તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Two Friends From Rajasthan And Bihar Started An Online Startup For Kids A Year Ago; So Far 1000 Schools Have Joined, 30 Crore Business

આજના પોઝિટિવ સમાચાર:રાજસ્થાન-બિહારના બે મિત્રોએ એક વર્ષ અગાઉ બાળકો માટે ઓનલાઈન સ્ટાર્ટઅપ શરૂ કર્યુ; અત્યાર સુધીમાં 1000 સ્કૂલો જોડાઈ, 30 કરોડનો બિઝનેસ

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક

રાજસ્થાનના સીકરના રહેવાસી કપીશ સરાફ અને બિહારના રહેવાસી અમૃતાંશુ કુમાર, બંને લાંબા સમયથી મિત્રો છે. બંનેએ એક સાથે એન્જિનિયરિંગ અને MBAનો અભ્યાસ કર્યો. તેના પછી બંનેએ અલગ-અલગ મલ્ટીનેશનલ કંપનીઓમાં 10 વર્ષ સુધી નોકરી કરી. ગત વર્ષે બંનેએ પોતાની નોકરી છોડીને એક નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ. જ્યાં તેઓ બાળકોને ઓનલાઈન એકસ્ટ્રા કરિકુલમ એક્ટિવિટી ઉપલબ્ધ કરાવે છે. દેશભરમાંથી 50 હજારથી વધુ બાળકો તેમની સાથે જોડાયેલા છે. વર્ષભરમાં તેમના સ્ટાર્ટઅપે લગભગ 30 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

36 વર્ષના કપીશ સરાફનો પ્રારંભિક અભ્યાસ ગુવાહાડીમાં થયો. તેના પછી તેઓ IIT ખડગપુર ચાલ્યા ગયા. અહીં તેમની દોસ્તી અમૃતાંશુ સાથે થઈ. તેના પછી બંનેએ 2010માં IIM કોલકાતાથી MBAની ડિગ્રી હાંસલ કરી. પછી બંને નોકરી કરવા લાગ્યા. કપીશે થોડા વર્ષ અમેરિકા અને આફ્રિકામાં પણ કામ કર્યુ. આ દરમિયાન તેમણે ત્યાંના બાળકોના અભ્યાસ અને તેમના ડેવલપમેન્ટ પ્રોગ્રામને નજીકથી સમજ્યા.

દરેક બાળકની અંદર કોઈને કોઈ ટેલેન્ટ જરૂર હોય છે
કપીશ કહે છે કે આપણે ત્યાં બાળક મોટું થયું નથી કે તેના પર અભ્યાસ અને કરિયરનો બોજ નાખી દેવામાં આવે છે. 12માનો અભ્યાસ પૂરો થયો તો મોટાભાગના બાળકો કાં તો એન્જિનિયરિંગ કરે છે કે મેડિકલ કે અન્ય કોઈ પ્રોફેશનલ કોર્સ કરે છે. પછી પાસઆઉટ થતા જ નોકરીની ચિંતા. એવામાં બાળક સમજી જ શકતું નથઈ કે તેની અંદર આનાથી અલગ શું ઉત્તમ સ્કિલ અને ટેલેન્ટ છે. જ્યારે અન્ય દેશોમાં અભ્યાસથી વધુ બાળકોની સ્કિલ્સ અને તેમની અંદર છૂપાયેલી ટેલેન્ટને નિખારવા પર ફોકસ કરવામાં આવે છે. દરેક બાળકની અંદર કોઈને કોઈ ટેલેન્ટ જરૂર હોય છે. માત્ર પુસ્તકિયો અભ્યાસ જ બધુ નથી.

ડાબેથી કપીશ સરાફ અને તેમના મિત્ર અમૃતાંશુ. બંને લાંબા સમયથી મિત્રો છે.
ડાબેથી કપીશ સરાફ અને તેમના મિત્ર અમૃતાંશુ. બંને લાંબા સમયથી મિત્રો છે.

પ્રથમ રિસર્ચ અને પાયલટ પ્રોજેક્ટ કર્યા, પછી શરૂઆત કરી
તેઓ કહે છે કે ઘણા સમયથી મારા મનમાં ભારતના બાળકો માટે આ પ્રકારના કેટલાક પ્રોગ્રામ શરૂ કરવાની વાત ચાલી રહી હતી. 2019ના અંતમાં મેં તેના વિશે અમૃતાંશુ સાથે વાત કરી. તેમને પણ તેમાં રસ હતો. તેના પછી અમે બંનેએ પોતાની નોકરી છોડી દીધી. ત્રણ-ચાર મહિના દેશના અલગ અલગ શહેરોમાં રિસર્ચ અને સર્વે કરવાનું શરૂ કર્યુ. જેથી અમે એ સમજી શકીએ કે બાળકો અને તેમના પેરેન્ટ્સ તેના વિશે શું વિચારી રહ્યા છે? આ પ્રકારના પ્રોગ્રામમાં કઈ કઈ એક્ટિવિટિઝને સામેલ કરી શકાય છે? તેમનું મોડેલ શું હશે?
અનેક જગ્યાએ પાયલટ પ્રોજેક્ટ કર્યા પછી માર્ચ 2020માં કપીશ અને અમૃતાંશુએ Kidex નામથી પોતાનું ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યુ. અગાઉ તેઓ તેને ઓફલાઈન મોડમાં લોન્ચ કરવા માગતા હતા. થોડા દિવસ ઓફલાઈન કામ પણ કર્યુ પરંતુ ત્યારે દેશભરમાં કોરોનાના કારણે લોકડાઉન લાગ્યું અને તેમણે પોતાનો પ્લાન બદલવો પડ્યો.

કપીશ કહે છે કે લોકડાઉન લાગ્યા પછી અમે ઓનલાઈન પ્લેટફોર્મ પર ફોકસ કરવાનું શરૂ કરી દીધું. અમે ખુદ જ વેબસાઈટ તૈયાર કરી, ઓનલાઈન એપ લોન્ચ કરી. સોશિયલ મીડિયા પર કેમ્પેન કર્યુ. કેટલાક કાર્યક્રમ યોજ્યા. તેનો સારો રિસ્પોન્સ પણ મળ્યો અને ટૂંક સમયમાં જ અમારી સાથે વિદ્યાર્થીઓ અને સ્કૂલ્સ જોડાતા ગયા. અત્યાર સુધીમાં 1000થી વધુ સ્કૂલ્સ અમારી સાથે જોડાઈ ચૂકી છે. અનેક સ્ટુડન્ટ્સ અમારી સાથે અલગથી પણ જોડાયા છે.

કઈ ચીજો પર કરે છે ફોકસ? શું-શું શીખવે છે?
કપીશ કહે છે કે અમે લોકો 6 વર્ષથી લઈને 12 વર્ષના બાળકો પર ફોકસ કરીએ છીએ. તેમાં અમે તેમના એકસ્ટ્રા કરિકુલમની દરેક એ એક્ટિવિટીઝ સામેલ કરીએ છીએ, જે તેમના માટે જરૂરી છે અથવા જેમાં તેમને રસ છે. જો કોઈ બાળકને મ્યુઝિકમાં ઈન્ટરેસ્ટ છે કે તે કોઈ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખવા માગે છે તો તેને ઓનલાઈન ટ્રેનિંગ આપીએ છીએ. આ રીતે ક્વિઝ, ડિબેટ, ચેસ, વૈદિક મેથ્સ, લેંગ્વેજ સ્કિલ્સ, એક્ટિંગ, પેઈન્ટિંગ જેવી એક્ટિવિટીને લઈને પણ અમે ક્લાસ કન્ડક્ટ કરાવીએ છીએ.

કપીશ અને તેમની ટીમની વેબસાઈટ. જેના દ્વારા બાળકો ઓનલાઈન એકસ્ટ્રા કરિકુલમ એક્ટિવિટીમાં સામેલ થાય છે.
કપીશ અને તેમની ટીમની વેબસાઈટ. જેના દ્વારા બાળકો ઓનલાઈન એકસ્ટ્રા કરિકુલમ એક્ટિવિટીમાં સામેલ થાય છે.

કપીશની ટીમમાં 250થી વધુ ટીચર્સ અને અલગ-અલગ ફિલ્ડના એક્સપર્ટ્સ જોડાયેલા છે. તેમાંથઈ 100 લોકો રેગ્યુલર અને બાકી ફ્રિલાન્સ તરીકે જોડાયેલા છે. તમામ પોતપોતાના ઘરેથી જ બાળકોના ક્લાસ લે છે. તેઓ કહે છે કે અમે કોર્સ અને ક્લાસના હિસાબે ફી નક્કી કરી રાખી છે. જેમકે એક બાળક એક હજાર રૂપિયા મહિનાની ફી ભરીને તેમાં જોડાઈ શકે છે. તેમાં તેને એકસ્ટ્રા કરિકુલમ એક્ટિવિટીની દરેક સુવિધા મળશે.

કેવી રીતે શીખવે છે બાળકોને, શું છે અભ્યાસની રીત?
કપીશ કહે છે કે અમારી ટીમે દરેક સ્ટુડન્ટનો ડેટા બેઝ તૈયાર કરીને રાખ્યો છે. તેમાં તમામ બાળકોને તેમના ઈન્ટરેસ્ટના હિસાબે અલગ-અલગ કેટેગરી અને ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે. દરેક ગ્રૂપમાં 15 બાળકો છે. દરેક બાળકને ઈમેઈલ અને વ્હોટ્સએપ દ્વારા ક્લાસની જાણકારી અને ટાઈમિંગ અગાઉથી જ આપી દેવામાં આવે છે. તેઓ ઝૂમ ને એપ દ્વારા ક્લાસ જોઈન કરે છે.

માની લો કે કોઈ બાળકે ચેસનો ક્લાસ જોઈન કરેલો છે તો તેને ગ્રાફિક્સ દ્વારા તેની પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવશે. કોઈ ડિબેટમાં રસ ધરાવે છે તો તેને ટોપિક આપવામાં આવે છે. તેના પર તે વીડિયો બનાવીને પોતાની આઈડીથી એપ પર અપલોડ કરી દે છે. આ રીતે સિંગિંગ અને બાકીની એક્ટિવિટી માટે કરવાનું હોય છે.

અમારી ટીમ અને એક્સપર્ટસ એ બાળકોનાં વીડિયો જૂએ છે. તેમનું એનેલિસિસ કરે છે કે કઈ જગ્યાએ બાળક સારો દેખાવ કરે છે, ક્યાં નબળું છે અને તેને ક્યાં વધુ સારૂં કરવાની જરૂર છે? તેના માટે તેણે શું કરવું જોઈએ, કઈ રીતે ઈમ્પ્રુવ કરી શકાય છે? અમારી ટીમ એ બાળકોને ગાઈડ કરે છે. એ રીતે ક્વિઝ અને બીજી એક્ટિવિટીને લઈને અમારી ટીમ કામ કરી રહી છે. તેની સાથે જ અમે લોકો સ્કૂલ લેવલ અને નેશનલ લેવલ પર પણ પ્રોગ્રામ કન્ડક્ટ કરાવે છે. જેમાં બાળકો અલગ-અલગ કોમ્પિટિશનમાં ભાગ લે છે.

બાળકોનું મનોબળ પણ વધશે અને એક્સપોઝર પણ મળી શકશે

નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતની સાથે કપીશ સરાફ અને અમૃતાંશુ કુમાર.
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતની સાથે કપીશ સરાફ અને અમૃતાંશુ કુમાર.

કપીશ કહે છે કે અનેક એવા બાળકો હોય છે, જેમને કોઈ કારણ શરૂઆતમાં એ પ્રકારનું એક્સપોઝર મળી શક્તું નથી, જે બીજા બાળકોને મળે છે. ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવનારા બાળકોને. અનેકવાર બાળકો ખુદને મોટા શહેરોના બાળકોનાં મુકાબલે ઓછા આંકવા લાગે છે. તેમને લાગે છે કે મોટા શહેરોના બાળકો અભ્યાસમાં વધુ મજબૂત થશે અને તેને લઈને તેઓ મેન્ટલી પરેશાન પણ રહે છે. અમે લોકો ખુદ જ્યારે ધો. 12 પછી અન્ય જગ્યાએ ગયા તો આ પ્રકારની ચીજો જોવા મળી.

એવામાં એ બાળકો હવે આ પ્લેટફોર્મ સાથે જોડાયા પછી અત્યારથી જ મોટા શહેરોના બાળકોની સાથે કમ્પિટ કરી શકશે. તેમને ખ્યાલ આવશે કે મુંબઈ, દિલ્હી, બેંગલુરુ જેવા શહેરોનાં બાળકોનું શું સ્ટાન્ડર્ડ છે, તેઓ કઈ રીતે અભ્યાસ કરે છે. તેનાથી બાળકોનું મનોબળ પણ વધશે અને તેઓ ખુદને અગાઉથઈ એ લેવલ માટે તૈયાર પણ કરી શકશે. આ સાથે જ ધો. 10 સુધી આવતા આવતા બાળકોને કરિયર અંગે જો-તોની સ્થિતિ નહીં હોય. તેઓ ખુદ જ પોતાની ટેલેન્ટ અને સ્કિલના અનુસાર પોતાના કરિયર ગોલ તરફ આગળ વધી જશે.

નીતિ આયોગ સાથે મળીને કરી ચૂક્યા છે કાર્યક્રમ
કપીશનું સ્ટાર્ટઅપ નીતિ આયોગ સાથે મળીને નવી એજ્યુકેશન પોલિસીને લઈને કામ કરી રહ્યું છે. તેમાં નેશનલ લેવલ પર ઓલ રાઉન્ડર ચેમ્પિયનશીપ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવે છે. જેમાં દેશભરના હજારો બાળકો ભાગ લે છે. વર્ષમાં બે વાર આયોજિત થતા આ પ્રોગ્રામમાં ગત વખતે લગભગ 25 હજાર બાળકો સામેલ થયા હતા. તેમાં 3 વર્ષથી લઈને 17 વર્ષની વયના બાળકોએ ભાગ લીધો હતો. લગભગ ત્રણ મહિના સુધી આ કાર્યક્રમ ચાલે છે. બાળકોએ તેના માટે કોઈ ફી આપવાની હોતી નથઈ. તેમાં ડિબેટ, સિંગિંગ કોમ્પિટિશન, યોગ, સાયકલિંગ, મોડેલિંગ, કુકિંગ જેવી એક્ટિવિટીઝ સામેલ હોય છે. આ વર્ષે 20 લાખ બાળકોને આ કાર્યક્રમ સાથે જોડવાનો ટારગેટ રાખ્યો છે.