તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • 42% Of The World's Billionaires Live In Asia, 6.5% More Wealth Than Americans, One Of India's Top 10 Cities

એશિયાના શહેર બિલેનિયર્સનું નવું ઠેકાણું:વિશ્વના 42% બિલેનિયર્સ અશિયામાં રહે છે, અમેરિકન કરતા 6.5% વધુ સંપત્તિ છે, ટોપ 10માં ભારતનું પણ એક શહેર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બિલેનિયરનો અર્થ તમે સમજો છો? ફોર્બ્સ મેગેઝીનનું માનવું છે કે જેમની સંપત્તિ 1 અબજ ડોલર એટલે કે લગભગ 7 હજાર 350 કરોડ રૂપિયા જેટલી છે, તે બિલેનિયર છે. આ લોકો ક્યાં શહેરોમા રહે છે, શું તમે જાણો છો? ચાલો અમે તમને જણાવી રહ્યાં છે, ટોપ 10 સિટીમાં 6 એશિયાના જ છે. બાકીના 4 શહેરોમાં 2 અમેરિકા અને 2 યુરોપના છે.

ફોર્બ્સનું માનીએ તો હાલ વિશ્વમાં 2775 બિલેનિયર રહે છે. તેમાંથી 42 ટકા એટલે કે 1,149 માત્ર એશિયામાં જ રહે છે. આપણા મુંબઈમાં 48 બિલેનિયર છે, જોકે ટોપ 10 બિલેનિયર્સ સિટીમાં મુંબઈ એક માત્ર છે, તે પણ 8માં નંબરે. તો ચાલો એક વખત આ 10 શહેર તરફ જઈએ, જ્યાં સૌથી વધુ બિલેનિયર્સ રહે છે...

ચીનની રાજધાની બીજિંગ ટોપ 10 બિલેનિયર્સ સિટીના લિસ્ટમાં 2019માં ચોથા નંબરે હતું. જોકે 2020માં તે પ્રથમ નંબરે આવી ગયું. તેનું કારણ એ છે કે 33 બિલેનિયર્સ માત્ર 2020માં લિસ્ટમાં સામેલ થયા છે. ટિક-ટોક એપના સંસ્થાપક ઝાંગ યિમિંગ અહીંના સૌથી અમીર વ્યક્તિ છે.

અમેરિકાના ન્યુયોર્ક શહેરની બિલેનિયર્સને રાખવાની પરંપરા બીજિંગે છીનવી લીધી છે. જોકે બીજિંગના 100 બિલેનિયર્સની કુલ સંપત્તિ 35 લાખ કરોડ રૂપિયા છે અને ન્યુયોર્ક સિટીના 99 બિલેનિયર્સની નેટવર્થ 41 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

જેમ ભારતમાં યુનિયન ટેરેટરી હોય છે, એ જ રીતે હોંગકોંગ સિટી ચીનનો એક વિશેષ પ્રશાસનિક ક્ષેત્ર છે. બ્રિટિશ જ્યારે આવ્યા હતા, તેમણે તેને પોતાની કોલોની બનાવી હતી. બે તરફ સમુદ્રથી ધેરાયેલું શહેર બિલેનિયર્સને રહેવાની પ્રથમ પસંદ છે. 93 વર્ષના રિટાયર લી કા શિંગ સૌથી અમીર છે.

2020માં રશિયાની GDP એટલે કે પ્રતિ વ્યક્તિ આવક 12 ટકાથી વધુ ઘટી, જોકે રાજધાની મોસ્કોમાં બેઠેલા ટોપ 10 બિલેનિયર્સની સંપત્તિ 5.2 લાખ કરોડ રૂપિયા વધી. આ શહેરમાં રહેનારા બિલેનિયર્સમાં 9 લોકોને એન્ટ્રી આપવામાં આવી. સૌથી અમીર શખ્સ અલેક્સ મોર્દાશોવેના મા-બાપ મીલ મજૂર હતા.

ેશેનજેન સિટી ચીનનું ટેક્નોલોજી હબ છે. બીજિંગ પછી આ બીજું શહેર છે, જ્યાં એક વર્ષમાં જ 28 નવા બિલેનિયર લિસ્ટમાં સામેલ થયા. વેબ મીડિયાના ટેંસેટ ગ્રુપના માલિક મા હુઆતેંગ જ અહીંના સૌથી અમીર શખ્સ છે.

ચીનનું શંઘાઈ એ શહેર છે, જેણે કોરોનાવાઈરસના વિનાશનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો છે. અહીંની ફાર્મા કંપનીના માલિક લી ગે અને ઝાંગ હુઈજાઉએ પોતાની સંપતિમાં 36-36 હજાર કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. સૌથી અમીર ખેતીને ટેક્નોલોજી સાથે જોડનાર કોલિન હુઆંગ છે.

બ્રિટનની રાજધાની લંડનમાં રહેનાર બિલેનિયર્સે 2020માં પોતાની સંપત્તિ 37 ટકા વધારી. જ્યારે કોરોના વિનાશ કરી રહ્યો હતો ત્યારે અહીંના બિઝનેસમેને ઓનલાઈન બિઝનેસમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી.

ટોપ 10માં મુંબઈ ભારતનું એકમાત્ર શહેર છે. જોકે ખાસ વાત એ છે કે અહીંના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ટોપ-10 સિટિઝમાં રહેનારા તમામ અમીરોમાં સૌથી વધુ સંપત્તિના માલિક છે. તેમણે 1 વર્ષમાં પોતાન સંપતિ બેગણી કરી લીધી છે.

સન ફ્રાન્સિસ્કોમાં રહેનારા અમીરોએ વિશ્વને જણાવ્યું કે હવે બિલેનિયર બનવાનો નવો યુગ આવ્યો છે. અહીં ફૂડ ડિલીવરી કંપની ઈન્સ્ટાકાર્ટના ફાઉન્ડર અપૂર્વ મહેતા, ડોરડાશના સીઈઓ ટોની જૂ ટોપ 5 ધનિક લોકોમાં છે. સૌથી આગળ ફેસબુકના કર્મચારી ડસ્ટિન મોસ્કોવિટજ છે.

ચીનનું આ ત્રીજું શહેર છે, જ્યાં 20થી વધુ નવા બિલેનિયર્સ લિસ્ટમાં આવ્યા છે. આ શહેર એ છે જ્યાં અલીબાબાના ફાઉન્ડર જૈક મા પણ રહે છે. અહીંના સૌથી અમીર શખ્સ વાટર બોટલ બનાવનારી કંપની નોંગ્ફૂ સ્પિંગના ફાઉન્ડર ઝાંગ શેનશાન છે.

અન્ય સમાચારો પણ છે...