તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • The Traditions Of This Community Are Such That Most Of The Young Women Remain Virgins For Life, This Family Cannot Find A Relationship For A Daughter.

બિહારના શેરશાહબાદી મુસ્લિમ:આ સમુદાયની પરંપરાઓ જ એવી છે કે મોટાભાગની યુવતીઓ આજીવન કુંવારી રહી જાય છે, આ પરિવાર પુત્રી માટે સંબંધ શોધી શકતો નથી.

સુપૌલ, બિહાર13 દિવસ પહેલાલેખક: રાહુલ કોટિયાલ
  • કૉપી લિંક
  • કોચગામા પંચાયતમાં જ થોડા વર્ષ અગાઉ 35 વર્ષથી વધુની અપરિણીત મહિલાઓની સંખ્યા 140થી વધુ હતી, એટલે કે ભારત અને નેપાળમાં રહેનારી તેમની કુલ વસતીમાં આ સંખ્યા હજારથી ઉપર હશે.
  • તેમાંથી મોટાભાગની મહિલાઓ કુપોષણ અને એનિમિયાથી પીડિત હોય છે કેમકે અત્યંત મુશ્કેલીથી બે વખતનું ખાવાનું તેમને મળે છે, રમઝાનમાં જે લોકો દાન-ધર્મ કરે છે તેના સહારે પેટ ભરાય છે.

મસ્તારા બાનો આવતા વર્ષે 50 વર્ષની થશે પણ આજેય તે પોતાની વય 32 વર્ષ કહે છે. એ આશા સાથે કે કદાચ એમ કરવાથી પણ તેમના માટે લગ્નનો કોઈ પ્રસ્તાવ આવી જાય. જીવનની 50 વસંત એકલા જ પસાર કરીને દેનારી મસ્તારાને ડર છે કે જો તેઓ પોતાની અસલી વય કહેશે તો લગ્ન માટેની અંતિમ આશા પણ તૂટી જશે. આધેડ વયમાં પહોંચેલી મસ્તારા આ જ રીતે પરિણીત જીવનમાં પ્રવેશવા પોતાના સપનાને જીવિત રાખી રહી છે.

મસ્તારા જે પંચાયતમાં રહે છે ત્યાં સેંકડો મહિલાઓનું દર્દ પણ બિલકુલ તેના જેવું જ છે. આખી જિંદગી કુંવારી રહેવું એ જ આ મહિલાઓની નિયતિ છે. આ નિર્ણય જો આ મહિલાઓએ પોતાની ઈચ્છાથઈ લીધો હોત તો તેમાં કંઈ પણ ખોટું નહોતું પરંતુ શેરશાહબાદી મુસ્લિમ સમુદાયની પરંપરાઓ જ કંઈક એવી છે કે તેમાં લગભગ દર દસમાંથી બે યુવતીઓ આજીવન કુંવારી જ રહી જાય છે.

બિહારના સુપૌલ જિલ્લામાં નેપાળ બોર્ડરથી માંડ દસ કિમી દૂર કોચગામા પંચાયત છે. મુસ્લિમ બહુમતી ધરાવતા આ ક્ષેત્રમાં મોટાભાગના મુસ્લિમો શેરશાહબાદી સમુદાયના જ છે. આ પંચાયતની સાથે જ સીમાંચલના અનેક અન્ય જિલ્લાઓ અને નેપાળમાં પણ શેરશાહબાદી સમુદાયના લોકો રહે છે.

કોચગામાના જ રહેવાસી મહેબૂબ આલમ કહે છે, ‘શેરશાહબાદી સમુદાયમાં યુવતીને પરિવારજનો પોતાની પુત્રી માટે સંબંધ શોધતા નથી કે કોઈને એમ કરવા માટે કહી શકતા નથી. જો તેઓ એવું કહે તો એવું સમજવામાં આવે છે કે યુવતીમાં જરૂર કંઈક દોષ છે જે ખુદ જ પોતાના માટે યુવકની શોધ કરી રહ્યા છે. ત્યારે યુવતીના લગ્ન વધુ મુશ્કેલ બની જાય છે.

તેઓ આગળ કહે છે, ‘છોકરીવાળા માત્ર કોઈ લગ્નનો પ્રસ્તાવ આવે તેની રાહ જ જોઈ શકે છે. આથી જે યુવતીઓ માટે સંબંધ આવે છે તેમના તો લગ્ન થઈ જાય છે પણ જેમના માટે પ્રસ્તાવ નથી આવતો તે આજીવન લગ્ન સંબંધની રાહ જોતી રહી જાય છે.’

સ્થાનિક સામાજિક કાર્યકર્તા અબુ હિલાલ કહે છે, ‘મહિલાઓ અપરિણીત રહી જવાની આ સમસ્યા ત્યારથી મજબૂત થઈ જ્યારથી લોકો દહેજની લાલચમાં ફસાવા લાગ્યા. હવે એ જ યુવતીઓનાં લગ્ન આસાનીથી થાય છે જે સુંદર હોય અથવા તો જેમની પાસે દહેજ આપવા માટે પૈસા હોય. જે યુવતીઓનું કદ કંઈક નાનું છે, રંગ ગોરો નથી કે શરીરનો ઘાટ સારો નથી તો તેમના લગ્ન થઈ શકતા નથી. અનેકવાર એવું પણ બને છે કે બે-ત્રણ બહેનોમાંથી છોકરાવાળા નાની બહેનને પસંદ કરી લે છે. એવામાં મોટી યુવતીની પહેલા નાની યુવતીના લગ્ન થઈ જાય છે અને પછી મોટી દીકરીના લગ્ન સતત મુશ્કેલ બની રહે છે.’

શેરશાહબાદી સમુદાયમાં અપરિણીત મહિલાઓની કુલ સંખ્યા કેટલી છે તેનો કોઈ તાજેતરનો આંકડો ઉપલબ્ધ નથી પરંતુ હાલમાં જ આવેલા વરિષ્ઠ પત્રકાર પુષ્યમિત્રના ચર્ચિત પુસ્તક ‘રુકતાપુર’ના અનુસાર માત્ર કોચગામા પંચાયતમાં જ થોડા વર્ષ પહેલા 35 વર્ષથી વધુ વયની અપરિણીત મહિલાઓની સંખ્યા 140થી વધુ હતી. એક જ પંચાયતમાં જ્યારે આ આંકડો આટલો મોટો છે તો ભારત અને નેપાળના અનેક જિલ્લાઓમાં રહેતી આ કુલ વસતીમાં આ સંખ્યા ચોક્કસપણે હજારોમાં હશે.

કોચગામા પંચાયતના બે વખત પ્રમુખ રહી ચૂકેલા અને વર્ષ 2010માં કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા શાહ જમાલ ઉર્ફે લાલ મુખિયા કહે છે કે થોડા વર્ષ અગાઉ આ સમસ્યાને ઉકેલવા માટે સમગ્ર સમુદાયે એક બેઠક બોલાવી હતી. લગભગ સાત વર્ષ અગાઉ ભારત અને નેપાળના અલગ અલગ વિસ્તારોમાં રહેતા શેરશાહબાદી સમુદાયના લોકોએ આ બેઠકમાં સામેલ થઈને નક્કી કર્યુ હતું કે હવે છોકરીવાળાઓએ સંબંધ શોધવા કે તેની પહેલ કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

લાલ મુખિયા કહે છે, ‘આ પહેલથી ઘણી અસર થઈ. હવે એવી યુવતીઓની સંખ્યા ઓછી છે જેના લગ્ન ન થતા હોય. હવે તો યુવતીઓ ખુદ પણ યુવકને પસંદ કરી લે છે અને તેમના લગ્ન થઈ જાય છે.’ લાલ મુખિયાની આ વાત સાથે ગામના અન્ય લોકો સંમત નથી. અબુ હિલાલ કહે છે, ‘એ બેઠક પછી પણ કંઈ બદલાયું નથી. લોકો આજે પણ યુવતી માટે સંબંધનો પ્રસ્તાવ લઈને આવતા નથી.’

કોચગામા પંચાયતમાં ફરતા એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે યુવતીઓ દ્વારા ખુદ જ યુવક શોધવાની જે વાત લાલ મુખિયા કહી રહ્યા છે તેના પર વિશ્વાસ કરવો ઘણું મુશ્કેલ છે. આજે પણ સમુદાયની યુવતીઓ માટે ઘરમાંથી બહાર નીકળવા માટે અનેક પ્રતિબંધો છે. તેમને કામ કરવા કે મજૂરી કરવાની પણ અનુમતિ નથી અને તેઓ અભ્યાસ પણ માત્ર મદરેસાઓમાં કરી શકે છે.

ધ હંગર પ્રોજેક્ટ માટે કામ કરનારા શાહીના પરવીને આ મહિલાઓ માટે અનેકવાર અવાજ ઉઠાવ્યો છે. શાહીના પરવીન માને છએ કે આ સમસ્યામાંથી નીકળવા માટે જે કદમ ઉઠાવવા જોઈએ તેમાં એક મહત્વનું કદમ યુવતીઓને શિક્ષિત અને આત્મનિર્ભર બનાવવાનું પણ છે. તેઓ કહે છે, ‘આ યુવતીઓ જો બહાર નીકળશે, સારું શિક્ષણ પામશે અને નોકરી કરવા લાગશે તો ચોક્કસ આ સમસ્યામાંથી પણ નીકળી જશે.

પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં રહેનારા મુસ્લિમ સમુદાયમાં આવું થવું મુશ્કેલ છે. ત્યાં તમામ મૌલવી યુવતીઓને મદરેસા સુધી જ સીમિત રાખવાની તરફેણ કરે છે અને લોકો તેમની જ વાત મને છે. આ ઉપરાંત છોકરીઓ પર પણ મૌલવીના ઉપદેશોની જ સૌથી મજબૂત અસર હોય છે.

સ્થાનિક સામાજિક કાર્યકર્તા અબુ હિલાલ કહે છે મહિલાઓના અપરિણીત રહી જવાની આ સમસ્યા ત્યારથી મજબૂત થઈ જ્યારથી લોકો દહેજની લાલચમાં ફસાવા લાગ્યા.

જે યુવતીઓ અપરિણીત રહી જાય છે તેઓ પોતાની પૈતૃક સંપતિમાં પણ દાવો કરી શકતી નથી. શિક્ષિત યુવતીઓ જ કરી શકતી નથી તો અશિક્ષિત ગામની યુવતીઓ પાસે આશા રાખવી નકામી છે. એવામાં એ યુવતીઓ હંમેશા પોતાના ભાઈ પર બોજ ગણાવા લાગે છે અને એવું મનાય છે કે તે ભાઈની રહેમ પર જ રહે છે અને ભાઈ તેમને સાથે રાખીને તેમના પર અહેસાન કરી રહ્યો છે.’

બિહારમાં જ્યારે ચૂંટણી થવા જઈ રહી છે તો શેરશાહબાદી સમુદાયની આ હજારો અપરિણીત મહિલાઓનો મુદ્દો કોઈના માટે ચર્ચાનો વિષય નથી. જે વિધાનસભા ક્ષેત્રમાં આ સમુદાયની બહુમતી છે ત્યાં પણ આ મુદ્દે કોઈ ચર્ચા નથી. શાહીના પરવીન કહે છે, ‘આમાંથી મોટાભાગની મહિલાઓ કુપોષણ અને એનિમિયાથી પીડિત હોય છે. કેમકે તેમને બે વખતનું ભોજન પણ મળતું નથી. રમઝાનમાં જે લોકો દાન-ધર્મ કરે છે તેના સહારે જ તેમનું પેટ ભરાય છે.

પોલિસીના સ્તરે આજ સુધી તેમના માટે કંઈ કરવામાં આવ્યું નથી. વિધવા મહિલાઓને જે પેન્શન મળે છે આ મહિલાઓ તેના માટે પણ હકદાર નથી જ્યારે જોવામાં આવે તો તેમનું સમગ્ર જીવન વિધવા મહિલાઓની જેમ એકલતા અને નિઃસહાય રહીને વીતે છે.’

આ અપરિણીત મહિલાઓ પોતાની સ્થિતિ માટે પોતાના નસીબ સિવાય અન્ય કોઈને દોષિત માનતી નથી પરંતુ તેઓ સરકાર પાસેથી એટલું જરૂર ઈચ્છે છે કે જ્યારે સમગ્ર દેશને આત્મનિર્ભર બનાવવાની વાત થઈ રહી છે અને ‘આત્મનિર્ભર ભારત’નો નારો ઠેરઠેર ગૂંજી રહ્યો છે તો સરકાર તેમને પણ આત્મનિર્ભર બનાવવાની દિશામાં કોઈ પહેલ કરે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો