નિશા ગ્રેજ્યુએટ છે અને ગુડ્ડી પાંચમું ધોરણ પાસ. પરંતુ આ બંને ઓનલાઈન ગિફ્ટિગ પ્લેટફોર્મ ‘ગીક મંકી’ના ડાઈરેક્ટર છે. બંનેની વય ભલે 50 વર્ષથી વધુ છે પણ તેમનું ઝનૂન કોઈ યુવા ઉદ્યોગસાહસિકથી ઘટે એમ નથી. વર્ષ 2017માં તેમણે પોતાના ઘરેથી ગિફ્ટ આઈટેમનો બિઝનેસ શરૂ કર્યો હતો. એ જ બિઝનેસને ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવવાથી કંપનીનું વાર્ષિક ટર્નઓવર 2 કરોડ રૂપિયાનું થઈ ચૂક્યું છે.
નિશા ગુપ્તા એક બિઝનેસમેન પરિવારમાંથી આવે છે. પરંતુ 2017 અગાઉ તેઓ બિઝનેસ અંગે કંઈ જાણતા નહોતા. તેમણે ઘરે જ એક નાની દુકાન ખોલી. અહીં ઘરેલુ સામાન અને ગિફ્ટ આઈટેમ વેચવાનું શરૂ કર્યુ. જ્યારે, ગુડ્ડી પહાડોનાં ગામમાં રહેતા હતા.
આ બંને મહિલાઓના સાથે આવવા અને બિઝનેસ કરવાની વાત થોડી ફિલ્મી છે. ગુડ્ડી થપલિયાલના પુત્ર અનિલ અને નિશા ગુપ્તાની પુત્રી વૈશાલી એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ એકસાથે રોહતકની એક કોલેજમાંથી એમસીએ કર્યુ અને પછી ગુડગાંવમાં જોબ પણ કરવા લાગ્યા.
2017માં જ્યારે બંનેએ પોતાના પરિવારમાં લગ્નની વાત કરી તો પ્રથમ તો બંને પરિવાર માન્યા નહીં પરંતુ સંતાનોની જીદ આગળ પરિવારજનોએ લગ્ન માટે સહમતિ આપી દીધી. તેના પછી નિશઆ અને ગુડ્ડી વેવાણ બની ગયા અને બંનેમાં સારી મિત્રતા બની ગઈ. એક દિવસ ગુડ્ડીએ પોતાના પુત્રને કહ્યું કે તેઓ ઘરમાં બેઠા બેઠા કંટાળે છે, તેમને પણ કંઈક કામ કરવું છે.
તેના પછી અનિલ અને વૈશાલીના દિમાગમાં ઓનલાઈન બિઝનેસનો આઈડિયા આવ્યો. તેમણે આ આઈડિયા બંને મમ્મીઓ સાથે શેર કર્યો તો તેમને પણ આ આઈડિયા પસંદ આવ્યો. પછી શું જોઈએ, બંનેએ નાની તૈયારી પછી 2017ના અંતમમાં ગીક મંકી નામથી ઓનલાઈન ગિફ્ટીંગ પ્લેટફોર્મની શરૂઆત કરી.
લોકલ આર્ટિજનને જોડ્યા અને માત્ર યુનિક ગિફ્ટ આઈટેમ પર ફોક્સ કર્યુ
નિશા કહે છે, ‘માર્કેટમાં અગાઉથી જ ઓનલાઈન ગિફ્ટિંગના અનેક એવા પ્લેટફોર્મ હતા. હવે અમારી સામે મોટો પડકાર હતો કે એવું શું કરીએ કે લોકો અમારા પ્લેટફોર્મ પર આવે. તેના પછઈ મેં અને ગુડ્ડીએ પોતપોતાના સંપર્કો દ્વારા લોકલ કારીગરોનો સંપર્ક કર્યો અને તેમણે બનાવેલી ગિફ્ટ આઈટેમ્સ પોતાના પ્લેટફોર્મ પર રાખવાનું શરૂ કર્યું, સાથે જ પોતાની વેબસાઈટ પર માત્ર યુનિક અને બજેટ ફ્રેન્ડલી ગિફ્ટ જ રાખવાનો નિર્ણય કર્યો અને આ જ અમારી ખાસિયત બની.’
આજે નિશા અને ગુડ્ડી એક સફળ બિઝનેસમેન છે, તેઓ બંને પોતાની સફળતાની ક્રેડિટ પોતાના સ્થાનિક કારીગરો અને ગ્રાહકોને આપે છે. 110 પ્રોડક્ટથી શરૂ કરાયેલા આ બિઝનેસમાં આજે 1300 પ્રકારની યુનિક ગિફ્ટ પ્રોડક્ટ દેશના દરેક ખૂણે ડિલિવર થાય છે. તેમની પાસે 99 રૂપિયાથી લઈને 13 હજાર રૂપિયા સુધીની ગિફ્ટ આઈટેમ હાજર છે.
હવે તેમના આ કામમાં અનિલ અને વૈશાલી પણ મદદ કરે છે. નિશાના પુત્ર હર્ષિત ગુપ્તાએ પણ પોતાની બેંકની નોકરી છોડીને માતાની કંપનીમાં માર્કેટિંગ સંભાળ્યું છે. નિશા કહે છે કે આજે અમારી પાસે 12 લોકોનો પર્મેનન્ટ સ્ટાફ છે, આ ઉપરાંત 40 લોકો ફ્રિલાન્સર તરીકે પણ જોડાયા છે. જેમની સર્વિસ આવશ્યકતા પ્રમાણે લઈએ છીએ.’
બિઝનેસ સાથે સંકળાયેલા અનુભવોને યાદ કરીને નિશા અને ગુડ્ડી કહે છે કે ‘પ્રથમ વર્ષ તો શીખવામાં પસાર થયું. એ વર્ષે માત્ર 15 લાખનું જ ટર્નઓવર હતું પરંતુ આ વર્ષે અમે ઘણું નવું શીખ્યું. આ જ કારણ છે કે બીજા વર્ષમાં અમારૂં વાર્ષિક ટર્નઓવર 2 કરોડ સુધી પહોંચી ચૂક્યું છે. હવે અમે તેમાં દર વર્ષે 50% ગ્રોથના હિસાબે પ્લાનિંગ કરી રહ્યા છીએ.’
નિશા કહે છે કે લોકલ કારીગરો માટે મોટી ઈ-કોમર્સ કંપનીની વેબસાઈટ અને એપ પર પ્લેટફોર્મ તો મળી જાય છે પરંતુ તેની ફોર્માલિટીઝ અને કમિશન ખૂબ વધુ છે, જેનાથી સ્થાનિક કારીગરોને વધુ ફાયદો થઈ શકતો નથી. હવે અમારી કોશિશ છે કે હવે અમે અન્ય સ્થાનિક કારીગરોને પણ પોતાના પ્લેટફોર્મ પર લાવીએ. અહીં અમે તેમની પાસેથી કોઈ ફી નહીં લઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.