તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • The Wife Said Anything Can Be Added In The Report, Even If God Says So, I Can't Believe That The Husband Ate Poison

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન ટ્રાયલ બાદ મૃત્યુ:પત્નીએ કહ્યું- રિપોર્ટમાં કંઈ પણ લખાવી શકાય છે, ભગવાન કહે તો પણ પતિએ ઝેર ખાધુ હોવાની વાત માની શકુ નહીં

ભોપાલ12 દિવસ પહેલાલેખક: ઈન્દ્રભૂષણ મિશ્ર
  • કૉપી લિંક
12 ડિસેમ્બરના રોજ ભોપાલની ઈન્દિરા કોલોનીમાં રહેતા દીપકને કોરોના વેક્સિન ટ્રાયલનો પહેલો ડોઝ લગાવ્યો હતો. 9 દિવસ બાદ તેનું મૃત્યુ થઈ ગયું. દીપકની પત્ની વૈજયંતી - Divya Bhaskar
12 ડિસેમ્બરના રોજ ભોપાલની ઈન્દિરા કોલોનીમાં રહેતા દીપકને કોરોના વેક્સિન ટ્રાયલનો પહેલો ડોઝ લગાવ્યો હતો. 9 દિવસ બાદ તેનું મૃત્યુ થઈ ગયું. દીપકની પત્ની વૈજયંતી
  • દીપકની પત્ની કહે છે કે જો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાચો છે તો તે આપવામાં આટલો વિલંબ શા માટે થયો, અમને 12 દિવસ સુધી ધક્કા ખવડાવવામાં આવ્યા
  • તે કહે છે કે જો મૃત્યુ વેક્સિનથી નથી થયુ તો ઈન્જેક્શન લગાવ્યા બાદ તેમની તબિયત કેવી રીતે બગડી ગઈ

ભોપાલની ઈન્દિરા કોલોની. સાંકડી ગલીઓમાંથી પસાર થઈ એક ઘરે પહોંચ્યા એટલે કે એમ કહો કે એક નાની રૂમમાં દાખલ થયા. દરવાજા પર 12-13 વર્ષનો એક કિશોર ચુપચાપ ઉભો છે. ઘરની અંદર સામાન વિખેરાયેલો પડ્યો છે. મીડિયા કર્મચારીઓ કેમેરા લગાવી રહ્યા છે. એક નાના ખાટલા પર 40 વર્ષની વૈજયંતી બેઠી છે.

હાથમાં તેમના પતિ દિપક મરાવીની તસવીર છે. દિપક હવે આ દુનિયામાં નથી. દીપકે 12 ડિસેમ્બરના રોજ કોવેક્સિનના ટ્રાયલમાં ભાગ લીધો હતો. 21 ડિસેમ્બરના રોજ તેનું મૃત્યુ થયુ હતું.

વેક્સિન લગાવવા બદલ રૂપિયા 750 મળ્યા હતા
પતિના મૃત્યુ બાદ દીપકની પત્ની વૈજયંતી પણ કેટલાક દિવસોથી બીમાર છે, 'ના પાડી હતી કે વેક્સિન ન લગાવશો, જોખમ છે. પણ તેઓ માન્યા જ નહીં. હવે અમારું બધુ જ છીનવાઈ ગયું છે, ખબર નથી પરિવાર કેવી રીતે ચાલશે.' દીપક વેક્સિન ટ્રાયલમાં કેવી રીતે ગયા? આ પ્રશ્નના જવાબમાં તે કહે છે કે જ્યારે તેઓ મજૂરી કરવા જતા હતા ત્યારે કોઈએ કહ્યું કે કોવેક્સિન લગાવી લો રૂપિયા 750 મળશે. તેઓ ઘરમાં સૌને લગાવવાની વાત કરતા હતા. પણ મે તેમની વાતનો ઈન્કાર કર્યો.

21 ડિસેમ્બરના રોજ દીપકનું મૃત્યુ થયુ હતું
21 ડિસેમ્બરના રોજ દીપકનું મૃત્યુ થયુ હતું

પત્નીએ કહ્યું-વેક્સીન લગાવ્યા બાદ આરોગ્ય બગડ્યું
વેક્સિનના ટ્રાયલમાં પતિને ગુમાવ્યાની વ્યથા કહેતી વખતે વૈજયંતીની આંખોમાંથી આસુ વહી રહ્યા હતા. જ્યારે તેઓ ઈન્જેક્શન લગાવી ઘરે પરત ફર્યાં ત્યારે તેમણે કોઈને કહ્યું નહીં. તેમની પાસે કોઈ જ કાગળ ન હતો. જ્યારે તેમના હાથમાં દુખાવો થવા લાગ્યો તો તેમણે નાના દિકરાને કહ્યું કે તેમણે કોવેક્સિનનું ઈન્જેક્શન લીધુ છે. તુ આ વાત તારી મમ્મીને કહેતો નહીં. વેક્સિન લગાવ્યા બાદ સતત તબિયત બગડવા લાગી.

બે-ત્રણ દિવસ બાદ તેમનું ખાવા-પીવાનું ઓછું થઈ ગયું. નબળાઈ વધવા લાગી. તેઓ કામ પર પણ જતા ન હતા. ઉલટી પણ થવા લાગી. અમે કહ્યું કે દવા લઈ લો, ડોક્ટરને દેખાડો. પણ તેઓ માન્યા નહીં, ઉલટા અમારા પર ગુસ્સે થતા હતા. 20 ડિસેમ્બરના રોજ તબિયત વધારે બગડી ગઈ. ખાવાનું પણ છોડી દીધુ. 21મી ડિસેમ્બરના બપોરે તેમનું મૃત્યુ થયું.

તેઓ ગાંડા થોડા હતા કે ઝેર ખાઈ લે
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દીપરના શરીરમાં ઝેર મળ્યું છે. આ અંગે વૈજયંતી કહે છે કે શુ તે ગાંડા હતા કે ઝેર ખાય. તેમણે ઝેર ખાધુ હોત તો અમને આ અંગે જાણ થઈ હોત. જો વેક્સિનને લીધે તેમનું મૃત્યુ થયુ નથી તો ઈન્જેક્શન લગાવ્યા બાદ તે કેવી રીતે બીમાર પડ્યા. તેમણે ચાલવા ફરવાનું બંધ શા માટે બંધ કરી દીધું. ઉલટી શા માટે કરવા લાગ્યા. જો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ સાચો હોય તો તે આપવામાં આટલો વિલંબ શા માટે કર્યો.

અમને 12 દિવસ સુધી સતત ધક્કા ખવડાવવામાં આવ્યા. જુઓ, અમે ગરીબ છીએ, અભણ છીએ. જેમની પાસે સત્તા અને પૈસા છે તે રિપોર્ટમાં બધુ જ લખી શકે છે. અમે કેવી રીતે માનીએ. ભગવાન પણ આવીને કહે કે તો પણ ઝેર ખાધુ હોવાની વાતને હું માની શકુ તેમ નથી. એક તસવીર દેખાડી તે કહે છે કે આ તસવીર જુઓ. એક મહિના અગાઉની છે.

તેમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તેવું દેખાય છે. બહાર પણ કોઈ પણને પૂછી લો કે તેઓ ક્યારેય બીમાર પડ્યા નથી. અને હંમેશા ખુશ રહેતા હતા. તેમને કઈ વાતની ચિંતા હોય.

ભોપાલની ઈન્દિરા કોલોનીમાં રહેતો દીપક શ્રમિક હતો. તે ભાડાના રૂમમાં રહેતો હતો
ભોપાલની ઈન્દિરા કોલોનીમાં રહેતો દીપક શ્રમિક હતો. તે ભાડાના રૂમમાં રહેતો હતો

પરિવાર લોકડાઉનમાં મકાનનું ભાડુ આપી શક્યો નથી
દીપકના પડોશી ભુવનેશ કહે છે કે તેઓ બિલકુલ સાજા હતા. કોઈ જ મુશ્કેલી ન હતી. મજૂરી કરતા હતા અને ઘર ચલાવતા હતા. તેમનુ મૃત્યુ વેક્સિનથી થયુ કે અન્ય કોઈ કારણથી એ તો હું કહી શકુ તેમ નથી. પણ મને નથી લાગતુ કે તેમણે કોઈ ઝેર ખાધુ હોય અથવા તેમને કોઈ બીમારી હતી.

સરકાર તરફથી મદદ અંગે વૈજયંતી કહે છે કે કોઈએ અમારી મદદ કરી નથી. કોઈ મળવા પણ આવ્યુ નથી. મીડિયામાં સમાચાર આવ્યા બાદ આ લોકોએ પોસ્ટમોર્ટમ અહેવાલ આપ્યો. વૈજયંતી કહે છે કે નાણાં ઉછીના લઈને પતિનું ક્રિયા-કર્મ કર્યું છે. લોકડાઉનના સમયથી અમારું ભાડુ બાકી છે. હવે ખબર નથી કે બધુ કેવી રીતે ચલાવશું.

બે દિવસ અગાઉ મધ્ય પ્રદેશના ભૂતપુર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પણ વૈજયંતીના ઘરે આવ્યા હતા. તેમણે પરિવારને રૂપિયા 25 હજાર આપ્યા હતા.SDMએ પણ રૂપિયા 25 હજારનો ચેક આપ્યો છે. પરિવારની માંગ છે કે તેમને આર્થિક મદદ કરવામાં આવે. રહેવા માટે ઘર અને એક દિકરાને નોકરી આપવામાં આવે.

મૃત્યુ સાથે વેક્સિનને કોઈ જ સંબંધ નથીઃ ભારત બાયોટેક

દીપકના મૃત્યુને લઈ પ્રશ્નો ઉભા થયા છે ત્યારે વેક્સિન તૈયાર કરનારી ભારત બાયોટેકે કહ્યું છે કે તેમના મૃત્યુનો કોવેક્સિન સાથે કોઈ જ સંબંધ નથી. જ્યારે હોસ્પિટલ સત્તાવાળાઓનું કહેવું છે કે 12 ડિસેમ્બરના રોજ પ્રોટોકોલ સાથે તેમને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. 7 દિવસ સુધી તેમના હેલ્થની જાણકારી લેવામાં આવી હતી, જેમાં તેમને કોઈ જ તકલીફ ન હતી.

જોકે પરિવારનું સ્પષ્ટ કહેવું છે કે તેમને કોઈ ફોન આવ્યો ન હતો અને કોઈ સ્થિતિ જાણવા ઘરે આવ્યું ન હતું. દીપકના દિકરો સુરજ તો ત્યાં સુધી કહે છે કે 8 જાન્યુઆરીના રોજ બીજો ડોઝ લગાવવા માટે હોસ્પિટલમાંથી કોલ આવ્યો હતો.

હવે પ્રશ્ન એ છે કે દીપકના મૃત્યુને 18 દિવસ બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે બીજા ડોઝવાળા વોલેન્ટીયર્સની યાદીમાં તેમનું નામ શા માટે રાખ્યુ ન હતું? જ્યારે ડોક્ટર સતત દીપકના હેલ્થ અપડેટ લઈ રહ્યા હતા તો બીમાર થયા બાદ (જે અંગે પરિવાર દાવો કરે છે) તેમના ઘરે શા માટે ગયા ન હતા? મૃત્યુની તપાસને લઈ બનેલી સમિતિએ ફક્ત ત્રણ કલાકમાં જ હોસ્પિટલ મેનેજમેન્ટને ક્લિન ચીટ કેવી રીતે આપી દીધી?

આ મુદ્દે તેમના પરિવાર સાથે વાતચીત કરવાની જરૂર શા માટે સમજ્યા નહીં? વોલેન્ટીયર્સને શા માટે સ્પષ્ટ કહેવામાં આવતુ નથી કે આ વેક્સિન નથી, પણ ટ્રાયલ છે? આ તમામ એવા પ્રશ્નો છે કે જેનો જવાબ મેળવવાનો હજુ બાકી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser