તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Those Corpses Were Frozen With The Weapon, If We Pulled The Weapon The Body Parts Would Also Come Out

શિયાળામાં ભારત-ચીન યુદ્ધના પડકાર:એ મૃતદેહો હથિયાર સાથે જામી ગયા હતા, અમે હથિયાર ખેંચીએ તો શરીરના ટુકડા પણ બહાર આવી જતા હતા

લેહ7 દિવસ પહેલાલેખક: ઉપમિતા વાજપેયી
  • સેરિંગ કહે છે, અમારા સૈનિકોની આંગળીઓ બરફથી ઘાયલ થઈ ગઈ હતી, ઘાવ એટલો ઊંડો હતો કે અમારે પોતાના હાથથી ખવડાવવું પડતું હતું
  • ફુંચુક કહે છે, ત્યારે અમારા સૈનિકો પાસે લડવા માટે માત્ર એલએમજી રાઇફલ અને મોર્ટાર હતાં, એ સિવાય કોઈ મોટાં શસ્ત્રો નહોતાં

ભારત-ચીન સરહદ પર પરિસ્થિતિ તનાવપૂર્ણ છે. શિયાળો શરૂ થવાનો છે. આ એ સમય છે, જ્યારે ઊંચાઈ પર બનાવવામાં આવેલી પોસ્ટથી બંને દેશોના સૈનિકો પરત ફરવાનું શરૂ કરે છે, પરંતુ આ વખતે આવું નહીં થાય. જો ચીન કોઈ કાર્યવાહી કરે તો સંભવત: બંને દેશો વચ્ચે યુદ્ધ થઈ શકે છે.

પરંતુ જો શિયાળામાં યુદ્ધ થાય તો આ ધરતી પરના સૌથી ઊંચા યુદ્ધના ક્ષેત્ર માટે એ કેટલું પડકારજનક હશે, અમે 1962માં ચીન સાથેના યુદ્ધમાં લડનારા બે સૈનિકો પાસેથી જાણ્યું. એક છે ફુંચુક અંગદોસ અને બીજા છે સેરિંગ તાશી.

ચીને રસ્તો બ્લોક કરી દીધો હતો, આર્મી હેડક્વાર્ટરે કહ્યું- તમારો જીવ બચાવીને નીકળો

નિવૃત્ત હવાલદાર ફુંચુક અંગદોસની ઉંમર લગભગ 80 વર્ષની નજીક છે. તેઓ કહે છે, જ્યારે જંગ થઈ ત્યારે હું માંડ 23 વર્ષનો હતો. તેમને 45 વર્ષ પહેલાંની દરેક વાત યાદ છે. તેઓ કહાણી કહેવાનું શરૂ કરે છે... '26 ઓક્ટોબરે અમને ચુશુલના ડેમચોક મોકલવામાં આવ્યા હતા. અમારી પાસે ગાડીઓ ઓછી હતી. હું ક્વાર્ટર માસ્ટર હતો, તેથી મેં લડત આપનારા સૈનિકોને રાઇફલ્સ વડે ડેમચોકમાં મોકલ્યા. ત્રણ વખતમાં હું બાકીના સૈનિકો સાથે ત્યાં પહોંચવામાં સફળ થયો. બીજા દિવસે 27 ઓક્ટોબરથી યુદ્ધ શરૂ થયું. અમને અચાનક વાયરલેસ પર એક સંદેશ મળ્યો કે યુદ્ધ શરૂ થઈ ગયું છે.

રિટાયર્ડ હવાલદાર ફુંચુક અંગદોસ 80 વર્ષના છે. ચીન સાથે 1962નું યુદ્ધ લડ્યા છે, ત્યારે તેમની ઉંમર માત્ર 23 વર્ષની હતી.
રિટાયર્ડ હવાલદાર ફુંચુક અંગદોસ 80 વર્ષના છે. ચીન સાથે 1962નું યુદ્ધ લડ્યા છે, ત્યારે તેમની ઉંમર માત્ર 23 વર્ષની હતી.

જ્યારે અમે ડેમચોક પહોંચ્યા ત્યારે ચીને રસ્તો બ્લોક કર્યો હતો. અમે પોસ્ટ પર પહોંચ્યા અને આખો દિવસ લડતા રહ્યા, પણ પછી અમે ત્યાં અટવાઈ ગયા. અમારા કર્નલે સેનાના મુખ્યાલયને ફોન કરીને પૂછ્યું કે અમને બચાવવા માટે હવાઇહુમલો કરવો જોઈએ, પરંતુ સેનાના મુખ્ય મથકે ના પાડી. તેમણે કહ્યું, તમારો જીવ બચાવીને નીકળી જાઓ.

અમે એક દિવસ અને આખી રાત લડ્યા. અમારી પાસે ખાવા માટે બદામ, અખરોટ અને કાજુ હતાં, જે દિવસે જ પૂરાં થઈ ગયાં હતાં. બીજા દિવસે રાત્રે 12 વાગ્યે યુદ્ધ વિરામની શરૂઆત થઈ. આ યુદ્ધમાં મેજર શૈતાન સિંહ શહીદ થયા હતા. તેના સાથી જવાન પણ માર્યા ગયા હતા. અમારા જવાનો સાથે યુદ્ધવિરામ કર્યા પછી, અમે મેજર શૈતાન સિંહ શહીદ થયા એ સ્થળે પહોંચ્યા. ત્યાં તેને એક અથવા બે ડેડબોડી મળી. તે મૃતદેહો શસ્ત્રો સાથે જામી ગયા હતા. જ્યારે અમે શસ્ત્ર ખેંચ્યું ત્યારે શરીરના ટુકડા બહાર આવ્યા હતા.

ચુશુલના વિસ્તારમાં, જ્યાં અમારું યુનિટ લડયું ત્યાં શિયાળામાં બેથી ત્રણ ફૂટ બરફ જામી જાય છે. ઓક્ટોબરના અંત સુધીમાં તો એટલી ઠંડી પડે છે કે બધું જામી જાય છે. એ તાપમાનમાં આપણા સૈનિકો માટે રહેવું ખૂબ મુશ્કેલ છે. તેમના હાથ થીજે છે અને ચાલવું પણ અઘરું પડે છે.

નિવૃત્ત હવાલદાર ફુંચુક તેમની પૌત્રી સાથે.
નિવૃત્ત હવાલદાર ફુંચુક તેમની પૌત્રી સાથે.

ત્યારના અને અત્યારના સમયને યાદ કરીને ફુંચુક હસે છે. તેઓ કહે છે કે એ સમયે સૈનિકો પાસે લડવા માટે ફક્ત એલએમજી, રાઇફલ, એમએમજી અને મોર્ટાર હતાં. એ સિવાય કોઈ મોટું શસ્ત્ર નહોતું. હવે આપણને ખબર નથી કે આપણા પાસે કેટલાં મોટાં શસ્ત્રો છે, તેથી આ વખતે યુદ્ધ થયું તો આપણે જ જીતીશું.

ફુંચુક મુજબ, ચીન પર વિશ્વાસ ન કરવો જોઈએ. તેઓ કહે છે, સાંભળ્યું છે કે અત્યારે શાંતિ છે, પરંતુ ઓક્ટોબર મહિનામાં ચીન કંઈક કરી શકે છે. ઓક્ટોબરમાં જ કેમ? તેનો જવાબ આપતાં તેઓ કહે છે, તે શિયાળાની ઋતુ છે અને ત્યારે આપણા લોકોને તકલીફ પડે છે અને ચીન તેનો ફાયદો ઉઠાવે છે.

અમારે વારંવાર લોડ કરીને ફાયર કરવું પડતું હતું, પરંતુ ચીન પાસે ઓટોમેટિક શસ્ત્રો હતાં

નિવૃત્ત હવાલદાર સેરિંગ તાશી, લગભગ 82 વર્ષની વય. ચીન સાથેના યુદ્ધનાં બે વર્ષ પહેલાં તે સૈન્યમાં જોડાયા હતા. યુદ્ધ અંગે પોતાનો અસંતોષ વર્ણવતાં તેઓ કહે છે, 'મામલો ડીબીઓ દૌલાત બેગ ઓલ્ડી વિસ્તારનો છે. હું રજા પર જવાનો હતો. સવારે નીકળવાનું હતું. રાત્રે 12 વાગ્યે ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. ત્યાં એક નવું જાટ યુનિટ આવ્યું, તેથી મને તેમની સાથે રાખ્યો, કારણ કે માત્ર હું તે વિસ્તારનો રસ્તો જાણતો હતો.

નિવૃત્ત હવાલદાર સેરિંગ તાશી ચીન સાથે યુદ્ધના બે વર્ષ પહેલાં સૈન્યમાં જોડાયા હતા.
નિવૃત્ત હવાલદાર સેરિંગ તાશી ચીન સાથે યુદ્ધના બે વર્ષ પહેલાં સૈન્યમાં જોડાયા હતા.

હું તે સૈનિકોને લઈને બીજી પોસ્ટ માટે નીકળ્યો. અમે અમારી સેનાની મદદ માટે ત્યાં જવાના હતા, પરંતુ અમે ત્યાં પહોંચી શક્યા નહીં. રસ્તામાં બે નાની ટેકરી હતી, અમારે બે ટેકરી વચ્ચેથી નીકળવાનું હતું, પણ ચીન ત્યાં પહોંચી ચૂક્યું હતું.

તેઓ વધુમાં કહે છે, "ત્યારે સમય અને સૈન્ય બંને અલગ હતાં. ચુશુલ અને દૌલત બેગ ઓલ્ડીમાં એક જ સમયે ફાયરિંગ થયું હતું. પછી અમારી પાસે બ્રિગેડ પણ નહીં, ઓછા માણસો હતા. 2 યુનિટ હતા. હવે મને લાગે છે કે ઘણા હશે. હવે શસ્ત્રો પણ ઘણાં સારાં છે.

ત્યારે તો માત્ર થ્રી નોટ થ્રી હતાં, જેને વારંવાર લોડ કરીને ફાયર કરવાનું હતું. એટલીવારમાં ચીન ફટાફટ ફાયર કરતું હતું, કારણ કે તેની પાસે ઓટોમેટિક વેપન હતાં. અમારી પાસે એ સમયે ઘોડા પણ નહોતા.

નિવૃત્ત હવાલદાર સેરિંગ તાશી તેમની પૌત્રીઓ સાથે.
નિવૃત્ત હવાલદાર સેરિંગ તાશી તેમની પૌત્રીઓ સાથે.

ત્યાં લડવા માટે આવેલા જાટ એકમના સૈનિકો, તેમના હાથ ઠંડી અને બરફ વચ્ચે ઓગળી ગયા હતા. આંગળીઓ બરફથી ઘાયલ થઈ હતી. ઘાવ એટલા ઊંડા હતા કે તેમના સાથીઓએ તેમને હાથથી ખવડાવવું પડ્યું હતું. ઈજાગ્રસ્ત હથેળીને કારણે અમારે પીછેહઠ કરવી પડી. ખૂબ બરફ પડ્યો હતો, જેથી અમે ઝડપથી દોડી પણ શકીએ નહીં, કારણ કે પગ બરફમાં જતો રહેતો હતો.

એ યુદ્ધમાં ચીની સેનાએ અમારા કેટલાક સૈનિકોને પણ પકડ્યા હતા. જોકે એ લોકોને બાદમાં છોડવામાં આવ્યા હતા, પરંતુ પછી તેમને યુદ્ધમાં મોકલવાને બદલે ઘરે પરત મોકલાયા હતા. સેરિંગ તાશી કહે છે કે તેઓ યુદ્ધ પછીની ફિલ્મોમાંથી શીખ્યા કે ચીની સૈનિકો હિન્દી-ચીની ભાઈ-ભાઈ બોલે છે, જ્યારે તેમણે ત્યાં ક્યારેય આવું સાંભળ્યું ન હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો