તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • The Week Canada's Mercury Reached 49.6 Degrees, New Zealand Froze By 4 Degrees, The Earth's Temperature Has Risen 400% In The Last 40 Years

ભાસ્કર ઈનડેપ્થ:જે સપ્તાહે કેનેડાનો પારો 49.6 ડિગ્રીએ પહોંચ્યો, ન્યુઝીલેન્ડ -4 ડિગ્રીથી થીજી ગયું; છેલ્લા 40 વર્ષમાં 400% વધ્યું છે પૃથ્વીનું તાપમાન

22 દિવસ પહેલાલેખક: જનાર્દન પાંડેય
  • કૉપી લિંક
  • ખાડીના દેશોમાં પડેલી વધુ ગરમીની અસર ભારત અને પાકિસ્તાન પર થઈ છે

જો હાલ આપણે જયપુર, ભોપાલ, પટના, લખનઉ અને દિલ્હીમાં રહીને સખ્ત ગરમી લાગવાની ફરિયાદ કરી રહ્યાં છે તો આપણે એક વખત જરૂર જોવુ જોઈએ કે વિશ્વભરના હવામાનમાં કેટલો ફેરફાર જોવા મળી રહ્યો છે. જે દિવસે કેનેડામાં પ્રથમ વખત 49.6 ડિગ્રી પારો પહોંચ્યો, ગરમીથી લોકો ચાલતા-ચાલતા રસ્તાઓ પર પડવા લાગ્યા, તે દિવસે ન્યુઝીલેન્ડમાં એટલો બરફ પડ્યો કે રસ્તાઓ જામ થઈ ગયા. અમેરિકા, યુરોપ, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, ખાડીના દેશોથી લઈ ને ભારત-પાકિસ્તાન સુધીના હવામાનમાં ભયાનક ફેરફાર થઈ રહ્યાં છે. તેને એક્સ્ટ્રીમ વેધર કન્ડીશન કહેવામાં આવે છે. જે વિશ્વના વિનાશ તરફ ઈશારો કરે છે.

અમે અહીં વિશ્વના અલગ-અલગ હિસ્સામાં જૂનના અંતમાં થયેલા હવામાનના ફેરફાર અને તેના કારણો જણાવી રહ્યાં છે-

ઈતિહાસમાં પ્રથમ વખત 45 ડિગ્રીથી ઉપર આવી ગયો કેનેડાનો પારો
હાલ કેનેડામાં હીટ ડોમ એટલે કે એવી લૂ ચાલી રહી છે, જે કદાચ 10 હજાર વર્ષમાં પ્રથમ વખત કોઈ દેશમાં જોવા મળી હશે. તેના કારણે કેનેડાનું સરેરાશ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ રહેતુ હતું, તે પારો 49.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આ પહેલા જુલાઈ 1937માં કેનેડાના કેટલાક હિસ્સામાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતું. હવે 84 વર્ષ પછી એક વખત ફરી ગરમીનો કહેર તૂટ્યો છે અને સ્કુલ-કોલેજ, યુનિવર્સિટી, ઓફિસ, ટીકા સેન્ટર બંધ કરવામાં આવ્યા છે. ગરમીથી 400થી વધુ લોકા મૃત્યુ થયા હોવાના સમાચાર છે.

વેન્કૂવર, પોર્ટલેન્ડ, ઈડાહો, ઓરેગનમાં રસ્તાઓ પર પાણીના ફુવારાઓ છોડવાનુ મશીન લગાવી દેવામાં આવ્યું છે. જગ્યાએ-જગ્યાએ કૂલિંગ સ્ટેશન ખુલી રહ્યાં છે. વેન્કુવરમાં લગભગ 5 હજાર લોકોની ક્ષમતાવાળા કૂલિંગ સેન્ટર અને એસીવાળા સિનેમા હોલ આગામી 10 દિવસ સુધી હાઉસફુલ છે.

100 વર્ષ પછી અમેરિકાના કાશ્મીર સિએટલનો પારો 44 ડિગ્રી સુધી વધ્યો
વોશિંગ્ટનના કાશ્મીર તરીકે જાણીતા સિએટલનો પારો જૂનના અંતિમ સપ્તાહમાં 44 ડિગ્રી સુધી પહોંચી ગયો. અહીં છેલ્લા 100 વર્ષમાં આવું થયુ ન હતું. અમેરિકાના પ્રશાંત ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં વીજળી અપાઈ રહી નથી. બંને જગ્યાએ લૂ અને ગરમી એટલી વધુ છે કે પાવર સપ્લાઈ કરવા પર આગ લાગવાની શકયતા વધી જાય છે. અહીં રહેતા સવા બે લાખ લોકો વીજ કાપનો સામનો કરી રહ્યાં છે.

5 સવાલ-જવાબમાં સમજો કેનેડા-USમાં શાં માટે બની રહી છે પ્રેશર કૂકરમાં બફાવવા જેવી સ્થિતિ

1. કેનેડા અને અમેરિકામાં અચાનક આટલી ભયાનક લૂ શાં માટે ચાલી રહી છે?
તે પાછળ ઉચ્ચતમ દબાણવાળી 2 સિસ્ટમ છે. હવામાનમાં સિસ્ટમનો અર્થ તમે સમજો છો? જેમકે આપણે આમ કામો માટે એક સિસ્ટમ બનાવીએ છીએ. તે જ રીતે આપણને હવામાનમાં કોઈ ખાસ વાત દેખાવવા લાગે તો તેને સિસ્ટમ કહેવાય છે. હાલ ઉચ્ચ દબાણવાળી 2 સિસ્ટમ બની છે, તેમાં 2 જગ્યાએથી ખૂબ જ ગરમ હવા આવી રહી છે. તે જ્યાંથી પસાર થઈ રહી છે, ત્યાં આગ વરસવા જેવો માહોલ બની રહ્યો છે.

એક ગરમ હવા અલાસ્કાના અલેઉતિયન દ્વીપ સમુહમાંથી આવી રહી છે અને બીજી કેનેડાના જેમ્સ બે અને હડસન બેમાંથી આવી રહી છે. આ ગરમ હવાઓ એટલી તગડી છે કે તેની સિસ્ટમની અંદર ઠંડી સમુદ્રી હવા ઘુસી જ શકતી ન હતી. આ વાતને તમે આ રીતે સમજી શકો છો કે પ્રેશર કૂકરની અંદર ખૂબ જ ગરમ હવા હોય છે, તેની આસપાસ ઠંડી હવા હોય છે, જોકે તે પ્રેશર કૂકરની અંદર જઈ શકતી નથી. અમેરિકાના ઉત્તર પ્રશાંત ક્ષેત્ર અને કેનેડાના બ્રિટિશ કોલંબિયાવાળો હિસ્સો હાલ પ્રેશર કૂકરની અંદરની ચીજની જેમ બફાઈ રહ્યો છે, તેનો લોકો અનુભવ કરી રહ્યાં છે.

2. શું પહેલા પણ આવું બનતુ?
પહેલા 10થી 30 વર્ષમાં એક વખત ઉચ્ચ દબાણવાળી સિસ્ટમ બનતી હતી, જોકે આટલી જોરદાર નહિ. આ કારણે તેને સામાન્ય હીટ વેબની જગ્યાએ હીટ ડોમ કહેવામાં આવે છે, જે 10 વર્ષની અંદર એક વખત બને છે.

3. આ કેટલુ ખતરનાક?
આજ સુધીમાં કેનેડામાં આટલી ગરમી પડી ન હતી. 65 વર્ષથી વધુ વાળા 22 કરોડ લોકો હાલ ભયાનક ખતરાનો સામનો કરી રહ્યાં છે. હાલ તેમાંથી ઉગરવાનો રસ્તો પણ નથી. આગ લાગવા અને દુષ્કાળ પડવાનો પણ ખતરો છે.

4. ક્યાં સુધીમાં તેનો અંત આવશે?
15 જુલાઈ સુધીમાં કોઈ ફેરફાર થશે નહિ. સમગ્ર વિશ્વના હવામાન પર ખરાબ અસર પડી શકે છે. હાલ તેના જવાને લઈને કોઈ પણ ભવિષ્યવાણી કરવી કઠીન છે. સમુદ્રથી નજીક આવેલો પશ્ચિમ કિનારો સતત ઘણા દિવસો સુધી ગરમ રહી શકે છે.

5. શું આ મામલો ગ્લોબલ વોર્મિંગ સાથે જોડાયેલો છે? વિશ્વના અલગ-અલગ હિસ્સામાં માણસ જે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે, તે આ બધા માટે જવાબદાર છે?
બિલકુલ. વર્ષ 1900ની સરખામણીમાં ધરતીનો પારો 2 ડિગ્રીની આસપાસ વધી ગયો છે. સમગ્ર વિશ્વ સતત ગરમ થતુ જઈ રહ્યું છે. આપણે એક્સટ્રીમ વેધર કન્ડીશન તરફ વધી રહ્યાં છે.

સમગ્ર યુરોપ રેકોર્ડ બ્રેકિંગ લૂથી હેરાન, મોસ્કોમાં 120 વર્ષ પછી તાપમાન 35 ડિગ્રી
આ વર્ષે યુરોપના દેશ હંગેરી, સર્બિયા અને યુક્રેન તપી રહ્યાં છે. એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આ ક્લાયમેટ ચેન્જની અસર છે. દર વર્ષે આ દેશોમાં ગરમી વધી રહી છે. અહીં હવામાન વિભાગે અલર્ટ બહાર પાડીને કહ્યું કે આગામી દિવસોમાં ભયાનક વરસાદની શકયતા છે.

છેલ્લા 40 વર્ષમાં પૃથ્વી એટલી ગરમ થઈ, જેટલી 100 વર્ષમાં પણ ન થાય
ધરતીના તાપમાનમાં દર 40થી 60 વર્ષની વચ્ચે થોડાક ફેરફાર જોવા મળે છે. 1880માં ધરતીનું તાપમાન માઈનસ 0.2 ડિગ્રી હતું. 60 વર્ષ પછી 1940માં પ્રથમ વખત તે 0 ડિગ્રી પર પહોચ્યું હતું. તેના 40 વર્ષ પછી 1980માં પ્રથમ વખત પારો 0.2 ડિગ્રીની ઉપર પહોંચી ગયો. એટલે કે 100 વર્ષમાં પારો માઈનસ 0.2થી 100 ટકા વધીને પ્લસ 0.2 થઈ ગયો. જોકે 1980 પછી 40 વર્ષ એટલ કે 2020 સુધી ધરતી 1 ડિગ્રી ગરમ થઈ ગઈ. એટલે કે 40 વર્ષમાં પહેલાના 40 વર્ષની સરખામણીએ 400 ટકા તાપમાન વધ્યુ છે.

ન્યુઝીલેન્ડમાં એટલી ઠંડી પડી રહી છે કે રાજધાનીમાં ઈમરજન્સી લાગુ કરાઈ છે
જૂનના અંતિમ સપ્તાહ અને જુલાઈના શરૂઆતના 2 દિવસમાં ન્યુઝીલેન્ડમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો. 55 વર્ષ પછી ન્યુઝીલેન્ડનું તાપમાન જૂન-જુલાઈમાં -4 ડિગ્રી સુધી પહોંચ્યું. હાલ અહીંનું સરેરાશ તાપમાન 11-15 ડિગ્રી હોય છે. 3 જુલાઈની સ્થિતિ એ છે કે રાજધાની વેલિંગ્ટનમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. સમુદ્રના કિનારાઓ પર 12 મીટર ઉંચી લહેર ઉઠી રહી છે. તેના પગલે આગામી થોડા દિવસોમાં વધુ વરસાદ થઈ શકે છે. પારો પણ વધુ ઘટી શકે છે. તેનુ કારણ આર્કેટિક બ્લાસ્ટ છે.

એન્ટાર્કટિકામાં ક્યારેક ઠંડીનો આર્કટિક બ્લાસ્ટ થાય, ક્યારેક રેકોર્ડ ગરમી
વિશ્વ માટે હાલના સમયે મોટો પડકાર એન્ટાર્કટિકાનું હવામાન છે. પૃથ્વીના વધતા તાપમાનને અન્ટાર્કટિકાની ઠંડી સંતુલિત કરે છે. એન્ટાર્કટિકા મહાસાગરનું સરેરાશ તાપમાન -80 ડિગ્રી હોય છે. હાલ તેનાથી પણ નીચુ છે. તે પાછળનું કારણ તેની નજીક આવેલા દેશોમાં બરફનુ તોફાન ચાલી રહ્યું છે. કેટલાક હિસ્સામાં મોટી બરફની ચાદર બની ગઈ હતી, જે જૂનમાં અચાનક ફાટી ગઈ. તેને આર્કટિક બ્લાસ્ટ કહે છે. તેનાથી સૌથી વધુ પ્રભાવિત ન્યુઝીલેન્ડ છે.

2021નો સૌથી વધુ ગરમ દેશ કુવેત, 53ને પાર હતુ તાપમાન
વિશ્વમાં 2021નો સૌથી વધુ ગરમ દિવસ 22 જૂન હતો. જ્યારે કુવેતનો પારો 53.2 થયો હતો. જૂન અને જુલાઈની શરૂઆતના 3 દિવસમાં ઈરાન, ઈરાક, સાઉદી અરબ, સ્વીડન અને ઓમાન જેવા દેશોનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચ્યું. આ સિવાય જોર્ડન, ઈજિપ્ત, સૂદાન, કતાર અને આફ્રિકાના દેશ સુદાનનું તાપમાન 47 ડિગ્રીથી વધુ રહ્યું.

અરબના દેશો ગરમ થવાથી ભારતને નુકસાન
ખાડીના દેશોમાં પડેલી વધુ ગરમીની અસર ભારત અને પાકિસ્તાન પર પડે છે. તાજેતરમાં જ ભારતમાં તાઉ તે અને યાસ નામના બે વાવાઝોડા આવ્યા હતા. આ બંને અરબ સાગરમાંથી આવ્યા હતા. પહેલા મોટાભાગના વાવાઝોડા બંગાળની ખાડીમાંથી આવતા હતા. જોકે તેનાથી ભારતના વરસાદને વધુ અસર થતી ન હતી.