માર્કેટ વ્યૂ:વિદેશી રોકાણકારોના કમબેકથી ભારતીય શેરબજારનો અંડરટોન મજબૂત; ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, અદાણી પાવર પર નજર રહેશે

અમદાવાદ13 દિવસ પહેલા
 • ગત માસની સરખામણીએ સેન્સેકસ અંદાજીત 8% વધ્યો

ગત સપ્તાહે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાં નેટ ખરીદી કરી છે. જોકે વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટીઝમાં અંદાજીત રૂ.289151 કરોડની નેટ વેચવાલી કરી છે. એપ્રિલ માસ બાદ સતત બીજા સપ્તાહ એવું જોવા મળ્યું છે જેમાં વિદેશી રોકાણકારો નેટ ખરીદદાર રહ્યા હોય. સપ્ટેમ્બર 2021 બાદ જુલાઈ મહિનો વિદેશી રોકાણકારોની ખરીદીની દ્રષ્ટિએ મજબૂત જોવા મળી રહ્યો છે, ત્યારે વિદેશી રોકાણકારોના કમબેકથી ખાસ કરીને રિટેલ રોકાણકારોનું ઈક્વિટીઝ માટેનું માનસ ફરી સુધરવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળી શકે છે.

રશિયા - યુક્રેન યુદ્ધ, અમેરિકામાં મંદીના અહેવાલ તથા વ્યાજ દરમાં વધારા જેવા પરિબળોને કારણે મોટાભાગના ઊભરતા દેશોની ઈક્વિટીઝની કામગીરી છેલ્લા 24 વર્ષમાં વર્તમાન વર્ષે સૌથી ખરાબ જોવા મળી રહી હતી ત્યારે ગત માસની સરખામણીએ બીએસઈ સેન્સેકસ અંદાજીત 8% જેટલો વધ્યો છે જે એશિયામાં શ્રેષ્ઠ કામગીરી રહી છે. ક્રુડ તેલના ભાવમાં તાજેતરના ઘટાડા તથા અન્ય ઊભરતા અર્થતંત્રોની સરખામણીએ ભારતની સ્થિતિ મજબૂત હોવાના અહેવાલોને પગલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફરી પાછા ભારતીય ઈક્વિટીઝ તરફ વળી રહ્યા છે.

રોકાણકારો માટે રોકાણલક્ષી સ્ટોક

 • ટાટા સ્ટીલ (97): આયર્ન એન્ડ સ્ટીલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.90 આસપાસ છે. રૂ.84ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.113થી રૂ.120નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.123 ઉપર તેજી તરફી ધ્યાન.
 • ભારત ફોર્જ (739): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.707 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.686ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.757થી રૂ.770નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • ગ્લેનમાર્ક ફાર્મા (377): રૂ.360નો પ્રથમ તેમજ રૂ.344ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.393થી રૂ.404 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
 • અદાણી પાવર (319): ઇલેક્ટ્રિક યુટીલીટીનો આ સ્ટોકમાં ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.333થી રૂ.340ના ભાવની સંભાવના છે. રૂ.303નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
 • મિન્દા કોર્પોરેશન (225): રૂ.202નો પ્રથમ તેમજ રૂ.190ના સ્ટોગ સપોર્ટથી ઓટો કોમ્પોનેન્ટ્સ & ઇક્વિપમેન્ટ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.236થી રૂ.247 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
 • એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ (158): સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.144 આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.173થી રૂ.180ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
 • ગ્રેવિટા ઈન્ડિયા (297): આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.283ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.313થી રૂ.330ના સંભવિત ભાવની શક્યતા છે.
 • જેટીએલ ઈન્ફ્રા (214): ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન અને સ્ટીલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.188 આસપાસ રોકાણકારે રૂ.232થી રૂ.240 ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.173 સ્ટોપલોસ ધ્યાને લેવો.

મોટાભાગના દેશોની બેન્કો વ્યાજ દરમાં વધારો કરી રહી છે
વૈશ્વિક સ્તરે અમેરિકન અર્થતંત્ર એપ્રિલથી જૂનમાં પૂરા થયેલા સળંગ બીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 0.9%નું સંકોચન નોંધાયું અને અમેરિકન અર્થતંત્ર મંદી ભણી જઈ રહ્યુ હોવાની સંભાવના વધુ પ્રબળ બની હતી. અમેરિકન અર્થતંત્રએ જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનામાં તેની જીડીપીમાં વાર્ષિક દરે 1.6%નો ઘટાડો નોંધાવ્યો છે. ફુગાવાને કાબુમાં લેવા અમેરિકા સહિત વિશ્વના મોટાભાગના દેશોની કેન્દ્રીય બેન્કો વ્યાજ દરમાં સતત વધારો કરી રહી છે. ગત સપ્તાહે ફેડરલ રિઝર્વએ છેલ્લા ચાર દાયકાની ટોચે પહોંચેલા ફુગાવાને અંકુશમાં રાખવા સળંગ બીજી વખત બેન્ચમાર્ક વ્યાજદરમાં 0.75%નો વધારો કર્યો હતો, પરંતુ અમેરિકા હાલમાં મંદીમાં નહીં હોવાની પણ ફેડરલ વતિ સ્પષ્ટતા કરવામાં આવતા વૈશ્વિક બજારોમાં રાહત જોવા મળી હતી.

RBIની મોનિટરી પોલિસી પર શેરબજારની નજર રહેશે
સ્થાનિક સ્તરે પણ કોરોનાને કારણે અર્થતંત્રને ટેકો પૂરો પાડવા આરબીઆઈ દ્વારા રેપો રેટમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. જો કે વધી રહેલા ફુગાવાને ધ્યાનમાં રાખી એમપીસીએ મે તથા જુનની બેઠકમાં મળીને રેપો રેટમાં 90 બેઝિસ પોઈન્ટનો વધારો કરી તેને 4.90% પર લઈ જવાયો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વ બાદ હવે સ્થાનિક સ્તરે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મળી રહેલી બેઠકમાં ફુગાવાના આંકડા ઉપરાંત કન્ઝયૂમર કોન્ફીડેન્સ ઈન્ડેકસ, ચોમાસા તથા ખરીફ વાવણીની પ્રગતિ જેવા મુદ્દાને ધ્યાનમાં રાખી અંદાજીત 35થી 50 બેઝિસ પોઈન્ટનો વધારો કરશે તેવા ધારણાં રાખવામાં આવી રહી છે, ત્યારે રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) રેપો રેટ સંદર્ભમાં કેવો નિર્ણય લેવાય છે, તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

ફ્યુચર સ્ટોક સ્પેસિફિક ટેકનિકલ લેવલ

 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (2517): ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.2470ના સપોર્ટથી ખરીદવાલાયક. આ સ્ટોક ટૂંકાગાળે રૂ.2547થી રૂ.2570નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
 • ઇન્ફોસિસ લિમિટેડ (1551): આ સ્ટોક રૂ.1517નો પ્રથમ તેમજ રૂ.1507ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.1573થી રૂ.1580 સુધીની તેજી તરફ રુખ નોંધાવશે.
 • ભારતી એરટેલ (678): આ સ્ટોક રૂ.660નો પ્રથમ તેમજ રૂ.656ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક. ટેલિકોમ-સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.686થી રૂ.696 સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
 • એસીસી લિમિટેડ (2239): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2270 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.2303ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.2218થી રૂ.2203નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.2280 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.
 • ઈન્ડીગો (1877): રૂ.1909 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1919ના સ્ટોપલોસે વેચવાલાયક. ટૂંકાગાળે રૂ.1833થી રૂ.1808નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1919 ઉપર તેજી તરફી ધ્યાન.
 • ટેક મહિન્દ્ર (1056): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1085 આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.1097ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.1027થી રૂ.1017નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૂ.1097 ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ.

બજાર પર કોર્પોરેટ પરિણામોની પોઝિટિવ અસર
ગત સપ્તાહે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા અમેરિકામાં મંદીની શક્યતા નકારવાની સાથે અપેક્ષિત એવો 0.75%નો હળવો વ્યાજદર વધારો કરવા સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ ફંડોની નવી લેવાલી ઉપરાંત દસ માસ બાદ વિદેશી રોકાણકારો ફરી એકવાર ભારતીય શેરબજાર તરફ વળતા તેની સાનુકૂળ અસર જોવાઈ હતી. કોર્પોરેટ પરિણામોની પોઝિટીવ અસરની સાથે જૂન ત્રિમાસિક કોર્પોરેટ પરિણામની સિઝનમાં આગેવાન કંપનીઓના નફામાં વૃદ્ધિના અહેવાલોની પણ બજાર પર સાનુકૂળ અસરે ભારતીય શેરબજારમાં જુલાઈ વલણનો અંત તેજીએ આવ્યો હતો.

લેખક નિખિલ ભટ્ટ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર: આ માત્ર અભ્યાસલક્ષી ટેક્નિકલ ચાર્ટ મુજબ આર્ટિકલ છે. દિવ્ય ભાસ્કર કોઈ સ્ટોક ભલામણ કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...