• Gujarati News
  • Dvb original
  • A Swarm Of Ants Was Swarming My Mother And I Was Not In A Position To Do Anything; Wrote A Letter To PM Seeking Death For Both

કાશ! આ મારી છેલ્લી રાત હોય:કીડીઓનું ઝુંડ માને ચટકા ભરી રહ્યું હતું ને હું પણ કંઈ કરી શકું એવી સ્થિતિમાં જ ન હતી; PMને પત્ર લખીને બંને માટે મોત માગ્યું

કાનપુર11 દિવસ પહેલાલેખક: મૃદુલિકા ઝા

ગરમીનો સમય હતો. મા પલંગ પર સૂતી હતી ત્યારે તેમને શરીરમાં બળતરા અનુભવી. માથું હલાવીને જોયું તો ખબર પડી કે કીડીઓ ડંખ મારી રહી હતી. એક-બે નહીં પણ લાલ કીડીઓનું ઝૂંડ માઁના શરીરને ચટકાં ભરી રહ્યું હતું.

હું બાજુમાં જ હતી, પરંતુ કંઈ ન કરી શકી, માત્ર એક પછી એક ફોન કરીને, આજીજી કર્યા સિવાય. જ્યાં સુધીમાં કોઈ આવ્યું નહીં, મા દર્દથી કણસતી રહી અને હું લાચાર બનીને.

આસમાની રંગની ભેજવાળી દીવાલમાં આ વાત જણાવતા જણાવતા અનામિકા હસી પડી. લાચારીવાળું હાસ્ય. તે હસી, પરંતુ તેનું તે હાસ્ય સાંભળીને તેની સાથે હસવાનું નહીં પરંતુ બચીને ત્યાંથી ભાગી જવાનું મન થયું. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની દર્દી અનામિકા મિશ્રાએ આ બીમારીથી પોતાની માને મરતી જોઈને હવે પોતાની વારી ક્યારે આવશે તેની રાહ જોઈ રહી છે.

મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં શરીરના સ્નાયુ ધીમે-ધીમે નબળા પડતા જાય છે. શરૂઆત કમર અને પગથી થાય છે, પછી ધીમે-ધીમે હ્રદય સુધીના મસલ્સ પર અસર પડે છે, અને એક સમય એવો આવે છે જ્યારે તે કામ કરવાનું બંધ કરી દે છે. લંગ્સ ફેલ થવાને કારણે દર્દીનું મોત પણ નિપજે છે.

ઉદાસ અવાજમાં અનામિક કહે છે- પેરેન્ટ્સ જતાં જતાં પોતાના બાળકોને લાંબી ઉંમરના આશિર્વાદ આપે છે. પરંતુ મારી માએ મને મરતાં મરતાં મને ઝેર મંગાવીને ખાવાનું કહ્યું છે! મારી મોતની જ તેમને દુઆ માગી હતી.

ગંગાના દક્ષિણ કિનારે આવેલા કાનપુર શહેરની અનામિકને તે વાતથી કોઈ મતલબ નથી શહેરમાં કયો નવો મૉલ ખુલી રહ્યો છે, કે પછી પાર્ક બની રહ્યો છે. તેને બદલાતા વાતાવરણથી પણ કોઈ ફર્ક નથી પડતો. તેને ફર્ક પડે છે તો માત્ર રાહ જોવાથી.

વર્ષ 2014માં ઉઠવા-બેસવામાં પણ લાચાર યુવતીને જ્યારે ઉંઘ આવે છે છતાં તે સૂઈ નથી શકતી, પરંતુ રાહ જોઈ રહી છે કે કોઈ આવીને તેને પલંગ પર સુવડાવે. જે નવડાવા માટે આવે છે, તે જ તેની મદદ કરે છે. અને જો તેને આવવામાં ટાઈમ લાગે છે તો ગંદી ચાદરમાં જ પડી રહેવું પડે છે.

કાનપુરની પહોળી ગલીઓમાંથી પસાર થઈને જ્યારે હું યશોદા નગર સ્થિત અનામિકાના ઘરે પહોંચી તો લાચારીના દ્રશ્યો દરવાજેથી જોવા મળ્યા.
કાનપુરની પહોળી ગલીઓમાંથી પસાર થઈને જ્યારે હું યશોદા નગર સ્થિત અનામિકાના ઘરે પહોંચી તો લાચારીના દ્રશ્યો દરવાજેથી જોવા મળ્યા.

અનામિકના રૂમની એકદમ સામે પાણી અને ફુલોથી ભરેલો કટોરો રાખવામાં આવ્યો હતો, જે પર ફૂગ જોવા મળતી હતી. પૂછવામાં આવતા ખ્યાલ આવ્યો કે થોડાં દિવસ પહેલાં ત્યાં પૂજા હતી પરંતુ સફાઈ કરવાવાળો આવ્યો ન હતો તેથી બધું જેમનું તેમ જ પડ્યું છે.

તેના પોતાના રૂમની હાલત આનાથી સારી ન હતી. ટેબલ પર ખાવાની કેટલીક એંઠી પ્લેટ પડી હતી. અનેક ખાલી ગ્લાસ અને નાનો ઘડો, જેનું પાણી ગંધાઈ રહ્યું હતું. કપડાંનો કબાટ ખુલ્લો હતો.

ઈન્ટરવ્યૂ શરૂ થાય તે પહેલાં અનામિકાએ દુપટ્ટો રાખવાની ઈચ્છા દર્શાવી. મદદ કરનારી તો જતી રહી હતી. જ્યારે હું ઉઠીને કબાટમાંથી દુપટ્ટો શોધી રહી હતી, અનામિકા વ્હીલ ચેર પર પીઠ મારી બાજુએ રાખીને બેઠી હતી. એકદમ મૌન. વિશ્વાસ કરવાની મજબૂરી સાથે ઘેરાયેલી.

35 પાર કરી ગયેલી આ યુવતી પોતાના નાનપણને તે રીતે યાદ કરે છે જાણે કોઈએ તેના તાજા જખમોને ખોતર્યા હોય. આઠ વર્ષની ઉંમર સુધીમાં તે સામાન્ય બાળકો જેવી જ હતી, તે પછી સ્થિતિ બદલાવા લાગી. દોડતી પરંતુ સ્લીપ થઈ જતી. રમવા જતી તો શ્વાસ ફુલાય જતો. ટીચર મને આળસુ કહેતા, બાળકો મને ખીજવતા.

એક વખતની વાત છે, સ્કૂલ બસમાં ચઢતી વખતે મારો એક પગ નીચે જ રહી ગયો. પગ સીઢી ચઢવા માટે ઉઠતો જ ન હતો. બાળકોની ભીડ જોઈને હું સાઈડમાં થઈ ગઈ. થોડીવાર પછી હંસીનો અવાજ સંભળાયો ત્યારે જોયું તો પાસે ઉભેલો એક છોકરો મારા ચાળા પાડી રહ્યો હતો. તેનો એક પગ બસમાં, બીજો જમીન પર રાખ્યો હતો, જેને ઉપર લાવતી વખતે તે વિચિત્ર અવાજ કાઢી રહ્યો હતો. બધાં જ બાળકો હંસી રહ્યાં હતા, સાથે-સાથે ટીચર પણ.

હું ત્યારે 14 વર્ષની હોઈશ, જ્યારે મારી સાથેના બાળકો મને ઘરડી કહેવા લાગ્યા. મારામાંથી હંમેશા બામની જ વાંસ આવતી અને ચાલતા ચાલતા હું અટકી જતી હતી.

ક્યારેય કોઈ મિત્ર ન બન્યો? આ સવાલ પર તે હંસતા હંસતા બોલી- પાછળ છૂટી જનારનો કોઈ મિત્ર નથી હોતો.

નાનપણની એક નહીં, અનેક વાતો છે. સ્કૂલમાં બે ચોટી રાખવાનો નિયમ હતો. મા પથારીવશ જ હતી. તેના હાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. હું ચોટી બંધાવવા માટે ક્યારેક આ આન્ટીના ઘરે જતી તો ક્યારેક બીજા આન્ટીના ઘરે. આ રોજની માથાકૂટ હતી. પછી તો આન્ટીઓ જ કંટાળી ગઈ. જાવ તો રાહ જોવડાવતી. બસ, ત્યારથી જ રાહ જોવાની ટેવ પડી ગઈ.

ઠંડીનો સમય હોય ત્યારે જ્યાં સુધી કોઈ બ્લેનકેટ ઓઢાડવા ન આવે તો હું ટૂંટિયું વાળીને રાહ જોતી પડી હોવું. અનેક વખત એવું થતું કે તરસ લાગી હોય અને કોઈ પાણી પીવડાવવા માટે પણ ન હોય. ગરમીઓના ઘણાં દિવસો મેં કલાકો સુધી સુકાયેલા ગળા સાથે કાઢી. બાજુમાં પાણીનો ઘડો હોય તો પણ હું નીચીવળીને પાણી નથી લઈ શકતી. હાથોમાં એટલી તાકાત પણ નથી.

અનામિકા કહે છે, છેલ્લાં આઠ વર્ષથી કોઈની મદદ પર જ જીવી રહી છું. તમે તો પોતે જ જુવો છો. સૂકાયેલા ગળા સાથે તે પોતાની વાત કરે છે.
અનામિકા કહે છે, છેલ્લાં આઠ વર્ષથી કોઈની મદદ પર જ જીવી રહી છું. તમે તો પોતે જ જુવો છો. સૂકાયેલા ગળા સાથે તે પોતાની વાત કરે છે.

હું આજુબાજુ નજર નાંખુ છું. બે માળના મકાનમાં અનેક રૂમ છે. દરેક રૂમમાં હંસી, ટીવી અને વાતચીતના અવાજો આવે છે. કેટલાંક તેના દૂરના સંબંધીઓ છે. કેટલાંક એવા, જેની પાસે ભાડાના પૈસા નથી અને કેટલાંક આ લોકના મિત્રો-દોસ્તો.

ઘર હર્યુંભર્યું છે, ફક્ત અનામિકાના રૂમને છોડીને. ઉખડી ગયેલાં પ્લાસ્ટર અને એંઠી થાળીઓથી ભરેલો આ રૂમ તે દુનિયા છે, જ્યાં કોઈ પણ હંસી-મજાક કરવા કે પોતાનો સમય કાઢવા નથી આવતું. ત્યારે જ આવે છે, જ્યારે અનામિક ફોન કરીને બોલાવે. હવે તેને તરસ લાગી છે, કે જમવાનો સમય વીતી રહ્યો છે.

વર્ષ 2018માં તેમને ઈચ્છા મૃત્યુ એટલે કે યૂથેનેસિયાની માગ કરી. લોકલ નેતાઓથી લઈને વડાપ્રધાન, રાષ્ટ્રપતિને લખ્યું, પરંતુ ક્યાંયથી કોઈ 'પોઝિટિવ' રિપ્લાય ન આવ્યો. અનામિકા યાદ કરે છે- ત્યારે મા જીવતી હતી. પથારીમાં ટાંકી-ટાંકીને જોતી, અમે બંને મોતની દુઆ કરતા હતા. ત્યારે મેં ઈચ્છા મૃત્યુની માગ કરી હતી. ડિમાન્ડ સાંભળી હોત તો આ અસહ્ય દર્દ ખતમ થઈ ગયું હોત.

મોત માગવાને બદલે તમે પોતે જ મોતને પસંદ કેમ ન કર્યું? હું જાણે કે હથોડા મારતી હોવું.

હંસતા હંસતા અનામિકા લાચારીની તસવીર રજૂ કરે છે. કહે છે- ઝેર ખાવા માટે ઝેર તો મંગાવવું પડે ને. ફાંસીએ ચઢવા માટે ફંદો બનાવીને ચઢવું પડે. હું એટલી પણ નસીબવાળી નથી. શરીર થોડું ઘણું ચાલતું હોત તો પણ હું ક્યારની મરી ગઈ હોત.

આ તસવીર અનામિકાની માની છે. અનામિકાનું કહેવું છે કે - દરેક વખતે ઉપરવાળા પાસે એક જ પ્રાર્થના કરું છું કે આ રાત મારી છેલ્લી રાત હોય.
આ તસવીર અનામિકાની માની છે. અનામિકાનું કહેવું છે કે - દરેક વખતે ઉપરવાળા પાસે એક જ પ્રાર્થના કરું છું કે આ રાત મારી છેલ્લી રાત હોય.

આવું કહીને અનામિકાનો અવાજ રુંધાઈ ગયો, તેમજ તેના હાથ-પગની સાથે તેના રૂમનો સમય પણ જાણે થંભી ગયો.

જે બાદ અમારી મુલાકાત થાય છે ત્યાં જ એક રૂમમાં રહેતા હર્ષ ગોયલ સાથે. અનામિકાએ ફોન કર્યો તો તેઓ આવ્યા, પરંતુ કેમેરામાં વાતચીત કરવા માટે રાજી ન થયા. થોડી આનાકાની કર્યા બાદ તેઓ કહે છે- સવાર સવારમાં આનો ફોન આવી જાય તો ઘણી વખત ગમતું નથી. ગુસ્સો પણ આવે છે, પરંતુ પછી લાગે છે કે તેની મદદ કરી દેવી જોઈએ. અનેક વખતે તેને કોઈ જરૂરિયાત પડે અને તે જ સમયે મારું કે મારી ફેમિલિનું કોઈ કામ આવી જાય તો સ્વભાવિક છે કે હું મારી ફેમિલિને જ પહેલાં જોવું. ત્યારે તેમને મેનેજ કરવું જ પડે.

હર્ષ આ બધી જ વાત અનામિકાની સામે જ કહે છે અને ઝડપથી ત્યાંથી નીકળી જાય છે. હું ચૂપચાપ છું. એક-બે મિનિટ પછી તે કહે છે- તમને તરસ લાગી હોય કે ચા પીવી હોય તો જણાવો! હું.. ના ફક્ત માથું હલાવીને બહાર નીકળી જાવું છું. તે હોલમાં જ, જ્યાં પાણી અને ફુલ પર ફૂગ લાગેલી છે. એ જ રાહમાં કે કોઈ આવે તો સફાઈ થઈ શકે.