તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Till Now CBI Has Registered 28 FIRs, 2 People Arrested, CBI Car Was Punctured By TMC Workers In Nadia

બંગાળમાં CBI તપાસનો ગ્રાઉન્ડ રિપોર્ટ:ચૂંટણી બાદ થયેલી હિંસાની તપાસનો વિરોધ; ટીમની ગાડીમાં પંચર કર્યુ અને ઘેરાબંધી પણ કરવામાં આવી

18 દિવસ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી થયેલી હિંસાની તપાસનો વિરોધ પણ ચૂંટણી જેવા જ અંદાજમાં કરવામાં આવી રહ્યો છે. નાદિયા જિલ્લાના છપરા જિલ્લામાં તપાસ માટે પહોંચેલી CBIની ટીમની ગાડીમાં પંચર કરી દેવામાં આવ્યું હતું. TMC કાર્યકર્તાઓએ ટીમને ઘેરીને નારેબાજી કરી હતી. આ ઘટના પછી CBIએ નાદિયા જિલ્લામાં કેસ દાખલ કર્યા છે. CBI અત્યારસુધી 28 કેસ દાખલ કરી ચૂકી છે. તેમાં બે વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે.

વાસ્તવમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો 2 મેના રોજ આવ્યા હતા. બપોર 12 વાગ્યા સુધીમાં સરકાર નક્કી થઈ ગઈ હતી. દરમિયાન રાજ્યભરમાં હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. બંગાળ 2થી 5 મેની વચ્ચે બંગાળ તોફાનીઓના હાથમાં રહ્યું હતું. હત્યા, બળાત્કાર, આગચંપી, મારપીટની ઘટનાઓ સામે આવી.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ની એક સમિતિ 28 જૂને પશ્ચિમ બંગાળ પહોંચી હતી, જે ગ્રાઉન્ડ પર તેની તપાસ કરવા માટે હાઈકોર્ટના નિર્દેશો પર પહોંચી હતી. સમિતિએ તપાસ બાદ જુલાઈના અંતમાં હાઈકોર્ટમાં પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. સમિતિએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2 મેથી 20 જૂન વચ્ચે પોલીસમાં વિવિધ સ્થળોએ 1934 રિપોર્ટ નોંધાયા હતા. જેમાં 29 કેસ હત્યા, 12 બળાત્કાર અને શારીરિક ત્રાસ અને 940 લૂંટ અને આગચંપીના કેસ નોંધાયા હતા.

ભાજપે દાવો કર્યો હતો કે હિંસામાં તેમના 42 કાર્યકરો માર્યા ગયા હતા. હજારો લોકોને ઘરેથી ભાગવું પડ્યું. તૃણમૂલે તેમના 15થી વધુ કાર્યકરોના મૃત્યુનો દાવો પણ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોએ કોર્ટ પાસેથી CBI તપાસની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી હતી ત્યારે 19 ઓગસ્ટે કોલકાતા હાઈકોર્ટે તપાસની જવાબદારી CBIને સોંપી હતી.

રેપ, હત્યા માટે 4 ટીમ બનાવામાં આવી છે
હાઈકોર્ટે મહિલાઓ વિરુદ્ધ હત્યા, બળાત્કાર અને હિંસાની તપાસ CBIને સોંપી છે. કોર્ટના આદેશના 2-3 દિવસમાં જ CBIની ટીમ કોલકાતા માં તપાસ માટે પહોંચી હતી. CBIએ તપાસ સ્પેશિયલ ક્રાઈમ બ્રાંચ (ACB)ને સોંપી છે. ACBની કોલકાતાના સોલ્ટ લેકમાં સીજીઓ કોપ્લેક્ષમાં ઓફિસ છે. હિંસાના પીડિતોને પૂછપરછ માટે અહીં લાવવામાં આવી રહ્યા છે. એન્ટી કરપ્શન બ્રાંચના ડીઆઈજી અખિલેશ કુમાર સિંહને સ્પેશિયલ ક્રાઈમ બ્રાંચનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓએ બંગાળમાં નારદા કૌભાંડ, કોલસા ભ્રષ્ટાચાર અને ગાયની દાણચોરીની પણ તપાસ કરી ચૂક્યા છે.

મહત્વની બાબત એ છે કે તપાસ માટે રચાયેલી ટીમમાં પશ્ચિમ બંગાળના અધિકારીઓ ના હોવાના બરાબર છે. તપાસનો સંપૂર્ણ આદેશ દિલ્હી, મ.પ્ર., લખનઉ, ચંદીગઢના અધિકારીઓના હાથમાં છે. તેમના સિવાય તપાસ ટીમમાં 108 સભ્યો છે. તેમાં આઈજી સ્તરના 4 અધિકારીઓ છે. જેમાં દિલ્હીથી જોઈન્ટ ડાયરેક્ટર અનુરાગ સિંહ, મ.પ્રના રામનિશ ગીર, લખનઉના સમ્પત મીણા અને ચંદીગઢના વિનીત વિનાયકનો સમાવેશ થાય છે.

CBI ટીમની સુરક્ષાની જવાબદારી CRPF ટીમની છે
CBI ટીમની સુરક્ષાની જવાબદારી CRPF ટીમની છે

DIG અને SP સ્તરના ઘણા ઓફિસર છે, જેઓ સુપરવાઈઝરી રોલમાં છે. તેના સિવાય ઈન્વેસ્ટિગેટર્સ છે. રેપ અને મર્ડર જેવા ગંભીર મામલાની તપાસના કુલ 4 ટીમ રચવામાં આવી છે. ટીમમાં સભ્યોની સંખ્યા નક્કી નથી. તપાસ અને સ્થળ પ્રમાણે સભ્યોની સંખ્યા ઓછી વધારે થઈ જાય છે. જે અધિકારી તપાસમાં સામેલ છે, તે કોઈ બહારના વ્યક્તિ પર ફોન પર પણ વાત કરી શકતા નથી.

CBI કેવી રીતે કાર્ય કરી રહી છે
CBI પીડિતોને પૂછપરછ માટે તેમની ઓફિસમાં બોલાવી રહી છે. તેમને એક નહીં પણ ઘણી વાર બોલાવામાં આવી રહ્યા છે. તેના સિવાય ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રહી છે અને ગુનાના સમગ્ર દ્રશ્યને ફરીથી રિક્રિએટ કરવામાં આવી રહ્યુ છે. ઘટનાના દરેક પાસા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જેમની પાસે હિંસા સાથે સંબંધિત ફોટા, વીડિયો અથવા અન્ય પુરાવા હતા તેમને પણ CBIએ એકત્રિત કર્યા છે. ટીમે અનેક લોકોના મોબાઇલ પણ કબજે કર્યા છે. પોલીસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજો જે પીડિતો સાથે હતા તે પણ CBI એ જપ્ત કર્યા છે.

પૂછતાછ માટે બોલાવામાં આવેલા એક પીડિતે જણાવ્યું કે, તપાસના રૂમમાં એક જ કેસની 100 ફાઈલો બની ચૂકી છે. ચાર-ચાર, પાંચ-પાંચ ઓફિસર રાઉન્ડ કરીને બેઠા છે, અને તે ફાઈલોને ચેક કરી રહ્યા છે.

CBIની કાર્યવાહી એટલી ગુપ્ત છે કે વિગતો કોઈની સાથે શેર કરવામાં આવી રહી નથી. ગાડીના ડ્રાઇવરોને પણ સ્થળ પર જ ખબર પડે છે કે ક્યાં જવાનું હોય છે. ટીમના સભ્યોની સંખ્યા મુલાકાત લેવા માટેના સ્થળ દ્વારા નક્કી કરવામાં આવે છે. CBIના સૂત્રોના જણાવ્યા અનુસાર જે લોકોએ ફરિયાદ કરી છે તે તમામની CBI તપાસ કરશે. જોકે અત્યાર સુધી CBI માત્ર તે પીડિતો સુધી પહોંચી છે જેઓ ભાજપ સાથે સંકળાયેલા છે.

અત્યાર સુધી CBIએ શું કર્યું?
CBIએ રવિવારે સાંજ સુધી આ કેસમાં 28 FIR નોંધી છે. બે વ્યક્તિઓ બિજોય ઘોષ અને આશિમા ઘોષની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમની ભાજપના કાર્યકર્તા ધર્મ મંડળની હત્યાના મામલે નાદિયા જિલ્લાના છપરામાંથી ધરપકડ કરવામાં આવી છે.

હાઈકોર્ટે CBIને છ સપ્તાહની અંદર સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. એટલે કે CBI પાસે પ્રાથમિક તપાસ કરવા માટે કુલ 42 દિવસનો સમય છે, જે 19 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે. CBIના સૂત્રોના જણાવ્યા અનુસાર, છ સપ્તાહના સમયમાં જ આટલી જલદી તપાસ શરૂ કરવામાં આવી છે.

CBIની સુરક્ષામાં CRPFના જવાન
સોલ્ટ લેકના જે સીજીઓ કોપ્લેક્સમાં CBIની ટીમ કામ કરી રહી છે ત્યાં CRPF તૈનાત છે. કોઈને પણ આવવા-જવા પર પ્રતિબંધ નથી કારણ કે ત્યાં ઇ.ડી. સહિત અન્ય ઓફિસો છે, પરંતુ સ્પેશિયલ ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં કોઈ બહારની વ્યક્તિની એન્ટ્રી નથી. CRPFનો એક જવાન હંમેશા સ્પેશિયલ ક્રાઈમ બ્રાંચના ગેટ પર તૈનાત રહે છે. CRPFની ટીમ ગ્રાઉન્ડ પર પણ CBI ટીમને સુરક્ષા પૂરી પાડી રહી છે. CBIની ટીમની આગળ-પાછળ CRPFની ગાડીઓ હોય છે. તેના સિવાય ઓફિસર જે ગાડીમાં બેઠા હોય તેમા પણ CRPFના બે-બે જવાન હોય છે.

અન્ય સમાચારો પણ છે...