તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:દેવભૂમિમાં સન્નાટો છે પણ શાંતિ નથી... 58 બંધ પ્રસ્તાવિત, 28 લાખને અસર

દહેરાદૂન20 દિવસ પહેલાલેખક: એમ રિયાઝ હાશમી
 • કૉપી લિંક
 • બંધ અને પાવર પ્રોજેક્ટના પૂરમાં ડૂબ્યું ઉત્તરાખંડ

ચમોલી દુર્ઘટનાને એક સપ્તાહ થઈ ગયું અને અહીં બધું ધ્યાન લાપતા લોકોની શોધખોળ તરફ છે. પરંતુ આ આપત્તિ પછી દેવભૂમિ તરીકે ઓળખાતા ઉત્તરાખંડના પહાડો અને ખીણની મુલાકાત લેતા જણાય છે કે પાવર પ્રોજેક્ટના નામે કેટલી હદ સુધી પ્રકૃતિ સાથે છેડછાડ કરાય છે અને આજે પણ તે ચાલે છે. આપત્તિ પછી અહીં દરેક પ્રોજેક્ટના મશીન શાંત છે. પરંતુ દર વખતની જેમ તે ફરી શરૂ થઈ જશે એવો અહીંના લોકોને વિશ્વાસ છે.

આમ તો ઉત્તરાખંડમાં પાવર પ્રોજેક્ટની શરૂઆત મેદાની જિલ્લા હરિદ્વારથી શરૂ થાય છે પરંતુ પહાડમાં 500થી વધુ યોજનાની જાળ ફેલાયેલ નજરે પડે છે. જેમાંથી કેટલીક બની ચૂકી છે અને કેટલીક બની રહી છે. પોડીગઢવાળ જિલ્લાનું શ્રીનગર શહેર હવે પૌરાણિક નથી રહ્યું. અહીં અલકનંદા નદી પર બનેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટે શહેરનો ચહેરો બદલી નાંખ્યો છે. અહીં બદ્રરીનાથ ધામનું કન્દ્રીય સ્થળ અને કોટદ્વાર, ઋષિકેશ, કેદારનાથ, બદ્રીનાથ તરફ જતા રસ્તાનું મિલન સ્થળ છે. તમામ વિરોધ છતાં 5 વર્ષથી પ્રોજેક્ટ ચાલે છે. અહીંના ગામ મઢીના સરપંચ જયકૃષ્ણ ભટ્ટ કહે છે કે આ પ્રોજેક્ટે પહાડ અને લોકોની શાંતિ ભંગ કરી છે. દેખાવો કરનારા સામે કેસ ચાલે છે.

ઉત્તર કાશીમાં ભાગીરથી નદી પર પાલા-મનેરી બંધનું નિર્માણ ચાલે છે. ઓક્ટોબર 2009માં તેના પર પ્રતિબંધ મૂકાયો હતો પરંતુ વચ્ચે વચ્ચે તેનું કામ ચાલતું રહે છે. તેનો પ્રાથમિક હેતુ સુરંગના પાણીને વાળવાનો હતો. ઉત્તરાખંડની સ્ટેટ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ યુનિવર્સિટીમાં પર્યાવરણ વિજ્ઞાનના પ્રો. ડૉ. એસ. પી. સતી ચમોલા આપત્તિનો અભ્યાસ કરી પાછા આવ્યા છે. તેઓ કહે છે કે તે આ દુર્ઘટના કુદરતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો