• Gujarati News
  • Dvb original
  • Vinay Katiyar, Who Started The Ram Mandir Movement, Said, "My Role Was Up To Here, Now It's Mathura Kashi's Turn."

ભાસ્કર ઈન્ટરવ્યૂ:રામ મંદિર આંદોલન શરૂ કરનાર વિનય કટિયારે કહ્યું- મારી ભૂમિકા અહીં સુધી જ હતી, હવે મથુરા-કાશીનો વારો છે

અયોધ્યા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કટિયારે કહ્યું- બાબરી મસ્જિદ એક ઢાંચો હતો, જર્જર હતો, તેને તોડવામાં નથી આવ્યો, તે આપમેળે તૂટી ગયા, કોંગ્રેસે ષડયંત્રથી મને આરોપી બનાવ્યો છે
  • કટિયારે કહ્યું- રામ મંદિર માટે આંદોલન મે શરૂ કર્યું હતું, હવે 5 ઓગસ્ટના રોજ રામલલાના દર્શન માટે જન્મભૂમિ જઈશ

રામ મંદિર આંદોલનની આગેવાની કરનાર, બાબરી મસ્જિદ તોડવાના કેસમાં આરોપી, બજરંગ દળના સંસ્થાપક અને ભાજપના નેતા વિનય કટિયાર તેમના નિવેદનો અને ભાષણો માટે જાણીતા છે. વિનય કટિયાર અયોધ્યાથી ત્રણ વખત લોકસભા સાંસદ અને UPમાંથી બે વખત રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. મૂળ અયોધ્યાના કટિયાર રામ જન્મભૂમિથી થોડા અંતરે આવેલા કનક ભવનની પાછળ રહે છે. 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં ભૂમિપૂજન થવાનું છે, આ અંગે તેઓ શુ કરી રહ્યા છે, શુ વિચારે છે, તેમ જ ભવિષ્ય માટે તેમની શુ યોજના છે વગેરે પ્રશ્નો અંગે ભાસ્કર સાથે વિનય કટિયારે વાતચીત કરી.

પ્રશ્નઃ સમગ્ર અયોધ્યા વ્યસ્ત છે. તમે તમારા ઘરે આરામથી બેઠા છો, શુ કારણ છે?
જવાબઃ અમે Without Business વ્યસ્ત નથી હોતા...
પ્રશ્નઃ ઓકે, તો શુ તેનો અર્થ એવો થયો કે એક સમયે રામમંદિર આંદોલનનો ચહેરો બનેલા વિનય કટિયારને આજે કોઈ જવાબદારી નથી મળી?
જવાબઃ ના, ના. એવી કોઈ વાત નથી. ટ્રસ્ટનું આ કાર્ય છે. ટ્રસ્ટના લોકો કામગીરી કરી રહ્યા છે. મારું કામ દર્શન કરવાનું છે. હું 5 ઓગસ્ટના રોજ દર્શન કરવા જઈશ.

તસ્વીર રામ મંદિર આંદોલન સમયની છે. મુરલી મનોહર જોશી. અશોક સિંઘલ અને લાલકૃષ્ણ અડવાણી સાથે વિનય કટિયાર
તસ્વીર રામ મંદિર આંદોલન સમયની છે. મુરલી મનોહર જોશી. અશોક સિંઘલ અને લાલકૃષ્ણ અડવાણી સાથે વિનય કટિયાર

પ્રશ્નઃ ઓગસ્ટના રોજ યોજાનારા કાર્યક્રમને લઈ તમામ સ્તર પર તૈયારી થઈ રહી છે. દરેકની પોતાની અલગ-અલગ ભૂમિકા, જવાબદારી છે. આ કાર્યક્રમમાં વિનય કટિયાલની શુ ભૂમિકા છે?
જવાબઃ મારી ભૂમિકા શુ રહી છે તે અંગે સૌ વાકેફ છે. રામ જન્મભૂમિ આંદોલનને મે શરૂ કર્યું. ધીમે-ધીમે ઘણા લોકો તેમા જોડાતા ગયા. સંતોના આશીર્વાદ મળતા ગયા. સંગઠનને જે વયોવૃદ્ધ નેતા હતા તેમના આશીર્વાદ મળતા ગયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની મોટી ભૂમિકા રહી છે. તેમા અન્ય ઘણા નેતાઓનું પણ યોગદાન રહ્યું છે. આ તમામ બાબતને કેવી રીતે નકારી શકાય? જો રાજ્યસ્તરની વાત કરું તો કલ્યાણ સિંહ અને કલરાજ મિશ્રાનું મોટુ યોગદાન રહ્યુ છે. રાષ્ટ્રીય સ્તર પર રાજનાથ સિંહ અને લાલકૃષ્ણ અડવાણીનું યોગદાન રહ્યુ છે.
પ્રશ્નઃ એક માહિતી એવી આવી રહી છે કે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી આ કાર્યક્રમમાં નહીં હોય. આ બાબતને તમે કેવી રીતે જુઓ છો?
જવાબઃ મને આ અંગે કોઈ જાણકારી નથી. તેઓ આવશે કે નહીં આવે તે અંગે મને કોઈ જાણ નથી.
પ્રશ્નઃ ભાજપ નેતા સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું છે કે રામ મંદિર અંદાલોનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કોઈ યોગદાન નથી. શુ તમે આ બાબતથી સહમત છો?
જવાબઃ નહીં, નહીં. સમયાંતરે સૌનું યોગદાન રહ્યું છે. તેઓ ગુજરાતમાં સક્રિય હતા. ગુજરાતમાં તેઓ વિવિધ જગ્યાએ જઈને પ્રચાર કરતા હતા. લોકોને જોડવાનું કામ તેમણે કર્યું છે. બાદમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની બીજી ભૂમિકા થઈ ગઈ હતી.
પ્રશ્નઃ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં તમે આરોપી છો. આ કેસ હજુ ચાલી રહ્યો છે. ભવિષ્યને લઈ શુ કોઈ ચિંતા છે? આ પ્રશ્ન એટલા માટે કારણ કે પક્ષ તમારાથી દૂર થઈ રહ્યો હોય તેવુ લાગે છે
જવાબઃ સૌથી પહેલા તો મને 'બાબરી'શબ્દના ઉપયોગથી વાંધો છે. તે એક ઢાંચો હતો. જર્જરીત હતો. તેનો તોડી પાડવામાં આવ્યો ન હતો. તે આપમેળે જ તૂટી ગયો. બાકી મારી ઉપર જે કેસ ચાલી રહ્યો છે તો તે કોંગ્રેસની ચાલ હતી. તે શાસનમાં હતા માટે કેસ કરી દીધો. રહી વાત પક્ષ મારાથી દૂર થઈ રહ્યો છે તેની તો તે તમને એવુ લાગે છે. તેમાં કોઈ હકીકત નથી. આજે હું રાષ્ટ્રીય કાર્યસમિતિનો સભ્ય છું. હું પક્ષનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહી ચુક્યો છું. રાષ્ટ્રીય મહામંત્રી રહી ચુક્યો છું. પક્ષે મને આટલા બધા પદો પર નિયુક્ત કરેલો હતો તો પછી પક્ષ મારાથી કેવી રીતે દૂર થઈ શકે?

વિનય કટિયાર અને UPના ભૂતપુર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ
વિનય કટિયાર અને UPના ભૂતપુર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ

પ્રશ્નઃ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ રહ્યું છે. હવે આગામી સમયમાં વિનય કટિયાર માટે શુ બાકી છે? તમે શુ કરશો?
જવાબઃતમે જોતા રહેશો. હજુ મથુરા અને કાશી બાકી છે. ત્યાં આગળ વધવાનું છે. અહીં મારી ભૂમિકા અહીં સુધી જ હતી.

પ્રશ્નઃ કેવી રીતે આગળ વધશો?
જવાબઃ શુ બધુ અત્યારે જ અહીં કહી દઉં? તે સમયે જ્યારે તમે આવશો ત્યારે વાત કરશુ

અન્ય સમાચારો પણ છે...