તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Those Waiting For The Train Have No Food Or Money; Has Been At The Station For 3 3 Days, Police Are Raining Sticks

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈમાં રાત્રી દરમિયાન આંખોમાં નિરાશા દેખાઈ:ટ્રેનની રાહ જોઈ બેઠેલા લોકો પાસે ભોજન કે પૈસા નથી; 3-3 દિવસથી સ્ટેશન પર છે, પોલીસ દંડા વરસાવી રહી છે

મુંબઈએક મહિનો પહેલાલેખક: રાજેશ ગાબા

ઈસ સફર મેં નીંદ એસી ખો ગઈ, હમ ન સોયે, રાત થક કર સો ગઈ... રાહી માસૂમ રઝાની આ પંક્તિ મુંબઈમાં લોકમાન્ય તિલક ટર્મિનલ એટલે કે LTT પર ટ્રેનની રાહ જોઈ બેઠેલા પ્રવાસી શ્રમિકોની મજબૂરીને દર્શાવે છે. કોરોનાની બીજી લહેર અને લોકડાઉન વચ્ચે ઘરે પરત ફરવા મજબૂર લોકો ફરી એક વખત મજબૂરીની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. દિવસમાં તેમની દુર્દશાની અનેક તસવીરો સામે આવી ચુકેલી છે. પણ રાત્રીના સમયમાં કઈ મુશ્કેલી પડે છે તે જાણવા માટે ભાસ્કરના રિપોર્ટર ઘટના સ્થળ પર પહોંચ્યાં. તેમની સાથે રાત્રે 9 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી સમય પસાર કર્યો. તમે પણ વાંચો આ 12 કલાકની મજબૂરીની કહાની...

પહેલી કહાનીઃ લોકડાઉન બાદ વ્યથિત શ્રમિક, સ્ટેશન પર પોલીસ પણ દંડા મારે છે
રાત્ર 8:45 વાગે જ્યારે મુંબઈમાં કલમ-144 લાગૂ થઈ ચુકી હતી ત્યારે ટેક્સિ પકડીને પ્રભાદેવી 9 વાગે LTT પહોંચ્યા. સ્ટેશનની બહાર UP-બિહારના સેંકડો લોકો અગાઉથી જ જોવા મળતા હતા. કોઈ ઉંઘી રહ્યું હતું, તો કોઈ બેઠુ હતું. સ્કેનિંગ થઈ રહ્યું ન હતું અને ન કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળતું હતું. અનેક લોકોએ માસ્ક પહેર્યાં ન હતા. સૌની વાતો, ચહેરા અને આંખોમાં એક જ પ્રશ્ન હતો-ઘરે પહોંચશું કે નહીં?

આ અવઢળ સ્થિતિ પાછળ કારણ પણ જવાબદાર હતું. તેમની પાસે ટિકિટ કે ભોજન ન હતું. બિહારનો પપ્પૂ ઈલેક્ટ્રીશિયન છે. તે કહે છે કે સમગ્ર પરિવાર સાથે સ્ટેશન માટે નિકળ્યા તો માર્ગમાં ખબર પડી કે લોકડાઉન લાગી ગયું છે. અમે વિચારવા લાગ્યા કે બિહાર જઈએ કે નાલાસોપારા પરત ફરીએ.

બિહાર જવા માટે ઘરેથી નિકળેલા પપ્પુ કુમાર સિંહ તેમના પરિવાર સાથે
બિહાર જવા માટે ઘરેથી નિકળેલા પપ્પુ કુમાર સિંહ તેમના પરિવાર સાથે

સ્ટેશનની બહાર ટિકિટ, ટ્રેનને લઈ સૌ ચિંતિત હતા. અહીં માહિતી આપનાર કોઈ ન હતું. પોલીસ પાસે જાય તો દંડા પડતા હતા. પ્રવાસી શ્રમિકોના રક્ષણ માટે જવાબદારી ધરાવતી પોલીસ છેવટે તેમની ઉપર કઈ ભૂલ માટે દંડા વરસાવતી હતી. દરેકની ટિકિટ તપાસવામાં આવી રહી છે અને જાહેરાત કરી રહી હતી કે ટિકિટ ન હોય તે પરત ફરે.

પોલીસે કોઈ કારણ વગર દંડા માર્યા હતા
પોલીસે કોઈ કારણ વગર દંડા માર્યા હતા
ટ્રેનની રાહ જોતા શ્રમિકોની બહાર ભીડ
ટ્રેનની રાહ જોતા શ્રમિકોની બહાર ભીડ

બીજી કહાનીઃ માલિકે પૂરા પૈસા ન આપ્યા, ટિકિટ પણ નથી, હવે ઘરે કેવી રીતે જઈશું
રાત્રે લગભગ 10 વાગે બિહાર જઈ રહેલા ધિરજ કુમાર સાથે વાતચીત થઈ, જે ટાઈલ્સ માર્બલના મિસ્ત્રી છે. તે કહે છે કે લોકડાઉનને લીધે હવે ગામ જઈ રહ્યા છીએ. કામ કર્યું છે, પણ કંપનીના માલિકે આ વખતે પૂરા પૈસા આપ્યા નથી. તે કહે છે કે તમે જાઓ, બેન્ક ખાતામાં નાંખી દેશું. અગાઉ લોકડાઉનમાં અમે બે મહિના સુધી મુંબઈમાં ફસાઈ ગયા હતા. ગામથી પૈસા મંગાવવા પડ્યા હતા.ત્યારે પણ માલિકે પૈસા કાપી નાંખ્યા હતા. ઘરે જઈને પણ મજૂરી કરી ત્યારે જ દેવુ ચુકવી શક્યા હતા. હવે ફરી વખત ચિંતા સર્જાઈ છે, પૈસા નથી. ટિકિટ પણ નથી. ગામ કેવી રીતે જશું. બપોરે 3 વાગ્યાથી આવ્યો છું.

ત્રીજા કહાનીઃ લોકડાઉનમાં મુશ્કેલી પડી રહી છે, હવે ગામમાં જ ખેતીવાડી કરવાનો નિર્ણય
પપ્પૂ સહાનીને ગોરખપુર જવાનું છે, તે કબાટનું કામ કરે છે. 6 મહિના અગાઉ આ કામ શરૂ કર્યું હતું. લોકડાઉન લાગવાથી મુશ્કેલી પડે તે નક્કી છે. બચત નથી અને હવે બે ટંકના ભોજનની ચિંતા છે. સવારે 5 વાગ્યાની ગાડીથી જવાનું છે. કહે છે કે હવે નક્કી કર્યું છે કે ગામમાં જ મજૂરી કામ કરશું અથવા ખેતીવાડી કરશું.

ચોથી કહાનીઃ ટોયલેટમાંથી પણ લોકોને ભગાડવામાં આવ્યા, અનેક લોકો ભુખ્યા-તરસ્યા રાહ જોતા રહ્યા
રાત્રે 11 વાગ્યા હશે. સ્ટેશન પર નજર દોડાવી તો જોયુ તો ટોયલેટથી પણ લોકોને ભગાડવામાં આવ્યા હતા. પુરુષો તો સ્ટેશન પર ગમે તેમ કરી રહેતા હતા પણ મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાકે આ કારણથી કલાકો સુધી પાણી પણ પીવા ન મળ્યું. કેટલાક લોકો એવા હતા કે જેમની પાસે પાણી ખરીદવા માટે પૈસા ન હતા. જ્યારે આ સ્થિતિ જોવાઈ નહી તો કેટલીક પાણીની બોટલો ખરીદી અને જરૂરિયાતમંદોને આપી દીધી. સ્ટેશન પર કોઈ જ વ્યવસ્થા ન હોવાથી લોકો ભૂખ્યા રહ્યા.

જોકે, ભુખ્યા-તરસ્યા લોકોના ચહેરા પર એક વાત છલકતી હતી કે. લોકડાઉનમાં નહીં ફસાઈને ઘરે પરત ફરીએ.

જેમને જ્યાં પણ જગ્યા મળી ત્યાં બેઠા હતા અને ઉંઘી ગયા હતા
જેમને જ્યાં પણ જગ્યા મળી ત્યાં બેઠા હતા અને ઉંઘી ગયા હતા

પાંચમી કહાનીઃ માલિક ભોજન કે પૈસા આપતા નથી, ટિકિટ પણ મળી રહી નથી
રાત્રીને સમયે લગભગ એક લાગે પાર્કમાં રાખવામાં આવેલા એન્જનને જોયું. અહીં પણ લોકો ઉંઘતા હતા. કેટલાક છોકરા કહી રહ્યા હતા કે અહીં મજૂરી કરવા આવ્યા હતા. માલિકે પૈસા આપ્યા નથી. આ ભાડાના પૈસા છે, બસ, પણ ટિકિટ મળી રહી નથી. ઘરે કેવી રીતે જશું તે એક પ્રશ્ન છે. થોડી વાર અગાઉ બે સાહેબ આવ્યા હતા તેઓ કહેતા હતા કે બિહાર અને UP માટે રૂપિયા 2000 લાગશે. ટિકિટ સાથે બેસવાની સીટ મળશે. આટલા બધા પૈસા કેવી રીતે આપી શકાય તેમ છે.

LTT મેદાનમાં ટ્રેનની રાહ જોતા શ્રમિકો
LTT મેદાનમાં ટ્રેનની રાહ જોતા શ્રમિકો

છઠ્ઠી કહાનીઃ ઘરવાળા અને બાળકો કહે છે કે પપ્પા ગમે તે ગાડી પકડીને આવી જાઓ
ટાટા નગર જઈ રહેલા જહાંગીર મુંબઈમાં સિલાઈનું કામ કરતો હતો. તે કહે ઠે કે ગામના 4 લોકો સાથે જઈ રહ્યા છીએ. ભારે મુશ્કેલી વચ્ચે જનરલની ટિકિટ મળી છે. રાત્રે 12 વાગ્યાની અમારી ટ્રેન છે. પણ હજુ ત્યાં જવા દેતા નથી. અમે ચાર સપ્તાહ અગાઉ જ મુંબઈ કામ કરવા માટે આવ્યા હતા. ગયા વર્ષે અમે ફસાઈ ગયા હતા. ઘરેથી પૈસા મંગાવી ટ્રક મારફતે ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો