• Gujarati News
  • Dvb original
  • Trend Changed Facial Plastic Surgery Rose 13.5 Per Cent Worldwide, Down 6.7 Per Cent In India; The Most Noses In The Country And The Eyelids In The World Were Improved

ભાસ્કર ઓરિજિનલ:ટ્રેન્ડ બદલાયો - ચહેરાની પ્લાસ્ટિક સર્જરી દુનિયામાં 13.5 ટકા વધી, ભારતમાં 6.7 ટકા ઘટી; દેશમાં સૌથી વધુ નાક અને દુનિયામાં પાંપણને સુધારવામાં આવી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ એસ્થેટિક પ્લાસ્ટિક સર્જરી રિપોર્ટઃ ભારતમાં બોટોક્સ ઇન્જેક્શન અપાવનારા 50 ટકા સુધી ઘટ્યા

સુંદર ચહેરાની ઇચ્છા કોને નથી હોતી. દેશમાં લોકોને પોતાનું નાક અને દુનિયામાં પાપણો સુધારવાની ઇચ્છા સૌથી વધુ છે. આ જ કારણ છે કે અહીં 2019માં થયેલી કુલ 1.63 લાખ ફેસ સર્જરીમાં સૌથી વધુ 48936 રાઈનોપ્લાસ્ટી (નાકની સર્જરી) થઈ. આ બાબતમાં આપણે બ્રાઝિલ અને તુર્કી બાદ ત્રીજા ક્રમે છીએ. દુનિયામાં કુલ 40 લાખ ફેસ સર્જરીમાં સૌથી વધુ 12.59 લાખ લોકોએ પાપણની સર્જરી કરવી છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ એસ્થેટિક પ્લાસ્ટિક સર્જરી (ISAPS)ના રિપોર્ટમાં આ વાતો બહાર આવી છે. દેશમાં બોટોક્સ ઇન્જેક્શનથી પોતાને જવાન રાખનારા પણ 2018માં 1,42,784 હતા જે 2019માં લગભગ 50 ટકા ઘટીને 70,248 થઈ ગયા હતા.

આ 8 સર્જરી જે 10 હજારથી 3 લાખ સુધીમાં આપના ચહેરાનો આખો નકશો બદલી શકે છે 1. બ્રો (ભ્રમર) લિફ્ટઃ ભ્રમર-પાપણો વચ્ચેનું અંતર વધારાય છે જેથી આકર્ષક દેખાય. કિંમતઃ રૂ. 70 હજારથી 1 લાખ. 2019માં દેશમાં 6,504 અને દુનિયામાં 2.7 લાખે કરાવી, બ્રાઝિલમાં સૌથી વધુ. 2. કાનની સર્જરીઃ કેટલાકના કાન જન્મજાત નાના, કપાયેલા કે બહાર નીકળેલા હોય છે. કિંમતઃ રૂ. 1.5થી 2 લાખ. 2019માં દેશમાં 21,648 અને દુનિયામાં 2.9 લાખે કરાવી. આમાં બ્રાઝિલ આગળ. 3. ફેસિયલ બોન કોન્ટુરિંગઃ ચહેરાનો આકાર ઘણી હદે સુધારી શકાય છે. કિંમતઃ રૂ. 5ં0 હજારથી 3 લાખ. 2019માં દેશમાં 9,888 અને દુનિયામાં 1 લાખે કરાવી. મેક્સિકોમાં સૌથી વધુ. 4. ફેટ ગ્રાફ્ટિંગ ફેસઃ ચહેરા પર ખાડા પડે છે, બીજા ભાગમાંથી ફેટ ચહેરા પર લગાવાય છે. કિંમતઃ રૂ.10થી 60 હજાર. 2019માં દેશમાં 28,152 અને દુનિયામાં 5.9 લાખે કરાવી. બ્રાઝિલમાં સૌથી વધુ. 5. આઈલીડ સર્જરીઃ પાંપણો પર ચરબી જામતા લટકી જાય છે. કિંમતઃ 1 લાખ. 2019માં દેશમાં 36,525 અને દુનિયામાં 12.6 લાખે કરાવી. જાપાનમાં સૌથી વધુ. 6. ફેસ લિફ્ટઃ કરચલીઓ ઓછી કરવા કરાવાય છે. કિંમતઃ રૂ.50-80 હજાર. 2019માં દેશમાં 7,488 અને દુનિયામાં 4.5 લાખે કરાવી. અમેરિકામાં સૌથી વધુ. 7. નેક લિફ્ટઃ દાઢી નીચે ચરબી હટાવાય છે. કિંમતઃ રૂ. 70 હજારથી 1 લાખ. 2019માં દેશમાં 4,800 અને દુનિયામાં 2.6 લાખે કરાવી. અમેરિકામાં સૌથી વધુ. 8. નાકની સર્જરીઃ નાકને આકાર અપાય છે. કિંમતઃ રૂ. 40 હજારથી 2 લાખ. 2019માં દેશમાં 48,936 અને દુનિયામાં 8.2 લાખે કરાવી. બ્રાઝિલમાં સૌથી વધુ.

  • બિપાશા બસુ, રાખી સાવંત, વાણી કપુર, મિનીષા લાંબા, આયશા ટાકિયા, શ્રુતિ હસન અને અદિતિ રાવ હૈદરી સહિત ઘણી અભિનેત્રીઓ કોસ્મેટિક સર્જરી કરાવી ચૂકી છે.
અન્ય સમાચારો પણ છે...