તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Startup To Give Identity To Sattu At Home And Abroad By Leaving Job, Turnover Is 10 Lakh Rupees Per Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુદ્દારીની વાત:નોકરી છોડીને સત્તુને દેશ-વિદેશમાં ઓળખ અપાવવાનું કર્યું સ્ટાર્ટઅપ, વર્ષે 10 લાખ રૂપિયાનું છે ટર્નઓવર

નવી દિલ્હી5 મહિનો પહેલાલેખક: વિકાસ વર્મા
  • કૉપી લિંક
  • સત્તુને પ્રોસેસ કરીને સત્તુ પાવડર, રેડીમેડ એનર્જી ડ્રિંક, લિટ્ટી-ચોખા રેડિમેડ મસાલા તૈયાર કરે છે
  • સત્તુઝ બિહારનું પહેલું સ્ટાર્ટઅપ જેને IAN અને BINથી ફંડિંગ મળ્યું છે

સત્તુ... નામ તો સાંભળ્યું જ હશે. સૌથી વધુ પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ફેમસ છે, જેને ખાઈ પણ શકાય છે અને પી પણ શકાય છે. તેને બિહારી ફાસ્ટ ફુડ પણ કહેવાય છે, એવું ફાસ્ટ ફુડ, જેનાથી કોઈ પણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થતી નથી. સત્તુથી અનેક પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજન પણ બનાવવામાં આવે છે, જેમાં લિટ્ટી-ચોખાથી લઈને સત્તુ પરાઠા તો હવે દેશભરમાં લોકો ખાવાનું પસંદ કરે છે.

બિહારમાં તો તેના નામથી એક લોક પર્વ પણ છે જે એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે, જેનું નામ સત્તુઆન. આ સ્ટોરીમાં અમે સત્તુનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યાં છીએ, કેમકે આજની ખુદ્દારીની વાતમાં અમે જે વ્યક્તિની વાત કરવા જઈ રહ્યાં છીએ તેમના જીવનનું લક્ષ્ય સત્તુને વિશ્વભરમાં પહોંચાડવાનો છે.

બિહારના મધુબની જિલ્લાના રહેવાસી સચિન કુમારે મુંબઈમાં પોતાની સેટલ્ડ નોકરી છોડીને બિહારના ફેમસ સત્તુને વર્લ્ડ ફેમસ બનાવવા માટે પોતાના ગામમાં પરત ફર્યા અને એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જેનું નામ છે સત્તુઝ. સચિન સત્તુને પ્રોસેસ કરીને અલગ-અલગ પ્રકારની પ્રોડક્ટસ બનાવે છે, જેમાં સત્તુ પાવડર, રેડીમેડ એનર્જી ડ્રિંક અને લિટ્ટી-ચોખા રેડીમેડ મસાલા સામેલ છે.

સચિન કહે છે 'અમે અમારા વેન્ડર સાથે પેકેજિંગથી લઈને દરેક વસ્તુ ફાઈનલ કરી હતી અને અમે તેઓને રિક્વેસ્ટ કરી હતી કે 14 એપ્રિલે સત્તુઆન પર્વની ઉજવણી કરાય છે અને આ દિવસે સત્તુ ખાવા અને પીવાનું ઘણું જ મહત્વ હોય છે. તેથી જો અમારી પાસે પહેલો સ્ટોક આવી જાય તો હું પહેલું પેકેટ મારા મમ્મી-પપ્પાને આપવા માંગુ છું.'

સચિને સત્તુની યોગ્ય પ્રોસેસિંગ માટે ફુડ પ્રોસેસિંગની ટ્રેનિંગ પણ લીધી છે, કે જેથી તેમની પ્રોડક્ટ્સમાં તમામ વસ્તુઓ યોગ્ય પ્રમાણમાં હોય.
સચિને સત્તુની યોગ્ય પ્રોસેસિંગ માટે ફુડ પ્રોસેસિંગની ટ્રેનિંગ પણ લીધી છે, કે જેથી તેમની પ્રોડક્ટ્સમાં તમામ વસ્તુઓ યોગ્ય પ્રમાણમાં હોય.

સચિન કહે છે કે પાઉલો કોએલ્હોએ પોતાના પુસ્તક ધ અલ્કેમિસ્ટમાં લખ્યું છે કે, "And, when you want something, all the universe conspires in helping you to achieve it." અને તેનું હિંદી વર્ઝન અમે શાહરૂખ ખાનની ફિલ્મમાં સાંભળ્યું છે કે, "अगर किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हे उससे मिलाने में लग जाती है।" તો મારી સાથે પણ કંઈક એવું જ થયું, નસીબની વાત છે કે 14 એપ્રિલ 2018નાં રોજ અમારી પાસે તેનું પહેલું પેકેટ આવ્યું. જે બાદ અમે આ દિવસે જ અમારી કંપની ગો રૂરલ ફુડ બેવરેજીસ અંતર્ગત પોતાની બ્રાંડ સત્તુઝનો પ્રારંભ કર્યો.

મુંબઈની નોકરી છોડીને સચિને પોતાના વતનમાં આવીને સત્તુ પર પાયલટ સ્ટડીની શરૂઆત કરી
સત્તુઝની યાત્રા અંગે સચિન જણાવે છે કે, 'MBA દરમિયાન મેં એન્ટરપ્રેન્યોરશિપનો અભ્યાસ કર્યો. મારા પરિવારને રિટેઈલનો બિઝનેસ હતો. આ દરમિયાન મને લાગ્યું કે અમે જે બિઝનેસ કરી રહ્યાં છીએ, તેમાં અમે બહારનો સામાન લાવીને બિહારમાં વેચીએ છીએ, પરંતુ બિહારની એક પણ વસ્તુ અમે બિહારથી બહારે નથી વેચી રહ્યાં. અભ્યાસના સમયગાળામાં જ મનમાં હતું કે એવું કંઈક કરવું જેનાથી બિહારનું નામ બહારના દેશો સુધી પહોંચે, પરંતુ આ બધું કરવું એટલું સહેલું ન હતું.'

MBA પૂર્ણ કર્યા બાદ સચિનને મુંબઈમાં એક સારી જગ્યાએ નોકરી મળી ગઈ. થોડાં વર્ષો બાદ અમેરિકા જવાની પણ તક મળી, પરંતુ તેનું મન નોકરીમાં લાગતું ન હતું. તે પોતાના બિહારની જમીન પર કંઈક પોતાનું જ કરવા ઈચ્છતા હતા. 2008માં સચિને નોકરી છોડીને પોતાના ઘરે પરત ફર્યા. સચિનના આ નિર્ણયથી ઘરમાં કોઈ પણ ખુશ ન હતું. આ દરમિયાન તે હંમેશા પોતાની આસપાસ એવું કંઈક શોધવાનો પ્રયાસ કરતા રહ્યાં જેની મદદથી તેઓ બિહારની અલગ ઓળખ બનાવી શકે. તેમની આ તલાશ સત્તુ પર જઈને ખતમ થઈ.

સચિન કહે છે કે આ રેડી મિક્સ ડ્રિંક ગ્લૂટેન ફ્રી, વીગન અને પ્રિઝર્વેટિવ ફ્રી છે. આ કાર્બોનેટેડ ડ્રિંક્સનો સારો અને હેલ્ધી ઓપ્શન પણ છે.
સચિન કહે છે કે આ રેડી મિક્સ ડ્રિંક ગ્લૂટેન ફ્રી, વીગન અને પ્રિઝર્વેટિવ ફ્રી છે. આ કાર્બોનેટેડ ડ્રિંક્સનો સારો અને હેલ્ધી ઓપ્શન પણ છે.

2016થી સચિને સત્તુ પર એક પાયલટ સ્ટડી શરૂ કરી. તેઓએ અલગ-અલગ શહેરોમાં યાત્રાઓ કરીને તે જાણ્યું કે અંતે લોકો સત્તુ અંગે કેટલું જાણે છે. સચિન જણાવે છે કે, 'આ દરમિયાન અમારી સામે ઘણી જ ચોંકાવનારી જાણકારીઓ આવી. કોઈને સત્તુ બનાવતા આવડતું ન હતું તો કોઈની પાસે એટલો સમય ન હતો કે તમામ વસ્તુઓ એકઠી કરીને સત્તુ બનાવી શકે. ત્યારે અમે નક્કી કર્યું કે અમે માર્કેટમાં સત્તુને રેડી-ટૂ-મેડ ડ્રિંક તરીકે લોન્ચ કરીશું. અમે એક નાનકડું ડ્રિંક પેક તૈયાર કર્યું જે ટ્રાવેલિંગ દરમિયાન સહેલાયથી સાથે રાખી શકાય.'

યંગ જનરેશનને સત્તુ બોરિંગ લાગતું હતું તેથી તેના પેકેજિંગને અલગ બનાવ્યું
સચિને સત્તુની યોગ્ય પ્રોસેસિંગ માટે ફુડ પ્રોસેસિંગની પણ ટ્રેનિંગ લીધી, કે જેથી તેમની પ્રોડક્ટ્સમાં તમામ વસ્તુઓ યોગ્ય માત્રામાં હોય. જે બાદ તેઓએ પ્રોડક્ટ તૈયાર કરી અને FSSAI સર્ટિફિકેશન પણ લીધું. સચિન કહે છે કે, 'અમે સત્તુને નવું સ્વરૂપ આપવાની સાથે-સાથે તેના પેકેજિંગને પણ અલગ બનાવ્યું. કેમકે, નવી જનરેશનને સત્તુ ઘણું જ બોરિંગ લાગતું હતું, તેથી અમે અમારી પ્રોડક્ટને અન્ય ડ્રિંક્સની જેમ જ પેક કર્યું.'

