સેક્સ સ્લેવના ઈતિહાસને નકારતા રહ્યા શિન્ઝો:PM હતા ત્યારે પત્ની જ તેમની ટીકા કરતાં હતાં, નાનાને ચીની લોકો આજે પણ કહે છે શેતાન

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે હવે નથી રહ્યા. શુક્રવારે તેઓ નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે હુમલાખોરે તેમને પાછળથી ગોળી મારી હતી. શિન્ઝોને બચાવવા માટે હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ 6 કલાક સુધી પ્રયાસ કરતી રહી, પરંતુ સફળ થઈ શકી નહીં.

દરેક વ્યક્તિ જાણે છે કે શિન્ઝો સૌથી વધુ સમય સુધી જાપાનના વડાપ્રધાન હતા, પરંતુ તેમનું વ્યક્તિત્વ માત્ર એટલા પૂરતું જ સીમિત નથી. અહીં અમે 6 વાર્તા દ્વારા શિન્ઝોના વ્યક્તિત્વના 3 શેડ્સ બતાવી રહ્યા છીએ...

કમ્ફર્ટ વુમનના મુદ્દે દક્ષિણ કોરિયા સાથે સમાધાન કર્યું, પછી આબેએ પીછેહઠ કરી
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને પોતાની સેના માટે કમ્ફર્ટ વુમન તરીકે ઓળખાતી મહિલાઓ અને છોકરીઓને બળજબરીથી સેક્સ સ્લેવ તરીકે રાખી હતી. જાપાની સેનામાં આવી કમ્ફર્ટ વુમનની સંખ્યા 80 હજારથી 2 લાખની વચ્ચે હતી. આમાંની મોટા ભાગની છોકરીઓ કોરિયા, ચીન, તાઈવાન અને દક્ષિણ પૂર્વ એશિયામાંથી લાવવામાં આવી હતી.

28 ડિસેમ્બર 2015ના રોજ દક્ષિણ કોરિયા અને વડાપ્રધાન શિન્ઝો આબેની જાપાની સરકારે કમ્ફર્ટ વુમન અંગે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. એ કરાર હેઠળ શિન્ઝો આબે સરકાર માફી તરીકે કમ્ફર્ટ વુમનને 1 અબજ યેન આપવા પણ સંમત થઈ હતી. સેટલમેન્ટ સમયે 47 દક્ષિણ કોરિયન કમ્ફર્ટ મહિલાઓ જીવંત હતી.

આ ડીલના ત્રણ અઠવાડિયાં પછી જ શિન્ઝો આબેએ જાપાનીઝ નેશનલ એસેમ્બ્લીને જણાવ્યું હતું કે "કોઈપણ દસ્તાવેજ મળ્યો નથી, જે કહેતો હોય કે કમ્ફર્ટ વુમનને બળજબરીથી લઈ જવામાં આવી હતી." આબેના નિવેદનને જાપાનના કમ્ફર્ટ વુમનના ઈતિહાસને નકારવા અને પહેલા માફી માગવા તથા પછી આ મુદ્દે ફરી જવા તરીકે જોવામાં આવ્યું હતું.

આ ફોટોમાં અમેરિકન સૈનિકો 14 ઓગસ્ટ, 1944ના રોજ બર્માના કબજા બાદ કોરિયન કમ્ફર્ટ વુમનની પૂછપરછ કરતા જોવા મળે છે.
આ ફોટોમાં અમેરિકન સૈનિકો 14 ઓગસ્ટ, 1944ના રોજ બર્માના કબજા બાદ કોરિયન કમ્ફર્ટ વુમનની પૂછપરછ કરતા જોવા મળે છે.

જમણેરી નિપ્પોન કૈગીના સમર્થક કે જેઓ જાપાનના બંધારણમાં ફેરફાર કરવા માંગતા હતા
નિપ્પોન કૈગી, 1997માં રચાયેલું જાપાનનું કટ્ટર રાષ્ટ્રવાદી અને જમણેરી સંગઠન છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે આ સંગઠનના મોટા સમર્થક હતા. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ જાપાનના વર્તમાન બંધારણમાં ફેરફાર કરવાનો છે અને ખાસ કરીને એની કલમ 9, જે જાપાનની સ્થાયી આર્મી એટલે કે કાયમી અથવા વ્યાવસાયિક સૈન્ય રાખવા પર પ્રતિબંધ મૂકે છે.

