તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • There Were Chefs On The Cruise, Lost Jobs In The Lockdown, Now Run Biryani House On The Side Of The Road

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજની પોઝિટિવ સ્ટોરી:ક્રૂઝ પર શેફ હતા, લોકડાઉનમાં નોકરી ગઈ, હવે સડક કિનારે ચલાવે છે બિરયાની હાઉસ

મુંબઈ4 મહિનો પહેલાલેખક: અક્ષય બાજપેયી
 • કૉપી લિંક
 • આજે કહાની મુંબઈના અક્ષય પારકરની, હોટલ તાજમાં પણ કરી ચૂક્યા જોબ, કોરોનાએ ઝૂંટવી લીધી નોકરી
 • દસ હજાર રૂપિયામાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, ત્રણ મહિનામાં પંદરથી સિત્તેર પર પહોંચી ગયા ગ્રાહકો

લોકડાઉનમાં અનેક લોકોની નોકરી ચાલી ગઈ. એમાંથી જ એક મુંબઈના અક્ષય પારકર પણ છે. કોરોના વાઇરસ પહેલાં તેઓ ઈન્ટરનેશનલ ક્રૂઝમાં શેફ તરીકે નોકરી કરી રહ્યા હતા. તેમની સેલરી 66 હજાર રૂપિયા પ્રતિ માસ હતી. અચાનક જોબ જતી રહેવાથી તેઓ પરેશાન હતા, પરંતુ હવે પોતાનું સ્ટાર્ટઅપ ‘5 સ્ટાર બિરયાની’ શરૂ કરી ચૂક્યા છે. તેમણે પોતે પોતાની કહાની શેર કરી.

ક્યારેક તાજ હોટલમાં કામ કરતા હતા
અક્ષયે કહ્યું, મારી કરિયરની શરૂઆત હોટલ તાજથી થઈ હતી. ત્યાં મેં ચાર વર્ષ નોકરી કરી. એ પછી મને ઈન્ટરનેશનલ ક્રૂઝમાં જોબ મળી. છેલ્લાં સાત વર્ષથી ક્રૂઝમાં શેફ તરીકે જોબ કરી રહ્યો હતો. સેલરી પણ સારી હતી. મને મહિનાના 900 ડોલર (લગભગ 66 હજાર રૂપિયા) મળી રહ્યા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે જ કોરોના વાઇરસ આવી ગયો અને મારી સાથે જ અનેક કર્મચારીઓને જોબ પર આવવાની મનાઈ કરી દેવામાં આવી. અચાનક જોબ અર્નિંગ બંધ થઈ તો કંઈ સમજાતું નહોતું કે હવે શું કરું?

લોકડાઉન પહેલાં અક્ષય ઈન્ટરનેશનલ ક્રૂઝમાં શેફ તરીકે જોબ કરતા હતા. તેમણે સાત વર્ષ ક્રૂઝ પર નોકરી કરી.
લોકડાઉન પહેલાં અક્ષય ઈન્ટરનેશનલ ક્રૂઝમાં શેફ તરીકે જોબ કરતા હતા. તેમણે સાત વર્ષ ક્રૂઝ પર નોકરી કરી.

મારી કમાણીનો મોટા ભાગનો હિસ્સો માતા-પિતાના મેડિકલ ખર્ચમાં જાય છે, કેમ કે બંને બીમાર રહે છે. માતાનાં ગોઠણ બે વખત ફ્રેકચર થઈ ચૂક્યાં છે. પિતાજી પણ બીમાર રહે છે. સેલરી જ્યાં સુધી આવતી હતી ત્યાં સુધી બધું મેનેજ થતું હતું, પણ એ બંધ થયા પછી મુશ્કેલીઓ વધી ગઈ. જે બચત હતી એનાથી બે-મહિના સુધી ઘરનો ખર્ચ નીકળ્યો અને માતા-પિતાનો મેડિકલ ખર્ચ પણ પૂરો થયો, પણ ઓગસ્ટ સુધીમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. સેવિંગના નામે માત્ર 20000 રૂપિયા જ બચ્યા હતા. પરિવારમાં માતા-પિતા સિવાય માત્ર હું જ છું. તેમની સંભાળ લેવા માટે મારે કંઈક તો કરવાનું જ હતું.

મિત્રોએ આપ્યો બિરયાનીનો આઈડિયા
ક્રૂઝ પર જે મારા સાથી શેફ હતા તેમણે જ મને સલાહ આપી કે ‘તું બિરયાની ખૂબ સારી બનાવે છે, તેથી એનો જ સ્ટોલ લગાવ, લોકોને જ્યારે સડકના કિનારે ફાઈવ સ્ટારવાળો ટેસ્ટ મળશે, એ પણ ઓછી કિંમતમાં તો તેઓ જરૂર આવશે.’ આ આઈડિયા મને પણ સારો લાગ્યો, કેમ કે કૂકિંગનો મારો દસ વર્ષથી પણ વધુનો અનુભવ છે. બિરયાનીના કામમાં કોઈ મોટો ખર્ચ પણ નહોતો. બિરયાની તૈયાર કરવામાં વાસણ અને મરીમસાલા જ ખરીદવાનાં હતાં. મનમાં એ ચાલી રહ્યું હતું કે બિરયાની તો બની જશે, પણ વેચીશ ક્યાં?

અક્ષય વેજ, ચિકન અને મટન બિરયાની વેચી રહ્યા છે. કહે છે, ટેસ્ટ ફાઈવ સ્ટાર હોટલ જેવો જ છે, તેથી કસ્ટમર વારંવાર આવતા રહે છે.
અક્ષય વેજ, ચિકન અને મટન બિરયાની વેચી રહ્યા છે. કહે છે, ટેસ્ટ ફાઈવ સ્ટાર હોટલ જેવો જ છે, તેથી કસ્ટમર વારંવાર આવતા રહે છે.

તેમાં પડોશીએ મને મદદ કરી. તેઓ જ્યાં વડાપાંવનો સ્ટોલ લગાવતા હતા ત્યાં જ મને જગ્યા આપી દીધી. જગ્યા ફાઈનલ થયા પછી મેં ઓગસ્ટથી બિરયાનીનું કામ શરૂ કરી દીધું. હું ઘરે જ બિરયાની તૈયાર કરીને લઈ જઉં છું અને નુક્કડ પર વેચું છું. આ કામ શરૂ કરવામાં બધું મળીને દસથી પંદર હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો.

મેં શરૂઆત વેજ અને ચિકન બિરયાનીથી કરી. ઓર્ડર પર ઘરેથી જ મટન બિરયાની પણ તૈયાર કરું છું. જ્યારે કામ શરૂ કર્યું તો શરૂઆતમાં બે-ચાર ગ્રાહક જ આવી રહ્યા હતા. દસ દિવસમાં દસ-પંદર ગ્રાહકો જ આવતા રહ્યા, પરંતુ પછી સોશિયલ મીડિયા પર કસ્ટમર જ ફોટો મૂકવા લાગ્યા. કેટલાક લોકોએ મારા વિશે લખ્યું પણ. પછી ભીડ જામવા લાગી. આજે સ્થિતિ એ છે કે દરરોજ ઓછામાં ઓછા 70 પેકેટ વેચું છું.

ફાઈવ સ્ટારવાળી ક્વોલિટી મેઈન્ટેન કરી રહ્યા છે
જે કસ્ટમર મારી બિરયાની એક વાર ખાય તે ફરીથી આવે છે, કેમ કે તેમને ટેસ્ટ પસંદ પડે છે. અત્યારે મને પ્રોફિટ વધુ થતો નથી, કેમ કે હું ક્વોલિટી ફાઈવ સ્ટારવાળી જ મેઈન્ટેન કરું છું. પછી 10-12 હજાર રૂપિયા બચવા લાગ્યા, હવે હું ફરીથી નોકરી કરવા માગતો નથી. મને રિસ્પોન્સ એટલો સારો મળ્યો છે કે હવે આ કામને આગળ વધારીશ.

કોઈ નવી જગ્યા શોધી રહ્યો છું, જ્યાંથી હું મારા કામને વધુ વ્યવસ્થિત કરી શકું. ઓનલાઈન ફૂડ એપ પર પણ રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલી રહી છે, ટૂંક સમયમાં જ ઓનલાઈન ઓર્ડર પર લેવાનું શરૂ કરી દઈશ. મેં મારા જીવનમાં આ જ શીખ્યું છે કે તમારી પાસે જે હુન્નર છે એ તમારી પાસેથી કોઈ ઝૂંટવી શકે નહીં. જો કોશિશ કરો તો સફળતા જરૂર મળે છે. અક્ષય અત્યારે દાદર-વેસ્ટમાં શિવાજી મંદિરની સામે ‘પારકર બિરયાની હાઉસ’ના નામથી સ્ટોલ ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો