તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતા વૈષ્ણોદેવીનો કટરાથી રિપોર્ટ:પહેલાં દરરોજ 30 હજાર ભક્ત જતા હતા, હવે માંડ 300 જાય છે; કરોડોનાં ડ્રાયફૂટ્સ ખરાબ થઈ ગયાં

કટરા5 મહિનો પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • કૉપી લિંક
કટરામાં જે રસ્તા પર પગ મૂકવાની જગ્યા ન હતી ત્યાં હવે સન્નાટો. - Divya Bhaskar
કટરામાં જે રસ્તા પર પગ મૂકવાની જગ્યા ન હતી ત્યાં હવે સન્નાટો.
  • શ્રાઇન બોર્ડે દરરોજ 15 હજાર ભક્તને દર્શન કરવાની મંજૂરી આપી, પણ અત્યારે અઢીસોથી ત્રણસો ભક્તો જઈ રહ્યા છે
  • પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે ટ્રેન કટરા નથી પહોંચતી, ઈન્ટર સ્ટેટ બસ સર્વિસ બંધ થવાથી પણ ઝાટકો વાગ્યો

મક્ખન સિંહ છેલ્લાં વીસ વર્ષોથી કટરામાં કાચની બંગડીઓ વેચી રહ્યા છે. બસ સ્ટેન્ડ પાસે જ ઊભા રહેતા હતા અને ત્યાં જ બધો માલ વેચાઈ જતો હતો. આખા દિવસમાં ત્રણસોથી ચારસો રૂપિયાની કમાણી કરવી તેમના માટે સામાન્ય વાત હતી, પણ હવે તેમનું જીવન પૂરી રીતે બદલાઈ ગયું છે. પહેલાં જ્યાં ઊભાં ઊભાં આખો માલ વેચાઈ જતો હતો તેઓ હવે દિવસભર ફર્યા પછી પણ પચાસથી 100 રૂપિયાનો માલ પણ મુશ્કેલથી વેચાઈ રહ્યો છે.

કટરા ગણ્યાગાંઠ્યા લોકો જ જઈ રહ્યા છે, એટલા માટે મક્ખન બંગડીઓ વેચવા માટે આસપાસનાં ગામમાં જાય છે. તેઓ કહે છે, વીસ વર્ષમાં આવા દિવસો ક્યારેય નથી જોયા. માર્ચમાં લોકડાઉન લાગ્યા પછીથી જ સિલસિલો ચાલી રહ્યો છે. હવે લોકડાઉન તો હટી ગયું, પણ ભક્તોનું આવવાનું શરૂ નથી થયું, જેનાથી કટરા બંધ જ છે.

માતા વૈષ્ણૌદેવીના કટરામાં હાલ ફાઈવ સ્ટાર હોટલથી માંડી લારી, પાટા પર કામધંધો કરતા નાના-મોટા વેપારીઓ પણ હેરાનપરેશાન છે. કટરાની 95% ઈકોનોમી ટૂરિસ્ટ પર નિર્ભર છે. કોરોનાકાળના પહેલાં અહીં દરરોજ 30થી 40 હજાર ભક્તોનું આવવું સામાન્ય વાત હતી. એપ્રિલથી જુલાઈ વચ્ચે તો પિક સીઝન હતી, ત્યારે એક દિવસમાં ભક્તોની સંખ્યા 60 હજાર સુધી પહોંચી જતી હતી.

આવી જ ભીડ નવરાત્રિમાં પણ હતી, પણ આ વખતે કોરોનાએ બધું બરબાદ કરી નાખ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં માતાના દરબારમાં 92 હજાર ભક્તોએ જ દર્શન કર્યાં છે. કોરોના પહેલાં આટલા ભક્તો ત્રણથી ચાર દિવસમાં દર્શન કરવા આવતા હતા. અહીં ઘણા ફેરિયાવાળા હવે ભીખ માગવા લાગ્યા છે, કારણ કે તેમની પાસે ગુજરાન ચલાવવા માટે બીજો કોઈ વિકલ્પ નથી. અમુક પેઈન્ટિંગનું કામ કરવા લાગ્યા છે. કોઈ મજૂરી કરવા માટે જાય છે, તો કોઈ ગામડે જતું રહ્યું.

કટરામાં દુકાન આ રીતે સૂની છે, સ્થાનિક લોકો પણ ખરીદી એટલા માટે નથી કરી રહ્યા, કારણ કે એની કમાણી બંધ છે.
કટરામાં દુકાન આ રીતે સૂની છે, સ્થાનિક લોકો પણ ખરીદી એટલા માટે નથી કરી રહ્યા, કારણ કે એની કમાણી બંધ છે.

દરરોજ એક લાખ લોકો કટરામાં રહે છે
કટરાની રજિસ્ટર્ડ પોપ્યુલેશન 10 હજાર છે. 30થી 40 હજાર ભક્તો અહીં દરરોજ આવતા હતા. વીસ હજાર ઘોડા-પિઠ્ઠુવાળા હતા. બાકીના લોકો એ હતા જે છૂટક કામ કરી રહ્યા હતા અથવા પોતાનો બિઝનેસ કરી રહ્યા હતા. આ રીતે કટરામાં દરરોજ એક લાખ લોકો રહેતા હતા. હવે ભક્તોના ન આવવાથી હોટલ-રેસ્ટોરાં બધું બંધ થઈ ગયું છે. જે ખુલ્લી છે તેમના માલિક જ જાતે બધું કામ કરી રહ્યા છે, વર્કર્સને રજા આપી દેવાઈ છે.
ઘોડા-પિઠ્ઠુવાળા પણ મજૂરી કરવા માટે આસપાસનાં ગામમાં ચાલ્યા ગયા છે. કટરાના જ્વેલરી વેપારી અમિત હીરાએ કહ્યું હતું કે પંજાબના ખેડૂત આંદોલને કટરાના બિઝનેસની કમર ભાગી નાખી છે. તેમના આંદોલનને કારણે ટ્રેન બંધ છે જેને કારણે મપ્ર, ઉપ્ર, રાજસ્થાન, છત્તીસગઢ જેવાં રાજ્યોમાંથી લોકો દર્શન માટે આવી શકતા નથી.

હાલ માત્ર સક્ષમ લોકો જ દર્શન માટે આવી રહ્યા છે, જેમની પાસે પોતાનું વાહન છે. તેમની સંખ્યા એકદમ ઓછી છે. નવેમ્બરમાં ભાઈબીજના વખતે દર વર્ષે મહારાષ્ટ્રથી પણ યાત્રાળુ આવતા હતા, પણ આ વખતે એ લોકો પણ નથી આવ્યા. આ કારણે કટરાની ઈકોનોમીની કમર ભાગી ગઈ છે.

ડ્રાયફૂટ્સવાળાને કરોડોનું નુકસાન
જમ્મુનાં ડ્રાયફૂટ્સ આખાય દેશમાં પ્રખ્યાત છે. કટરામાં જે લોકો માતાનાં દર્શન માટે જાય છે તેઓ ડ્રાયફૂટ્સ જરૂર ખરીદે છે. માર્ચ પહેલાં જ અહીં સ્થાનિક દુકાનદારોએ મોટી સંખ્યામાં ડ્રાયફૂટ્સ ખરીદી લીધાં હતાં. લોકડાઉન લાગી ગયું તો તેમણે માલ કોલ્ડસ્ટોરેજમાં મુકાવી દીધો. પછી યાત્રા ફરી શરૂ થઈ તો ત્યાંથી માલ લઈને આવ્યા, પણ અત્યારસુધીમાં ભક્તોની ભીડ નથી ઊમટી, જે કારણે ડ્રાયફૂટ્સ બિઝનેસને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું.

ઘણોબધો માલ દુકાનોમાં સડી ગયો છે. કટરાના સ્થાનિક પત્રકાર અને હોટલ વ્યવસાયી સુશીલ શર્માએ જણાવ્યું હતું કે ટ્રેન બંધ છે. ઈન્ટર સ્ટેટ બસો બંધ છે. લખનપુર બોર્ડર પર ભક્તોને પ્રભાવિત કરાઈ રહ્યા છે. એવામાં કટરાની અર્થવ્યવસ્થા કેવી રીતે પાટા પર આવશે.

યુપી, બિહારના જે લોકો અહીં કામ કરીને પેટીયું રળી રહ્યા હતા એ બધા પોતાના ગામમાં રોજગારના સંકટમાં ઝઝૂમી રહ્યા છે, કટરા તેમને કોઈ બોલાવતું નથી, કારણ કે અહીં તો બસ બંધ છે. લારી અને ફેરિયાવાળાઓની ભૂખે મરવા જેવી સ્થિતિ થઈ છે. અત્યારસુધી એ લોકોને જે મદદ મળી રહી હતી હવે ધીમે ધીમે એ પણ બંધ થઈ ગઈ છે.

આ કટરાના સ્થાનિક લોકો છે, જે બંગડીઓ વેચવાનું કામ કરતા હતા, પણ હવે તેમની પાસે કરવા માટે કંઈ નથી.
આ કટરાના સ્થાનિક લોકો છે, જે બંગડીઓ વેચવાનું કામ કરતા હતા, પણ હવે તેમની પાસે કરવા માટે કંઈ નથી.

35થી 40 ઘોડા ભૂખથી મરી ગયા
કટરામાં 35થી 40 ઘોડા તો અત્યારસુધી ભૂખથી મરી ચૂક્યા છે. એક ઘોડા-ખચ્ચરના ડાયટ પર એક દિવસમાં 400થી 500 રૂપિયા ખર્ચ થાય છે. તેમને ચણા અને ફળ ખવડાવવામાં આવે છે, પણ છેલ્લા આઠ મહિનાથી માલિક તેમનાં પ્રાણીઓને આ ડાયટ આપી શકતા નથી, કારણ કે તેમના પોતાના જ ખાવાના વાંધા હતા. એપ્રિલથી જુલાઈ વચ્ચે જ 15 ઘોડા-ખચ્ચરનાં મોત થયાં હતાં. લોકડાઉનમાં શ્રાઈન બોર્ડે આ લોકોને મદદ કરી હતી.

પ્રાણીઓ માટે ડાયટ પણ આપ્યું, પણ એ પૂરતી માત્રામાં ન મળી શક્યું. ઘોડા-ખચ્ચર એસોસિયેશનના મેમ્બર સોહન ચંદ કહે છે, ઘોડા-ખચ્ચરવાળાઓનો આખોય પરિવાર જ ટ્રેકથી કમાણી કરે છે તેમનાં બાળકો માતા રાનીના સિક્કા અને પટ્ટીઓ વેચે છે. વૃદ્ધ ટ્રેક પર ઢોલ વગાડે છે.અમુક લોકો પાલખી ઉઠાવવાનું કામ કરે છે.

આ એક આખી કમ્યુનિટી છે, જે ટ્રેક પર જ નિર્ભર છે. યાત્રા બંધ થવાથી આ બધા રસ્તા પર છે. કટરાના હોટલવ્યવસાયી રાકેશ વજીરના જણાવ્યા પ્રમાણે, હોટલ અને ફૂડ એન્ડ બેવરેજ ઈન્ડસ્ટ્રીને જ દરરોજ ચારથી પાંચ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો