તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Unique Resolution Of Teacher In Rajkot, Not To Drink Water Till 6 Trees Are Planted Daily In Monsoon, Determination To Plant Trees By Preparing 10 Thousand Saplings

આજની પોઝિટિવ સ્ટોરી:રાજકોટમાં શિક્ષિકાનો અનોખો સંકલ્પ, ચોમાસામાં રોજ 6 વૃક્ષ ન વાવે ત્યાં સુધી પાણી નહીં પીવાનું, 10 હજાર રોપા તૈયાર કરી વૃક્ષારોપણનો નિર્ધાર

રાજકોટ3 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
વૃક્ષોની સંખ્યા વધારવા માટે શિક્ષિકા દ્વારા વૃક્ષારોપણ કરવાની સાથે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
  • દર વર્ષે 15 જૂનથી શરૂ થતું અભિયાનમાં આ વર્ષે 15મેથી વૃક્ષારોપણ શરૂ કર્યુ

એક તરફ કોરોના વાયરસની મહામારી અને બીજી તરફ તાઉ-તે વવાઝોડાએ વૃક્ષોની તબાહી મચાવી હતી. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં ઓક્સિજનની અછત સર્જાઈ હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના પગલે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. આ સમયે રાજકોટના એક શિક્ષિકાએ અનોખો સંકલ્પ કરી વૃક્ષારોપણ શરૂ કર્યુ છે. તેઓએ સંકલ્પ લીધો છે કે, ચોમાસાના ચાર મહિના રોજના 6 વૃક્ષ વાવી માવજત ન કરે ત્યાં સુધી પાણી ન પીવું. તેઓ છેલ્લા 4 વર્ષથી આ સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરી રહ્યાં છે. અત્યાર સુધી 15 જૂનથી દરવર્ષે અભિયાન શરૂ કરનાર શિક્ષિકાએ આ વખતે તાઉ-તે વેરેલા વિનાશ અને કોરોનાએ ઓક્સિજનનું મહત્વ સમજાવતા આ વર્ષે 15 મેથી જ અભિયાન વેગવંતુ કરી દીધું છે.

લોકો પણ વૃક્ષા રોપણ મોટી સંખ્યામાં કરે તે માટે રોપા તૈયાર કરાયા છે.
લોકો પણ વૃક્ષા રોપણ મોટી સંખ્યામાં કરે તે માટે રોપા તૈયાર કરાયા છે.

10 હજાર રોપા તૈયાર કરી લેવામાં આવ્યા
રાજકોટની વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય વનિતાબેન રાઠોડે અનોખો સંકલ્પ કર્યો છે કે, જ્યાં સુધી તેઓ દરરોજના 6 વૃક્ષ વાવશે નહીં ત્યાં સુધી પાણી નહીં પીએ તેવો સંકલ્પ કર્યો છે. વનીતાબેને જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાયું છે. કુદરતી ઓક્સિજન માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે. પણ તાજેતરમાં આવેલા તાઉ-તે વાવાઝોડામાં હજારો વૃક્ષો નાશ પામ્યા છે. છેલ્લા 4 વર્ષથી હું 15 જુનથી સતત 4 મહિના સુધી આખા ચોમાસામાં દરરોજ 6 વૃક્ષ વાવ્યા બાદ પાણી પીવાનો સંકલ્પ કર્યો છે. આ માટે આ વર્ષે 10 હજાર રોપા તૈયાર કરી વૃક્ષારોપણ કરી રહી છું.

દર વર્ષ કરતાં આ વર્ષે એક મહિનો અગાઉથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે.
દર વર્ષ કરતાં આ વર્ષે એક મહિનો અગાઉથી વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાયું છે.

દર વર્ષે 15 જૂને વૃક્ષો વાવવાનું શરૂ કરે છે
સૌરાષ્ટ્રમાં તાઉ તે વાવાઝોડાને કારણે જ હજારો વૃક્ષો નાશ પામ્યા હોવાથી સામાન્ય રીતે 15 જૂન બાદ શરૂ થતી વૃક્ષારોપણની કામગીરી વહેલી શરૂ કરી દેવામાં આવી છે. અમારી ટીમમાં અન્ય શિક્ષકો તેમજ કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે. ચાલુ વર્ષે શહેરની જે કોઈ સ્કૂલમાં ખાલી જગ્યા હોય ત્યાં વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ણય ટીમ દ્વારા લેવાયો છે. ઉપરાંત વૃક્ષોનું વાવેતર કર્યા પછી તેનો વિકાસ થાય ત્યાં સુધી તેની માવજત કરવી એટલી જ જરૂરી હોવાનું પણ વિનતાબેને વધુમાં જણાવ્યું છે.

વૃક્ષ રોપવાની સાથે તેનો ઉછેર પણ કરે છે.
વૃક્ષ રોપવાની સાથે તેનો ઉછેર પણ કરે છે.

અત્યાર સુધીમાં હજારો વૃક્ષો વાવ્યા
છેલ્લા ચાર વર્ષથી શિક્ષિકાના સંકલ્પને કારણે અત્યાર સુધીમાં તેઓએ હજારો વૃક્ષો ઉછરીને મોટા પણ થઈ ગયા છે. દર વર્ષે રોજના 6 વૃક્ષ વાવી તેની માવજત પણ કરે છે. અત્યાર સુધીમાં તેઓએ વાવેલા વૃક્ષોની માવજત કરી મોટા કરી ચૂક્યાં છે. આજે આ વૃક્ષો હજારો લોકોને ઓક્સિજન પુરૂ પાડી રહ્યાં છે. તેમજ હજારો પક્ષીઓનું આશ્રયસ્થાન પણ બની ચૂક્યા છે.વનીતાબેને વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં તાઉ-તે વાવાઝોડામાં સૌરાષ્ટ્રમાં 60 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. જડમૂળમાંથી ઉખડેલા 60 હજાર વૃક્ષોની ખોટ આપણે સૌ સાથે મળીને પુરી પાડવાની છે. વધુને વધુ લોકો વૃક્ષો વાવે અને તેનું જતન કરી વટવૃક્ષ બનાવે તેવી મારી તમામ લોકોને અપીલ છે. આપણા ભવિષ્ય અને આવાનારી પેઢી માટે ઓક્સિજન પુરતો રાખવો પડશે.

પોતાના મોપેડમાં તેઓ એક પાણીનો જગ સાથે રાખે છે જેથી વૃક્ષોને પાણી પાઈ શકાય
પોતાના મોપેડમાં તેઓ એક પાણીનો જગ સાથે રાખે છે જેથી વૃક્ષોને પાણી પાઈ શકાય

વાહન પ્રદૂષણ અને વૃક્ષો તંદુરસ્તી આપશે
હું છેલ્લા 4 વર્ષથી 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી રોજના 6 વૃક્ષ વાવી રહી છું. પરંતુ આ વર્ષે મે આ વૃક્ષારોપણનું કામ 15 મેથી જ શરૂ કરી દીધું છે. જાહેર જગ્યા, જાહેર બગીચા, સ્મશાનમાં વૃક્ષો વાવી રહી છું. આપણે સૌ જાણીએ છીએ કે બાળકનો જન્મ થાય ત્યારે તેને શ્વાસ લેવામાં ઓક્સિજનની જરૂર પડે છે. તેવી જ રીતે માણસનું મૃત્યુ થાય ત્યારે તેના બાળવા માટે લાકડા હશે તો જ અંતિમસંસ્કાર થઇ શકશે. સૌને અપીલ છે કે, વૃક્ષો વાવો. તમારા ઘરમાં પાંચ વાહન હશે તો તે પ્રદૂષણ ફેલાવશે પણ પાંચ વૃક્ષો હશે તો તમારૂ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે.

લોકો પણ મહિલા શિક્ષકને વૃક્ષારોપણમાં સહકાર આપી રહ્યાં છે.
લોકો પણ મહિલા શિક્ષકને વૃક્ષારોપણમાં સહકાર આપી રહ્યાં છે.

હું દૂર હોય ત્યાં પાણીનો કેરબો લઇને પાણી પાવ છું
જીવનમાં એક વ્યક્તિ એવો સંકલ્પ લે કે હું એક વૃક્ષ વાવીશ અને તેને મોટુ કરીશ. માત્ર વૃક્ષ વાવી દેવું ત્યાં જ આપણું કાર્ય પૂર્ણ થઇ જતું નથી. તેને ઉછેરીને મોટુ કરવા માટે એક બાળકની જેમ સાર સંભાળની જરૂર પડે છે, પાણીની જરૂર પડે છે. વૃક્ષને એવી જગ્યાએ વાવો કે તેને સૂર્યપ્રકાશ અને હવા મળે. હું દૂર હોય ત્યાં પાણીનો કેરબો લઇને પાણી પાવ છું. નજીક વૃક્ષ વાવ્યા છે ત્યાં હું ડોલ ભરીને પાણી પાવ છું.કલકત્તા વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ટી.એમ. દાસના એક રિસર્ચ મુજબ, 50 વર્ષનું વૃક્ષ તેના જીવનકાળ દરમિયાન ઓક્સિજનનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ માનવજીવનને આપે છે, જેમાં વૃક્ષ દ્વારા ઉત્પન કરાતો ઓક્સિજન, હવાનું શુદ્ધીકરણ, જમીનનું સંરક્ષણ, પશુ-પંખીઓનું સંરક્ષણ સહિત અનેક રીતે વૃક્ષ માનવજીવનને ઉપયોગી બને છે.

અન્ય સમાચારો પણ છે...