• Gujarati News
  • Dvb original
  • There Has Never Been An Atmosphere Of Fear, The Kashmiri People In The Lockdown Fed Us Sitting At Home; Now All Of A Sudden The Terrorists Killed Our Comrade

કાશ્મીરમાં બિહારી મજૂરોના ઘરેથી રિપોર્ટ:ક્યારેય ડરનો માહોલ રહ્યો નથી, લોકડાઉનમાં કાશ્મીરી લોકોએ અમને ઘરે બેઠા ખવડાવ્યું; હવે અચાનક આતંકીઓએ અમારા સાથીની હત્યા કરી દીધી

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

બિહારના ભાગલપુર જિલ્લાના રહેવાસી 57 વર્ષના વીરેન્દ્ર પાસવાન શ્રીનગરમાં પાણીપુરીની લારી લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. દિવસમાં લગભગ 700-800 રૂપિયાની કમાણી થઈ જતી હતી. બે વર્ષથી આ સિલસિલો ચાલી રહ્યો હતો. 5 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે વીરેન્દ્ર પોતાના ઘરેથી પાણીપુરીની લારી લઈને નીકળ્યો પરંતુ પરત ન આવ્યો. આતંકીઓએ તેમની હત્યા કરી દીધી

દૈનિક ભાસ્કર રિપોર્ટર વૈભવ પલનીટકર અને મુદસ્સિર કલ્લુ શ્રીનગરના આલમગીર વિસ્તારમાં વીરેન્દ્રના ઘરે પહોંચ્યા અને તેમની સાથે રહેનારાઓ સાથે વાત કરી. વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટ...

સડકના કિનારે એક જૂના ખંડેર જેવા મકાનમાં ઘૂસતા જ 3-4 પાણીપુરીની લારીઓ ઊભી છે. માથું ઝુકાવીને પાતળી સીડીઓ ચઢતા અમે વીરેન્દ્રના પ્રથમ માળવાળા રૂમ સુધી પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પર વિશ્વાસ જ ન થયો કે અહીં કોઈ રહેતું પણ હશે. બિહારી મજૂર મુશ્કેલ સ્થિતિમાં રહીને પણ પોતાના ઘરે મોકલવા માટે 4 પૈસા એકત્ર કરી લે છે. એક નાના રૂમમાં રહીને વીરેન્દ્ર પાણીપુરી તૈયાર કરતા હતા, તેમની સાથે બિહારના જ અન્ય મજૂરો પણ રહેતા હતા, તેઓ પણ પાણીપુરી, ભેળપુરી વેચવાનું કામ કરે છે.

કાશ્મીરમાં બીજા રાજ્યોના 3 લાખ લોકોને રોજગારી, તેમાં હજારો બિહારી પણ

ફોટોમાં-મૃતક વીરેન્દ્ર પાસવાનનનો ભાડાનો રૂમ. 6x4ના આ રૂમમાં તેઓ રહેતા હતા. બિહારના બાકીના મજૂરો પણ અહીં એવા જ રૂમોમાં રહે છે.
ફોટોમાં-મૃતક વીરેન્દ્ર પાસવાનનનો ભાડાનો રૂમ. 6x4ના આ રૂમમાં તેઓ રહેતા હતા. બિહારના બાકીના મજૂરો પણ અહીં એવા જ રૂમોમાં રહે છે.

કાશ્મીરમાં લગભગ 3 લાખ લોકો બીજા રાજ્યોથી આવીને રહે છે, તેમાં એ લોકો સામેલ નથી જેઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે. રોજગારીની તલાશમાં આવનારા લોકો અહીં જાતજાતની મજૂરીનું કામ કરે છે. શહેરોમાં મિસ્ત્રી, બેલદારી, રેહડી, પાટાથી લઈને હોમ વર્કર સુધીના કામ કરે છે. જ્યારે કાશ્મીરના ગામડાંઓમાં ખેતીના કામમાં પણ મોટી સંખ્યામાં બિહારી મજૂર પણ કામ કરે છે. આ મજૂરો સફરજન ઉતારવાથી લઈને કેસરની ખેતી સુધીના કામ શીખી ચૂક્યા છે.

ક્યારેય કોઈ ડરનો માહોલ રહ્યો નથી

બાંકાના રહેવાસી પંકજ પાસવાન પણ અહીં પાણીપુરી વેચે છે. વીરેન્દ્ર તેમની સાથે જ રહેતો હતો. પંકજ શ્રીનગરમાં 27 વર્ષથી રહે છે. અગાઉ તેની પત્ની અને બાળકો પણ સાથે રહેતા હતા પરંતુ આતંકાવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટર પછી બગડેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે પરિવારજનોને ઘરે મોકલી દીધા. પંકજ કહે છે, ‘વીરેન્દ્ર એટલો સીધો સાદો હતો કે વધુ કોઈની સાથે પણ વાત કરતો નહોતો. ક્યારેય કોઈ ડરનો માહોલ જ રહ્યો નથી.

વીરેન્દ્રના મોત પછી તેમની પાણીપુરીની લારી સુની પડી છે. તે છેલ્લા બે વર્ષથી અહીં પાણીપુરી વેચવાનું કામ કરતો હતો.
વીરેન્દ્રના મોત પછી તેમની પાણીપુરીની લારી સુની પડી છે. તે છેલ્લા બે વર્ષથી અહીં પાણીપુરી વેચવાનું કામ કરતો હતો.

ક્યારેય કોઈ ધમકી પણ મળી નથી. અહીં આસપાસના લોકો ખૂબ મદદ પણ કરતા હતા. લોકડાઉનના સમયે અહીંના સ્થાનિક લોકોએ અમને 4 મહિના ઘરે બેસાડી ખવડાવ્યું છે. વીરેન્દ્ર પણ ત્યારે અહીં હતો. લોકો આવીને લોટ, ચોખા, શાકભાજી આપી જતા હતા.’

અહીંના ખુશનુમા હવામાનમાં મજા આવે છે

બિહારના જ રહેવાસી પંડા ઠાકુર વીરેન્દ્રની સાથે એ જ રૂમમાં રહેતા હતા. પંડા ઠાકુર મજૂરીનું કામ કરે છે અને ક્યારેક ભેલપુરીની લારી લગાવે છે. અમે તેમને પૂછ્યું કે પોતાના ઘરેથી આટલે દૂર આવીને શા માટે રહે છે? પંડા કહે છે, ‘અહીંની મોસમ ખુશનુમા હોય છે, તેથી અમને અહીં રહેવામાં મજા આવે છે. અહીં અન્ય શહેરોની જેમ કોમ્પિટિશન નથી. રહેવાનો ખર્ચ પણ વધુ નથી અને અમારે સારી એવી કમાણી થઈ જાય છે. બિહારથી વધુ સારા લોકો કાશ્મીરમાં છે, અહીંના લોકો કોઈને ભૂખ્યા સૂવા દેતા નથી. આથી અહીં ટકેલા છીએ.’

અમે પંડાને પૂછ્યું કે શું તેઓ પોતાના સાથીની હત્યા પછી બિહાર પરત જવા અંગે વિચારી રહ્યા છે કે શું? તેના પર તે કહે છે-વીરેન્દ્રની હત્યા પછી ડર તો લાગી રહ્યો છે પરંતુ પરત જવા અંગે વિચારતા નથી. અહીંના અનેક લોકોએ આવીને અમને હિંમત આપી છે. મુસ્લિમ સમુદાયના અનેક લોકો આવ્યા જેમણે કહ્યું-ડરતા નહીં, અમે તમારી સાથે છીએ. જો કમાવું હોય તો કામ તો કરવું જ પડશે.

વીરેન્દ્રની સાથે રહેનારા પંડા ઠાકુર મજૂરીનું કામ કરે છે. તેઓ ક્યારેક ભેલપુરીની લારી પણ લગાવે છે.
વીરેન્દ્રની સાથે રહેનારા પંડા ઠાકુર મજૂરીનું કામ કરે છે. તેઓ ક્યારેક ભેલપુરીની લારી પણ લગાવે છે.

અહીંની સરકારે આપી 6 લાખની મદદ, બિહારના નેતાઓએ પૂછ્યું પણ નહીં.
ઘટનાના દિવસને યાદ કરીને પંકજ કહે છે, ‘કેટલાક લોકો કહી રહ્યા હતા કે પાણીપુરીવાળાને મારી નાખ્યો પરંતુ અમને વિશ્વાસ ન થયો. જ્યારે અમારા મકાન માલિકે ફેસબુક પર ફોટો બતાવ્યો, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે વીરેન્દ્રની હત્યા કરી દીધી. તેના પછી અમે હોસ્પિટલે ગયા. અધિકારીઓએ કહ્યું કે જો તમે બોડી બિહાર લઈ જવા માગો છો તો અમારી પાસે વ્યવસ્થા તૈયાર છે, પરંતુ અમારી પાસે માણસો પણ નહોતા અને સમય પણ ઓછો હતો.

આથી વીરેન્દ્રના ઘરના લોકોને અમે પૂછ્યું કે શું કરવું છે તો તેમણે કહ્યું કે વીરેન્દ્રને તેના ભાઈ દ્વારા અગ્નિદાહ અપાવીને ત્યાં જ અંતિમ સંસ્કાર કરી દો. વીરેન્દ્રના પરિવારને જમ્મુ-કાશ્મીર સરકારે 6 લાખ રૂપિયાની મદદ કરી, પરંતુ બિહારના કોઈ નેતાએ પૂછ્યું પણ નથી. વીરેન્દ્ર પરિવારમાં પત્ની અને 6 બાળકો છે. તેઓ દિવસ-રાત પોતાની પુત્રીઓના લગ્નની ચિંતા કરતા રહેતા હતા.’

કાશ્મીર વિશે જે વાતો થાય છે, એ બિલકુલ ખોટી છે.

બિહારના બાંકા જિલ્લાના રહેવાસી પંકજ પાસવાન પણ પાણીપુરી વેચે છે. વીરેન્દ્ર તેમની સાથે જ રહેતા હતા. તેઓ મોબાઈલ પર વીરેન્દ્રની તસવીર બતાવી રહ્યા છે.
બિહારના બાંકા જિલ્લાના રહેવાસી પંકજ પાસવાન પણ પાણીપુરી વેચે છે. વીરેન્દ્ર તેમની સાથે જ રહેતા હતા. તેઓ મોબાઈલ પર વીરેન્દ્રની તસવીર બતાવી રહ્યા છે.

પંકજ પાસવાન સાથે અમે કેટલીક વાતો કાશ્મીરની સ્થિતિ પર કરી. અમે તેમને પૂછ્યું કે સમગ્ર દેશમાં લોકોમાં એવું ચિત્ર ખડું કરાય છે કે કાશ્મીરમાં લોકો ખૂબ કટ્ટર છે, ધાર્મિક તણાવ વધુ છે, શું ખરેખર એવું છે? પંકજ કહે છે, ‘હું 27 વર્ષથી અહીં રહું છું અને દાવા સાથે કહી શકું છું કે આ વાત સંપૂર્ણપણે ખોટી છે. અહીં લાખો બિહારી રહે છે, જો લોકો ખરાબ હોત તો શું અમે અહીં રહી શક્યા હોત. મારી પુત્રી ધો. 7 સુધી અહીંની સ્કૂલોમાં જ ભણી છે. આ જ બાળકો સાથે રમીને મોટી થઈ છે. અમે કાશ્મીરી લોકો સાથે હળીમળીને રહીએ છીએ. મને અહીં બિહાર કરતાં વધુ સારૂં લાગે છે. હું જીવીશ ત્યાં સુધી અહીં જ રહીશ.’

કાશ્મીરીઓને પસંદ પડી ગયો છે બિહારી પાણીપુરીનો સ્વાદ
તેના પછી અમે એક પાણીપુરી વેચનારા ધનંજય પાસવાનની સાથે લારી લઈને નીકળ્યા અને શ્રીનગરના આલમગીર વિસ્તારથી ડાઉનટાઉન થઈને અમે એ જગ્યાએ પહોંચ્યા જ્યાં તેઓ પાણીપુરીની લારી લગાવે છે. ધનંજય કહે છે, ‘અમે ટુરિસ્ટવાળા વિસ્તારમાં અમારી લારી લગાવતા નથી. પાણીપુરી મોટાભાગે કાશ્મીરી લોકો જ ખાય છે. સ્કૂલ-કોલેજની યુવતીઓને અમારી પાણીપુરી ખૂબ ભાવે છે. જો અમારી લારીની પાણીપુરી કોઈ એકવાર ખાઈ લે તો ગેરંટી છે કે બીજીવાર પરત જરૂર આવશે.’

ધનંજય પાસવાન પાણીપુરીની લારી લઈને જઈ રહ્યો છે. તે લાંબા સમયથી અહીં પાણીપુરી વેચી રહ્યો છે. તે કહે છે કે કાશ્મીરી લોકોને અમારી પાણીપુરી વધુ પસંદ કરે છે.
ધનંજય પાસવાન પાણીપુરીની લારી લઈને જઈ રહ્યો છે. તે લાંબા સમયથી અહીં પાણીપુરી વેચી રહ્યો છે. તે કહે છે કે કાશ્મીરી લોકોને અમારી પાણીપુરી વધુ પસંદ કરે છે.
અન્ય સમાચારો પણ છે...