તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Tutu Of Bihar Was Selected In The Air Force, Boarded Out Due To Injury In Training; Today She Is Working In An MNC On A Package Of Rs 14 Lakh

ખુદ્દારીની વાત:બિહારની ટૂટૂ એરફોર્સમાં સિલેક્ટ થઈ, ટ્રેનિંગમાં ઈજા થઈ તો બોર્ડ આઉટ થઈ ગઈ; આજે 14 લાખના પેકેજ પર એક MNCમાં જોબ કરી રહી છે

નવી દિલ્હી11 દિવસ પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
જાન્યુઆરી 2020માં ટૂટૂની પસંદગી એરફોર્સ માટે થઈ. તેમની ટ્રેનિંગ હૈદરાબાદની એરફોર્સ એકેડમીમાં ચાલી રહી હતી. - Divya Bhaskar
જાન્યુઆરી 2020માં ટૂટૂની પસંદગી એરફોર્સ માટે થઈ. તેમની ટ્રેનિંગ હૈદરાબાદની એરફોર્સ એકેડમીમાં ચાલી રહી હતી.

પપ્પા આર્મીમાં હતા. ઘર-પરિવારનો ખર્ચ વધુ હતો. અમે તમામ ભાઈ-બહેન બહાર રહીને અભ્યાસ કરતા હતા. પૈસા ઓછા પડ્યા તો અમને ભણાવવા માટે પપ્પાએ પોતાની જમીનો વેચી દીધી. ગામના લોકોએ તેમની મજાક પણ ઉડાવી કે દીકરીને બહાર ભણાવી રહ્યા છે અને તેના માટે ખેતર વેચી રહ્યા છે. ત્યારે મને પણ તકલીફ થઈ અને મેં નક્કી કરી લીધું કે પપ્પાની કોશિશોને સફળ બનાવવી છે.

દરેક ક્લાસમાં ટોપ કર્યુ. એન્જિનિયરિંગ પછી ઈન્ડિયન એરફોર્સમાં સિલેક્શન પણ થઈ ગયું. એવું લાગ્યું કે હવે સપના પૂરા થઈ ગયા. પપ્પાની પરી આસમાનમાં ઉડશે, પરંતુ કિસ્મતને કદાચ મારા હિસ્સાની ખુશીઓ મંજૂર નહોતી. ટ્રેનિંગ દરમિયાન ઈજા થઈ અને થોડા મહિનામાં જ સપના વેરવિખેર થઈ ગયા.

જ્યારે ટૂટૂ કુમારી પોતાની આ દાસ્તાન અમને જણાવી રહ્યા હતા ત્યારે તેમના અવાજથી સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે તેઓ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. આજની ખુદ્દારીની વાતમાં વાંચો સેટબેક ટૂ કમબેકની સ્ટોરી...

ફોજમાં ઓફિસર બનવા ઈચ્છતા હતા
બિહારના ગોપાલગંજના રહેવાસી ટૂટૂ કુમારીના પપ્પા આર્મીમાં હવાલદાર હતા. પપ્પાના પોસ્ટિંગના કારણે ટૂટૂનો અભ્યાસ અલગ અલગ શહેરોમાં થયો. તેમણે 2014મં બરેલીથી ધો. 12નો અભ્યાસ પૂરો કર્યો. તેઓ પોતાની સ્કૂલમાં ટોપર રહ્યા. તેના પછી આઈઆઈટી મેઈન્સ ક્લિયર કર્યુ અને આર્મી ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (AIT)માં પ્રવેશ મેળવ્યો. અહીં પણ ટૂટૂએ ટોપ કર્યુ. વર્ષ 2017ના અંતમાં ટૂટૂનું કેમ્પસ પ્લેસમેન્ટ થઈ ગયું. તેના પછીના વર્ષે તેણે નોકરી પણ જોઈન કરી લીધી.

જો કે તેનો ટારગેટ ફોજમાં ઓફિસર બનવાનો હતો. નોકરીની સાથે તેમણે એસએસબીની તૈયારી પણ કરી હતી. પરીક્ષાઓ પણ આપી પરંતુ શરૂઆતમાં સફળતા ન મળી. તેના પછી નોકરીની સાથએ જ કોચિંગ પણ કરવા લાગ્યા. 2019માં ટૂટૂએ ઈન્ડિયન નેવીની એક્ઝામ ક્લિયર કરી. જો કે અંતિમ લિસ્ટમાં સ્થાન ન મળ્યું. કેમકે તેઓ ફ્લાઈંગ બ્રાન્ચ માટે રિકમન્ડ થયા હતા. તેથી તેમનું નામ ઈન્ડિયન એરફોર્સને મોકલવામાં આવ્યું.

2020માં ઈન્ડિયન એરફોસ્માં સિલેક્શન થયું

ટ્રેનિંગ દરમિયાન ટૂટૂ કુમારી. હજુ બે મહિના જ ટ્રેનિંગ સમયે થયા હતા કે ત્યારે ટૂટૂના પગમાં ઈજા થઈ.
ટ્રેનિંગ દરમિયાન ટૂટૂ કુમારી. હજુ બે મહિના જ ટ્રેનિંગ સમયે થયા હતા કે ત્યારે ટૂટૂના પગમાં ઈજા થઈ.

25 વર્ષની ટૂટૂ કહે છે કે એરફોર્સમાં એરોનોટિકલ એન્જિનિયરની પોસ્ટ હતી. જ્યારે મેં કમ્પ્યુટર સાયન્સથી બીટેક કર્યુ હતું. આથી મને કહેવામાં આવ્યું કે પ્રથમ તમારે એક ટેસ્ટ ક્લિયર કરવી પડશે, તેના પછી જ જોઈનિંગ મળશે. મેં નક્કી કર્યુ કે આ મોકો જવા નહીં દઉં. સતત બે દિવસ સૂતી નહીં અને અભ્યાસ કરતી રહી. બીજા દિવસે ટેસ્ટ આપી અને પાસ પણ થઈ ગઈ. તેના પછી ટૂટૂ અંડર ટ્રેનિંગ ફ્લાઈંગ ઓફિસર તરીકે એરફોર્સ માટે સિલેક્ટ થયા. જાન્યુઆરી 2020માં એરફોર્સ એકેડેમી હૈદરાબાદમાં તેઓ ટ્રેનિંગ માટે ચાલ્યા ગયા.

મને લાગ્યું ઈજામાંથી સારૂં થઈ જશે, પરંતુ મને અનફિટ ડિક્લેર કરી દેવાઈ
ટ્રેનિંગ દરમિયાન શરૂઆતના બે મહિના તો બધુ બરાબર રહ્યું પરંતુ તેના પછી ટૂટૂને પગમાં ઈજા થઈ. ધીરે ધીરે આ ઈજા વધતી ગઈ. થોડા દિવસ પછી તેમની લિમ્બસ પણ તૂટી ગઈ. તેના પછી તેમને હોસ્પિટલાઈઝ્ડ થવું પડ્યું. લગભગ 4 મહિના તેઓ હોસ્પિટલમાં રહ્યા. આ દરમિયાન ટૂટૂ માનસિક રીતે ખૂબ પરેશાન રહ્યા. તેમને લાગતું હતું કે તેઓ રિકવર કરી લેશે પણ એવું થયું નહીં. જુલાઈ 2020માં ટૂટૂને 50% ડિસએબિલિટીની સાથે એરફોર્સ માટે અનફિટ ડિક્લેર કરી દેવાયા.

ટૂટૂને સિંગિગનો પણ શોખ રહ્યો છે. તેઓ પોતાની સ્કૂલ-કોલેજમાં આ પ્રકારના આયોજનોમાં સામેલ થતા રહ્યા છે.
ટૂટૂને સિંગિગનો પણ શોખ રહ્યો છે. તેઓ પોતાની સ્કૂલ-કોલેજમાં આ પ્રકારના આયોજનોમાં સામેલ થતા રહ્યા છે.

ટૂટૂ માટે આ સૌથી મોટો સેટબેક હતો. મંજિલની નજીક પહોંચીને તેઓ સેનામાં ઓફિસર બનવાથી ચૂકી ગયા. પરિવાર માટે પણ આ મુશ્કેલ પળ હતી. થોડા દિવસ ટૂટૂ અપસેટ રહ્યા પછી નક્કી કર્યુ કે હવે જે થવાનું હતું તે થઈ ગયું. તેના માટે પોતાના ભાગ્યને દોષ આપ્યા કરવાનો મતલબ નથી. આખરે ક્યાં સુધી આંસુ વહાવવા.

પીડા પછી પણ કલાકો સુધી વાંચતા રહેતા કે ક્યાંક જોબ મળી જાય
પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ સારી નહોતી. નાના ભાઈની ફી ભરવાની હતી. આથી ટૂટૂએ નક્કી કર્યુ કે સેનામાં નહીં તો તેની બહાર સારી કરિયરની શોધ કરવામાં આવે. ટૂટૂ કહે છે કે બોર્ડ આઉટ થયા પછી પણ મને તાત્કાલિક રિલિવ કરાઈ નહોતી. હું અધિકારીઓને સતત વિનંતી કરતી કે મને ઘરે મોકલી દેવામાં આવે કે મને ભણવાની વ્યવસ્થા કરી દેવામાં આવે. તેના પછી નિશ્ચિત સમય માટે કમ્પ્યુટરથી ભણવાની અનુમતિ મળી. પગમાં દુઃખાવો હોવા છતાં હું અભ્યાસ કરતી રહી. અને નવી જોબની શોધ કરતી રહી.

ટૂટૂ ફેશન શોમાં પણ સામેલ થતા હતા. અનેક સ્થળે તેમણે ખિતાબ પણ મેળવ્યા છે.
ટૂટૂ ફેશન શોમાં પણ સામેલ થતા હતા. અનેક સ્થળે તેમણે ખિતાબ પણ મેળવ્યા છે.

ટૂટૂ કહે છે કે એક પછી એક મેં 20 મોટી કંપનીઓ માટે અપ્લાઈ કર્યુ. તમને વિશ્વાસ નહીં આવે, મારૂં તમામમાં સિલેક્શન પણ થયું અને ઓફર લેટર પણ મળ્યા પરંતુ આર્મીમાંથી રિલીવ ન થવાના કારણે હું જોઈન ન કરી શકી. તેના માટે મેં કમાન્ડન્ટને લેટર લખ્યો કે મને જલદી રિલીવ કરવામાં આવે કે જેથી હું જોબ કરી શકું. ફેબ્રુઆરી 2021માં ટૂટૂને રિલીવ કરી દેવાયા. તેના પછી તેમને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મળી ગઈ. આજે તેમનું વાર્ષિક પેકેજ 14 લાખ રૂપિયા છે અને દિલ્હીમાં રહીને જોબ કરી રહ્યા છે.

આજે પણ પગમાં દુઃખાવો થાય છે, બરાબર ચાલી શકતા નથી
ટૂટૂ આજે પણ સંપૂર્ણપણે સ્વસ્થ નથી. તેમના પગમાં તકલીફ રહે છે. ચાલવામાં પણ મુશ્કેલી થાય છે. આથી કંપની તરફથી તેમને વર્ક ફ્રોમ હોમની સુવિધા મળી છે. તેઓ કહે છે, મને મારા ઈલાજમાં ખૂબ પૈસા ખર્ચ કરવા પડે છે. સેના તરફથી મને કંઈ મળ્યું નથી. મેં અનેક લેટર અધિકારીઓને લખ્યા પણ તેમના તરફથી કોઈ જવાબ ન આવ્યો. નિયમ પ્રમાણે, મને ડિસએબિલિટી પેન્શન મળવું જોઈએ પણ કોઈ સુનાવણી થતી નથી. મને સર્વિસ લેટર પણ આપ્યો નથી. ટ્રેનિંગ દરમિયાન જે ફંડ કપાયા એ પણ મને મળ્યા નથી.

ટ્રેનિંગ દરમિયાન અલગ-અલગ મુદ્દાઓ પર આયોજિત ડિબેટમાં પણ ટૂટૂ સામેલ થતા હતા.
ટ્રેનિંગ દરમિયાન અલગ-અલગ મુદ્દાઓ પર આયોજિત ડિબેટમાં પણ ટૂટૂ સામેલ થતા હતા.

હવે સોશિયલ મીડિયા દ્વારા નવા બાળકોને કરી રહ્યા છે ગાઈડ
ટૂટૂ કહે છે કે દેશમાં અનેક એવા સ્ટુડન્ટ્સ છે, જેઓ સેનામાં અધિકારી બનવા માગે છે. તેઓમાં ઝનૂન પણ છે પણ યોગ્ય કોચિંગના માર્ગદર્શનના અભાવે તેમને મંજિલ મળતી નથી. એવા બાળકોને હું સોશિયલ મીડિયાથી ગાઈડ કરૂં છું. તેમના માટે રેગ્યુલર લર્નિંગ વીડિયો પણ પોસ્ટ કરૂં છું. આ સાથે જ અનેક બાળકોને ફોન પર પણ ટિપ્સ આપું છું.