• Home
  • Dvb Original
  • One out of every three app downloaders is Indian; More tick talk downloads from Health Bridge in Lockdown

ટિક ટોકનું ગણિત / આ એપ ડાઉનલોડ કરનારાઓમાં દર ત્રણમાંથી એક ભારતીય; લોકડાઉનમાં આરોગ્ય સેતુથી વધુ ટિક ટોક ડાઉનલોડ થઈ

One out of every three app downloaders is Indian; More tick talk downloads from Health Bridge in Lockdown
X
One out of every three app downloaders is Indian; More tick talk downloads from Health Bridge in Lockdown

  • ભારતમાં ટિક ટોક અત્યાર સુધીમાં 61.1 કરોડથી વધુ ડાઉનલોડ્સ, જોકે એક્ટિવ યુઝર્સની સંખ્યા 20 કરોડ
  • સેંસર ટાવરના જણાવ્યા મુજબ, જાન્યુઆરીથી મે સુધીના 5 મહિનામાં ટિક ટોકને 55 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી, તેમાંથી 16 કરોડથી વધુ ડાઉનલોડ્સ ભારતમાં
  • 2019ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં ટિક ટોકને ભારતમાંથી 25 કરોડ રૂપિયાની રેવન્યુ મળી હતી, આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 100 કરોડ રેવન્યુનું ટાર્ગેટ હતું

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 01:41 PM IST

નવી દિલ્હી.  લદ્દાખ સીમા પર ભારત-ચીનની સેનાઓની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે સોમવારે કેન્દ્ર સરકારે ચીનની 59 એપ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકયો છે. કેન્દ્ર સરકારના આ પગલાને સોશિયલ મીડિયા પર ‘ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક’ નામ આપવામાં આવ્યું છે.

જે 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમાં ટિક ટોક પણ સામેલ છે. ટિક ટોક માત્ર દેશની જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની સૌથી પોપ્યુલર એપ્સ છે. વિશ્વભરમાં ટિક ટોકને દોઢ અબજથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. તેમાંથી એક તૃતીયાંશ હિસ્સો ભારતીયોનો છે.

ટિક ટોક ડાઉનલોડ કરનારાઓમાં દર ત્રણમાંથી એક ભારતીય
મોબાઈલ એપ ઈન્ટેલિજન્સ પર કામ કરનારા સેંસર ટાવરના રિપોર્ટ મુજબ, ટિક ટોક ડાઉનલોડ કરનારાઓમાં સૌથી વધુ ભારતીય યુઝર છે. અત્યાર સુધીમાં ભારતમાં ટીક ટોક 61.1 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. એટલે કે જે લોકો પણ ટિક ટોક ડાઉનલોડ કરી રહ્યાં છે, તેમાંથી દર ત્રણ યુઝરમાંથી એક ભારતીય યુઝર છે. 

જોકે ભારતમાં ટિક ટોકના મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 20 કરોડની આસપાસ છે. તેનો અર્થ એ છે કે ભલે 61.1 કરોડ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે, પરંતુ તેમાંથી 20 કરોડ લોકો જ એવા છે, જે દર મહિને ઓછામાં ઓછા એક વખત ટિક ટોક પર આવે છે.

ચીનના લોકોની સરખામણીએ ટિક ટોકને ભારતીયોએ વધુ ડાઉનલોડ કરી છે. ચીનમાં અત્યાર સુધીમાં આ એપને લગભગ 20 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. જ્યારે અમેરિકામાં તેને 16 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

વિશ્વમાં ટિક ટોકને જેટલી ડાઉનલોડ કરવામાં આવી છે તેના 30.3 ટકા તો માત્ર ભારતમાં જ છે. બીજા નંબર પર ચીન છે, અહીં કુલ ડાઉનલોડમાંથી 9.7 ટકા ડાઉનલોડિંગ થયું છે.

કોરોનાવાઈરસનો પણ ફાયદો મળ્યો ટિક ટોકને
સેંસર ટાવરના એક રિપોર્ટ મુજબ, જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ટિક ટોકને વિશ્વમાં 31 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

ટિક ટોકને ગૂગલ પ્લે સ્ટોર પરથી લગભગ 25 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. જ્યારે એપલના એપ સ્ટોર પરથી તે 6.7 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. 

ટિક ટોક આટલી ડાઉનલોડ થઈ તે માટેનું એક કારણ પણ કોરોનાવાઈરસ છે. સેંસર ટાવરના જણાવ્યા મુજબ, કોરોનાને ફેલાતો રોકવા માટે વિશ્વની સરકારોએ લોકડાઉન લાગુ કર્યું હતું. જોકે આ પહેલા જ કોરોનાથી બચવા માટે લોકો ઘરમાં રહેવા લાગ્યા હતા.

આ રિપોર્ટમાં જાન્યુઆરીથી માર્ચ સુધીના આંકડાઓ છે. જ્યારે બીજા ત્રિમાસિકના આંકડાઓ આવશે તો ટિક ટોકનું ડાઉનલોડ્સ હજી વધુ વધવાની શકયતા છે. કારણ કે કોરોના માર્ચમાં ફેલાવાનો શરૂ થયો અને પછીથી ઘણા દેશોમાં લોકડાઉન થયું.

આ વર્ષે 5 મહિનામાં 55 કરોડથી વધુ વખત ટિક ટોક ડાઉનલોડ થયું
આ વર્ષે જાન્યુઆરીથી લઈને મે સુધીમાં 5 મહિનામાં ટિક ટોકને 55 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી. તેમાંથી લગભગ 16 કરોડથી વધુ એટલે કે 30 ટકા ડાઉનલોડ્સ એકલા ભારતમાં જ થયું.

જાન્યુઆરીમાં ટિક ટોકને વિશ્વમાં 10.47 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી, તેમાંથી 34.4 ટકા ડાઉનલોડ્સ ભારતમાં થયું હતું. પછીથી ફેબ્રુઆરીમાં 11.3 કરોડ, માર્ચમાં 11.5 કરોડ, એપ્રિલમાં 10.7 કરોડ અને મેમાં 11.1 કરોડ વખત ટિક ટોક ડાઉનલોડ કરવામાં આવી.

પાંચ મહિનામાં ભારત જ પ્રથમ દેશ હતો, જ્યાં ટિક ટોક સૌથી વધુ ડાઉનલોડ્સ થઈ હતી.

લોકડાઉનમાં આરોગ્ય સેતુથી વધુ ટિક ટોક ડાઉનલોડ થઈ 
સેંસર ટાવર પર ભારતમાં ટિક ટોક ડાઉન લોડ્સના 10 એપ્રિલ સુધીના આંકડાઓ દર્શાવે છે કે કોરોના મહામારીની વચ્ચે ભારતમાં ટિક ટોક સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્સ હતી.

તેમાં 1 માર્ચથી લઈને 10 એપ્રિલ સુધી ડેટા ઉપલબ્ધ છે. તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ ભાગ 1 માર્ચથી 11 માર્ચ સુધીનો, જ્યારે કોરોનાવાઈરસના ભારતમાં થોડા જ કેસો હતો. બીજો ભાગ 11 માર્ચથી 25 માર્ચનો છે, જ્યારે દેશમાં કોરોનાના મામલાઓ વધવા લાગ્યા હતા અને વર્ક ફ્રોમ હોમ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શરૂ થયું હતું. ત્રીજો ભાગ 25 માર્ચથી 10 એપ્રિલનો છે, જ્યારે ભારતમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું.

તેમાં 1 માર્ચથી 11 માર્ચની વચ્ચે ટિક ટોકને 1 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. જ્યારે 11 માર્ચથી 25 માર્ચની વચ્ચે તેને 1.89 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. જ્યારે 25 માર્ચથી 10 એપ્રિલની વચ્ચે તે 1.40 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી.

આ દરમિયાન 2 એપ્રિલે સરકારે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી હતી. હાલ તેને 13 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. જોકે 15 એપ્રિલ સુધીમાં તેના ડાઉનલોડ્સ 5 કરોડ જ હતા.

ભારતમાંથી કેટલી કમાણી થાય છે ટિક ટોકને ?
ટિક ટોક માટે ચીન પછી ભારત સૌથી મોટું બજાર છે. ભારતમાં તેના 20 કરોડથી વધુ એક્ટિવ યુઝર્સ છે. ડિજિટલ ઈકોનોમિ વેબસાઈટ અન્ટ્રેકરના એક રિપોર્ટ મુજબ ગત વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં ટિક ટોકને ભારતમાંથી 23થી 25 કરોડ રૂપિયાની રેવન્યુ મળી હતી.

જ્યારે આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક સુધીમાં ટિક ટોકે ભારતમાંથી 100 કરોડ રૂપિયાની રેવન્યુ પ્રાપ્ત કરવાનું ટાર્ગેટ રાખ્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી