તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાત બરાબરીની:ભોગવનાર તો પુરુષ હોય છે, સ્ત્રીઓ તો જમીન છે, જેના પર હળ-કોદારી ચલાવીને બીજ રોપવામાં આવે છે

નવી દિલ્હી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓક્સફોર્ડ ડિક્શનરીએ પોતાનાં પાનાં પરથી સ્ત્રીના સમાનાર્થી ‘બિચ’ શબ્દને હટાવી દીધો છે, એને રિવ્યૂ કરવામાં તેમણે આખું એક વર્ષ લગાવી દીધું
 • પુરુષ સ્ત્રીથી ખુશ થઈને તેને ઘરેણાં આપે છે અને ગુસ્સામાં મર્દને બંગડીઓ પહેરાવી દે છે, જાણે બંગડીઓ કોઈ ગાળ હોય, જે સ્ત્રીના હાથમાં જ સજે છે

ફારસીમાં એક કહેવત છે - જે માણસ સ્વાદ વિનાનું ખાધા પછી પણ બદમાશ ન બને એ જ શરીફ છે. આ શરાફત સ્ત્રીઓના દેહ પર ચુસ્ત ખાલની જેમ ચઢાવી દેવાઈ છે. કોળિયામાં ગમે તેટલી ખામીઓ હોય, ચૂપચાપ ગળી જાઓ. સ્ત્રીઓએ કર્યું પણ એ જ. પરિણામ એ રહ્યું કે થાળીમાં અનાજ ઓછું, કાંકરા વધુ મળે છે. હાલમાં જ કેટલીક કાંકરીઓની છટણી ઓક્સફોર્ડ ડિક્શનરીએ કરી. તેણે પોતાના પાનાં પરથી સ્ત્રીનો સમાનાર્થી ‘બિચ’ શબ્દ હટાવી દીધો.

અનેક અન્ય શબ્દોમાં બદલાવની સાથે ડિક્શનરીએ એમ પણ માન્યું કે એનાથી શબ્દોના ઉદાહરણ આપવામાં થોડી ચૂક થઈ ગઈ. આ ચૂકને સુધારવામાં નામી ડિક્શનરીને હજારો સ્ત્રીઓના હસ્તાક્ષરોની જરૂર પડી. ઓક્સફોર્ડ પ્રેસે આખું એક વર્ષ એને રિવ્યૂ કરવામાં પસાર કર્યું કે તેની પાસે સ્ત્રીઓની ફિતરત સમજાવવા માટે જે શબ્દ છે એ સ્ત્રી-પુરુષ બંને પર સમાન રીતે લાગુ થાય છે. હવે આપ ડિક્શનરી જોશો તો તેમાં કર્કશના ઉદાહરણમાં મિસિસ રેચલ જ નહીં, પણ મિસ્ટર જોન પણ હોઈ શકે છે. કાયમ મીનમેખ કાઢવા એ એકલી કમલાની નહીં, મોહન પણ એટલા તુંડમિજાજી હોઈ શકે છે.

આમ તો સ્ત્રીઓને લઈને આ પાકા રાગ ઓક્સફોર્ડ એકલાની ભૂલ નથી. આખી માણસજાત બોલી-ભાષા દ્વારા સ્ત્રીને તેની હેસિયત દર્શાવ્યા કરે છે. અંગ્રેજી અને બીજી ભાષાઓમાં લગભગ 220 શબ્દો છે, જે જનનાંગોને જોડીને છુટ્ટી ગાળો આપે છે, એટલે સુધી કે સ્ત્રીને વેશ્યા કહેવા માટે 500થી વધુ શબ્દો શોધવામાં આવ્યા, જ્યારે પુરુષ વેશ્યા માટે માત્ર 65 શબ્દો છે અને આવું કેમ ન હોય. આખરે ભોગવનાર તો પુરુષ હોય છે, સ્ત્રીઓ તો જમીન છે, જેના પર હળ-કોદારી ચલાવીને બીજ રોપવામાં આવે છે.

વધારે દૂર ન જઈને પડોશના શ્યામગઢ જઈએ. ત્યાં દરેક ઘરમાં લલ્લાની માતા કે શ્યામુની વહુ રહે છે. તેઓ કાં તો કોઈ મર્દના બાળકની માતા છે કાં તો પત્ની. આ અનામી સ્ત્રીઓની આ જ ઓળખ છે. જો મા-બાપે કોઈ નામ આપ્યું હતું તોપણ તેઓ દાયકાઓ પહેલાં ભુલાવી દેવાયું હોત. હવે માનો કે આવી જ કોઈ અનામી સ્ત્રી લાપતા થઈ જાય તો ત્યારે શું થશે! પરિવારજનો માટે સ્ત્રી ઉપયોગી રહી, એટલે કે ઝાડુ-પોતાં, મર્દના નખરા સહન કરવા જેવા કામ કરી શકવા લાયક વયની હોય તો તેને શોધવાની કવાયત ચાલશે. અખબારમાં ફોટો આવશે - જેની નીચે મોટા મોટા અક્ષરોમાં છપાયું હશે - લલ્લાની માતા, પાછી આવી જા અથવા તસવીરની સાથે લખ્યું હશે કે ફલાણી મહિલાનું મગજ નબળું છે, તેને પોતાનું નામ યાદ નથી.

બરાબર જ છે. જે સ્ત્રી પોતાનું નામ પણ ભૂલી જાય એ અક્કલ વગરની કેમ ન કહેવાય! એ સ્ત્રી આજે ખોવાઈ નથી, એ તો ત્યારની ખોવાઈ ગઈ હતી જ્યારે આ દુનિયામાં આવી. બસ, આપણે ખોવાઈ છેની જાહેરાત આપવાનું ટાળ્યું હતું. શબ્દો દ્વારા સ્ત્રી વિરુદ્ધ હિંસા તેની ઓળખ પીંખી નાખવા સુધી સીમિત નથી. એક અન્ય રમત પણ છે. અંગ્રેજીમાં રાચતા લોકો તેને પોલિટિક્સ ઓફ ટચ કહે છે. તેમાં સ્ત્રી હંમેશાં એ રોલમાં હોય છે, જ્યાં પુરુષોને તેને સ્પર્શ કરવાની છૂટ મળે છે, જેમ કે ડો. જતીન દર્દી મીનાના પેટ પર હાથ ફેરવે છે કે પછી બોસ કુલદીપને અંગ્રેજી બોલવા અને ઉત્તમ કોફી બનાવનારી સેક્રેટરી જોઈએ.

ધ્યાન આપીએ તો જોઈશું કે સેક્રેટરી શબ્દના અર્થ એટલો સીમિત થઈ ગયો છે કે તેને ઉચ્ચારતા દુબળી-નાજુક, ઊંચી એડી પર ઊભેલી યુવતીની તસવીર મગજમાં આવી જાય છે. કોઈ કંપનીના રિસેપ્શનમાં પણ મોટા ભાગે ચમકદાર ચહેરા અને રણકતા અવાજવાળી યુવતીઓ જ જોવા મળશે. તેમની બોલી-સમજણ ભલે સીમિત હોય, પણ તેને સુંદર સ્ત્રી તરીકે જ જોવાશે. બે-ચાર પતંગિયા રિસેપ્શનની ચારેતરફ ઊડતા રહેશે અને રિસેપ્શનિસ્ટ વિવેકના લીધે ગાળો પણ નહીં આપી શકે.

હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં હાલત વધુ ખરાબ છે. ત્યાં યુવતીની ભરતી અગાઉ તેને પરિણીત હોવા અંગેના સવાલો કરવામાં આવે છે. ઈન્ટરવ્યુ સવાલ સુધી સીમિત નથી રહેતા, આગળ તેમને બાળક પેદા ન કરવાની વાત ચેતવણીની જેમ કહી દેવાય છે. માતા બનશે તો યુવતીના ચહેરાથી લઈને કાયામાં પણ ફેરફાર આવી શકે છે. શક્ય છે કે બાળકને સંભાળતા તેનામાં ચીડિયાપણું પણ આવી શકે છે. આવી સ્ત્રી ફોન ઉઠાવવાના કામની પણ ક્યાંથી રહેશે, એટલે કે સ્ત્રીની કોઈ અવ્વલ ઓળખ હોતી નથી અને જો ઓળખ મળે તોપણ તે એટલી જ કે જેટલી મર્દોને અનુકૂળ હોય.

અન્ય એક બિરાદરી છે, જે મગદાળ ખાતા પણ ડિનર જેકેટ પહેરે છે. તેઓ કહે છે કે ભેદભાવની આ ફરિયાદો નવી સ્ત્રીઓના નખરા છે. અગાઉથી જ શું સ્ત્રીઓ ઓછી નખરાળી હતી, જે હવે નવું નાટક કરવા લાગી. સ્ત્રીઓની નવી પેઢીને કોસનારી આ બિરાદરી એ જ છે જે સ્ત્રીઓને સિંગાર-પટ્ટી સુધી સીમિત માને છે. તેઓ પોતાની સ્ત્રી પર ખુશ થાય છે તો ઘરેણાં આપે છે અને ગુસ્સામાં આવે તો કોઈ મર્દને બંગડીઓ પહેરાવી દે છે. જાણે બંગડીઓ નહીં પણ કોઈ ગાળ હોય જે સ્ત્રીઓના હાથમાં જ સજે છે.

ભાષા અને સિંગાર દ્વારા સ્ત્રીઓને તેમની જગ્યા બતાવવાનું ચલણ તો ક્યાંય છૂટ્યું નથી. ઘરમાં નોકર પણ રાખવામાં આવે છે તો બેગમ સાહેબાનું ઉદાહરણ આપતાં માલિક મર્દ કહે છે કે તે ખુદ સવારે 5થી રાતના 10 વાગ્યા સુધી જોતરાયેલી રહે છે. બેગમની મિસાલ આપીને નોકર પાસેથી કામ લેવામાં આવે છે. અનેક અન્ય લોકો પણ છે, જે પોતાના મજાકિયા અંદાજમાં સ્ત્રીઓની મજાક ઉડાવે છે. આવા લોકોને શિક્ષિત સ્ત્રીના ઘરે ભોજન પર બોલાવવામાં આવે તો ડ્રોઈંગ રૂમમાં પગ પર પગ રાખીને નમકીન ખાતા એક મજાક કરશે - ભઈ, અમને તો ખબર જ નહોતી કે તાલીમ પ્રાપ્ત સ્ત્રીઓ પણ શાનદાર ભોજન કરાવે છે. સ્ત્રીઓનો રસોડા સાથે નાતો પાકો કરાવવા કેટલા ટુચકા નીકળી પડ્યા.

આ રીતે પણ કામ ન થાય તો એક અત્યંત મુલાયમ અંદાજ પણ છે, જે સ્ત્રીને તરત વશમાં કરી લેશે. એ આ રહ્યું - મર્દના હૃદયનો માર્ગ તેના પેટથી થઈને જાય છે! લો સાહેબ, સ્ત્રીને ગાળો આપ્યા વિના તેને કાબૂમાં કરી લીધી. ભાષાનો જન્મ ક્યારે થયો, એનું ઠીકઠાક પ્રમાણ અત્યારસુધી મળ્યું નથી. કદાચ હજારો વર્ષ પહેલાં કે એનાથી પણ પહેલાં, જ્યારે ગણતરીની શોધ બાકી હતી. હોઈ શકે કે ભાષાનો જન્મ આપણને ખબર ન હોય પરંતુ ભાષાનું મોત નજીક છે.

ભાષાઓ હવે વૃદ્ધ થઈ ચૂકી છે. બોલવામાં જીભ થોથવાય છે. શબ્દ ઘસાઈને અર્થ ગુમાવી ચૂકેલી એક અંતિમ ગાળ અને ટૂંકમાં જ એ સમય આવશે, જ્યાં સમાજ જુબાન ગુમાવી દેશે. ત્યારે બાકી રહેશે મૌનની ભાષા. આ એ જ ભાષા છે, જે આદમ અને ઈવે મળીને રચી હતી, જેમાં સ્ત્રીની બંગડી ગાળ નહીં હોય પણ તેની મરજી હશે અને પુરુષોના હૃદયનો માર્ગ પેટ નહીં, પણ હૃદય જ હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો