તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • This Is How A Hurricane Arises In The Ocean, Learn A TO Z Information From Low Pressure To Cyclonic Storm

સાયક્લોન ‘ટાઉટે’:દરિયામાં આ રીતે ઉદભવે છે વાવાઝોડું, જાણો લૉ પ્રેસરથી સાયક્લૉનિક સ્ટોર્મ સુધીની A TO Z માહિતી

એક મહિનો પહેલા

કોરોના સંકટ વચ્ચે ગુજરાતને માથે વાવાઝોડાંનો ખતરો તોળાયો છે. હવામાન વિભાગના મતે 14 મેની સવારે સાઉથ-ઈસ્ટ અરબી સમુદ્રમાં એક લૉ પ્રેસર વિકસિત થશે. જે 16 મેએ વાવાઝોડાંમાં રૂપાંતરિત થશે. મ્યાંમારે આ વાવાઝોડાંને 'ટાઉટે' નામ આપ્યું છે. જેનો અર્થ ગેકો એટલે કે, અવાજ કરનારી ગરોળી થાય છે. આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતા છે. ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્રના સમુદ્ર વિસ્તારોમાં ચક્રવાત અંગે કોસ્ટગાર્ડે ચેતવણી આપી છે. કોસ્ટગાર્ડ જહાજો અને હેલિકોપ્ટર દ્વારા માછીમારોને ચેતવણી આપવામાં આવી રહી છે. સાથે જ વિન્ડી મુજબ 16મીએ લો પ્રેસર સાયકલોનમાં પરિવર્તિત થઈ અને 19મીએ સવારે દ્વારકા અને પોરબંદર વચ્ચે દરિયાકિનારે ટકરાશે.

ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં અસર થશે?
19 મેના રોજ 'ટાઉટે' વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના છે. આ દરમિયાન વેરાવળ, પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લામાં વાવાઝોડાંની અસર જોવા મળશે. આ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં રાધનપુર સુધી 35થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે?
અનુમાન મુજબ વાવાઝોડું ઓમાનનો દરિયો ઓળંગી શકે છે, એક અનુમાન એવું પણ છે કે તે દક્ષિણ પાકિસ્તાન તરફ પણ આગળ વધી શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. 14 મીએ લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, તામિલનાડું, કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

વાવાઝોડું આવવાનું કારણ શું હોય છે?
જ્યારે દરિયાનું પાણી ગરમ થાય છે ત્યારે વાતાવરણમાં રહેલી હવા ગરમ થઈને ઊંચે ઉડે છે. આ જગ્યાએ લો પ્રેશર બનવા લાગે છે. આસપાસની ઠંડી હવા આ લો પ્રેશરવાળા ભાગને ભરવા માટે એ તરફ આગળ વધે છે. આ દરમિયાન પૃથ્વી તેની ધરીની આસપાસ ભમરડાની જેમ ફરતી હોય છે. જેને કારણે આ હવા સીધી દિશામાં ન જતાં ગોળ ગોળ ઘુમે છે. આ હવા ઘુમરા મારતી આગળ વધે છે, તેને વાવાઝોડું કહે છે. વાવાઝોડામાં હવા ગોળ ગોળ ફરતી હોવાને કારણે તેનું મધ્ય બિંદુ હંમેશા ખાલી હોય છે. જ્યારે આ હવા ગરમ થઈને ઉપર ઉઠે છે તેમાં ભેજ પણ હોય છે. એટલા માટે જ વાવાઝોડામાં તોફાની પવન સાથે વરસાદ પણ વરસે છે. આ વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયા બાદ નબળું પડવા લાગે છે, કારણ કે, જમીન પર હવાનું ઉચ્ચ દબાણ હોય છે.

ભારતમાં વાવાઝોડાંને સાયક્લોન જ કેમ કહેવાય છે?
ઉત્તર એટલાંટિક મહાસાગર અને ઉત્તર પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં જે વાવાઝોડું આવે તેને હરિકેન કહેવાય છે. ઉત્તર પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવનારા વાવાઝોડાંને ટાયફૂન કહે છે. જ્યારે દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં આવનારા તોફાનને સાયક્લોન કહે છે. ભારતમાં આવતાં તોફાન દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાંથી આવે છે એટલે તેને સાયક્લોન જ કહે છે.

અન્ય સમાચારો પણ છે...