AAPનો ‘વિજય’:વિજય સુવાળા અચાનક જ આમ આદમી પાર્ટીમાં કેમ જોડાયા? દિવ્ય ભાસ્કર સાથેના ઈન્ટરવ્યૂમાં ખુલીને બોલ્યા

4 મહિનો પહેલા

જાણીતા ગાયક વિજય સુવાળા હવે નેતાજી બની ગયા છે. ઉત્તર ગુજરાતના આ જાણીતા ચહેરાએ હવે આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી લીધું છે. ગુજરાતના બીજા જાણીતા ગાયકોએ ભાજપનો ખેસ પહેર્યો છે ત્યારે વિજય સુવાળાએ AAPની ટોપી પહેરવા પાછળનું કારણ જણાવ્યું હતું. રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તેમણે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી. આ વાતચીત દરમિયાન તેમણે સ્પષ્ટતા કરી કે, તે ચૂંટણી લડવા માગતા નથી પરંતુ ઉત્તર ગુજરાતમાં AAPને મજબૂત કરવા ભરપુર મહેનત કરશે.

અન્ય સમાચારો પણ છે...