તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે બંગાળની બહાર પણ ‘ખેલા હોબે’:આગામી વર્ષે યોજાનાર યુપી, પંજાબ અને ઉત્તરાખંડ ચૂંટણીમાં TMC ઉતારશે પોતાના ઉમેદવાર, પાર્ટીનું નામ બદલવા પર પણ બની રહી છે રણનીતિ

નવી દિલ્હી9 દિવસ પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • કૉપી લિંક

બંગાળ ચૂંટણીમાં સીધા મોદી-શાહ સાથે ટક્કર લીધા પછી મમતા બેનરજી હવે TMCને દેશવ્યાપી ક્લેવર આપવામાં વ્યસ્ત થયા છે. તેના અંગે પાર્ટીની અંદરથી TMCના નામમાં પણ ફેરફાર કરવાનું સૂચન આવ્યું છે. સૂત્રોના અનુસાર, નામને લઈને કામ પણ શરૂ થઈ ગયું છે. TMCની આગળ કે પાછળ કંઈક એવું જોડવા માટે બ્રેઈન સ્ટોર્મિંગ પણ શરૂ કરાયું છે. જેમાં અખંડ ભારતનો આત્મા ઝળકે. યુપીમાં ખાસ કરીને બસપાના વરિષ્ઠ નેતા અને રણનીતિકાર સતીશચંદ્ર મિશ્રાની સાથે પણ પાર્ટીએ સંપર્ક જાળવી રાખ્યો છે.

પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન ભાજપાએ તેમના પર જોરદાર આરોપો લગાવ્યા તો દીદીએ પણ કસર છોડી નહોતી. ભાજપાના 200થી વધુ સીટો મેળવવાના મનસૂબા પર દીદીએ પોતાની આક્રમક શૈલીથી પાણી ફેરવી દીધું. હવે TMC સૂત્રોના અનુસાર મમતા બેનરજી આગામી વર્ષે યોજાનાર ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં થનારી ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારશે. તેના માટે અત્યારથી તૈયારી પણ શરૂ થઈ ગઈ છે.

શું છે તૈયારી?
ઉત્તરપ્રદેશમાં ટીએમસીએ સંપર્ક સાધવાનું પણ શરૂ કરી દીધું છે. લગભગ મરણાસન્ન થઈ ચૂકેલી બહુજન સમાજ પાર્ટી (બસપા)ના અનેક નેતા તેમના સંપર્કમાં છે. સૂત્રોના અનુસાર માયાવતીના ખૂબ નજીક મનાતા સતીશચંદ્ર મિશ્રા સાથે પણ તેમનો સંપર્ક છે.જો કે એ સ્પષ્ટ નથી થયું કે ટીએમસી આ રાજ્યોમાં પોતાના સહયોગીઓની શોધ કરશે કે પછી એકલા જ ચૂંટણી લડશે.

બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રચાર કરી રહેલા મમતા બેનરજી. 200થી વધુ સીટોની સાથે ફરી એકવાર બંગાળમાં દીદી ફરી એન્ટ્રી થઈ છે.
બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રચાર કરી રહેલા મમતા બેનરજી. 200થી વધુ સીટોની સાથે ફરી એકવાર બંગાળમાં દીદી ફરી એન્ટ્રી થઈ છે.

પરંતુ, ટીએમસીના એક મોટા નેતા કહે છે, ‘અમારી પ્રથમ પ્રાથમિકતા આ રાજ્યોમાં પગ જમાવવાની છે. આથી જો અમને લાગશે કે સહયોગી સાથે ચૂંટણી લડીને અમે સત્તારૂઢ પાર્ટીને પડકારી શકીએ છીએ તો બીજી પાર્ટીની સાથે ગઠબંધનનો કોઈ વાંધો નહીં હોય.

આ રાજ્યોમાં ચૂંટણીના મુખ્ય સંભવિત મુદ્દા કોરોના કાળનું ‘અયોગ્ય સંચાલન’ રહેશે. હવે કેમકે બંગાળના મુખ્યમંત્રી ખુદ એક મહિલા છે તેથી આ રાજ્યોમાં મહિલા વોટર માટે રણનીતિ બનાવાઈ રહી છે. આ ઉપરાંત કિસાન સમુદાયના મુદ્દા ઉઠાવવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. ઓછામાં ઓછા બે રાજ્યો ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ભાજપાને પડકાર આપવા માટે ભાજપાના જ નક્શેકદમ પર ચાલવાની તૈયારી થઈ રહી છે. એટલે કે ભાજપાના અસંતુષ્ટ નેતાઓનો સંપર્ક કરીને તેમને પોતાની છાવણીમાં લાવવાની તૈયારી થઈ રહી છે.

ઉત્તરપ્રદેશમાં ઉદ્યોગપતિઓનો સંપર્ક સાધવાની કોશિશ થઈ રહી છે જે ઠપ થઈ ચૂક્યા છે. તેમને બંગાળ બોલાવીને સસ્તા ભાવે જમીન આપવાની સાથે બીજી સુવિધાઓ આપવાનું પ્લાનિંગ પણ ચાલી રહ્યું છે. જો કે હજુ એ પ્લાનિંગ પ્રારંભિત તબક્કામાં જ છે.

પાર્ટીનું નામ બદલવાની તૈયારી
હવે જ્યારે તૃણમૂલ બંગાળમાંથી નીકળીને દેશના અન્ય રાજ્યો અને પછી 2024માં લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં પોતાના ઉમેદવાર ઉતારવાની તૈયારીમાં છે એવામાં પાર્ટીનું નામ પણ બદલવાનું સૂચન પાર્ટીમાંથી ટીએમસી પ્રમુખને કરવામાં આવ્યું છે. પાર્ટીના નામની આગળ કંઈક એવું જોડવા અંગે બ્રેઈન સ્ટોર્મિંગ ચાલી રહ્યું છે, જે પાર્ટીને માત્ર રાજ્ય જ નહીં પરંતુ ભારતીય પાર્ટીનો દરજ્જો અપાવે. કેટલાક સૂચનો આવી પણ ચૂક્યા છે પરંતુ હજુ તેના અંગે ઊંડી વિચારણા ચાલી રહી છે.