• Gujarati News
  • Dvb original
  • The Youth Of Vadodara Made A Scrap Bike In Just 26 Hours At A Cost Of 80 Thousand Electric Bikes, Running At A Cost Of Only 8 Paisa Per Km

આજની પોઝિટિવ સ્ટોરી:વડોદરાના યુવાને માત્ર 26 કલાકમાં જ ભંગાર બાઇકને 80 હજારના ખર્ચે બનાવી દીધી ઇલેક્ટ્રિક બાઇક, માત્ર 8 પૈસા પ્રતિ કિમીના ખર્ચે ચાલે છે

વડોદરા18 દિવસ પહેલા
પેટ્રોલના ભાવ અને સરકારની સ્ક્રેપ પોલિસીને લઇને યુવકે બાઈક બનાવ્યું છે.
  • બાઇકમાંથી પેટ્રોલ એન્જિન કાઢીને સેલ્ફ રિજનરેટિવ ઈલેક્ટ્રિક સિસ્ટમ લગાવી દીધી
  • યુવાને તૈયાર કરેલુ ઇલેક્ટ્રિક બાઇક ચાલે છે, ત્યારે બેટરી ચાર્જ પણ થાય છે

પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણના વધતાં ભાવથી વાહનધારકોના બજેટ ખોરવાઈ રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરમાં ડિપ્લોમાં સિવિલ એન્જિયરિંગમાંથી ડ્રોપ આઉટ થયેલા 36 વર્ષીય યુવાને માત્ર 26 કલાકમાં જ 80 હજાર રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક બાઇક બનાવી છે. આ બાઇક માત્ર 8 પૈસા પ્રતિ કિમીના ખર્ચે ચાલે છે. ઇલેક્ટ્રિક બાઇક તૈયાર કરનાર યુવાન મીથીલેશ પટેલે જણાવ્યું હતું કે, વધતા જતા પેટ્રોલના ભાવ અને સરકારની સ્ક્રેપ પોલિસીને લઇને મેં ઇલેક્ટ્રિક બાઇક બનાવવાનું નક્કી કર્યું હતું અને ભંગારમાંથી એક બાઇક લઇ આવ્યો હતો અને ભંગાર બાઇકમાંથી ઇલેક્ટ્રિક બાઇક તૈયાર કરી છે. મારી આ બાઇક રિવર્સમાં પણ ચાલે છે.

ઇલેક્ટ્રિક બાઇકને તૈયાર કરવામાં યુવકને 26 કલાકનો સમય લાગ્યો હતો
ઇલેક્ટ્રિક બાઇકને તૈયાર કરવામાં યુવકને 26 કલાકનો સમય લાગ્યો હતો

સેલ્ફ રિજનરેટિવ ઈલેક્ટ્રિક સિસ્ટમ કાર્યરત કરી
મીથીલેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સ્ક્રેપ પોલીસ લાવવામાં આવી રહી છે. જેના કારણે હવે 20 વર્ષ જૂના વાહનો ભંગારમાં જતા રહેશે. બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. જેથી મેં લોકોની મુશ્કેલી દૂર કરવા માટે કંઇક નવુ કરવાનું મનોમન નક્કી કર્યું હતું. મેં જૂની બાઇકનો ઉપયોગ કરીને જૂની બાઇકના પેટ્રોલ એન્જિનને કાઢી તેમાં સેલ્ફ રિજનરેટિવ ઈલેક્ટ્રિક સિસ્ટમ કાર્યરત કરી હતી અને ઇલેક્ટ્રીક બાઇક તૈયાર કરી છે.

જૂના બાઈકના ઓરીજનલ ચેચીસને કોઈ વેલ્ડીંગ વગર અને તેની સ્ટ્રેથને છંછેડ્યા વગર મોટર અને બેટરી ફીટ કરવામાં આવી
જૂના બાઈકના ઓરીજનલ ચેચીસને કોઈ વેલ્ડીંગ વગર અને તેની સ્ટ્રેથને છંછેડ્યા વગર મોટર અને બેટરી ફીટ કરવામાં આવી

ઇ-બાઇકનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીશ
આ ઇલેક્ટ્રિક બાઇકને તૈયાર કરવામાં મને 26 કલાકનો સમય લાગ્યો હતો. જેમાં વ્રજ ઇનોવેટર(રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર) દ્વારા મને મદદ કરવામાં આવી હતી. જૂના બાઈકના ઓરીજનલ ચેચીસને કોઈ વેલ્ડીંગ વગર અને તેની સ્ટ્રેથને છંછેડ્યા વગર મોટર અને બેટરી ફીટ કરવામાં આવી છે. સ્કિલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશન માટે હું જૂની બાઈકમાંથી ઈલેક્ટ્રીક બાઈક બનાવવાની રીત મારા સોશિયલ મીડિયા પર મૂકીશ. જેથી લોકો આ રીતે જાતે ઈલેક્ટ્રીક બાઈક બનાવીને પર્યાવરણ બચાવે અને તેના થકી ઇલેકટ્રીક વ્હીકલને પણ સ્પોર્ટ મળી રહે.

યુવક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર પણ છે.
યુવક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર પણ છે.

ઇલેક્ટ્રિક બાઇક રિજનરેટિવ બ્રેક સિસ્ટમથી જાતે ચાર્જ થયા કરે છે
મેં તૈયાર કરેલી ઇલેક્ટ્રિક બાઇક રિજનરેટિવ બ્રેક સિસ્ટમથી જાતે ચાર્જ થયા કરે છે. જેથી બાઇકની એવરેજ વધી જાય છે. મારી પાસે આ પ્રકારની 20 જેટલી પેટન્ટ છે. હું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર પણ છું. આગામી દિવસોમાં 100 જેટલી પેટન્ટ રજીસ્ટર્ડ કરવાનું મારૂ લક્ષ્ય છે.

ઈલેક્ટ્રીક બાઈક પર્યાવરણ બચાવે છે તેના થકી ઇલેકટ્રીક વ્હીકલને પણ સ્પોર્ટ મળી રહે છે.
ઈલેક્ટ્રીક બાઈક પર્યાવરણ બચાવે છે તેના થકી ઇલેકટ્રીક વ્હીકલને પણ સ્પોર્ટ મળી રહે છે.

શું છે આ ઇલેકટ્રીક બાઈકની ખાસિયત

  • જૂના બાઈકનું પેટ્રોલ એન્જિન કાઢીને તેમાં સેલ્ફ રિજનરેટિવ ઈલેક્ટ્રિક એન્જિન સેટ કરવામાં આવ્યું છે.
  • આ બાઈકમાં સેન્ટ્રલ લોકીંગ એન્ટીથીફ સિસ્ટમ, ઇલેકટ્રીક વિહિલમાં V8 એન્જિન અવાજ, GPS અને ટ્રેક ટેલિમેટ્રી સિસ્ટમ મૂકવામાં આવી છે.
  • આ ઉપરાંત બાઈકમાં સોલર ચાર્જીંગ સિસ્ટમ પણ લગાવવામાં આવ્યુ છે. જેથી સોલર દ્વારા પણ તે ચાલી શકે છે.
  • તેની મહત્તમ સ્પીડ 76 Km/h છે. મહત્વનું છે કે તેમાં રિવર્સ ડ્રાઈવ પણ છે.
  • આ ઈલક્ટ્રિક બાઈક એક ચાર્જમાં 80થી 90 કિલોમીટરની એવરેજ આપે છે.
  • સામાન્ય ચાર્જર વડે 5 થી 6 કલાક ચાર્જ કરીયે તો એક યુનિટ વપરાય છે, જેથી 8 પૈસા પ્રતિ કિલોમીટર ખર્ચ પડે. જૂની બાઇકનો ઉપયોગ કરીને જૂની બાઇકના પેટ્રોલ એન્જિનને કાઢી તેમાં સેલ્ફ રિજનરેટિવ ઈલેક્ટ્રિક સિસ્ટમ કાર્યરત કરી