ઓમિક્રોન મુદ્દે IITનું પ્રથમ ડેટા એનાલિસિસ:જાન્યુઆરીમાં આવશે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરીમાં પીક દોઢ લાખ કેસ પર પહોંચશે

એક વર્ષ પહેલાલેખક: વૈભવ પલનિટકર
  • કૉપી લિંક

ઓમિક્રોન વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી બાદ કોરોનાની ત્રીજી લહેર નવા વર્ષની શરૂઆત, એટલે કે જાન્યુઆરી 2022માં આવી શકે છે. IIT કાનપુરના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલ તરફથી ઓમિક્રોન વેરિયન્ટ બાબતે ડેટા એનાલિસિસમાં આ તથ્ય સામે આવ્યું છે. દેશમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન પ્રો. અગ્રવાલ દ્વારા કોરોના બાબતે કરવામાં આવેલું ડેટા એનાલિસિસ ઘણું જ ચર્ચામાં રહ્યું હતું. પ્રો. અગ્રવાલ મુજબ, નાઇટ કર્ફ્યૂ, ભીડભાડ પર પ્રતિબંધો લગાવવાથી જ કેસની સંખ્યામાં ઘટાડો થશે. દુનિયાભરમાં ફેલાઈ રહેલો ખતરનાક ઓમિક્રોન વેરિયન્ટ અને ત્રીજી લહેરની આશંકા અંગે મણિન્દ્રએ સાઉથ આફ્રિકા સહિત અન્ય દેશોના કેસોનો પણ અભ્યાસ કર્યો છે અને ભારત અંગે મહત્ત્વનું વિશ્લેષણ કર્યું છે. આ અંગે ભાસ્કર દ્વારા પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલનો ઇન્ટરવ્યુ...

સવાલ: દુનિયાભરમાં કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ ઝડપી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. તમે જે ડેટાનો અભ્યાસ કર્યો છે એ અનુસાર ભારત પર એની શી અસર થશે?

પ્રો. મણિન્દ્ર અગ્રવાલ: કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ બાબતે અમને સાઉથ આફ્રિકાથી જે ડેટા મળ્યો છે એનો અભ્યાસ કરીને અમે તારણ કાઢ્યું છે. નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ત્રીજી લહેર દસ્તક આપી શકે છે અને ફેબ્રુઆરી સુધીમાં એ પીક પર આવી શકે છે. ફેબ્રુઆરીમાં જ્યારે પીક પર આવશે ત્યારે દરરોજ દોઢ લાખ જેટલા કેસ આવી શકે છે. સાઉથ આફ્રિકામાં થોડા મહિના પહેલાં જ ઓમિક્રોન વેરિયન્ટ આવી ચૂક્યો છે. હાલના દિવસોમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે.

સવાલ: ભારતમાં ઓમિક્રોનના ફેલાવાની ઝડપ કેટલી હશે?

પ્રો. મણિન્દ્ર અગ્રવાલ: ઓમિક્રોન વેરિયન્ટ લોકોની નેચરલ ઇમ્યુનિટીને કેટલી પછાડી શકે છે એ અંગે સાઉથ આફ્રિકાનો બીજી સ્ટડી સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે ઓમિક્રોન વેચરલ ઇમ્યુનિટીને બાયપાસ નહીં કરવાની વધુ આશા છે, પરંતુ એ ડેલ્ટા વેરિયન્ટ કરતાં બમણી ઝડપથી ફેલાય છે. અમારું અનુમાન છે કે ઓમિક્રોન ભારતમાં પણ બમણી ઝડપથી ફેલાશે. ભારતમાં પણ લગભગ 80% લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ હોય છે. આવતા વર્ષના પહેલા મહિનામાં, એટલે કે જાન્યુઆરીમાં તેની સૌથી વધુ અસર જોવા મળશે.

સવાલ: શાળાએ જતાં બાળકો, દિવસભર બહાર કામ પર જતા લોકો, મહિલાઓ પર ઓમિક્રોન વેરિયન્ટની કેટલી અસર થશે?

પ્રો. મણિન્દ્ર અગ્રવાલ: ઓમિક્રોન બાબતે અનેક વાતો સામે આવી રહી છે, પરંતુ સવાલ એ છે કે શું સંપૂર્ણ રીતે વેક્સિનેટેડ થઈ ચૂકેલા લોકોનેણ ઓમિક્રોનથી સંક્રમણ લાગી રહ્યું છે? અમે જોયું છે કે ડેલ્ટા વેરિયન્ટ પણ વેક્સિન લીધેલા લોકોને સંક્રમિત કરી શકતો હતો, પરંતુ તેમને હળવી બીમારી જ થતી હતી. ઓમિક્રોનની સાથે જો આવી સ્થિતિ થશે તો થોડા એવા તાવ-શરદી બાદ રિકવર થઈ જવાશે. બાળકોમાં પણ એની વધુ અસર થવાની આશા પણ ઓછી જ છે. બહુ વધુ ચિંતા કે ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાની જરૂરથી રાખવી પડશે.

સવાલ: એવા લોકો જેમણે વેક્સિન લીધી નથી અને જે લોકોએ હજી એક જ ડોઝ લીધો છે, એવા લોકો પર ઓમિક્રોન વેરિયન્ટની કેટલી અસર થશે?

પ્રો. મણિન્દ્ર અગ્રવાલ: જો તમે એક જ ડોઝ લીધો છે, તો બીજો ડોઝ જરૂરથી લઈ લેવો. તેને ટાળવો નહીં. જ્યારે જેમણે વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી, તેઓ જરૂરથી વેક્સિન લઈ લે.

સવાલ: ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ જો વધશે તો ભારતમાં કેવા પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવશે?

પ્રો. મણિન્દ્ર અગ્રવાલ: ડેલ્ટા વેરિયન્ટના રિસર્ચથી અમને સમજાયું છે કે વધારે કડક લોકડાઉન કરવાનો વધારે ફાયદો નથી થતો. સામાન્ય લોકડાઉન વધારે પ્રભાવી હોય છે. ભીડવાળા વિસ્તારોમાં લોકડાઉન કરી દેવું જોઈએ અને બંધવાળી જગ્યાઓ પર ભીડ ના ભેગી થવી જોઈએ. લોકોએ વ્યવસ્થિત રીતે માસ્ક પહેરવાં જોઈએ. બધી દુકાનો, બજાર, ટ્રાન્સપોર્ટ બંધ કરવામાં ના આવે તોપણ સંક્રમણ રોકી શકાય છે. સરકારે અમુક પ્રતિબંધો લગાવવા જોઈએ પણ સખત લોકડાઉન લગાવવાની જરૂર નથી. રવિવારે-સોમવારે કોવિડના નવા કેસની સંખ્યા ઓછી હોય છે. મંગળવારથી કોવિડ કેસ વધવાના શરૂ થતા હોય છે અને ગુરુવારે-શુક્રવારે પીક પર આવતા હોય છે.

સવાલ: અત્યારસુધી કોવિડ વિશે લોકોમાં નેચરલ ઈમ્યુનિટી પણ ડેવલપ થઈ છે. શું એમિક્રોન વેરિયન્ટ નેચરલ ઈમ્યુનિટીને તોડીને લોકોને સંક્રમિત કરી શકે છે?

પ્રો. મણિન્દ્ર અગ્રવાલ: દરેક લોકોને લાગે છે કે એમિક્રોનને કારણે રિ-ઈન્ફેક્શન વધશે. એનો અર્થ એવો થાય કે જે એક વાર કોવિડથી સંક્રમિત થઈ ગયા છે તેમને ફરીથી ઓમિક્રોન સંક્રમિત કરી શકે છે, પરંતુ એવુ નથી કે એ વિશે એક જ સ્ટડી સામે આવ્યો છે, જેનાથી ખબર પડે કે છેલ્લા 3 મહિના દરમિયાન રિ-ઈન્ફેક્શન 3 ગણું વધ્યું છે. જો આવું માની લેવામાં આવે તો એ આંકડો ખૂબ ઓછો છે. સાઉથ આફ્રિકામાં સંક્રમિત થનારા લોકોમાંથી માત્ર 1 ટકા લોકો જ ફરી સંક્રમિત થયા છે. તો એ પ્રમાણે આ આંક ખૂબ ઓછો છે. રિસર્ચમાં એવું પણ જોવા મળ્યું છે કે ઓમિક્રોન નેચરલ ઈમ્યુનિટીને થોડો વધારે જ બાયપાસ કરી રહ્યો છે, પરંતુ એની બહુ ઘાતક અસર થઈ રહી છે એવું નથી.

સવાલ: ઓમિક્રોન અને ત્રીજી લહેરની શંકાને ધ્યાનમાં રાખીને સરકારે તેમની રણનીતિમાં શો ફેરફાર કરવો જોઈએ?

પ્રો. મણિન્દ્ર અગ્રવાલ: મને લાગે છે કે સરકારે બહુ કડક પ્રતિબંધો લગાવવાની જરૂર નથી. એ વાત સાચી છે કે કોઈ પણ નવો વેરિયન્ટ આવે ત્યારે એનો ડર વધારે હોય છે. સાવધાની રાખવાની જરૂર છે, પરંતુ વધારેપડતા પ્રતિબંધો લગાવવાની જરૂર નથી. બાકી સરકાર પાસે વધારે માહિતી હોય તો તેઓ તેમના રિસર્ચ પ્રમાણે નિર્ણય લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...