• Gujarati News
  • Dvb original
  • This Is How Das's Famous Spa Is Made. Surati Undhiyu, Make It Yourself At Home By Watching Step By Step Video

ઉત્તરાયણ સ્પેશિયલ:આ રીતે બને છે દાસનું ફેમસ સ્પે. સુરતી ઊંધિયું, સ્ટેપ બાય સ્ટેપ વીડિયો જોઈને ઘરે જાતે જ બનાવો

7 દિવસ પહેલાલેખક: કિશન પ્રજાપતિ

આજે ઉત્તરાયણ પર્વ ઊજવાઈ રહ્યું છે. પતંગરસિયાઓએ આકાશને રંગબેરંગી પતંગોથી શણગારી દીધું છે. દરેકના ધાબા પર 'એ કાયપો છે...' અને 'લપેટ...'ની બૂમો પણ સંભળાઈ રહી છે. આજે પતંગબાજો બોર, શેરડી અને ચીકી ઉપરાંત ઊંધિયાની પણ મોજ માણશે. ત્યારે દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમ અમદાવાદના ફેમસ દાસના સ્પેશિયલ સુરતી ઊંધિયાનું મેકિંગ બતાવી રહ્યું છે. આ વીડિયો જોઈને તમે પણ સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ ફોલો કરીને ઘરે ચટાકેદાર ઊંધિયું જાતે બનાવી શકો છો.

ઊંધિયું બનાવવાની રીત.

  • સૌ પહેલા દસ પ્રકારની શાકભાજીની એકસરખા પ્રમાણમાં લો.
  • સૂરણ, લીલું લસણ, આદું, મેથીના મૂઠિયાં, બટાકાં, તુવેરદાણા, રતાળું, કેળાં, પાપડી, ફૂલાવર રવૈયા વગેરે શાકભાજી લેવી.
  • કાપેલાં દરેક શાકને બે-ત્રણ વખત ચોખ્ખાં પાણીમાં ધોવાં.
  • કાપેલી શાકભાજીને ધીમા તાપે બાફવા મૂકવી.
  • થોડા થોડા સમયે શાકને હલાવીને ચેક કરતા રહેવું.
  • શાક બફાયાં બાદ સંપૂર્ણ રીતે પાણી નિતારી દેવું.
  • શાકભાજી બફાયા બાદ ઊંધિયાની ગ્રેવી બનાવવી.
  • તવામાં સિંગ તેલ કાઢો, એમાં 10% ચોખ્ખું ઘી નાખો.
  • લીલું લસણ, આદું-મરચાંની પેસ્ટનો વઘાર કરવો.
  • મરી, મીઠું, મરચું, હળદર અને ઊંધિયાનો મસાલો નાખો.
  • ખટાશ-ગળપણ પ્રમાણે ગોળ-આમલીનું પાણી નાખવું.
  • ત્યાર બાદ મેથીનાં મૂઠિયાં, ટામેટાં અને કોથમીર નાખો.
  • થોડીવાર સાંતળીને બાફેલું શાક ગ્રેવીમાં નાખવું.
  • થોડીવાર માટે આ રીતે શાકને ચઢવા દેવું.
  • હવે તૈયાર છે, દાસનું અસલ સુરતી ચટાકેદાર ઊંધિયું.
અન્ય સમાચારો પણ છે...