તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • The United States Has Seen 144 UFOs On Earth In 17 Years, Not Denying Being Aliens; Flying Saucers Have Been Seen In India Since 1951

ભાસ્કર ઇનડેપ્થ:અમેરિકાએ માન્યું- 17 વર્ષમાં પૃથ્વી પર જોવા મળ્યા 144 UFO, એલિયન હોવા બાબતે પણ ઈનકાર નહીં; ભારતમાં પણ 1951થી જોવા મળી રહી છે ઊડતી રકાબી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1947થી 1969 સુધી અમેરિકાએ એરફોર્સ પ્રોજેક્ટ બ્લુ બુક નામથી એક તપાસ ઓપરેશન ચલાવ્યું
  • 1951માં દિલ્હીમાં ફ્લાઇંગ ક્લબના મેમ્બર્સે એક ઓબ્જેક્ટને આકાશમાં જોયો

એપ્રિલ 2020ની વાત છે. અમેરિકાના રક્ષા મંત્રાલયે 3 વીડિયો બહાર પાડ્યા હતા. તેને અમેરિકાની નેવીએ S-18 ફાઈટર જેટમાં લાગેલા ઈન્ફ્રા રેડ કેમેરાની મદદથી રેકોર્ડ કર્યા હતા. એમ કહેવામાં આવે છે કે આ અન-આઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ છે. વીડિયોમાં આ ઓબ્જેક્ટ હવાઈ સ્ટન્ટ કરતા ખૂબ જ ઝડપથી ઊડતા દેખાઈ રહ્યા હતા.

હવે વાત કરીએ છીએ જૂન 2021. UFOની તપાસ માટે બનાવવામાં આવેલી અમેરિકાની ટાસ્કફોર્સે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. 9 પાનાંના આ રિપોર્ટમાં 2004થી 2021ની વચ્ચે 144 UFO, જેને અમેરિકા અન-આઈડેન્ટિફાઈડ એરિયલ ફિનોમીના એટલે કે UAP કહે છે એ દેખાયા હોવાનો ઉલ્લેખ છે.

અમે અહીં તમને જણાવી રહ્યા છે કે UFO પર અમેરિકાએ કરેલા સ્ટડીમાં શું વાત પ્રકાશમાં આવી છે? વિશ્વના અન્ય દેશોમાં UFO અને એલિયન્સ પર શું સ્ટડી કરવામાં આવી રહ્યો છે? ધરતી પર પ્રથમ વખત UFO ક્યારે દેખાયા અને ભારતમાં ક્યારે-ક્યારે જોવા મળ્યા? એ સિવાય અમે તમને જણાવીશું UFO સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો...

એલિયન હોવાના પુરાવા મળ્યા નથી, પરંતુ ઈનકાર પણ નહિ
UFOની તપાસ માટે બનાવવામાં આવેલી અમેરિકાની ટાસ્કફોર્સે એવી કોઈ વાતની પુષ્ટિ કરી નથી કે એવી કોઈ વાતને ફગાવી પણ નથી કે આ પ્રકારના ઓબ્જેક્ટ પૃથ્વી પર એલિયન્સ આવવાના સંકેત હોઈ શકે છે. આ રિપોર્ટ ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સે પ્રીલિમિનરી એસેસમેન્ટઃઅનઆઈડેન્ટિફાઈડ એરિયલ ફિનોમિનાના નામથી બહાર પાડ્યો છે. આ ટાસ્કફોર્સની રચના 10 મહિના પહેલાં કરવામાં આવ્યું હતું.

24 જૂન 1947ના રોજ આવ્યા પ્રથમ સમાચાર
24 જૂન 1947ના રોજ જાણીતા બિઝનેસમેન અને પાયલોટ કેનેથ અર્નોલ્ડ વોશિંગ્ટન સ્ટેટમાં માઉન્ટ રેનિયરની પાસે ઉડાન ભરી રહ્યા હતા. કેનેથે 9 ચમકીલા ઓબ્જેક્ટ્સને એકસાથે V પેટર્નમાં આકાશમાં ઊડતા જોયા હતા. એની સ્પીડ લગભગ 2700 કિમી પ્રતિ કલાક હતી, જે-તે સમયની કોઈ પણ ટેક્નોલોજીથી ત્રણ ગણી ઝડપી હતી. કેનેથે જણાવ્યું કે તેમણે આકાશમાં જે ઓબ્જેક્ટ જોયા છે, એને બીજા દિવસે ઘણા ન્યૂઝપેપરે છાપી દીધા. એ પછી UFO દેખાવાની ઘટનાઓ વધી.

અમેરિકા 7 દાયકાથી એકત્રિત કરી રહ્યું છે UFO વિશે માહિતી
1947થી 1969 સુધી અમેરિકાએ એરફોર્સ પ્રોજેક્ટ બ્લુ બુક નામથી એક તપાસ ઓપરેશન ચલાવ્યું. તેમાં કુલ 12618 રિપોર્ટ્સની તપાસમાં જાણવા મળ્યું. આ સામાન્ય ઘટનાઓ હતી. જ્યારે 701 રિપોર્ટ્સ વિશે વધુ માહિતી મળી શકી નથી.

2007થી 2012ની વચ્ચે એડવાન્સ્ડ એરોસ્પેસ થ્રેટ આઈડેન્ટિફિકેશન પ્રોગ્રામ(AATIP) લોન્ચ થયો. પછીથી આ પ્રોગ્રામને બંધ કરવામાં આવ્યો. આ તમામ પ્રોજેક્ટના રિપોર્ટને સિક્રેટ રાખવામાં આવ્યા. વર્ષ 2020માં આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો, જેને અન-આઈડેન્ટિફાઈડ એરિયલ ફિનોમિના ટાસ્કફોર્સ નામ આપવામાં આવ્યું છે. આ ટાસ્કફોર્સનો રિપોર્ટ 25 જૂને બહાર પાડવામાં આવ્યો છે.

ભારતમાં 1951માં પ્રથમ વખત UFO જોવા મળ્યું
1951માં દિલ્હીમાં ફ્લાઈંગ ક્લબના મેમ્બર્સે એક ઓબ્જેક્ટને આકાશમાં જોયો. થોડીવાર પછી એ આકાશામાં ગાયબ થઈ ગયો. આવા મોટા ભાગના ઓબ્જેક્ટ્સ 21મી સદીની શરૂઆતમાં દેખાયા હતા. એ પછી કેમકોર્ડરથી આવી ઘટનાઓને રેકોર્ડ કરનારાઓની સંખ્યા વધવા લાગી.

29 ઓક્ટોબર 2017ના રોજ ચમકતો ઓબ્જેક્ટ કોલકાતાના પૂર્વમાં જોવા મળ્યો. એને કેમકોર્ડરથી રેકોર્ડ પણ કરવામાં આવ્યો હતો. જોકે પછીથી એની ઓળખ પ્લેનેટ વિનસના રૂપમાં થઈ.

2013 પછી ચેન્નઈથી લખનઉ સુધી આવા ઓબ્જેક્ટ્સનું દેખાવું ઘણું કોમન થઈ ગયું હતું. આ ઓબ્જેક્ટ્સ બુલેટના આકારના હતા અને રાતે જોવા મળતા હતા. એ લગભગ 10 મિનિટ સુધી આકાશમાં ફરતા જોવા મળ્યા હતા.

UFOને લઈને એક્સપર્ટ્સમાં મતભેદ
UFO વૈજ્ઞાનિકો માટે અજીબ ઘટના છે, કારણ કે એ વિશે પૂરતી કોઈ માહિતી નથી. એક્સપર્ટનું કહેવું છે કે જોવા મળેલા અડધાથી વધુ ઓબ્જેક્ટસ ઉલ્કાપિંડ અને શુક્ર ગ્રહ હોઈ શકે છે.

  • 1969માં કોલારેડો યુનિવર્સિટીએ UFO પર પ્રથમ એકેડેમિક સ્ટડી પબ્લિશ કરી. એ મુજબ છેલ્લાં 21 વર્ષમાં એવું કંઈ જ મળ્યું નથી, જેણે UFOના સ્ટડીમાં કોઈ વૈજ્ઞાનિક નોલેજ જોડ્યું હોય. જોકે 1998માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર પીટર સ્ટુરોકે એ વાતનો સ્વીકાર કર્યો કે લગભગ અડધા ઓબ્જેક્ટ્સ પર સ્ટડી કરવામાં આવી શકે છે.
  • રોચેસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર એડમ ફ્રેન્કનું માનવું છે કે UFOના વીડિયોમાં સાયન્ટિફિક રીતે કઈ જ નથી. રિચમંડ યુનિવર્સિટીના પ્રોફેસર જૈક સિગ્નલનું માનવું છે કે જરૂરી નથી કે આકાશમાં દેખાતી દરેક ચીજ બીજા ગ્રહની હોય.
  • ગત વર્ષે અમેરિકાના એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં એક આર્ટિકલ છપાયો, જેમાં અનુમાન લગાવવામાં આવ્યું હતુું કે પૃથ્વીની જેમ અન્ય પ્લેનેટ્સ પર ઈન્ટેલિજન્ટ લાઈફ વસવામાં 5 અબજ વર્ષ લાગી શકે છે.

વિશ્વભરમાં UFO સાથે સંબંધિત કેટલીક રસપ્રદ વાતો

  • UFOના ઇતિહાસમાં જોર્જ એડામસ્કી સૌથી રમૂજી અને વિવાદાસ્પદ પાત્ર છે. 1940માં એડામસ્કીએ કેટલીયવાર UFO જોવાનો દાવો કર્યો છે. તેમણે કથિત UFOના અગણિત ફોટોઝ લીધા. 1952માં એડામસ્કીએ કેલિફોર્નિયાનાં રણમાં શુક્ર ગ્રહથી આવેલા એલિયંસને મળવા અને મેટસ ટેલિપેથી દ્વારા વાતચીત કરવાનો પણ દાવો કર્યો છે, પરંતુ એક્સપર્ટસ દ્વારા આ દાવાઓને નક્કામા ગણવામાં આવ્યા છે.
  • 14 જુલાઇ 2001માં ન્યૂ જર્સીના એક હાઇવે પર કારના ડ્રાઇવરોએ આકાશમાં તેજસ્વી પ્રકાશ જોયો. આ પ્રકાશ 15 મિનિટ પછી ગાયબ થઇ ગયો. એર ટ્રાફિક કંન્ટ્રોલે આ પ્રકાશ વિમાન, જેટ તથા સ્પેસ ક્રાફ્ટનો હોવાની મનાઇ કરી દીધી, પરંતુ ન્યૂયોર્ક સ્ટ્રેંજ ફિનોમિના ઇન્વેસ્ટિગેટર્સ નામના ગ્રુપે રડાર ડેટા મળવાનો દાવો કર્યો, જે UFO દેખવાવાળાના દાવાને મજબૂત કરે છે.
  • 2006ના વર્ષમાં અમેરિકાના ઓહારે આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરના કર્મચારીઓએ UFOના આકારની કોઈ વસ્તુ ઊડતી જોઈ. ઘાટા ભૂરા રંગની આ વસ્તુ 5 મિનિટ પછી વાદળોમાં ગાયબ થઇ ગઇ. રડારમાં એનું કોઈ નામોનિશાન નથી મળ્યું.

UFOની રહસ્યમય દૂનિયા પર કેટલીય સાયન્સ ફિક્શન ફિલ્મો બનાવવામાં આવી છે. હોલિવૂડમાં મેન ઇન બ્લેક, અરાઇવલ, પ્રિડેટર અને પેસિફિક રિમ આ ફિલ્મો ટોપ પર છે. બોલિવૂડમાં 'વહા કે લોગ'(1967) ભારતની પ્રારંભની સાયન્સ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ એક એજન્ટના મૃત્યુમાં મંગળ ગ્રહથી આવેલા એલિયન સામેલ હોવાની શોધખોળ પર આધારિત છે. 'કોઇ મિલ ગયા' (2003)માં સ્પેસથી આવેલા એલિયન્સ અને માણસ વચ્ચે દોસ્તીની વાર્તા છે.

અન્ય સમાચારો પણ છે...