તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Wanting To Leave Mumbai And Live With His Family, Young Man Started Cattle Filed In His Hometown Tharad, Earning Rs 10 Lakh A Year From Selling Milk.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજની પોઝિટિવ સ્ટોરી:મુંબઈની ઝાકમઝોળ છોડીને પરિવાર સાથે રહેવાની ઈચ્છાથી વતન થરાદમાં તબેલો શરૂ કર્યો, દૂધના વેચાણથી વર્ષે 10 લાખની કમાણી

બનાસકાંઠા22 દિવસ પહેલાલેખક: યોગેશ ગજ્જર
ડેરીમાં દૂધ વેચીને સારીએવી કમાણી થઈ રહી છે.
  • ધોરણ 10 ભણેલા મહેન્દ્રસિંહે 2016માં તબેલો શરૂ કર્યો હતો
  • પાંચ વર્ષના ટૂંકા ગાળામાં મહિને કમાણી 90 હજાર જેટલી પહોંચી

આજના યુગમાં પૈસા તો બધાને કમાવવા જ છે, પણ મહેનત કરવી કોઈને ગમતી નથી. થોડી મહેનત કરવાની આવે તો શું થઈ શકે એનું ઉદાહરણ બનાસકાંઠાના થરાદ નજીકના ગામમાં જોવા મળી રહ્યું છે. મહેન્દ્રસિંહ નામના યુવકે પશુપાલનનો વ્યવસાય કંટાળાજનક કે બોરિંગ નથી, એવું સાબિત કરી દીધું છે, કારણ કે આઠ વર્ષ હીરાના વ્યવસાયમાં હૈદરાબાદ અને મુંબઈની ઝાકઝમાળમાં રહ્યા બાદ તેમને પરિવાર સાથે રહેવાની અદમ્ય ઈચ્છાથી વતન આવી ગયા..ધોરણ 10 ભણેલા મહેન્દ્રસિંહે એક ગાયથી 2016માં શરૂ કરેલા તબેલામાં પહેલા વર્ષે નુકસાન થયું હતું. જોકે હિંમત હાર્યા વગર આજે 45 દુધાળાં પશુઓને સાચવી રહ્યાં છે, જેમાંથી રોજનું 400 લિટર દૂધ મેળવે છે. દૂધને ડેરીમાં આપીને વર્ષે દહાડે 10 લાખથી વધુનો ચોખ્ખો નફો કરી રહ્યા છે.

દૂધ દોહવા માટે તબેલામાં મશીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
દૂધ દોહવા માટે તબેલામાં મશીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

બનાસ ડેરીને દૂધ આપે છે
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા ઉટવેલિયા ગામમાં 30 વર્ષના મહેન્દ્રસિંહ વાઘેલા છેલ્લાં પાંચ વર્ષથી હેપ્પી ડેરી ફાર્મ નામથી તબેલો ચલાવે છે. આ તબેલાની શરૂઆત તેમણે 1 ગાયથી કરી હતી. અને આજે તેમની પાસે કુલ 45 જેટલાં દુધાળાં પશુઓ છે, જેમનાથી રોજની 400 લિટર દૂધની આવક થાય છે. આ દૂધને તેઓ બનાસ ડેરીમાં ભરીને મહિને 80થી 90 હજાર રૂપિયાનો ચોખ્ખો નફો કરે છે.

1 ગાયથી શરૂ કરેલા તબેલામાં આજે 45 દુધાળાં પશુઓ છે.
1 ગાયથી શરૂ કરેલા તબેલામાં આજે 45 દુધાળાં પશુઓ છે.

મુંબઈમાં ડાયમંડનો વ્યવસાય કર્યો
મહેન્દ્રસિંહ 10 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. તેઓ તબેલોનો બિઝનેસ શરૂ કરતાં પહેલાં મુંબઈમાં ત્રણ વર્ષ સુધી હીરાનું કામ કરતા હતા અને ત્યાર બાદ હૈદરાબાદમાં જઈને નોકરી કરી તથા પ્લાસ્ટિકનો ધંધો નાખ્યો, જેમાં સારી એવી કમાણી થતી, પરંતુ વતનની માટીથી દૂર રહેવું તેમને પસંદ ન હોઈ તેઓ પાછા ગામમાં આવી ગયા અને અહીં જ તબેલાનો વ્યવસાય શરૂ કર્યો હતો. હાલમાં તેમના તબેલામાં નાની-મોટી થઈને કુલ 45 જેટલી ગાય-ભેંસ છે, જેમાંથી 30 અમેરિકન(જર્સી) ગાયો અને 10 બન્ની અને રાજસ્થાની ભેંસો છે.

ગાય અને ભેંસના સંવર્ધનથી સારીએવી કમાણી થઈ રહી છે.
ગાય અને ભેંસના સંવર્ધનથી સારીએવી કમાણી થઈ રહી છે.

શરૂઆતમાં થયું નુકસાન
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં મહેન્દ્રસિંહ જણાવે છે કે "શરૂઆતમાં મને તબેલા અંગેનો કોઈ અનુભવ નહોતો અને આ કામ માટે ક્યાંયથી તાલીમ પણ લીધેલી નથી. તબેલો શરૂ કર્યાના 1 વર્ષ સુધી નુકસાન થતું હતું. કઈ બ્રિડની ગાય ખરીદવી? કઈ ગાયથી વધારે દૂધ મળશે, આવી કોઈ માહિતી નહોતી. જોકે અનુભવના આધારે તેઓ ધીમે-ધીમે શીખતો ગયો અને પછી આ કામમાં ફાવટ આવી ગઈ." તબેલો શરૂ કર્યાના 1 વર્ષ બાદ તેમને દૂધ વેચીને નફો થવાનું શરૂ થયું. અને આજે વર્ષે 10 લાખ રૂપિયાથી વધુનો ચોખ્ખો નફો કરે છે.

ગાયો માટે પાણીની વ્યવસ્થા પણ સારી કરવામાં આવી છે.
ગાયો માટે પાણીની વ્યવસ્થા પણ સારી કરવામાં આવી છે.

રોજની 400 લિટર દૂધની આવક
મહેન્દ્રસિંહના હેપ્પી ફાર્મમાં રહેલી એક અમેરિકન ગાય રોજનું 30 લિટર જેટલું દૂધ તથા ભેંસ રોજનું 18 લિટર જેટલું દૂધ આપે છે. આમ તેમને રોજની 400 લિટર દૂધની આવક થાય છે, જેને તેઓ બનાસ ડેરીમાં ભરી દે છે અને તબેલાના કામમાં ઘાસચારો, લાઈટબિલ તથા અન્ય ખર્ચાઓને બાદ કરીને મહિને 80-90 હજાર રૂપિયાનો ચોખ્ખો નફો કમાય છે.

તબેલામાં સાફ ફાઈથી લઈને તમામ વ્યવસ્થા સારી રીતે કરવામાં આવે છે.
તબેલામાં સાફ ફાઈથી લઈને તમામ વ્યવસ્થા સારી રીતે કરવામાં આવે છે.

પશુઓની કાળજી લેવી પડે છે
તબેલો શરૂ કરવાના વિચાર વિશે વાત કરતાં મહેન્દ્રસિંહ કહે છે, હું પહેલા ઘરથી દૂર રહીને મુંબઈમાં ડાયમંડનો વ્યવસાય અને હૈદરાબાદમાં પ્લાસ્ટિકનો વ્યવસાય કરતો હતો. જોકે આવવા-જવાનું વધારે દૂર પડતું અને પરિવાર સાથે રહી શકાતું નહોતું, આથી મેં મારા મિત્રો તથા સંબંધીઓ જેઓ તબેલો ચલાવે છે, તેમની સલાહ લીધી અને આ વ્યવસાય શરૂ કર્યો. ટોટલ ખર્ચો કાઢતાં મને મહિને 80-90 હજારનો પ્રોફિટ થાય છે. જો ઘરનો બોર, જગ્યા પોતાની હોય તો 30 ટકા સુધી બચત થાય છે. બીજી જગ્યાએ નોકરી કરવા કરતાં આ બિઝનેસ ખૂબ સારો છે. જો તમે મહેનત કરો તો આ વ્યવસાયમાં પ્રોફિટ છે. ગાય-ભેંસ દોહતા સમયે સવાર-સાંજ 2થી 3 કલાક હાજરી આપવી પડે છે. ઢોર બીમાર પડે તો એના પર ધ્યાન આપવું પડતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો