ગરમીએ 146 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો:હવામાન વિભાગે ભયાનક સ્થિતિની કરી આગાહી, જાણો કેમ પડી રહી છે આટલી બધી ગરમી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેબ્રુઆરીમાં ગરમીએ 146 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે, પરંતુ હવામાન વિભાગની ચેતવણી મુજબ આ તો માત્ર શરૂઆત છે. આગામી ત્રણ મહિના- માર્ચ, એપ્રિલ અને મેમાં આનાથી પણ આકરી ગરમી પડશે.

જાણવું જરૂરી છે કે કેમ વધી રહ્યો છે ગરમીનો પારો, કેટલી ગંભીર બની શકે છે સ્થિતિ અને ભારત પર શું થશે એની અસર?

સૌથી પહેલા જાણીએ ફેબ્રુઆરીમાં ગરમીના કયા કયા રેકોર્ડ તૂટ્યા.?

ફેબ્રુઆરીની ગરમીએ મહત્તમ સરેરાશ તાપમાનમાં 146 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગયા મહિને દિવસનું મહત્તમ તાપમાન 29.54 ડીગ્રી સેલ્સિયસ હતું જે સામાન્ય તાપમાન કરતાં 1.74 ડીગ્રી વધુ હતું. લઘુતમ તાપમાનની વાત કરીએ તો આ વખતે તાપમાન 16.31 ડીગ્રી હતું, જે ગત વર્ષ કરતાં 0.81 ડીગ્રી વધુ છે.

એનો મતલબ એ છે કે આવી ભીષણ ગરમી જે આપણે ફેબ્રુઆરી મહિનામાં અનુભવી છે. આવી જ ગરમી છેલ્લે વર્ષ 1877માં પડી હતી..

હવે જાણીએ આવનારા દિવસોમાં ગરમીનો પારો કેટલો ઉપર જશે ?

માર્ચ મહિનામાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ તાપમાન સામાન્ય કરતાં વધુ રહી શકે છે. આટલું જ નહીં, આ સમય દરમિયાન હીટ સ્ટ્રોક અને ગરમ પવન પણ ફૂંકાઈ શકે છે. ખાસ કરીને મધ્ય ભારતમાં.

IMD એટલે હવામાન વિભાગે આ અંગે ચેતવણી આપી છે, જે મુજબ મધ્ય ભારત અને તેની આસપાસના ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં માર્ચથી મેની વચ્ચે હીટવેવની શક્યતા છે.

તાપમાન કેમ આટલું વધી રહ્યું છે?

વાસ્તવમાં હવામાનમાં થતા ફેરફાર એ સમુદ્રી પવન, દબાણ અને સૂર્યની સ્થિતિ પર આધાર રાખે છે, જેમ કે ભારતમાં પડતી ઠંડીનો આધાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે ભૂમધ્ય સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાંથી સર્જાતાં તોફાનો પર નિર્ભર કરે છે.. તો આ તોફાન સમુદ્રી ભેજને હિમાલય અને મેદાની વિસ્તાર લઈ તરફ જાય છે, જેનાથી હિમવર્ષા અને વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે સમુદ્રમાં સર્જાતા લો પ્રેશરની અસર એટલી ન હોવાથી દેશમાં 1 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી વચ્ચે 33 ટકા ઓછો વરસાદ થયો છે. આવી જ રીતે જ્યારે હવામાન ઠંડીથી ગરમીમાં બદલાય છે ત્યારે એક એન્ટીસાઇક્લોનિક સર્કુલેશન રચાય છે, જેને કેટલીવાર વરસાદની વાપસી પણ કહેવાય છે. સામાન્ય રીતે આ સ્થિતિ એપ્રિલમાં જોવા મળે છે. તો છેલ્લાં કેટલાંક વર્ષમાં આ સાઇકલમાં ફેરફાર થયા છે. આ વર્ષે પણ લગભગ બે મહિના પહેલાં ફેબ્રુઆરીમાં જ સ્ટ્રોન્ગ એન્ટી સાઇક્લોન સર્જાયું છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ઊલટફેરના કારણે માત્ર આબોહવા જ નહીં, પરંતુ આપણી લાઈફસ્ટાઈલને પણ અસર થશે. કેટલાક પ્રદેશોમાં ભયાનક દુષ્કાળ પડશે, ગ્લેશિયર્સ ઝડપથી પિગળવા માંડશે અને સમુદ્રનો જળસ્તર વધશે. કોર્નલ યુનિવર્સિટીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2100 સુધીમાં દૂધનું ઉત્પાદન 2005ની તુલનાએ 25 ટકા ઘટી જશે. ઉપરાંત ગરમી વધવાથી, ફૂડ આઈટમ્સ અને દવાઓના સ્ટોરેજ માટે કોલ્ડચેઈન નેટવર્કને પણ મજબૂત કરવી પડશે. વર્લ્ડ મીટિયોરોલોજિકલ ઓર્ગોનાઇઝેશનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વધતી ગરમીને કારણે ભારતના ઘઉંના ઉત્પાદનમાં લગભગ 20%નો ઘટાડો થયો છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર, ભારતની વધતી વસતિ પર વર્ષ 2050 સુધીમાં ક્લાઈમેટ ચેન્જના કારણે ગંભીર અસર પહોંચી શકે છે. તો આ હતી વધતી જતી ગરમીની કહાની.

ઉપરના ફોટો પર ક્લિક કરો અને વીડિયો જુઓ

અન્ય સમાચારો પણ છે...