તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Three Friends Started An Online Course Related To Electric Mobility, Turnover Of 60 Lakhs In 3 Years

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજના પોઝિટિવ સમાચાર:ત્રણ મિત્રોએ ઈલેક્ટ્રિક મોબિલિટીથી સંકળાયેલો ઓનલાઈન કોર્સ શરૂ કર્યો, 3 વર્ષમાં 60 લાખનું ટર્નઓવર

2 મહિનો પહેલાલેખક: વિકાસ વર્મા
  • કૉપી લિંક
અવિનાશસિંહ, જસકરન મનોચા અને આકાશ જૈને KIIT ભુવનેશ્વરથી અભ્યાસ કર્યો હતો, ત્યારપછી 2017માં ત્રણેયે મળીને  Edu-Tech સ્ટાર્ટઅપ DIYguruની શરૂઆત કરી હતી. - Divya Bhaskar
અવિનાશસિંહ, જસકરન મનોચા અને આકાશ જૈને KIIT ભુવનેશ્વરથી અભ્યાસ કર્યો હતો, ત્યારપછી 2017માં ત્રણેયે મળીને Edu-Tech સ્ટાર્ટઅપ DIYguruની શરૂઆત કરી હતી.
  • અવિનાશ સિંહ, જસકરણ મનોચા અને આકાશ જૈને ભુવનેશ્વર સ્થિત KIITમાં અભ્યાસ કર્યો હતો, તેમણે વર્ષ 2017માં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું
  • તેમના સ્ટાર્ટઅપ DIYguruએ તાજેતરમાં AICTE સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે
  • હવે તેમનો ઓનલાઈન કોર્સ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના NEAT પોર્ટલપર પણ ઉપલબ્ધ થશે

આજે આપણે ત્રણ મિત્રોની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમણે ભુવનેશ્વરની KIIT ડીમ્ડ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કર્યો હતો, બસ તેમના વિષયો અલગ-અલગ હતા. જોકે, જસકરને બે વર્ષ પછી જ અભ્યાસ છોડી દીધો હતો. 2 વર્ષ પછી ત્રણેય મિત્રો ફરીથી દિલ્હીમાં મળ્યા અને સપ્ટેમ્બર 2017માં DIYguru નામનું એડ્યુ-ટેક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. DIY એટલે Do it Yourself.

તેઓએ સાથે મળીને આ નવીનતમ કોન્સેપ્ટ શરૂ કર્યો હતો. આ સ્ટાર્ટઅપનો મુખ્ય ઉદ્દેશ્ય ઑટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીથી જોડાયેલા પ્રોફેશનલ્સને અપગ્રેડ કરવાનો અને નવો પ્રયાસ કરવાવાળા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કોર્સ અને ઓન ગ્રાઉન્ડ પ્રેક્ટિકલ અભ્યાસની સેવા ઉપલબ્ધ કરાવવાનો છે. આ સ્ટાર્ટઅપ ઈલેક્ટ્રિક મોબિલિટી વર્કફોર્સને વિકસીત કરવાની સાથે મેકર્સ કલ્ચરને પ્રોત્સાહન પૂરુ પાડશે. જેનું વર્તમાન ટર્નઓવર 60 લાખ રૂપિયાનું છે.

DIY એટલે Do it Yourselfના કોન્સેપ્ટ પર કામ કરનારા આ સ્ટાર્ટઅપનો ઉદ્દેશ્ય ઑટોમોબાઈલ ઈંન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને વિકસીત કરવાનો અને તેની સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સ અને ઓનગ્રાઉંન્ડ પ્રેક્ટિકલની તાલીસ આપવાનો છે.
DIY એટલે Do it Yourselfના કોન્સેપ્ટ પર કામ કરનારા આ સ્ટાર્ટઅપનો ઉદ્દેશ્ય ઑટોમોબાઈલ ઈંન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને વિકસીત કરવાનો અને તેની સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સ અને ઓનગ્રાઉંન્ડ પ્રેક્ટિકલની તાલીસ આપવાનો છે.

અવિનાશે પોતાના સ્ટાર્ટઅપ વિશે કહ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ઘરે બેઠા ઈલેક્ટ્રિક ગાડીઓથી જોડાયેલી તકનિકી માહિતી મેળવી શકે છે. આ કોર્સમાં વર્કશોપની સાથે ઓનગ્રાઉંન્ડ પ્રેક્ટિકલ અભ્યાસની માહિતી પણ અપાય છે, જે ઈલેક્ટ્રિક ગાડિઓ વિશે અભ્યાસ કરનારની સમજને વધારવામાં સહાયક સાબિત થઈ શકે છે. તેમની કંપનીના સહ-સ્થાપક જશકરણે કહ્યું હતું કે ઓનલાઈન પ્લેટફોર્મ હોવા છતા પણ તેઓ લોકોને ઇલેક્ટ્રિક ગાડીઓ વિશે તાલીમ આપી રહ્યા છે. ઑટોમોબાઈલ ઈંડસ્ટ્રીથી જોડાયેલા તમામ કોર્સમાં અત્યારસુધી 56 હજારથી વધુ લોકો તાલીમ લઈ ચૂક્યા છે.

આ તાલીમ લીધા પછી કેટલાક લોકોએ પોતાની વર્કશોપ ખોલી લીધી છે, તો કેટલાક મોટી કંપનીઓમાં નોકરી કરી રહ્યાં છે. આના સિવાય પણ તેઓ Bosch, Maruti, Hyundai જેવી કંપનીઓ પણ પોતાના વર્કર્સને આ કોર્સના માધ્યમથી તાલીમ આપી રહ્યાં છે.

કંપનીના ફાઉન્ડર અવિનાશે કહ્યું હતું કે, આ કોર્સમાં ઓનલાઈન અભ્યાસની સાથે ઓન-ગ્રાઉંન્ડ તાલીમ પણ અપાય છે.
કંપનીના ફાઉન્ડર અવિનાશે કહ્યું હતું કે, આ કોર્સમાં ઓનલાઈન અભ્યાસની સાથે ઓન-ગ્રાઉંન્ડ તાલીમ પણ અપાય છે.

2 વર્ષપછી દિલ્હીમાં મળ્યા બાદ અવિનાશે બિઝનેસનો આઈડિયા શેર કર્યો હતો
અવિનાશ 29, તો જસકરન અને આકાશ 27 વર્ષના છે. ભુવનેશ્વરના KIITમાં અવિનાશ અને આકાશ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હતા, જ્યારે જસકરન લૉનો અભ્યાસ કરી રહ્યો હતો. અવિનાશ કોલેજમાં આકાશ અને જસકરનનો સીનિયર હતો.

એક દિવસ કોલેજના કાર્યક્રમમાં આ ત્રણેય મિત્રોની મુલાકાત થઈ હતી, ત્યારપછી આ 3 મિત્રો કોલેજના તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેવા લાગ્યા હતા જેના કારણે તેમની મિત્રતા વધુને વધુ ગાઢ થઈ ગઈ હતી. 2 વર્ષપછી 2015માં જસકરણ અભ્યાસ છોડીને પોતાના ઘરે ભોપાલ જતો રહ્યો હતો. ત્યાં તેણે ડિજિટલ માર્કેટિંગનું કામ કરવાનું શરૂ કર્યું હતું.

કેટલાક સમયપછી તેણે દિલ્હીમાં આવેલી એક PR કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી. તે જ સમયે, આકાશે ફ્રીલાન્સ ફોટોગ્રાફી કરવાનું શરૂ કર્યું અને થોડા સમય પછી અવિનાશ પણ દિલ્હી ગયો અને પ્રિન્ટ વેન્યુ કંપનીમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

આ દરમિયાન એક દિવસ ત્રણેયની સોશિયલ મીડિયા પર વાત થઈ અને ત્રણેય મિત્રોએ મળવાની યોજના બનાવી હતી. આ મીટિંગમાં અવિનાશે પોતાના બિઝનેસનો આઈડિયા તેમના મિત્રો સમક્ષ રજૂ કર્યો હતો. જેનાથી પ્રભાવિત થઈને જસકરન અને આકાશે પણ તેમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આખરે, 12 સપ્ટેમ્બર 2017ના રોજ ત્રણેય મિત્રોએ DIY ગુરૂ એજ્યુકેશન એન્ડ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ નામથી કંપનીની નોંધણી કરીને કામ શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં ત્રણેય મિત્રો પોતાની નોકરીની સાથે આ કંપનીનું સંચાલન કરી રહ્યા હતા. 2018માં તેમને જ્યારે આના પર સારી પકડ મળી ગઈ, ત્યારે તેઓ નોકરી છોડીને ફુલટાઈમ આમાં જોડાઈ ગયા હતા. તેમની મહેનતના કારણે જ્યાં કંપનીનું ટર્નઓવર પહેલા વર્ષે માત્ર 12 લાખ હતું, તે બીજા વર્ષમાં 40 લાખ અને ત્રીજા વર્ષે વધીને 60 લાખ થઈ ગયું હતું.

આમાં ITI અથવા 10મું પાસ, BTECH અથવા અન્ય પ્રોફેશનલ લેવલના કોર્સોને ડિઝાઈન કરાયા છે.
આમાં ITI અથવા 10મું પાસ, BTECH અથવા અન્ય પ્રોફેશનલ લેવલના કોર્સોને ડિઝાઈન કરાયા છે.

DIYguruના ઓનલાઈન કોર્સમાં શું ખાસ છે?
અવિનાશે કહ્યું હતું કે, ' તેમનો કોર્સ Automotive Skills Development Council (ASDC) અને All India Council for Technical Education (AICTE)થી પ્રમાણિત થયેલો છે. આ કોર્સ વ્યાજબી દરે લોકો માટે ઉપલબ્ધ છે. જેની કિંમત 5 હજાર ( બેઝિક કોર્સ )થી 40 હજાર ( એડવાંસ કોર્સ) સુધીની છે. જેને કોઈપણ સામાન્ય વ્યક્તિ ખરીદી શકે છે અને ઈલેક્ટ્રિક ગાડીઓને લગતી તમામ માહિતીનો અભ્યાસ કરીને કમાણી કરી શકે છે. આ કોર્સના મોડ્યુલો લાઇવ ઇન્ટરેક્ટિંગ વર્ગોની સુવિધાઓ પણ અભ્યાસ કરનારને પૂરી પાડે છે.'

અવિનાશ કહે છે કે, ઘણીબધી ઓટોમોબાઈલ કંપનીઓ હવે કર્મચારીઓની માંગ કરી રહી છે, આવી સ્થિતિમાં અહીંથી તાલીમ પામેલા લોકોને માર્કેટમાં સરળતાથી નોકરી મળી રહે છે. આ કોર્સને ત્રણ તબક્કાઓમાં વર્ગીકૃત કરાયો છે, પ્રથમ તબક્કાનો અભ્યાસ ITI અથવા 10મું પાસ કરેલા લોકો કરી શકે છે, જેનો અભ્યાસ કર્યાપછી તેઓ સરળતાથી ઈલેક્ટ્રિક ગાડીઓ વિશે સમજી શકશે. ત્યાંજ બીજા તબક્કામાં તેઓ Btech કર્યું હોય તેવા લોકોને તાલીમ અપાય છે, જ્યારે વ્યાવસાયિક સ્તર માટે અલગ કોર્સની વ્યવસ્થા કરાઈ છે. તેમાં ગાડીઓને લઈને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવે છે.

અવિનાશે કહ્યું હતું કે, તેમની કેપનીએ IITથી લઈને ખાનગી કોલેજોમાં ઈલેક્ટ્રિક વાહનો માટે તાલીમ અપાય છે.
અવિનાશે કહ્યું હતું કે, તેમની કેપનીએ IITથી લઈને ખાનગી કોલેજોમાં ઈલેક્ટ્રિક વાહનો માટે તાલીમ અપાય છે.

સમાજના દરેક વર્ગને આ કાર્સનો લાભ મળવો જોઈએઃ અવિનાશ
અવિનાશે વધુમાં જણાવ્યું હતું કે, 'આ કોર્સ માત્ર ભારત દેશના લોકો માટે નથી, પરંતું આનો લાભ પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ જેવા દેશોના લોકો લઈ શકે છે. આ તમામ દેશોના લોકોને તાલીમ આપીને અભ્યાસ કરાવવામાં આવે છે. તેમણે ઘણા બધા શહેરોમાં જઈને વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં ઘણીબધી કોલેજોએ ભાગ લીધો હતો.

અવિનાશની કંપનીએ IITથી લઈને ઘણીબધી ખાનગી કોલેજોમાં ઈલેક્ટ્રિક વાહનોના વિષય ઉપર વિદ્યાર્થીઓને તાલીમ આપી હતી. જે કોર્સમાં ભણતરની સાથે પ્રેક્ટિકલ અભ્યાસનું આયોજન પણ કરાયું છે, જેથી પ્રત્યેક વિદ્યાર્થીને સરળતાથી અભ્યાસનો વિષય સમજાઈ જાય. બજારને જોતા, તેમણે આ કોર્સ માટે ઓછી ફી રાખી છે. તેમનો ઉદ્દેશ સમાજના દરેક વર્ગમાં આ કોર્સના અભ્યાસક્રમને પહોંચાડવાનો છે.'

ઓછી ફીમાં કોર્સ ઉપલબ્ધ કરાયો
તાજેતરમાં DIYguruએ શિક્ષણ મંત્રાલય હેઠળ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) સાથે પણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જેના અંતર્ગત હવે DIYguruનો ઇલેક્ટ્રિક મોબિલિટીનો ઓનલાઈન કોર્સ શિક્ષણ મંત્રાલયના નેશનલ એજ્યુકેશન અલાયંસ ફોર ટેક્નોલોજી (NEAT) પોર્ટલ ઉપર પણ ઉપલબ્ધ થસે. જેમાં AICTEથી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓ ફી પેઠે નજીવી કિંમત ચૂકવીને અભ્યાસ કરી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો