• Gujarati News
  • Dvb original
  • This Year, The Trend Of Patola Print And Bangle Belt, Chanyacholi, Law Garden Market Is Booming At The Last Minute Of Navratri.

અમદાવાદ:આ વર્ષે પટોળા પ્રિન્ટ અને બંગડી પટ્ટો ચણિયાચોળીનો ટ્રેન્ડ, નવરાત્રિની છેલ્લી ઘડીએ લૉ-ગાર્ડન માર્કેટ ધમધમ્યું

12 દિવસ પહેલા

અમદાવાદનું લૉ-ગાર્ડન માર્કેટ. ચણિયાચોળી માટે આ માર્કેટ અમદાવાદનું જ નહીં ગુજરાતનું બેસ્ટ ઓપ્શન છે. નવરાત્રી પર્વને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે છેલ્લી ઘડીની ખરીદી માટે આ માર્કેટમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. જો કે, આ વખતે શેરી ગરબાને કારણે ખેલૈયાઓની ચોઈસમાં પણ ખાસ્સો બદલાવ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ખેલૈયાઓ લાઈટ વેઈટ ચણિયાચોળી પસંદ કરી રહ્યા છે. એમાંય ખાસ કરીને પટોળા પ્રિન્ટ અને બંગડી પટ્ટો ચણિયાચોળી ટ્રેન્ડમાં છે. આ ઉપરાંત આઠ મીટર ઘેરવાળી ચણિયાચોળીની પણ એટલી જ ડિમાન્ડ છે.

આ ચણિયાચોળીમાં પણ બોર્ડર પટ્ટા, પ્લેન તોઇ, પેચ વર્કની ખૂબ જ માગ છે. ખેલૈયાઓ કલર કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે ખેલૈયાઓમાં બ્રાઈટ કલર ઈન ડિમાન્ડ છે. આ માર્કેટમાં રૂપિયા એક હજારથી માંડી પાંચ હજાર સુધીની ચણિયાચોળી મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...