• Gujarati News
  • Dvb original
  • Used To Go To Shootings In A Hired Taxi, Became Intimate With Minister Parth Chatterjee 10 Years Ago

અર્પિતાના બીજા ઘરેથી પણ 28 કરોડ જપ્ત થયા:શૂટિંગ માટે ભાડાની ટેક્સીમાં જતી હતી, 10 વર્ષ અગાઉ મંત્રી પાર્થ ચેટર્જી સાથે સંબંધ ઘનિષ્ઠ થયેલા

16 દિવસ પહેલા

કેવલ વહી દિખાઓ, જો લોગ દેખના ચાહતે હૈ... અર્પિતા મુખર્જીના ઈન્સ્ટાગ્રામ પર લખવામાં આવેલી આ પોસ્ટ તેમની પર્સનાલિટી અંગે ઘણુબધુ કહે છે. લોકોને ફક્ત એક સામાન્ય મૉકલ અને અભિનેત્રી દેખાતી અર્પિતા હકીકતમાં પૈસા અને જ્વેલરીની ગંજ ઉપર બેઠી હતી.

અર્પિતા મુખર્જીના બેલઘરિયા સ્થિત ફ્લેટમાંથી ગુરુવારે રૂપિયા 28 કરોડ, ઘરેણા, સોનાના આભૂષણ જપ્ત કરવામાં આવ્યા છે. આ અગાઉ ડાયમંડ સિટી ફ્લેટમાંથી પણ રૂપિયા 22 કરોડ મળ્યા છે. એટલે કે તેમના ઘરેથી આશરે રૂપિયા 50 કરોડ રોકડ મળી છે. આ તસવીર EDએ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર શેર કરી છે.

આજે અમે તમને બંગાળના રાજકારણમાં ભારે ઊથલ-પાથલ સર્જનારી અર્પિતા મુખર્જીની કહાની જણાવી રહ્યા છીએ. તે પાર્થ ચેટર્જીની નજીક કેવી રીતે આવી અને અગાઉ તેના જીવવની શરૂઆત કેવી રીતે થઈ હતી?

પ્રારંભઃ નોકરી અને પતિને છોડી મોડલિંગનો વિકલ્પ પસંદ કર્યો
અર્પિતા કોલકાતાના બેલઘરિયા વિસ્તારના એક મધ્યવર્ગીય પરિવારમાંથી આવે છે. કોલેજના દિવસોથી જ તેને મોડલિંગનો ભારે શોખ હતો. પતિ કેન્દ્ર સરકારના કર્મચારી હતા. પિતાના અવસાન બાદ અર્પિતાના લાગ્ન ઝારગ્રામના એક બિઝનેસમેન સાથે થયા હતા. અર્પિતાને પિતાની જગ્યાએ નોકરીની ઓફર કરવામાં આવેલી. અર્પિતાએ નોકરી અને પતિ બન્નેને છોડી દીધા અને મૉડલિંગની પસંદગી કરી. તે કોલકાતામાં આવી રહેવા લાગી.

કરિયરઃ વાળ તથા સ્કીનની સુંદરતા જોઈ ઓફર થઈ એક સાથે 3 ફિલ્મ

મૉડલિંગ સાથે અર્પિતાને ફિલ્મોમાં પણ સાઈડ રોલ મળવાનું શરૂ થયું હતું. વર્ષ 2008ની આ વાત છે. એક પ્રોડ્યુસરના ઘરે અર્પિતાની મુલાકાત બાંગ્લા ઈન્ડસ્ટ્રીઝના જાણીતા ડિરેક્ટર સંઘમિત્રા ચૌધરી સાથે થઈ હતી. સંઘમિત્રાને અર્પિતાની સ્કીન અને વાળની ગુણવત્તા એટલી પસંદ આવી કે તેમણે એક સાથે 3 ફિલ્મોની ઓફર કરી દીધી.

એક ઈન્ટરવ્યૂમાં સંઘમિત્રાએ કહ્યું કે તે ખૂબ જ સુંદર હતી. જ્યારે તેણે મારી સાથે કામ કરવાની શરૂઆત કરી તે સમયે તેની પાસે કાર પણ ન હતી. તે બેલઘરિયાથી ટેક્સી મારફતે શૂટિંગ માટે આવતી હતી. ત્યારબાદ એક જૂની કાર ખરીદી. અલબત મને એ વાતની જાણ નથી કે તેણે આ કાર ખરીદી હતી કે પછી ગિફ્ટ કરી.

અર્પિતાની મહત્વકાંક્ષા ફિલ્મોથી પૂરી ન થઈ. સંઘમિત્રાના જણાવ્યા પ્રમાણે જ્યારે હું તેમની સાથે ત્રીજી ફિલ્મ કરી રહી હતી તો તેના વ્યવહાર અને વર્તણૂંકમાં અનેક ફેરફાર જોવા મળ્યા. અલબત હું તેના વિશે વિશેષ કોઈ વિચાર કરતી ન હતી. આજે ટીવી ઉપર તેના વિશેના સમાચાર જોયા તો મને ખૂબ જ દુઃખ થયું.

હોબિઝઃ ફિટનેસ કેળવવાનો અને ફરવાનો શોખ

અર્પિતા મુખર્જીને ફિટનેસ પ્રત્યે વિશેષ લગાવ છે. ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરને પોસ્ટ કરતા તેમણે લખ્યું- ફિટનેસ ઈન માઈ માઈન્ડ. મોટાભાગે તે યોગ અને સ્વિમિંગની તસવીરો પણ શેર કરે છે.
અર્પિતા મુખર્જીને ફિટનેસ પ્રત્યે વિશેષ લગાવ છે. ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરને પોસ્ટ કરતા તેમણે લખ્યું- ફિટનેસ ઈન માઈ માઈન્ડ. મોટાભાગે તે યોગ અને સ્વિમિંગની તસવીરો પણ શેર કરે છે.
અર્પિતાને લક્ઝરી લાઈફ સ્ટાઈલ પસંદ છે. તે સતત ડિસ્કોથેક અને હુક્કાબારમાં જોવા મળતી હતી. તેને વિદેશમાં ફરવાનો ભારે શોખ છે.
અર્પિતાને લક્ઝરી લાઈફ સ્ટાઈલ પસંદ છે. તે સતત ડિસ્કોથેક અને હુક્કાબારમાં જોવા મળતી હતી. તેને વિદેશમાં ફરવાનો ભારે શોખ છે.

કૌભાંડ સાથે સંબંધઃ 10 વર્ષ અગાઉ પાર્થ
વર્ષ 2019-2020નો સમય હતો કે જ્યારે પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જી અનેક વખત એક સાથે દેખાડા હતા. હકીકતમાં અર્પિતા મુખર્જી કોલકાતાની સૌથી મોટી દુર્ગાપૂજા સમિતિ નકતલ ઉદયન સંઘના પ્રમોશનલ કેમ્પેઈનનો ચહેરો હતી. પાર્થ ચેટર્જી તેના ચીફ પેટ્રન હતા.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પણ પાર્થ માટે અર્પિતા ઈલેક્શન કેમ્પેઈન કરતી જોવા મળી હતી. બે વર્ષ અગાઉથી જ બન્ને ભલે જાહેરમાં દેખાતા હતા, પણ તેમની વચ્ચેની ઘનિષ્ઠતા તો 10 વર્ષ અગાઉથી જ શરૂ થઈ ચુકી હતી.

પાર્થ ચેટર્જી સાથે અર્પિતા મુખર્જી. EDને બન્નેની સંયુક્ત સંપત્તિ અંગે માહિતી મળી છે
પાર્થ ચેટર્જી સાથે અર્પિતા મુખર્જી. EDને બન્નેની સંયુક્ત સંપત્તિ અંગે માહિતી મળી છે

EDના અધિકારીઓને મળેલા દસ્તાવેજના આધારે દાવો કરવામાં આવે છે કે પાર્થ અને અર્પિતાએ 21 જાન્યુઆરી 2012ના રોજ સંયુક્ત રીતે પ્લોટ ફરીદ્યો હતો. આ બાબત દર્શાવે છે કે બન્નેના સંબંધ કેટલા જૂના છે અને કેટલી ઘનિષ્ઠતા છે.

ઈન્ડિયા ટુડેના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મે,2012માં પાર્થ ચેટર્જીએ સિંગાપોરના પ્રવાસ સમયે અર્પિતા પણ તેમની સાથે હતા. સરકારી ટૂર ઉપર અર્પિતાને લઈ જવા બદલ મમતા બેનર્જીએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.

લાંબા સમયથી સાથે રહેવાને લીધે અર્પિતા ઉપર પાર્થને સંપૂર્ણ વિશ્વાસ હતો. લાઈવ હિન્દુસ્તાનના અહેવાલ પ્રમાણે પૂછપરછમાં અર્પિતાએ સ્વીકાર કર્યો હતો કે તેના ઘરને પાર્થ મિની બેન્કની માફક ઉપયોગ કરતો હતો.

માતાનું રિએક્શનઃ દીકરીના કારનામાથી ભારે આશ્ચર્ય થયું
અર્પિતા સતત તેના ઈન્સ્ટાગ્રામ ઉપર માતા મિન્ટીની તસવીર પોસ્ટ કરે છે. માતાના ઘરે પણ અધિકારીઓની તપાસ કરવામાં આવી હતી. મિંટીનું કહેવું છે કે મે આ બધુ સમાચારમાં જોયું છે. મને ખબર નથી કે શું કરવું જોઈએ. મને એ પણ ખબર નથી કે કોણે અને ક્યાં પૈસા રાખ્યા છે, જોકે મારી આ દીકરી હોય કે અન્ય કોઈ, જેમણે પણ ભૂલ કરી છે, તેમને સજા મળવી જોઈએ.