તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Vadodara Girl Campaign To Educate Daughters, Paid Rs 3.25 Crore Fee With The Help Of Donors Last 10 Years, This Year Will Pay Rs 1 Crore Fee For 10 Thousand Girls

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજની પોઝિટિવ સ્ટોરી:વડોદરાની યુવતીનું દીકરીઓને શિક્ષિત કરવાનું અભિયાન, 10 વર્ષમાં દાતાઓના મદદથી 3.25 કરોડની ફી ભરી, આ વર્ષે 10 હજાર વિદ્યાર્થિનીની ફી ભરશે

વડોદરા2 મહિનો પહેલાલેખક: રોહિત ચાવડા
  • ગરીબ વિદ્યાર્થિનીઓનું શિક્ષણ છૂટી ન જાય એ માટે 2010માં ફી ભરવાની શરૂઆત કરેલી
  • સામાજિક કાર્યકર યુવતી દર વર્ષે 151 વિદ્યાર્થિનીને દાતાઓ પાસે અડોપ્ટ કરાવે છે

'મને મારા પિતા તરફથી સામાજિક સેવા કરવાના ગુણ વારસામાં મળ્યા છે. મેં 12 વર્ષની ઉંમરે પિતા સાથે સામાજિક સેવાનાં કામો શરૂ કર્યાં હતાં, ત્યાર બાદ મેં ભણતાં ભણતાં જ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓની ફી ભરવા માટેની શરૂઆત કરી હતી. હું દાતાઓ પાસેથી એક-એક હજાર રૂપિયાના ચેક લાવીને વિદ્યાર્થિનીઓની ફી ભરીને મદદરૂપ થાઉં છું. છેલ્લાં 10 વર્ષમાં મેં 30 હજાર વિદ્યાર્થિનીની 3.25 કરોડ રૂપિયા ફી ભરી છે અને આ વર્ષે વધુ 10 હજાર વિદ્યાર્થિનીની 1 કરોડ રૂપિયા ફી ભરવાની છું', આ શબ્દો છે વડોદરા શહેરની સામાજિક કાર્યકર નિશિતા રાજપૂતના...

સામાજિક કાર્યકર દાતાઓના સહયોગથી દર વર્ષે વિદ્યાર્થિનીઓને ફી ભરવામાં મદદ કરે છે
સામાજિક કાર્યકર દાતાઓના સહયોગથી દર વર્ષે વિદ્યાર્થિનીઓને ફી ભરવામાં મદદ કરે છે

151 વિદ્યાર્થીની ફી ભરીને શરૂઆત કરી
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલી ધરા પાર્ક સોસાયટીમાં રહેતી 28 વર્ષની સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત છેલ્લાં 10 વર્ષથી સામાજિક કાર્ય સાથે જોડાયેલી છે. નિશિતાના પિતા ગુલાબસિંહ રાજપૂત, પણ સામાજિક સેવાના કામ સાથે સંકળાયેલા છે, જેથી તેમનામાંથી પ્રેરણા મેળવીને નિશિતાએ પણ સામાજિક સેવાના કામમાં ઝંપલાવ્યું હતું. વર્ષ 2010માં નિશિતાએ શાળાઓમાં ભણતા ગરીબ વિદ્યાર્થીનીઓની ફી ભરવાની શરૂઆત કરી હતી. નિશિતાએ વર્ષ 2010માં માત્ર 151 વિદ્યાર્થિનીની ફી ભરીને શરૂઆત કરી હતી, જે આજે 30 હજારે પહોંચી ગઈ છે.

નિશિતા રાજપૂતે 10 વર્ષમાં ગરીબ વિદ્યાર્થિનીઓની 3.25 કરોડ રૂપિયા ફી ભરવામાં મદદ કરી છે
નિશિતા રાજપૂતે 10 વર્ષમાં ગરીબ વિદ્યાર્થિનીઓની 3.25 કરોડ રૂપિયા ફી ભરવામાં મદદ કરી છે

ગરીબ બાળકોનું શિક્ષણ છૂટી જતું જોઈને વિચાર આવ્યો
સામાજિક કાર્યકર નિશિતા રાજપૂતે જણાવ્યુ હતું કે બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન અંતર્ગત હું અત્યારે વડોદરા શહેરના ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરવાનું કાર્ય કરું છું, પરંતુ આગામી દિવસોમાં વડોદરા જિલ્લામાં પણ આ કામ શરૂ કરવાની ઇચ્છા છે. વધુમાં વધુ ગરીબ વિદ્યાર્થીનીઓની ફી ભરી શકું એવો મારો પ્રયાસ છે. જ્યારે હું ગરીબ છોકરીઓનું શિક્ષણ છૂટી ગયેલું જોતી ત્યારે મને થતું કે આ લોકો કેમ ભણી શકતાં નથી, ત્યારે મેં ગરીબ બાળકો માટે કામ કરવાનું નક્કી કર્યું હતું અને કોઇ બાળક અભણ ન રહે એવું સ્વપ્ન મેં સેવ્યું હતું. હું સીવણ મશીન આપીને મહિલાઓને પગભર કરવાનો પ્રયાસ કરું છું.

નિશિતા દિવાળી સહિતના તહેવારો બાળકીઓ સાથે ઉજવે છે
નિશિતા દિવાળી સહિતના તહેવારો બાળકીઓ સાથે ઉજવે છે

ફી ભરવાની સાથે તહેવારોમાં મદદ પણ કરે છે
વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે નિશિતા દીદી અમને ખૂબ મદદરૂપ થાય છે. તેઓ દાતાઓની મદદ લાવીને અમારી સ્ફૂલ ફી ભરે છે. અમને સ્કૂલ બેગ આપે છે અને દિવાળીમાં મનપસંદ કપડાં પણ આપે છે. તેમની મદદથી અમારા પરિવારને મદદ મળી રહે છે.

સામાજિક કાર્યકર યુવતી દર વર્ષે 151 વિદ્યાર્થિનીને દાતાઓ પાસે અડોપ્ટ કરાવે છે
સામાજિક કાર્યકર યુવતી દર વર્ષે 151 વિદ્યાર્થિનીને દાતાઓ પાસે અડોપ્ટ કરાવે છે

ટિફિન સેવા પણ પૂરી પાડે છે
સિનિયર સિટિઝન ગોવિંદભાઇ જરિયાએ જણાવ્યું હતું કે હું વડોદરાની ઘળિયાળી પોળ ખાતે એકલો રહું છું, મને છેલ્લાં 3 વર્ષથી નિશિતા રાજપૂત ટિફિન પહોંચાડે છે, હું તેમનો ખૂબ આભાર માનું છું. સિનિયર સિટિઝન મહિલા દમયંતીબેન ખરાદીએ જણાવ્યું હતું કે નિશિતાબેન મને છેલ્લાં સાડા ત્રણ વર્ષથી ટિફિન પહોંચાડે છે. જમવાનું સારું આપે છે અને દવા માટે રૂપિયા પણ આપે છે. હું તેમને આશીર્વાદ આપું છું.

બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરાના હસ્તે નિશિતા રાજપૂતનું સન્માન કરાયું હતું
બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરાના હસ્તે નિશિતા રાજપૂતનું સન્માન કરાયું હતું

દાતાઓ પણ પ્રશંસા કરે છે
ફીના દાતા સિનિયર સિટિઝન પ્રવીણભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે નિશિતાનું કામ ખરેખર સરાહનીય છે અને અમે પણ તેની સાથે જોડાયેલા છીએ. હું અને મારા મિત્રો મારફત વિદ્યાર્થિઓની ફી માટે ચેક પહોંચતા કરીએ છીએ. નિશિતા દરેક બાળકી સુધી ફી પહોંચાડે છે, જેથી અમે છેલ્લાં 9 વર્ષથી ફી માટે રકમ પહોંચાડીએ છીએ.

નિશાતા જરૂતીયાતમંદ મહિલાઓને સિલાઈ મશીન આપીને પગભર બનાવે છે
નિશાતા જરૂતીયાતમંદ મહિલાઓને સિલાઈ મશીન આપીને પગભર બનાવે છે

દર વર્ષે 151 વિદ્યાર્થિનીને અડોપ્ટ કરાવે છે
નિશિતા રાજપૂત ગરીબ બાળકોની ફી ભરીને તેમણે ભણવામાં મદદરૂપ થાય છે, સાથે સાથે દર વર્ષે 151 જેટલી વિદ્યાર્થિનીઓને અડોપ્ટ કરી શકે તેવા દાતાઓ પણ શોધી લાવે છે. આ દાતાઓ વિદ્યાર્થિનીઓને અડોપ્ટ કરીને તેમના સમગ્ર ભણતરનો ખર્ચ ઉઠાવે છે અને જ્યાં સુધી ભણે ત્યાં સુધી તમામ ખર્ચ દાતા જ ઉઠાવે છે. આ ઉપરાંત નિશિતા રાજપૂતે એકલા રહેતા સિનિયર સિટિઝન માટે ટિફિન સેવા પણ શરૂ કરેલી છે, જેમાં અત્યારે 191 જેટલા સિનિયર સિટિઝને ઘરે મફત ટિફિન પહોંચાડવામાં આવે છે. જેના માટે પણ નિશિતા દાતાઓ શોધી લે છે, જેમાં સિનિયર સિટિઝન્સને ટિફિન પહોંચાડતી મહિલાઓને પણ રોજગારી મળી રહે છે.

આ પણ વાંચોઃ-લગ્નના છ મહિના બાદ ગર્ભવતી થયાં અને રિપોર્ટ HIV+ આવ્યો

મેડિકલ સ્ટોર અને લેબમાં મહિલાઓ માટે ડિસ્કાઉન્ટ
નિશિતાએ જરૂરિયાતમંદ મહિલાઓ માટે શહેરના 120 મેડિકલ સ્ટોર અને 30 જેટલી લેબમાં ડિસ્કાઉન્ટ શરૂ કરાવ્યું છે. મેડિકલ સ્ટોરમાં 10 ટકા અને લેબમાં 10થી 50 ટકા જેટલું મહિલાઓને ડિસ્કાઉન્ટ મળે છે, જેનો લાભ અત્યારે શહેરની 10 હજાર જેટલી મહિલાઓ લઇ રહી છે.
આ પણ વાંચોઃ-નાના ભાઈએ મોતીની ખેતી શરૂ કરી, જે પછી બે મોટા ભાઈ પણ નોકરી છોડીને તેની સાથે જોડાઈ ગયા

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો