોઝિટિવ સમાચાર:મહારાષ્ટ્ર, UP સહિત 11 રાજ્યમાં વોટર ATMથી પાંચ રૂપિયામાં 20 લિટર ચોખ્ખું પાણી મળે છે, એક હજાર લોકોને રોજગારી મળી, મહિલાઓ આ જ પૈસાથી દીકરીઓને ભણાવે છે

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • આ અભિયાનથી લોકોને પીવા માટે ચોખ્ખું પાણી તો મળે જ છે, સાથે જ મહિલાઓને રોજગારી પણ મળે છે, આનાથી તેમનું જીવનસ્તર સુધરી રહ્યું છે
  • આ ગામમાં ડાયેરિયા અને જોન્ડિસ જેવી બીમારીઓ સામાન્ય હતી, પણ જ્યારથી વોટર ATMની શરૂઆત થઈ છે ત્યારથી અહીંના લોકોનું સ્વાસ્થ્ય સારું થયું છે
  • વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ભારતમાં 10 કરોડ લોકોને પીવા માટે ચોખ્ખું પાણી નથી મળી રહ્યું

અત્યારસુધી આપણે મહિલાઓને પાણી ભરતી જોઈ હશે, પણ હવે મહિલાઓ વોટર કેરિયરથી કમાણી પણ કરી રહી છે. આ મહિલાઓ લોકોને પીવા માટે ચોખ્ખું પાણી આપી રહી છે અને પોતે આત્મનિર્ભર બની રહી છે. મહારાષ્ટ્ર, તેલંગાણા અને UP સહિત દેશનાં 11 રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં જ્યાં પીવા માટે ચોખ્ખા પાણીની સુવિધા નથી, ત્યાં વોટર ATMની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 1000 લોકોને રોજગારી મળી રહી છે. આમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાયેલી છે. ઘણાં ગામમાં વોટર ATMનું સંચાલન મહિલાઓ કરી રહી છે.

35 વર્ષની નેમુરી રાની હૈદરાબાદના વિનાયક નગરમાં રહે છે. પહેલાં તે ગૃહિણી હતી, ઘરનું કામ કરતી હતી, પરંતુ તે હવે દર મહિને 6-7 હજાર રૂપિયાની બચત કરે છે. તેના પતિ પણ હવે આ કામમાં જોડાઈ ગયા છે. તે બાલનગર અને એની આસપાસના વિસ્તારમાં પાણી પહોંચાડવાનું કામ કરે છે. હવે બન્નેનું ગુજરાન પણ યોગ્ય રીતે ચાલી રહ્યું છે અને બાળકોને ભણાવવા માટે પણ પૈસાની તકલીફ નથી પડતી.

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના મધેલી ગામની રહેવાસી પ્રાંજલિ ગામમાં વોટર ATM ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે પહેલાં તેમના ગામમાં પાણીની તકલીફ હતી. ઘણા કિલોમીટર દૂરથી પીવા માટે પાણી લાવવું પડતું હતું. ગંદા પાણીના કારણે ગામમાં ઘણા લોકો બીમાર થઈ જતા હતા. ડાયેરિયા અને જોન્ડિસ જેવી બીમારીઓ તો સામાન્ય હતી, પરંતુ જ્યારથી વોટર ATMની શરૂઆત થઈ છે ત્યારથી અહીંના લોકોનાં સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો છે.

દિવસભરમાં જેટલી કમાણી થાય છે, એના 50 ટકા ATM સંચાલકને મળે છે અને બાકીના 50 ટકા મેઇન્ટેનન્સ પર ખર્ચ થાય છે.
દિવસભરમાં જેટલી કમાણી થાય છે, એના 50 ટકા ATM સંચાલકને મળે છે અને બાકીના 50 ટકા મેઇન્ટેનન્સ પર ખર્ચ થાય છે.

પ્રાંજલિ સાથે અન્ય ઘણી મહિલાઓ પણ કામ કરે છે. તે તેમનું કામ શિફ્ટમાં વહેંચીને કરે છે. જેની શિફ્ટમાં જેટલું પાણી વેચાય તેને એ પ્રમાણે પૈસા મળે છે. પ્રાંજલિ આ પૈસાથી દીકરીને ભણાવે છે.

5 રૂપિયામાં 20 લિટર પાણી
આ વોટર ATMથી પાંચ રૂપિયામાં 20 લિટર ચોખ્ખું પાણી મળે છે. એક ATMમાંથી રોજ 250 કેન પાણીનું વેચાણ થાય છે. દિવસ દરમિયાન જેટલી કમાણી થાય છે એના 50 ટકા ATM સંચાલકને મળે છે અને બાકીના 50 ટકાનો મેઈન્ટેનન્સ ખર્ચ કરવામાં આવે છે.

ફસલવાડીમાં રહેતી લક્ષ્મી રોજ ATMમાંથી પાણી ભરે છે. તેણે કહે છે, પહેલાં અમારે ચોખ્ખું પીવાનું પાણી ખરીદવામાં પણ ઘણી મુશ્કેલી થતી હતી. એક કેન પાણી માટે 20થી 25 રૂપિયા આપવા પડતા હતા. પાણી આપવા આવનારનો ટાઈમ પણ નક્કી નહોતો. તે ઘણીવાર મોડો આવતો હતો, પરંતુ હવે તો ગામમાં જ સસ્તું અને ચોખ્ખું પાણી મળવા લાગ્યું છે.

એક હજાર લોકોને રોજગાર મળ્યો
વોટર ATM એટલે આઈ જળશક્તિ સ્ટેશનની શરૂઆત પાયલટ પ્રોજેક્ટ તરીકે 2016માં તેલંગાણામાં થઈ હતી. તેલંગાણાના મેદક જિલ્લામાં સેવ વોટર નેટવર્ક નામની એક સંસ્થાએ સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) મોડલના આધાર પર વોટર ATM ઈન્સ્ટોલ કર્યું હતું. એના થોડા મહિના પછી જ એ જિલ્લામાં 49 જગ્યાએ આ મશીન લગાવવામાં આવ્યું હતું. ત્યાર પછી ધીમે-ધીમે આ પ્રોજેક્ટનું અન્ય રાજ્યોમાં પણ વિસ્તરણ કરવામાં આવ્યું હતું.

અત્યારે મહારાષ્ટ્ર, તેલંગાણા, યુપી સહિત દેશનાં 11 રાજ્યોમાં આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. 10 લાખથી વધારે લોકોને શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. અત્યારે સમગ્ર દેશમાં થઈ 1000 લોકો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. એમાં અંદાજે 30 ટકા મહિલાઓ છે.

આ વોટર ATMમાંથી પાંચ રૂપિયામાં 20 લિટર ચોખ્ખું પાણી મળે છે.
આ વોટર ATMમાંથી પાંચ રૂપિયામાં 20 લિટર ચોખ્ખું પાણી મળે છે.

સેવ વોટર નેટવર્કનાં વાઈસ-પ્રેસિડેન્ટ પૂનમ સેવકે જણાવ્યું હતું કે આ અભિયાનના કારણે લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળવા લાગ્યું છે, એ સાથે જ મહિલાઓને પણ રોજગાર મળી રહ્યો છે. એને કારણે તેમનું જીવનસ્તર પણ સુધર્યું છે. તેમનાં બાળકોને હવે સારું શિક્ષણ પણ મળી રહ્યું છે. જે મહિલાઓને પીવાનું પાણી ભરવા માટે ઘણા કિલોમીટર જવું પડતું હતું હવે તેમને તેમના ગામડામાં જ ચોખ્ખું પાણી મળી રહ્યું છે. કોરોના સંક્રમણમાં પણ આ ATM બંધ નથી થયું. દરેક સેન્ટર પર સેનિટાઈઝર રાખવામાં આવ્યા છે. લોકો લાઈનમાં ઊભા રહીને પાણી ભરતા હતા.

આ રીતે કામ કરે છે વોટર ATM
એના માટે અલગ-અલગ સોર્સ, એટલે કે ગામની આસપાસનાં તળાવ અને નદીઓમાંથી પાણી લેવામાં આવે છે અને એને અલગ-અલગ લેવલ પર પ્યોરિફાઈ કરવામાં આવે છે. કુલ છ તબક્કામાં પાણીને સાફ કરવામાં આવે છે. ત્યાર પછી આ ATMને ભરવામાં આવે છે. દરેક સેન્ટર પર આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકો હાજર હોય છે, જે વોટર ટ્રીટમેન્ટ માટે કામ કરે છે. તેમને એક ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.

એટલું જ નહીં, ગામના લોકોને પણ પાણીનાં સ્ટોરેજ અને સફાઈ વિશે જાગ્રત કરવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ ગામના લોકો પાસેથી પાણી ખરીદવામાં પણ આવે છે અને ત્યાર પછી એને પ્યોરિફાઈ કરી શુદ્ધ પાણી સપ્લાઈ કરવામાં આવે છે. વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ 2019 પ્રમાણે, ભારતમાં 10 કરોડ લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું. જ્યારે વર્લ્ડ બેન્કના રિપોર્ટ પ્રમાણે, દેશમાં 21 ટકા બીમારીઓ દૂષિત પાણીના કારણે થાય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો