તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Tulip Garden Opens After 23 Months With 1.5 Million Flowers, This Time Tourists Will See 64 Varieties Of Flowers

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વર્ગમાં સ્વાગત છે!:15 લાખ ફૂલો સાથે 23 મહિના પછી ખુલ્યો ટ્યૂલિપ ગાર્ડન, આ વખતે પર્યટકોને જોવા મળશે 64 જાતના ફૂલ

18 દિવસ પહેલા

ધરતીનું સ્વર્ગ કહેવાતી કાશ્મીર ઘાટીમાં 23 મહિના પછી ગુરુવારે પર્યટકો માટે ટ્યુલિપ ગાર્ડન ખુલ્લો મૂકાયો છે. આ વર્ષે ટ્યુલિપ ગાર્ડનમાં 64 પ્રજાતિના 15 લાખ ફુલો ખીલ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ અદભૂત નજારો માણવા પહોંચી રહ્યા છે. ટ્યૂલિપ ગાર્ડન ખુલ્લો મૂકવાની સાથેસાથે 3 એપ્રિલે ટ્યુલિપ ફેસ્ટિવલના આયોજનની જાહેરાત પણ કરવામાં આવી છે. ટ્યૂલિપ ગાર્ડન ખુલ્લો મૂકાતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને અહીં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

કોરોના મહામારીને કારણે એક વર્ષથી બંધ હતો
પાછલા વર્ષે કોરોના મહામારીને કારણે ટ્યુલિપ ગાર્ડન મુલાકાતીઓ માટે બંધ રખાયો હતો. આ વખતે ફ્લોરી કલ્ચરલ વિભાગે પૂરી તકેદારી સાથે કોરોના ગાઈડનાઈનના પાલન સાથે આ ગાર્ડન ખુલ્લો મુક્યો છે. અહિં ઓટોમેટિક સેનિટાઈઝેશન મશીન પણ રાખવામાં આવ્યા છે. ટ્યુલિપ ગાર્ડન ખોલવાથી તમામ મુલાકાતીઓ પણ ઘણા ખુશ છે. લોકોનું કહેવુ છે કે ટ્યુલિપ ગાર્ડનની મુલાકાત વિના કાશ્મીરનો પ્રવાસ અધૂરો ગણાય છે. તેથી જ તો અહિં આવીને લોકો ન માત્ર સારો સમય વિતાવે છે પરંતુ યાદગાર તસ્વીરો પણ લેતા હોય છે.

2007 આ ગાર્ડન ખુલ્લો મૂકાયો હતો
મહત્ત્વનું છે કે, વર્ષ 2007માં કાશ્મીરમાં ટ્યુલિપ ગાર્ડન ખુલ્લો મૂકાયો હતો. જે એશિયાનો સૌથી મોટો અને વિશ્વના ટોપ પાંચ ટ્યુલિપ ગાર્ડનમાંનો એક છે. 30 હેક્ટરમાં ફેલાયેલા આ ગાર્ડનમાં આખુ વર્ષ સો માળી કામ કરે છે. આ ગાર્ડનમાં સ્વદેશી અને વિદેશી ટ્યુલિપ જોવા મળે છે. 5600 ફૂટની ઊંચાઈ પર ડાલ લેકના કિનારે આવેલા ઉત્તુંગ પહાડોની તળેટીમાં આ ખૂબસુરત ગાર્ડન બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો