એક સમયે રન મશીન કહેવાતા કોહલીને હવે એક એક રન માટે સ્ટ્રગલ કરવું પડી રહ્યું છે. બે વર્ષ પાંચ મહિના 19 દિવસ..વિરાટને સદી ફટકારે આટલો લાંબો સમય થઈ ગયો છે. વિરાટે 2019માં લાસ્ટ સેન્ચુરી ફટકારી હતી. વિરાટ ક્યારે સારા ટચમાં દેખાય પણ છે તો તેની કિસ્મત સાથ નથી આપતી. વિરાટે 2019થી અત્યાર સુધી 37ના એવરેજથી 2478 રન બનાવ્યા છે, પરંતુ ગત એક વર્ષમાં તેની પરફોર્મન્સ વધુ ખરાબ થઈ છે. આ દરમિયાન વિરાટની એવરેજ 37થી 29 પર આવી ગઈ છે.
વિરાટ પહેલાં કયા મોટા ખેલાડીઓ આઉટ ઓફ ફોર્મના તબક્કામાંથી પસાર થયા છે અને પછી તેમણે કેવી રીતે કમબેક કર્યું, ચાલો, આજના વીડિયો એક્સક્લૂઝિવમાં જાણીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.