તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Vanya, Who Studied At IIM, Started A Sanitary Pads Start up; So As Not To Be Ashamed To Buy It, Four Women Also Got Jobs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુદ્દારીની વાત:IIMમાં ભણેલી વન્યાએ સેનિટરી પેડ્સનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું; જેથી એને ખરીદવામાં શરમ ન રહે, ચાર મહિલાને નોકરી પણ આપી

રાંચી18 દિવસ પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
રાંચીની રહેવાસી વન્યા વત્સલ અને ગુંજન ગૌરવ બંને નોકરી છોડીને ઓર્ગેનિક સેનિટરી પેડ્સ તૈયાર કરવાનો બિઝનેસ કરી રહ્યાં છે. - Divya Bhaskar
રાંચીની રહેવાસી વન્યા વત્સલ અને ગુંજન ગૌરવ બંને નોકરી છોડીને ઓર્ગેનિક સેનિટરી પેડ્સ તૈયાર કરવાનો બિઝનેસ કરી રહ્યાં છે.

માસિક ધર્મ અથવા પિરિયડ્સ એક નેચરલ પ્રક્રિયા છે. આ કોઈ અભિશાપ નથી. જો મહિલાઓને પિરિયડ્સ ન થાય તો તે ક્યારેય માતા ન બની શકે. એવામાં એના માટે શરમ શા માટે! જ્યારે દારૂ ખુલ્લેઆમ વેચાય છે તો સેનિટરી પેડ કાળી પોલિથિનમાં કે અખબારમાં વીંટાળીને કેમ ખરીદવામાં આવે? હું આ વિચારને બદલવા માગતી હતી. મને ખબર નહોતી કે આગળ મારું આ અભિયાન ક્યાં સુધી જશે? લોકો મારા વિશે શું કહેશે? પરંતુ મને એટલી ખબર હતી કે જે કરી રહી છું એ સામાજિક પરિવર્તન માટે જરૂરી છે. આમ કહેવું છે વન્યા વત્સલનું, જે સારીએવી નોકરી છોડીને ઓર્ગેનિક સેનિટરી પેડ્સનું સ્ટાર્ટઅપ ચલાવી રહી છે.

રાંચીની રહેવાસી વન્યા વત્સલ ધો. 12મા સ્કૂલ ટોપર રહી. ગ્રેજ્યુએશન કર્યા પછી 2018માં તેણે IIM લખનઉથી MBA કર્યું. એક મલ્ટીનેશનલ કંપનીમાં કેમ્પસ પ્લેસમેન્ટ થઈ ગયું. 25 લાખ રૂપિયા વાર્ષિક પેકેજ હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ વન્યા કંઈક પોતાનું શરૂ કરવા માગતી હતી. કંઈક એવું કે જેનાથી મહિલાઓનું કલ્યાણ થાય, તેમને રોજગારી મળે. એના પછી તેણે રાંચીના જ રહેવાસી ગુંજન ગૌરવનો સંપર્ક કર્યો. ગુંજન અને વન્યા સારા મિત્રો છે, બંનેનું સ્કૂલિંગ સાથે થયું છે. એન્જિનિયરિંગ કર્યા પછી ગુંજન એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરી રહ્યો હતો.

પોતાની સાથે કામ કરનારી મહિલાઓ સાથે ગુંજન અને વન્યા.
પોતાની સાથે કામ કરનારી મહિલાઓ સાથે ગુંજન અને વન્યા.

વન્યાએ ગુંજનને એક સ્ટાર્ટઅપ શરૂ કરવાની વાત કહી. ગુંજન પણ તૈયાર થઈ ગયો. બંનેએ અનેક આઈડિયાઝ વિશે વાત કરી. ખૂબ વિચાર્યા પછી બંનેએ 2020માં નોકરી છોડી દીધી અને નવેમ્બરમાં ઈલારિયા નામથી ઓર્ગેનિક સેનિટરી પેડ્સ બનાવવાનું કામ શરૂ કર્યું.

ગુંજન કહે છે, મેં નોકરી છોડીને જ્યારે આ કામ કરવાનું શરૂ કર્યું તો અનેક લોકોએ ટોક્યો. તેમનું કહેવું હતું કે આ મહિલાઓનું કામ છે, પરંતુ મને લાગતું હતું કે માસિક ધર્મ આજે પણ ટેબુ ટોપિક છે, જેના પર લોકો ખૂલીને વાત કરવા માગતા નથી. આના વિશે પુરુષ સમાજે પણ વિચાર બદલવો પડશે તો જ સમગ્ર સમાજમાં એક સારો મેસેજ જઈ શકશે.

ઓર્ગેનિક પેડ્સ લોન્ચ કરાયાં, જેથી મહિલાઓને નુકસાન ન થાય
27 વર્ષની વન્યા કહે છે, ‘સેનિટરી પેડ્સ તો અનેક કંપનીઓ બનાવી રહી છે, જેમાં મોટા ભાગની વિદેશી છે. એ લોકો એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, જે હેલ્થ માટે યોગ્ય નથી. મહિલાઓને પિરિયડ્સ દરમિયાન તકલીફ ન થાય અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહે, તેથી અમે ઓર્ગેનિક રીતે કપાસથી બનેલા સેનિટરી પેડ્સ લોન્ચ કર્યાં છે. એમાં કોઈ કેમિકલ કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી. એ સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી અને બાયોડિગ્રેડેબલ છે. એનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું નથી.

પેડ્સનું કવર એવું કે જેને તમે લોકોને ગિફ્ટ પણ કરી શકો છો

સેનિટરી પેડ્સનું પેકેજિંગ આકર્ષક છે. આ એક ગિફ્ટ જેવું લાગે છે.
સેનિટરી પેડ્સનું પેકેજિંગ આકર્ષક છે. આ એક ગિફ્ટ જેવું લાગે છે.

વન્યા કહે છે, પેડ્સ ખરીદ્યા પછી ઘરમાં ટેબલ પર કે સામે રાખી શકાતાં નથી. એને કપડામાં છુપાવીને રાખવાં પડે છે, તેથી અમે નક્કી કર્યું કે શા માટે એનું પેકેજિંગ એવું ન કરવું કે જેને આપણે ટેબલ પર રાખી શકીએ, જેનો લૂક પણ સરસ હોય. એ માટે અમે પેડ્સના કવરને ક્રિએટિવ બનાવવા પર ભાર મૂક્યો. પેકેટને કવર કરવા માટે પ્લાસ્ટિકના સ્થાને કાગળના કવર અને આકર્ષક પેપર બોર્ડનો અમે ઉપયોગ કરીએ છીએ. અમે પેકેજિંગ એવી રીતે રાખીએ છીએ કે આપ એને ડ્રોઈંગ રૂમમાં પણ રાખો તો એક ગિફ્ટ જેવું લાગશે અને આપના મનમાં કોઈ સંકોચ નહીં થાય.

જેમ જેમ લોકો જાગ્રત થશે, અમારી પ્રોડક્ટની ડિમાન્ડ વધશે
વન્યા અને ગુંજન કહે છે, અમારું સ્ટાર્ટઅપ હજુ નવું છે. ઓછા લોકોને આ વિશે ખબર છે. અમે અમારી પસંદગીનાં પેડ્સ દિલ્હીથી તૈયાર કરાવીને રાંચી મગાવીએ છીએ. અહીં એને આકર્ષક કવરથી પેક કરવામાં આવે છે અને પછી ગ્રાહકો પાસે મોકલવામાં આવે છે. એને કારણે માર્કેટમાં મળનારા પેડ્સથી અમારાં પેડ્સની કિંમત થોડી વધી જાય છે. આ પણ એક કારણ છે કે અનેક લોકો તેમની પ્રોડક્ટ હજુ ખરીદી રહ્યા નથી, પણ તેમને આશા છે કે જેમ જેમ લોકો અવેર થશે, તેઓ ઓર્ગેનિક પેડ્સ તરફ જરૂર જશે. અત્યારે તેમની પાસે બે પ્રકારનાં પેડ્સ છે - અર્થ અને ફેદર. એક પેકમાં 10 પેડ હોય છે અને એની કિંમત 110 અને બીજા પેકની 330 રૂપિયા છે. આ સાથે જ તેઓ પોતાના ગ્રાહકોને બાયોડિગ્રેડેબલ ડિસ્પોઝિબલ બેગ પણ આપે છે.

ગુંજન અને વન્યાએ પોતાની કંપનીમાં ચાર મહિલાને રોજગારી આપી છે, જે પેડ્સના પેકેજિંગનું કામ કરે છે. આ ચારેય મહિલા ટ્રાઈબલ છે.
ગુંજન અને વન્યાએ પોતાની કંપનીમાં ચાર મહિલાને રોજગારી આપી છે, જે પેડ્સના પેકેજિંગનું કામ કરે છે. આ ચારેય મહિલા ટ્રાઈબલ છે.

બે મહિનામાં 60,000 રૂપિયાની કમાણી
વન્યા કહે છે, અમે ઈલારિયા નામથી એક વેબસાઈટ બનાવી છે, જેના માધ્યમથી લોકો પેડ્સ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર પણ અમારું પેજ છે. લોકો ત્યાંથી પણ ઓર્ડર કરી શકે છે. ટૂંક સમયમાં જ અમે લોકો તેને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહ્યા છીએ. આજે અમારી પાસે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ જેવાં અનેક શહેરોમાંથી દર મહિને 50થી વધુ ઓર્ડર આવી રહ્યા છે. બે મહિનામાં 60000 રૂપિયાથી વધુની કમાણી થાય છે. ગુંજન કહે છે, અમે અમારી પ્રોડક્ટને ગામોમાં પણ લઈ જવા માગીએ છીએ. આગળ અમે ગામોમાં પ્રોડક્શન યુનિટ ખોલવા માગીએ છીએ, જેથી ઓછી કિંમતમાં ગામની મહિલાઓને સુરક્ષિત પેડ મળી શકે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

    વધુ વાંચો