નિપ્પોન કૈગી માને છે કે જાપાનને એક એવા બળ તરીકે સ્થાપિત કરવું જોઈએ, જે પૂર્વ એશિયાને પશ્ચિમી શક્તિઓથી મુક્ત કરી શકે. આ સંસ્થા માને છે કે 1946-1948 દરમિયાન જાપાન સામે યુદ્ધ અપરાધોની ટ્રાયલ ગેરકાયદે હતી.

નિપ્પોન કૈગી એક બિન-સરકારી સંસ્થા છે, પરંતુ જાપાનની રાજનીતિ અને સરકાર પર આ સંસ્થાનો પ્રભાવ પણ તેની રચના પછી વધ્યો છે. 2020 સુધીમાં જાપાનમાં તેના 38થી 40 હજાર સભ્યો હતા.

શિન્ઝોના પિતા આત્મઘાતી એટેકર બન્યા, નાના PM હતા અને દાદા પણ હતા મોટા જમીનદાર
શિન્ઝો આબેના પિતા, શિન્તારો આબે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કામાકાજી પાયલોટ બનવા માટે 1944માં નેવલ એવિએશન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ જાપાનના શરણાગતિને કારણે તેમને કામાકાજી પાયલોટ તરીકે કામ કરવાની તક ન મળી.

1924માં જન્મેલા શિન્તારો આબે પછીથી અખબારના રાજકીય રિપોર્ટર બન્યા, બાદમાં રાજકારણી અને પછી 1982થી 1986 સુધી જાપાનના વિદેશ પ્રધાન બન્યા.

બીજા વિશ્વયુદ્ધમાં જાપાને લડાઈની નવી લશ્કરી વ્યૂહરચના અપનાવી, જેને કામાકાજી નામ આપવામાં આવ્યું. વાસ્તવમાં જાપાની પાયલોટ્સે દુશ્મનની જગ્યાને નિશાન બનાવતી વખતે જાણીજોઈને તેમનાં વિમાનોને ક્રેશ કર્યા હતા. જાપાની પાયલોટ દ્વારા કરવામાં આવેલા આ આત્મઘાતી હુમલાને કામાકાજી કહેવામાં આવે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જૂન 1945માં બે જાપાનીઝ કામાકાજી પાઇલોટ્સના આત્મઘાતી બોમ્બવિસ્ફોટ પછી અમેરિકન બંકર હિલના ડેકને થયેલા નુકસાનનો ફોટોગ્રાફ. કામાકાજી શબ્દનો અર્થ થાય છે 'દિવ્ય પવન'. 1281માં જાપાની સૈન્ય પર હુમલો કરવાની ધમકી આપતા મોંગોલ કાફલાના ભયંકર તોફાન દ્વારા વિનાશ માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટા ભાગના કામકાજી વિમાનો બોમ્બ અથવા ગેસોલિનથી ભરેલા રહેતા હતા, જેને જાણીજોઈને દુશ્મનનાં સ્થળો પર તોડી પાડવામાં આવતાં હતાં.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જૂન 1945માં બે જાપાનીઝ કામાકાજી પાઇલોટ્સના આત્મઘાતી બોમ્બવિસ્ફોટ પછી અમેરિકન બંકર હિલના ડેકને થયેલા નુકસાનનો ફોટોગ્રાફ. કામાકાજી શબ્દનો અર્થ થાય છે 'દિવ્ય પવન'. 1281માં જાપાની સૈન્ય પર હુમલો કરવાની ધમકી આપતા મોંગોલ કાફલાના ભયંકર તોફાન દ્વારા વિનાશ માટે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટા ભાગના કામકાજી વિમાનો બોમ્બ અથવા ગેસોલિનથી ભરેલા રહેતા હતા, જેને જાણીજોઈને દુશ્મનનાં સ્થળો પર તોડી પાડવામાં આવતાં હતાં.

હવે શિન્ઝો આબેના નાના નોબુસુકે કિશી વિશે વાત…
પ્રખ્યાત ચાઇનીઝ લેખક વાંગ કિજિયાંગે કિશી વિશે લખ્યું છે - તેના ગુનાઓ સ્વર્ગ સુધી ઢગલાબંધ છે, તે ખરેખર શેતાન છે. 1896માં જન્મેલા નોબુસુકે કિશીની ચીન પર જાપાનના કબજા દરમિયાન ચાઈનીઝ લોકો પરના અત્યાચારો માટે સૌથી વધુ ચર્ચા થાય છે. કિશીએ 1931માં ચીનના મંચુરિયા પર કબજામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના માટે તેમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ચાઈનીઝ ઈતિહાસકારોનું કહેવું છે કે મંચુકુઓમાં જાપાની સેનાએ બળજબરીથી વેશ્યાવૃત્તિથી લઈને ચાઈનીઝ લોકોને ફાંસી આપવી અને તેમના રાસાયણિક પ્રયોગો સુધીના ઘણા ગુના કર્યા હતા. કિશીએ એક એવી વ્યવસ્થા બનાવી, જેમાં ચીનના લોકોની મહેનત અને ચીનનાં કુદરતી સંસાધનોનો જાપાનના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવ્યો.

28 ડિસેમ્બર 1948ના રોજ જેલમાંથી છૂટ્યા પછી નોબુસુકે કિશી તેમના ભાઈ અને તત્કાલીન મુખ્ય કેબિનેટ સચિવ ઈસાકુ સતો સાથે હળવા મૂડમાં. કિશી 1957થી 1960 સુધી જાપાનના વડાપ્રધાન હતા, જ્યારે સતો 1964થી 1972 સુધી જાપાનના વડા પ્રધાન હતા. કિશી શિન્ઝો આબેના નાના હતા અને ઇસાકુ સતો તેમના પિતરાઈ ભાઈ હતા.
28 ડિસેમ્બર 1948ના રોજ જેલમાંથી છૂટ્યા પછી નોબુસુકે કિશી તેમના ભાઈ અને તત્કાલીન મુખ્ય કેબિનેટ સચિવ ઈસાકુ સતો સાથે હળવા મૂડમાં. કિશી 1957થી 1960 સુધી જાપાનના વડાપ્રધાન હતા, જ્યારે સતો 1964થી 1972 સુધી જાપાનના વડા પ્રધાન હતા. કિશી શિન્ઝો આબેના નાના હતા અને ઇસાકુ સતો તેમના પિતરાઈ ભાઈ હતા.

એ સમયે ચીનની ફુશાન કોલ માઇનમાં લગભગ 40,000 કામદારો કામ કરતા હતા, જેમાંથી દર વર્ષે 25,000 કામદારોની બદલી કરવામાં આવતી હતી, કારણ કે એમાંથી મોટા ભાગના લોકો કામ કરવાની ખરાબ સ્થિતિને કારણે મૃત્યુ પામતા હતા. કિશી ચીનાઓ પ્રત્યે એટલા ક્રૂર હતા કે તેમને 'રોબોટ ગુલામ' કહેતા હતા.

કિશી 1939માં જાપાન પરત ફર્યા અને 1940માં વડાપ્રધાન ફુમિમારો કોનેના મંત્રી બન્યા. 1942માં તેઓ નીચલા ગૃહમાં ચૂંટાયા. બીજા વિશ્વયુદ્ધ પછી 1945માં તેમને યુદ્ધ અપરાધોના આરોપમાં ત્રણ વર્ષ માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમના પર યુદ્ધ અપરાધો માટે કેસ ચલાવવામાં આવ્યો ન હતો અને 1948માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. કિશીએ 1955માં શક્તિશાળી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ની સ્થાપના કરી હતી. કિશી 1957થી 1960 સુધી જાપાનના વડાપ્રધાન બન્યા. 7 ઓગસ્ટ 1987ના રોજ તેમનું અવસાન થયું.

હવે વાત કરીએ શિન્ઝો આબેના દાદા કાન વિશે…
શિન્ઝો આબેના દાદા કાન આબે પણ રાજકારણ સાથે જોડાયેલા હતા. કાન આબેનો જન્મ 1894માં જાપાનના યામાગુચી પ્રાંતમાં એક પ્રભાવશાળી જમીનદાર પરિવારમાં થયો હતો. કાન પોતે પણ જમીનદાર હતા. તેઓ 1937થી 1946 સુધી યામાગુચી પ્રાંતના મતવિસ્તારમાંથી નીચલા ગૃહના સભ્ય હતા. 30 જાન્યુઆરી 1946ના રોજ 51 વર્ષની વયે તેમનું અવસાન થયું.

શિન્ઝોનાં પત્ની રેડિયો ડીજે રહી ચૂક્યાં છે, પીએમ પતિની ટીકા કરવાનું ચૂકતા નહોતા

8 જુલાઈની સવારે જ્યારે અકીને ખબર પડી કે તેમના પતિ શિન્ઝો આબેને ગોળી વાગી છે, ત્યારે તેઓ હાંફળાફાંફળા થઈને હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં શિન્ઝો કાર્ડિયાક અરેસ્ટને કારણે બેહોશ થઈ ગયા હતા. થોડા કલાકો પછી તેમનું મૃત્યુ થયું. છેલ્લી ક્ષણે અકી તેમની સાથે વાત પણ કરી શક્યાં નહીં. અકી આબેએ જ તેમના પતિના મૃત્યુ પર સૌથી વધુ આંસુ વહાવ્યાં હતાં.
8 જુલાઈની સવારે જ્યારે અકીને ખબર પડી કે તેમના પતિ શિન્ઝો આબેને ગોળી વાગી છે, ત્યારે તેઓ હાંફળાફાંફળા થઈને હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં શિન્ઝો કાર્ડિયાક અરેસ્ટને કારણે બેહોશ થઈ ગયા હતા. થોડા કલાકો પછી તેમનું મૃત્યુ થયું. છેલ્લી ક્ષણે અકી તેમની સાથે વાત પણ કરી શક્યાં નહીં. અકી આબેએ જ તેમના પતિના મૃત્યુ પર સૌથી વધુ આંસુ વહાવ્યાં હતાં.

અકી આબે અને શિન્ઝો આબેના લગ્ન 1987માં થયાં હતાં. અકી રેડિયો ડીજે રહી ચૂક્યા છે. તેમના સ્પષ્ટ વિચારોને કારણે તેમને જાપાનમાં શિન્ઝોના 'ઘરેલુ વિરોધપક્ષ' પણ કહેવામાં આવે છે. અકી એલજીબીટી સમુદાયના સમર્થક રહ્યાં છે. એપ્રિલ 2014માં તેમણે જાપાનના LGBT સમુદાયના સમર્થનમાં ટોક્યોમાં આયોજિત ગે પ્રાઇડ પરેડમાં ભાગ લીધો હતો. અકી જાપાનના કોઈ વડાપ્રધાનના પ્રથમ પત્ની છે, જેઓ સોશિયલ મીડિયા પર સક્રિય છે. શિન્ઝો આબે અને અકી આબેને કોઈ સંતાન નથી.

આબેનોમિક્સનો અર્થ છે સરકારી ખર્ચમાં ઘટાડો કરીને ક્ષીણ થઈ રહેલી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવી
જાપાનની અર્થવ્યવસ્થા 2011માં પ્રથમ સુનામી અને પછી ફુકુશિમા ખાતે પરમાણુ દુર્ઘટના દ્વારા હચમચી ગઈ હતી. ઉપરાંત અસ્થિર સરકારોના સમયગાળા પછી 2012માં શિન્ઝો આબે એક નવી યોજના સાથે સરકારમાં આવ્યા. જ્યારે આબે 2012માં સત્તા પર આવ્યા, ત્યારે તેમની સમક્ષ સૌથી મોટું કાર્ય જાપાનની અર્થવ્યવસ્થાને ફરીથી ઝડપી ગતિએ આગળ ધપાવવાનું હતું. આ માટે તેણે જે યોજના બનાવી તેને આબેનોમિક્સ કહે છે.

આબે સરકારે સરકારી ખર્ચમાં ઘટાડો, આર્થિક સુધારા જેવાં ઘણાં પગલાં લીધાં. આબેનોમિક્સને કારણે જ જાપાન પોતાની જાતને આર્થિક ડિફ્લેશનમાંથી બચાવી શક્યું હતું. આબે સામેનો બીજો મોટો પડકાર ઝડપથી વૃદ્ધાવસ્થા તરફ આગળ વધતી વસતિનો હતો. આ માટે તેમણે માતાપિતા માટે કાર્યસ્થળને વધુ અનુકૂળ બનાવીને દેશના જન્મદરને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું.

આબેનોમિક્સ પાસે 3 તીર હતાં - લવચીક રાજકોષીય નીતિ, માળખાકીય સુધારા અને લાંબા ગાળાની આર્થિક નીતિ, જે વર્ષોથી અટકેલી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરી શકે.

ચીનના વિરોધ છતાં ભારત સાથે સિવિલ ન્યૂક્લિયર ડીલ કરી
શિન્ઝો આબેની ભારત સાથેની નિકટતા તમે તેમની 4 મુલાકાત પરથી સમજી શકો છો. આબેએ 2006-2007માં તેમના પ્રથમ કાર્યકાળમાં ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સંસદમાં ભાષણ પણ આપ્યું હતું. 2014માં પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયા હોય એવા આબે જાપાનના પ્રથમ વડાપ્રધાન હતા. આ પછી તેમણે ડિસેમ્બર 2015 અને સપ્ટેમ્બર 2017માં ભારતની મુલાકાત લીધી હતી.

ભારતમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ આબેના સહયોગથી શરૂ થયો. 2017માં મોદી અને આબેએ આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. કરાર હેઠળ અમદાવાદથી મુંબઈ સુધીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આશરે રૂ. 1.1 લાખ કરોડનો ખર્ચ થશે. આ માટે 81 ટકા રકમ જાપાન સરકારના સહયોગથી જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા આપવામાં આવશે. જાપાન તેને 0.1% વ્યાજ પર ઓફર કરી રહ્યું છે.

જાપાને ભારતને પરમાણુ શક્તિ તરીકે માન્યતા આપી ન હતી, પરંતુ ચીનના વિરોધ છતાં આબેએ 2016માં ભારત સાથે નાગરિક પરમાણુ કરાર કર્યો હતો. ન્યૂક્લિયર પ્રોફિલ્ટરેશન ટ્રીટી (NPT) ના સભ્ય ન હોવા છતાં પણ તેણે ભારત સાથે નાગરિક પરમાણુ કરાર કર્યો.

આબેના સમય દરમિયાન બંને દેશો વચ્ચે વિદેશ અને સંરક્ષણમંત્રીઓ સાથેની ટૂ પ્લસ ટૂ બેઠકો અને સંરક્ષણ સાધનોના ટેક્નોલોજી ટ્રાન્સફર પર ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પણ થયા હતા. છેલ્લાં 70 વર્ષના ઈતિહાસમાં ક્યારેય કોઈ અન્ય દેશ હિંદ મહાસાગરમાં તેના નરમ પ્રભાવને બચાવવા ભારતમાં રોકાણ કરવા તૈયાર થયો નથી.

સ્ટોરી સંદર્ભ:
https://books.google.com/books?id=Re5hDwAAQBAJ

https://www.britannica.com/biography/Abe-Shinzo

https://historica.fandom.com/wiki/Nobusuke_Kishi

https://www.britannica.com/biography/Kishi-Nobusuke

https://www.wsj.com/articles/for-japans-shinzo-abe-unfinished-family-business-1418354470

https://japantoday.com/category/features/kuchikomi/akie-abe-not-afraid-to-speak-her-mind

https://thediplomat.com/2021/11/why-did-the-2015-japan-korea-comfort-women-agreement-fall-apart/

https://www.straitstimes.com/asia/east-asia/japan-pm-shinzo-abe-rejects-seouls-latest-stance-on-comfort-women-as-unacceptable

http://www.iwm.org.uk/collections/item/object/205208397

http://www.exordio.com/1939-1945/codex/Documentos/report-49-USA-orig.html