સચિનના આ સ્ટાર્ટઅપ માટે તેઓને IIM કોલકાતાથી લોન અને ઈન્ડિયન એન્જલ નેટવર્ક (IAN) અને બિહાર ઈન્ડસ્ટ્રી એસોસિએશન (BIA)થી ફંડિંગ મળ્યું છે.
સચિનના આ સ્ટાર્ટઅપ માટે તેઓને IIM કોલકાતાથી લોન અને ઈન્ડિયન એન્જલ નેટવર્ક (IAN) અને બિહાર ઈન્ડસ્ટ્રી એસોસિએશન (BIA)થી ફંડિંગ મળ્યું છે.

શરૂઆતમાં સચિને સત્તુના ત્રણ ફ્લેવર્સ માર્કેટમાં ઉતાર્યા, જેમાં જલજીરા, સ્વીટ અને ચોકલેટ ફ્લેવર સામેલ હતી. જેની કિંમત 20 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી રાખી, પેકિંગ બોટલ અને ડબ્બામાં કરવામાં આવી. આ સાથે પેપરનો એક ગ્લાસ અને એક ચમચી પણ આપવામાં આવી. જેથી ગ્રાહકને ગ્લાસમાં પાવડર અને પાણીને મિક્સ કરવાનું અને પીવાનું રહે છે. સચિન કહે છે કે આ રેડી મિક્સ ડ્રિંક ગ્લૂટેન ફ્રી, વીગન અને પ્રિઝર્વેટિવ ફ્રી છે. આ કાર્બોનેટેડ ડ્રિંક્સનો સારો અને હેલ્ધી ઓપ્શન પણ છે.

સત્તુઝ બિહારનું પહેલું સ્ટાર્ટઅપ જેને IAN અને BIAથી ફંડિંગ મળ્યું છે
સચિનના આ સ્ટાર્ટઅપ માટે તેઓને IIM કોલકાતાથી લોન અને ઈન્ડિયન એન્જલ નેટવર્ક (IAN) અને બિહાર ઈન્ડસ્ટ્રી એસોસિએશન (BIA)થી ફંડિંગ મળ્યું છે. સત્તુજ બિહારનું પહેલું સ્ટાર્ટઅપ છે જેને આ બંને નેટવર્ક્સથી ફંડિંગ મળ્યું છે.

સચિન જણાવે છે કે, 'ઈન્ડિયન એન્જલ નેટવર્કથી ઘણાં જ મોટા ઈન્વેસ્ટર્સ હરિ બાલાસુબ્રમણ્યમને હું એક ઈવેન્ટમાં મળ્યો હતો. મેં ત્યાં હરિ સરને એક ગ્લાસ સત્તુ પીવડાવ્યું હતું. 5 મિનિટની અંદર જ તેઓએ અમને કમિટમેન્ટ આપ્યું કે તેઓ અમારા સ્ટાર્ટઅપને ફંડ આપશે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ પણ જાતના બિઝનેસ પ્રપોઝલ, પીપીટી, સ્લાઈડ્સમાં માત્ર પ્રોડક્ટ જોઈને કમિટમેન્ટ મળી જશે અને તે પણ સત્તુ પીવડાવીને. તેઓએ તાત્કાલિક જ BIAને ફોન કર્યો, જે પછી બિહાર ઈન્ડસ્ટ્રી એસોસિએશનને પણ નક્કી કર્યુ કે બિહારના સ્ટાર્ટઅપમાં કેમ રોકાણ કરવામાં ન આવે.'

આજે સચિનની કંપનીમાં 10 લોકો કામ કરે છે. ઓનલાઈન પ્લેટફોર્મ અને પોતાની વેબસાઈટની મદદથી દેશભરમાં પોતાની પ્રોડક્ટ પહોંચાડી રહ્યાં છે. સચિને પોતાની દરેક પ્રોડક્ટ પર મેડ ઈન બિહાર લખ્યું છે. ગત ફાયનાન્સિયલ યરમાં સચિનની કંપનીનું રેવન્યૂ 10 લાખ રૂપિયા રહ્યું. તો આ વર્ષે લોકડાઉન હોવા છતાં પણ તેમની કંપનીએ આ આંકડો નવેમ્બરમાં જ ક્રોસ કરી નાંખ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો