તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Toll Plazas Collection India; Haryana Punjab Farmers Delhi Jaipur Protest Update | Per Day Income Of Toll Plazas In Rupees To Toll Plazas Revenue Loss

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ડેટા સ્ટોરી:ટોલ પ્લાઝા ફ્રી કરવાથી શું નુક્સાન થશે, જાણો એક દિવસમાં દેશભરમાં કેટલો ટોલ આવે છે? સરકાર કેટલી કમાણી કરે છે?

પ્રિયંક દ્વિવેદી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેતીને લગતા 3 કાયદા માટે ખેડૂત અને સરકાર સામસામે છે. વાર્તાલાપથી પણ મામલો થાળે નથી પડતો. 8 ડિસેમ્બરે ભારત બંધ પછી ખેડૂતો હવે મોટું પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. 12 ડિસેમ્બરે ખેડૂત સંગઠનો આખા દેશમાં તમામ ટોલ પ્લાઝાને ફ્રી કરવાની વાત કરી રહ્યાં છે. ખેડૂત નેતા દર્શન પાલનું કહેવું છે કે 12 તારીખે કોઈપણ ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહિ આપવામાં આવે.

પરંતુ ટોલ પ્લાઝા ફ્રી કરવાથી સરકારને શું નુક્સાન થશે? એને એ ઉદાહરણથી સમજો કે સપ્ટેમ્બરમાં જ્યારે 3 કાયદા બન્યા ત્યારે પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતોએ પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનથી 50 દિવસમાં ટોલ પ્લાઝાથી મળનારી રેવન્યુમાં 150 કરોડ રૂપિયાનું નુક્સાન થયું.

લોકડાઉન દરમિયાન જ્યારે 25 માર્ચથી 20 એપ્રિલ સુધી ટોલ ફ્રી હતો, ત્યારે NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ને 1822 કરોડ રુપિયાની રેવન્યુનો લોસ થવાનું અનુમાન છે. NHAI હાઈવે પર ટોલ પ્લાઝાથી મળનારા ટોલ ટેક્સનો હિસાબ રાખે છે.

NHAIને દર વર્ષે ટોલથી કેટલી રેવન્યુ મળે છે? સરકાર કેટલી કમાણી કરશે? આ ટોલ ટેક્સ શું હોય છે? આવો જાણીએ...

  • આપણા દેશમાં વેહિકલ ખરીદવાથી લઈને એને ચલાવવા માટે દરેક કામ સુધી ટેક્સ આપવો પડે છે. એમાં પેટ્રોલ-ડીઝલ પણ ભરાવું પડે છે, તો સાથે ટેક્સ પણ આપવો પડે છે. વેહિકલ ખરીદ્યા પછી રોડ સેસ, રોડ ટેક્સ અને ટોલ ટેક્સ એમ 3 ટેક્સ આપવા પડે છે. રોડ ટેક્સ વેહિકલ ખરીદતા સમયે જ આપવો પડે છે. રોડ સેસ દરેક સમયે પેટ્રોલ અથવા ડીઝલ પુરાવીએ ત્યારે આપવો પડે છે અને ટોલ ટેક્સ હાઈવેથી પસાર થતા સમયે આપવો પડે છે.
  • ટોલ ટેક્સ દરેક રસ્તા પર નથી લાગતો. કેટલાક રસ્તા પર જ હોય છે. એને રસ્તો પહોળો કરી બનાવાય છે, જેથી સમય અને ઈંધણ બંને બચી શકે. આવા રસ્તાઓ પર ટોલ ટેક્સ લાગે છે. ટોલ ટેક્સની ફિક્સ કિંમત નથી હોતી એ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. ટોલ ટેક્સ રસ્તાની લંબાઈ અને પહોળાઈ પર નિર્ભર રાખે છે. જેટલો વધારે લાંબો રસ્તો હશે તેટલો ટોલ ટેક્સ વધારે. કેટલીક જગ્યા સિવાય મોટા ભાગના રસ્તાઓ પર ટૂ-વ્હીલર પર કોઈ ટોલ ટેક્સ લાગતો નથી.

દરરોજ 73 કરોડ રૂપિયા કરતાં વધારે ટોલ ટેક્સ ભરાય છે

  • NHAIના જણાવ્યાનુસાર, માર્ચ 2020 સુધીમાં દેશભરમાં 566 ટોલ પ્લાઝા હતા. દેશભરમાં હાઇવેની લંબાઈ 29 હજાર 666 કિમી હતી. લંબાઈ ગત વર્ષ કરતાં 10% વધી છે. વર્ષ 2019-20 એટલે કે એપ્રિલ 2019થી માર્ચ 2020 સુધી હાઇવે પર બનેલા ટોલ પ્લાઝાથી NHAIએ 26 હજાર 851 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ્યો. આનો અર્થ છે કે દર મહિને આશરે 2,238 કરોડ રૂપિયા અને દરરોજ 73.5 કરોડ રૂપિયા ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે.
  • જોકે દરેક કિમી પ્રમાણે, આ ટેક્સ કલેક્શન વર્ષ 2018-19 કરતાં ઓછું હતું. વર્ષ 2019-20માં NHAIએ દરેક કિમી પર 90.5 લાખ રૂપિયાનો ટેક્સ વસૂલ્યો. વર્ષ 2018-19માં 24,997 કિ.મી. પર 24,396 કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો હતો, એટલે કે તે વર્ષે દર કિમી પર 97.5 લાખ રૂપિયા મળ્યા હતા. આ નાણાંનો ઉપયોગ હાઇવેના સમારકામ અને જાળવણી માટે થાય છે. જેટલી મોટી ગાડી હોય એટલો વધુ ટેક્સ લેવામાં આવે છે.

ટોલ ટેક્સની સરકારની કમાણી 7 વર્ષમાં 38% વધી છે

  • આ વર્ષે 5 માર્ચે લોકસભામાં ટોલ ટેક્સની વસૂલાત અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. માર્ગ પરિવહન અને રાજમાર્ગમંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગે જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2019-20માં સરકારે ટોલ ટેક્સ દ્વારા 7 હજાર 321 કરોડ રૂપિયાની આવક કરી છે. આ આંકડા 29 ફેબ્રુઆરી સુધીના છે.
  • જોકે આ કમાણી છેલ્લાં બે વર્ષ કરતાં ઓછી હતી. સરકારે વર્ષ 2017માં 8,631 કરોડ અને વર્ષ 2018માં 9,188 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
  • ટોલ ટેક્સ દ્વારા સરકારની આવક છેલ્લાં 7 વર્ષમાં 38% વધી ગઈ છે. વર્ષ 2013-14માં સરકારે તેમાંથી 5 હજાર 294 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

NHAIએ વધુ ટેક્સ વસૂલ્યો તો સરકારની કમાણી કેવી રીતે ઓછી થઈ?
એવું બને છે કે આજકાલ મોટા ભાગની પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ અથવા PPP મોડેલ પર બનાવવામાં આવી રહી છે, એટલે કે હાઇવે પર સરકારના અથવા કોઈપણ ખાનગી સંસ્થાના પૈસા પણ લાગે છે. હવે જ્યારે હાઇવે તૈયાર થાય છે ત્યારે એનું સમારકામ અને ખર્ચ કાઢવા માટે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. ટેક્સનો થોડો ભાગ સરકારને જાય છે અને થોડો ભાગ હાઇવે બનાવતી કંપનીઓ અથવા ખાનગી એજન્સીઓને જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો