તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Top Companies Making Everyday Consumer Goods Out Of The Corona Era, Bumper Profits In The Last Quarter, Yet Ready To Raise Prices!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઓરિજિનલ:કોરોનાકાળથી બહાર આવી રોજિંદા વપરાશની વસ્તુઓ બનાવતી ટોપ કંપનીઓ, છેલ્લા ત્રિમાસિકમાં બમ્પર નફો છતાં પણ કિંમતોમાં વધારો કરવાની તૈયારી!

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દૈનિક ઉપયોગનો માલ-સમાન બનાવનારી ટોપ FMCG કંપનીઓ કે જેઓ મહામારીમાથી બહાર આવી રહી છે. હાલમાં જ ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રકાશિત થયેલા આંકડાઓ આ બાબતની પુષ્ટિ કરે છે. ચ્યવનપ્રાશથી લઈને હેર ઓઇલ ઉત્પાદક ડાબર ઈન્ડિયાએ આ ત્રિમાસિક ગાળામાં 494 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કમાયો છે, જે 2019ના અનુરૂપના ક્વાર્ટર કરતાં 24% વધારે છે.

એ જ રીતે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડનો ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1921 કરોડ રૂપિયાનો છોખ્ખો નફો મેળવ્યો , જે 2019ની સરખામણી 90% વધારે છે. કંપનીની માલના વેચાણમાં પણ 20%નો વધારો થયો છે.

સફોલા અને પેરાશૂટ જેવી બ્રાન્ડ્સની પેરન્ટ કંપની મેરિકોએ પણ ડિસેમ્બર ક્વાર્ટરમાં 13 ટકાના નફા સાથે 312 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કંપનીની 2019ના સમાન ત્રિમાસિક ગાળામાં આવકમાં પણ 18%નો વધારો થયો છે. બોરોપ્લસ ક્રીમ અને નવરત્ન તેલનું વેચાણ કરતી ઇમામીએ પણ સતત બે ક્વાર્ટરમાં 16% કરતાં આવક વધારે રહી છે

FMCG સેકટરની રોનક શહેરી માગ વધવાની સાથે જ પરત ફરી છે. એડલવાઈઝ સિક્યોરિટીના એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડેન્ટ(રિસર્ચ) અબનેશ રોયનું કહેવું છે કે ત્રણ ત્રિમાસિક બાદ શહેરી માગમાં વાપસી થઈ છે. જોકે આ હજી પણ પ્રી-કોવિડ સ્તરથી નીચે છે. FMCG કંપનીઓનો ગ્રોથ ટ્રેક પર પરત ફર્યા છતાં ગ્રાહકોએ હજી પણ પોતાના ખિસ્સા ખાલી કરવા પડી શકે છે.

પ્રોડક્ટસના ભાવ વધારવાની તૈયારી
FMCG કંપનીઓ કાચા માલમાં વધારો અને મોંઘવારીનો સામનો કરી રહી છે. મેરિકો પોતાની કેટલીક પ્રોડક્ટનો ભાવ પહેલેથી જ વધારી ચૂકી છે, જ્યારે ડાબર, પારલે અને પતંજલિ સ્થિતિ પર નજર રાખી રહી છે અને ગમે ત્યારે પોતાની પ્રોડકટનો ભાવ વધારી શકે છે.

પારલે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે કહ્યું હતું કે છેલ્લા 3-4 મહિનામાં અમને ઇનપુટ કોસ્ટ અને ખાસ કરીને ખાદ્યતેલમાં મોટો વધારો જોવા મળ્યો છે. એનાથી કંપનીના માર્જિનમાં ઘટાડો થઈ રહ્યો છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો ટૂંક સમયમાં અમે ઉત્પાદનની કિંમતમાં 4-5%નો વધારો થઈ શકે છે.

અબનેશ રોયે કહ્યું હતું કે અનેક પ્રમુખ કાચા માલ, જેમ કે તાડીનું તેલ, ચા, ટોપરા, ખાવાનું તેલ, આંબળાં વગેરેના ભાવમાં ઝડપી વધારો થયો છે. કાચા માલમાં દબાણ છતાં પ્રોડક્ટના માર્જિન પક અસર પડી શકે છે. આ કારણથી FMCG કંપનીઓ 2021માં પોતાનાં ઉત્પાદનોમાં ભાવવધારો કરી શકે છે.

લોકડાઉનમાં 34% સુધી ઘટી ગઈ હતી ઉત્પાદનોની ખરીદી
માર્ચ 2020માં અચાનક લાગેલા લોકડાઉનના કારણે FMCG ઈન્ડસ્ટ્રીને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. એપ્રિલમાં FMCG ઉત્પાદનોની ખરીદીમાં 34%નો ઘટાડો થયો છે, જ્યારે વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ ઘટાડો 19% રહ્યો. જોકે ફરીથી જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયમાં FMCGએ વાપસી કરી અને 1.6%નો વધારો નોંધાયો.

આ વૃદ્ધિની કમાન સંભાળી ગામડાંએ, જ્યાં FMCG ઉત્પાદનોની માગમાં 10.6%નો વધારો થયો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર શહેરોમાં માગમાં પણ વધારો થયો, જેનાથી કંપનીઓનો ચોખ્ખો નફો વધ્યો છે.

નિલ્સન ગ્લોબલ કનેક્ટના ડેટા સાયન્સ હેડ રાજેશ શિરાલી કહે છે, 'જોકે કંઈક સકારાત્મક થઈ રહ્યું છે તો કેટલુંક નકારાત્મક પણ બચ્યું છે. ભલે એ ગ્રાહકોના આત્મવિશ્વાસમાં ઘટાડો થયો હોય, GDP હોય, જે હજી પણ નફાના ક્ષેત્રમાં આવ્યું નથી કે મોંઘવારીએ હોય. ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ હવે પણ ઘટાડો છે.'

2021માં રૂરલ અને ડિજિટલ માર્કેટ પર FMCGનું ધ્યાન કેન્દ્રિત

કોરોનાની મહામારી દરમિયાન પ્રોસેસ્ડ ફૂડ, હેન્ડ સેનિટાઇઝર અને જંતુનાશક પ્રોડક્ટની માગે ગતિને જાળવી રાખી. મહામારી બાદ ન્યૂ નોર્મલના સૌથી મોટા હથિયાર આયુર્વેદિક અને હેલ્થકેર પ્રોડક્ટ બની રહ્યા છે. FMCG ઈન્ડસ્ટ્રીએ ઝડપથી ડિજિટલને અપનાવ્યું. ગ્રામીણ વિસ્તારના ગ્રાહકો માટે ઓનલાઇન શોપિંગને પણ સરળ બનાવવામાં આવ્યું છે, આથી જ નિષ્ણાતો 2021ની સરખામણીએ આ ક્ષેત્રને વધુ મજબૂત બનવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.

પેપ્સિકો ઈન્ડિયાના પ્રમુખ અહેમદ એલ-શેખ કહે છે, "મહામારીએ ગ્રાહકો અને ઉત્પાદન નિર્માતાઓને એકબીજાની નજીક લાવી દીધા છે." અમે ગ્રાહકોની પહેલાં કરતાં વધારે સંભાળ લઈ રહ્યા છે અને ગ્રાહકો પણ એક પગલું આગળ વધીને અમારી મદદ કરી રહ્યા છે. બંને તરફથી ફરિયાદોમાં ઘટાડો થયો છે અને ધંધો વધ્યો છે. FMCG ઉદ્યોગ નવા સામાન્યની નવી માગને સમજી લીધી છે. અમે આ વર્ષે વધારે ગ્રોથ કરવા જઇ રહ્યા છીએ.

પારલે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરીના ચીફ મયંક શાહ કહે છે, 'FMCG સેક્ટર માટે ખરાબ સમય વીતી ગયો છે. આ વર્ષે અમને મોટો ગ્રોથ હાંસલ કરવાની આશા છે.'

ડાબર ઇન્ડિયાના CEO મોહિત મલ્હોત્રા કહે છે, "અમે પહેલાં અનુમાન લગાવ્યું હતું કે સેક્ટરને 10% ડિજિટલ બનવામાં 10 વર્ષનો સમય લાગશે, પરંતુ હવે ત્રણથી ચાર વર્ષમાં ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. આનાથી અમારા માટે ગ્રામીણ ભારતનું એક વિશાળ બજાર ખૂલ્યું છે.

મેરિકોના CFO પવન અગ્રવાલ કહે છે, FMCGનાં કેટલાંક સેક્ટર એવાં છે, જેમાં માગ ખૂબ ઝડપથી વધી છે. ફૂડ ઉદ્યોગ જે 2020 સુધીમાં 35 બિલિયન ડોલરનો હતો, 2025 સુધીમાં 70 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો