તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Trained In The Netherlands, Earns Rs 12 Lakh By Growing Fruits And Spices, The First Farmer In The Country To Set A World Record By Growing Coriander

આજના પોઝિટિવ સમાચાર:નેધરલેન્ડથી ખેતીની તાલીમ લીધી, ફળ-મસાલા ઉગાડીને કમાય છે 12 લાખ, દેશના પહેલા ખેડૂત, જેમણે કોથમીર ઉગાડીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી11 કલાક પહેલા
ઉત્તરાખંડના રાનીખેત બ્લોકમાં રહેતા ગોપાલ દત્ત ઉપ્રેતી ઓર્ગેનિક સફરજનની ખેતી કરે છે.
  • હાલ આઠ એકર જમીન પર સફરજન અને મસાલાની ખેતી કરી રહ્યા છે ગોપાલ, સફરજનની ખેતી માટે તેમણે નેધરલેન્ડ અને ફ્રાંસ જઈને ટ્રેનિંગ લીધી છે
  • હાલ સફરજનની સાથે હળદર, લસણ, કોથમીર સહિતના મસાલાઓની ખેતી કરે છે, તેઓ કહે છે કે એક ઇંચ પણ જમીન ફાજલ ન જવી જોઈએ

ઉત્તરાખંડના રાનીખેત બ્લોકમાં રહેતા ગોપાલ દત્ત ઉપ્રેતીએ અભ્યાસ દિલ્હીથી કર્યો છે. સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી લીધા બાદ તેઓ બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનું કામ કરવા લાગ્યા. સારી એવી કમાણી પણ થતી હતી. લગભગ 14-15 વર્ષ તેમણે આ કામ કર્યું, બાળકો-પરિવાર બધાં જ દિલ્હીમાં સાથે રહેતાં હતાં, પરંતુ એ બાદ લાઈફમાં કંઈક એવું થયું કે દિલ્હીની હાઈફાઈ લાઈફસ્ટાઈલને છોડીને ગામડે પરત ફર્યા. આજે તેઓ 8 એકર જમીન પર ફળ અને મસાલાની ખેતી કરી રહ્યા છે. વર્ષે 12 લાખ રૂપિયાનું ટર્નઓવર છે. તેઓ દેશના પહેલા એવા ખેડૂત છે જેમણે ઓર્ગેનિક ફાર્મિગ માટે ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

47 વર્ષના ગોપાલ જણાવે છે કે 'વર્ષ 2012માં કેટલાક મિત્રોની સાથે હું યુરોપ ગયો હતો. આ દરમિયાન ત્યાં સફરજનના બગીચાઓમાં જવાનું થયું. ત્યાંનું હવામાન, બરફવર્ષા, જમીન ઘણા અંશે મને રાનીખેત જેવી લાગી. મેં વિચાર્યું કે જ્યારે અહીં સફરજન ઉગાડી શકાય છે તો ઉત્તરાખંડમાં પણ કેમ ન ઉગાડી શકાય. મારા માટે આ ટર્નિગ પોઈન્ટ હતો.'

ગોપાલની સાથે હાલ 5 લોકો કામ કરે છે. ફળ અને મસાલાની ફાર્મિંગની સાથે તેઓ પ્રોસેસિંગ પર પણ કામ કરે છે
ગોપાલની સાથે હાલ 5 લોકો કામ કરે છે. ફળ અને મસાલાની ફાર્મિંગની સાથે તેઓ પ્રોસેસિંગ પર પણ કામ કરે છે

તેઓ કહે છે, 'ત્યાંથી પરત ભારત આવ્યા બાદ કેટલાક દિવસો સુધી મારા મનમાં અસમંજસની સ્થિતિ બનેલી હતી કે શું કરું, કઈ રીતે કરું. પછી મેં એ જાણવાનો પ્રયાસ શરૂ કર્યો કે આ ખેતી માટે ટ્રેનિંગ ક્યાંથી લેવી, શું પ્રોસેસ હોય છે. જે બાદ હું નેધરલેન્ડ ગયો. ત્યાં અનેક એક્સપર્ટને મળ્યો અને સફરજનની ખેતીની સમગ્ર પ્રોસેસને સમજ્યો. આ દરમિયાન કેટલાક દિવસો માટે ફ્રાંસ પણ જવાનું થયું હતું. ત્યાં પણ સફરજનની ખેતી કઈ રીતે થાય છે એ જોઈ અને કાયદેસર રીતે ત્યાં પણ ટ્રેનિંગ લીધી.'

ગોપાલ જણાવે છે કે જે બાદ મેં નક્કી કરી લીધું કે હવે સફરજનની ખેતી કરવી છે. પરિવારને જણાવ્યું તો બધાંએ વિરોધ કર્યો. પત્નીએ કહ્યું, જામેલું કામ છોડીને રિસ્ક લેવું યોગ્ય નથી. મેં તેને સમજાવી અને ખેતીના ફાયદા અંગે જાણ કરી. જે બાદ હું 2014-15માં દિલ્હીથી રાનીખેત શિફ્ટ થઈ ગયો. પરિવાર અને બાળકો દિલ્હીમાં જ રહી ગયાં. અહીં આવ્યા બાદ ભાડાપટ્ટે જમીન લીધી અને ખેતીનું કામ શરૂ કર્યું. મેં વિદેશોમાંથી પ્લાન્ટ મગાવવાને બદલે હિમાચલ પ્રદેશમાંથી જ છોડ મગાવ્યા. ત્રણ એકર જમીન પર લગભગ 1000 છોડ વાવ્યા. એક વર્ષ બાદ એ પ્લાન્ટ્સમાં ફ્રૂટ્સ તૈયાર થઈ ગયાં.

ગોપાલ આજે 8 એકર જમીનમાં ફળ અને મસાલાઓની ખેતી કરી રહ્યા છે. વર્ષે 12 લાખ રૂપિયાનું ટર્નઓવર થાય છે.
ગોપાલ આજે 8 એકર જમીનમાં ફળ અને મસાલાઓની ખેતી કરી રહ્યા છે. વર્ષે 12 લાખ રૂપિયાનું ટર્નઓવર થાય છે.

તેઓ જણાવે છે, ફ્રૂટ્સ તૈયાર થયા બાદ અમારી સામે મોટો સવાલ હતો કે હવે આ ફળોને ક્યાં વેચવા. જોકે લોકલ માર્કેટમાં અમારા સફરજનની કિંમત યોગ્ય ન હતી. એ બાદ મેં ગૂગલની મદદથી એવાં સ્ટોર અને કંપનીઓ અંગે જાણકારી મેળવી, જેઓ ઓર્ગેનિક સફરજનની ડિમાન્ડ રાખે છે. તેમને ફોન કરીને મારી પ્રોડક્ટ અંગે માહિતી આપી. મોટા ભાગના લોકોએ વિશ્વાસ ન કર્યો, પરંતુ જે લોકોએ શરૂઆતના સમયમાં અમારી પાસેથી સફરજન લીધા તેમનો રિસ્પોન્સ ઘણો જ સારો રહ્યો. બીજી વખતથી કસ્ટમર અને ડિમાન્ડ બંનેમાં વધારો થઈ ગયો. અનેક લોકો તો એડવાન્સ બુકિંગ કરવા લાગ્યા.

ગોપાલ સફરજનની સાથે સાથે હળદર, લસણ, કોથમીર સહિતના અનેક મસાલાઓની પણ ખેતી કરે છે. તેઓ કહે છે, એક ઈંચ જેટલી જમીન પણ ખાલી ન રહેવી જોઈએ. આ વર્ષે જ તેમણે 7 ફૂટની કોથમીર ઉગાડીને ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ કોથમીરની વિશેષતા એ છે કે તેમાં પ્રોડક્શન નોર્મલ કોથમીરથી લગભગ 10 ગણી વધુ થાય છે અને ક્વોલિટી પણ સારી હોય છે. હવે તેઓ એની પેટન્ટ પણ કરાવવાના છે.

ગોપાલની સાથે હાલ 5 લોકો કામ કરી રહ્યા છે. ફળ અને મસાલાની ખેતીની સાથે તેઓ પ્રોસેસિંગ પર પણ કામ કરી રહ્યાં છે. ગત વર્ષે એક ટનથી વધુ સફરજન ખરાબ થઈ ગયા તો તેમણે એમાંથી જામ બનાવીને માર્કેટમાં સપ્લાઈ કર્યું. એમાંથી પણ સારીએવી કમાણી થઈ. હવે તેઓ હળદર અને બીજા મસાલાઓનું પણ પ્રોસેસિંગ યુનિટ તૈયાર કરવાના છે.

ગોપાલ સાત ફૂટની કોથમીર ઉગાડે છે. એના માટે ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
ગોપાલ સાત ફૂટની કોથમીર ઉગાડે છે. એના માટે ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

તેઓ આગળ કહે છે, હવે અમારી ખેતીનો વ્યાપ વધી ગયો છે. અમે લોકો વધુ જમીન ભાડે લઈને ખેતી કરવાના છીએ. પ્રોડક્શન વધશે તો એને ખપાવવા માટે માર્કેટ પણ સેટ હોવું જોઈએ, તેથી આગામી વર્ષથી અમે ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ આવવા માગીએ છીએ.

સફરજનની ખેતી કેવી રીતે કરવી

ગોપાલ જણાવે છે કે સફરજનની ખેતી માટે સૌથી જરૂરી વસ્તુ છે એ ટ્રેનિંગ. કોઈ એક્સપર્ટ ખેડૂત પાસેથી સફરજનની ખેતીને સમજવી જરૂરી છે. જરૂર પડે તો થોડા દિવસ ખેડૂત સાથે રહીને દરેક નાની-મોટી માહિતી મેળવવી જોઈએ. બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે સફરજનની ખેતી માટે ઠંડા ક્ષેત્રવાળી જગ્યા હોવી જરૂરી છે. પહાડી બર્ફીલા વિસ્તારમાં સફરજનની સારી ખેતી થાય છે. આ સાથે જ ધૈર્ય અને ડેડિકેશનની પણ ખાસ જરૂર હોય છે. પ્લાન્ટ્સની સારી માવજત રાખવી પણ એટલી જ જરૂરી બાબત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો