• Gujarati News
  • Dvb original
  • This Week, Stocks Of Fundamentally Strong, High Dividend Paid As Well As Debt Free Companies Offer Excellent Investment Opportunities At Attractive Prices.

માર્કેટ વ્યૂ:આ સપ્તાહે ફંડામેન્ટલ સ્ટ્રોંગ, હાઇ ડિવિડન્ટ પેઇડ તેમજ ડેબ્ટ ફ્રી કંપનીઓના શેર્સમાં આકર્ષક ભાવે રોકાણની ઉત્તમ તક

અમદાવાદ17 દિવસ પહેલા
  • FPI ભારતીય શેરબજારમાં રોકાણ માટે પહેલી નજર દોડાવશે
  • પાંચ મહિનામાં માર્કેટમાં ટોચથી આશરે 14% ઘટાડો નોધાયો છે

કોવિડ-19ના ત્રીજા વેવ પછી ભારતીય અર્થતંત્રની વૃદ્ધિમાં ઘટાડો, વધતો જતો ફુગાવો, વ્યાજદરોમાં વધારો યથાવત તેમજ વૈશ્વિક સ્તરે ક્રૂડના તેમજ કોમોડિટીઝના ભાવમાં ઊછાળો રહેતા ગત ઓકટોબર માસથી એફપીઆઈ દ્વારા દરેક ઉછાળે સતત વેચવાલી જોવાઈ રહી છે. એફપીઆઇએ 11 વર્ષના ગાળામાં ભારતીય શેરબજારમાં અંદાજિત રૂ.2.95 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે છેલ્લા બે વર્ષમાં વેચવાલીનો આ આંકડો અંદાજિત 3 લાખ કરોડે પહોંચી ગયો છે. એફપીઆઈની જંગી વેચવાલીની સામે સ્થાનિક ફંડો તેમજ રોકાણકારોનો ટેકો મળી રહ્યો છે જેમ કે વર્તમાન નાણાકીય વર્ષમાં ડીઆઇઆઇની ખરીદી અંદાજિત 1.87 લાખ કરોડની અને છેલ્લા પાંચ મહિનામાં અંદાજિત 1.30 લાખ કરોડની ખરીદી નોંધાતાં ભારતીય શેરબજાર ટોચથી અંદાજિત માત્ર 14% જેટલો ઘટાડો નોધાયો છે.

શેરોમાં તબક્કાવાર રોકાણ કરવું જોઈએ
ભારત વૈશ્વિક સ્તરે ફરીથી આઉટપર્ફોમર રહે અને એફપીઆઈ ભારતીય શેરબજારમાં રોકાણ માટે પહેલી નજર દોડાવશે એવી આશા સાથે જીએસટીની અને સીધા વેરાની આવકમાં વૃદ્ધ, ઉત્પાદન તેમજ સર્વિસ સેક્ટરની પ્રવૃતિઓમાં વધારો તેમજ ભારતની નિકાસમાં વધારો જેવા માઇક્રો આર્થિક ડેટા ભવિષ્ય માટે સારા સંકેત આપે છે. આ સંજોગોમાં રોકાણકારોએ શું કરવું જોઈએ તે પણ એક મોટો યક્ષ પ્રશ્ન છે, ત્યારે મારા અંગત મત મુજબ આ તબક્કે રોકાણકારોએ વૈશ્વિક અને સ્થાનિક સ્તરે અનેક પ્રતિકૂળ અહેવાલો પાછળ છેલ્લા કેટલાક સપ્તાહમાં આવેલી નરમાઇને કારણે કેટલાક ફંડામેન્ટલ સ્ટ્રોંગ, હાઈ ડિવિડન્ટ પેઇડ તેમજ ડેબ્ટ ફ્રી કંપનીઓના શેરો આકર્ષક ભાવે જોવા મળી રહ્યા છે ત્યારે એકાદ બે વર્ષનાં રોકાણ લક્ષ્ય સાથે આ શેરોમાં તબક્કાવાર રોકાણ કરવું જોઈએ.

રોકાણકારો માટે રોકાણલક્ષી સ્ટોક

  • ઝાયડસ લાઈફસાયન્સ (359): ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.350 આસપાસ રહ્યો છે. રૂ.330ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.373થી રૂ.380નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.383 ઉપર તેજીતરફી ધ્યાન.
  • પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ (399): ટેકિનિકલ ચાર્ટ મુજબ રૂ.388 આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ. રૂ.373ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.414થી રૂ.430નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
  • પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ (328): રૂ.317નો પ્રથમ તેમજ રૂ.308ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી આ સ્ટોક રૂ.337થી રૂ.340 સુધીની તેજીતરફી રૂખ નોધાવશે.
  • ઓરિયન્ટ ઈલેક્ટ્રિક (276): કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડિંગલક્ષી રૂ.284થી રૂ.290ના ભાવની સંભાવના ધરાવે છે. રૂ.264નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
  • હિન્દુસ્તાન પેટ્રોલિયમ (237): રૂ.223નો પ્રથમ તેમજ રૂ.216ના સ્ટોગ સપોર્ટથી રિફાઇનરી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.244થી રૂ.250 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
  • ટાટા મોટર્સ લિ-ડીવીઆર (204): સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.190 આસપાસના સપોર્ટથી ડિલિવરીબેઇઝ રોકાણ રૂ.216થી રૂ.225ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
  • મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ફાઈનાન્શિયલ (183): આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.177ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.188થી રૂ.193ના સંભવિત ભાવની શક્યતા છે.
  • જિંદાલ સ્ટેઈનલેસ (113): ટેકનીકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.103 આસપાસ રોકાણકારે રૂ.119થી રૂ.124ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.96 સ્ટોપલોસ ધ્યાને લેવો.

ક્રૂડના ભાવ ભારત માટે એક મોટો પડકાર
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગત સપ્તાહે વ્યાજ દરમાં 0.50%ના વધારાની જાહેરાત સાથે મોંઘવારી દર સરેરાશ 6.7% રહેશે એવો અંદાજ છે. ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ 123 ડોલર આસપાસ પ્રતિ બેરલની 13 વર્ષની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યા છે એટલે ઊંચા ક્રૂડના ભાવ ભારત માટે એક મોટો પડકાર છે. ભારત તેની કુલ ક્રૂડ ઓઇલ જરૂરિયાતના 84% આયાત કરે છે અને આયાત માટે ડોલર ચૂકવવા પડે છે જ્યારે ભારતીય રૂપિયો વિવિધ કારણોસર ડોલર સામે વિક્રમી નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

ફ્યુચર સ્ટોક સ્પેસિફિક ટેક્નિકલ લેવલ

  • એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (1160): ટેક્નિકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.1130ના સપોર્ટથી ખરીદવાલાયક. લાઈફ ઈન્શ્યોરન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે રૂ.1174થી રૂ.1180નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
  • એચડીએફસી લિમિટેડ (2189): આ સ્ટોક રૂ.2133નો પ્રથમ તેમજ રૂ.2108ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડિંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.2208થી રૂ.2230 સુધીની તેજી તરફ રુખ નોંધાવશે.
  • ગોદરેજ પ્રોપર્ટીઝ (1316): આ સ્ટોક રૂ.1273નો પ્રથમ તેમજ રૂ.1260ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક. રેસિડેનશિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડિંગલક્ષી રૂ.1344થી રૂ.1360 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (2719): ટેક્નિકલ ચાર્ટ મુજબ રૂ.2760 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.2808ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.290થી રૂ.2677નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.2808 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.
  • ઈન્ડિગો (1807): રૂ.1848 આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતા આ સ્ટોક રૂ.1860ના સ્ટોપલોસે વેચવાલાયક. ટૂંકા ગાળે રૂ.1787થી રૂ.1770નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1860 ઉપર તેજી તરફી ધ્યાન.
  • ઈન્ફોસિસ લિમિટેડ (1480): ટેક્નિકલ ચાર્ટ મુજબ રૂ.1508 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1522ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1466થી રૂ.1450નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1522 ઉપર પોઝિટિવ બ્રેકઆઉટ.

યુરોપિયન સંઘ જુલાઇ, સપ્ટેમ્બરમાં વ્યાજદર ઘટાડશે
કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન સમૃદ્ધ દેશોમાં ફુગાવાનો દર 5.7% જ્યારે ઉભરતા અને વિકસતા અર્થતંત્રમાં તે 8.7% જેટલો મોટો રહેશે. ફુગાવા - મોંઘવારી ઉપર કાબૂ મેળવવા માટે દરેક દેશો વ્યાજ દરોમા વધારો કરવાની જાહેરાત કરી રહી છે. ફેડરલ રિઝર્વ, બેંક ઓફ ઓસ્ટ્રેલિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દક્ષિણ કોરિયા બાદ હવે યુરોપીયન સંઘે પણ મોંઘવારી ઉપર કાબુ મેળવવા માટે જુલાઈ માસમાં 0.25% અને સપ્ટેમ્બરમાં બીજા 2.25% વ્યાજ દર વધશે એવી જાહેરાત કરી છે. આ સાથે બેંકે યુરોપીયન સંઘના અર્થતંત્રને ટેકો આપવા માટે છેલ્લા સાત વર્ષથી શરુ કરેલા બોન્ડ પરચેઝ પ્રોગ્રામનો આ મહિનાથી અંત લાવવાની પણ જાહેરાત કરી છે. યુરો ઝોનમાં ફુગાવાનો દર છેલ્લા 23 વર્ષમાં સૌથી ઉંચો 8.1% ચાલી રહ્યો છે જયારે સેન્ટ્રલ બેંકના વ્યાજના દર શૂન્યની નજીક છે.

નિફ્ટી ફ્યુચર ટેક્નિકલ લેવલ

  • નિફ્ટી ફ્યુચર બંધ (16208): આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 16373 પોઇન્ટના પ્રથમ અને 16474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 16160 પોઇન્ટથી 16060 પોઇન્ટ, 16006 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 16474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

બેન્ક નિફ્ટી ફ્યુચર ટેક્નિકલ લેવલ

  • બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ (4534): આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 34808 પોઇન્ટના પ્રથમ અને 35008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 34303 પોઇન્ટથી 34008 પોઇન્ટ, 33808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 35008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.

લેખક નિખિલ ભટ્ટ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર: આ માત્ર અભ્યાસલક્ષી ટેક્નિકલ ચાર્ટ મુજબ આર્ટિકલ છે. દિવ્ય ભાસ્કર કોઈ સ્ટોક ભલામણ કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...