• Gujarati News
  • Dvb original
  • The Symbol Of Jaipur Installs A Farming System On The Roof; 4 Thousand Customers Across The Country, 1.5 Crore Turnover

આજના પોઝિટિવ સમાચાર:જયપુરના પ્રતીક છત પર ફાર્મિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરે છે; દેશભરમાં 4 હજાર કસ્ટમર, 1.5 કરોડનું ટર્નઓવર

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણા ઘરની છત પર થોડીઘણી જગ્યા હોય છે, જ્યાં આપણે આપણા ઉપયોગની શાકભાજીની ખેતી કરી શકીએ છીએ. કેટલાક લોકો એવું કરે પણ છે, પરંતુ મોટા ભાગના લોકો સમય અને વ્યવસ્થાના અભાવે ઈચ્છે તોપણ એવું કરી શકતા નથી. એવા લોકોની મદદ માટે જયપુરના પ્રતીક તિવારીએ એક પહેલ કરી છે. તેઓ કસ્ટમર્સની છત પર એક કમ્પ્લિટ ફાર્મિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરે છે, જેમાં બીજ, ખાતર, માટીથી લઈને પ્લાન્ટની દેખરેખની દરેક બાબત હોય છે. છેલ્લાં 4 વર્ષમાં તેઓ દેશભરમાં 4 હજારથી વધુ ઘરોમાં પોતાની સિસ્ટમ ઈન્સ્ટોલ કરી ચૂક્યા છે. વર્ષે 1.5 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે.

45 વર્ષના પ્રતીકે એગ્રિકલ્ચર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. એ પછી તેમણે લાંબા સમય સુધી અલગ-અલગ મોટી કંપનીઓમાં નોકરી કરી. આ દરમિયાન એક ફાર્મિંગ સ્ટાર્ટઅપ સાથે પણ થોડા સમય માટે તેમણે કામ કર્યું.

પ્રતીક કહે છે, હું ફાર્મિંગ બેકગ્રાઉન્ડથી નહોતો, પરંતુ એગ્રિકલ્ચરમાં અભ્યાસ કરવાથી અને ફરી તેની સાથે જોડાયેલા સ્ટાર્ટ અપની સાથે કામ કરતી વખતે મને ઘણું શીખવા મળ્યું. આ દરમિયાન મને એ રિયલાઈઝ થયું કે એવા અનેક લોકો છે, જે પોતાની આવશ્યકતા માટે ખુદ ફાર્મિંગ કરવા માગે છે. ખુદ શાકભાજી ઉગાડવા માગે છે, પરંતુ તેઓ એવું કરી શકતા નહોતા. કોઈની પાસે જગ્યાનો અભાવ છે તો કોઈની પાસે સમય નથી. ખાસ કરીને શહેરોમાં.

એક એવી સિસ્ટમની જરૂર હતી, જેનાથી લોકો ખુદ જ શાકભાજી ઉગાડી શકે.

45 વર્ષીય પ્રતીકે એગ્રિકલ્ચર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. હવે તેઓ લિવિંગ ગ્રીન્સ ઓર્ગેનિક્સ નામથી પોતાનું સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે.
45 વર્ષીય પ્રતીકે એગ્રિકલ્ચર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. હવે તેઓ લિવિંગ ગ્રીન્સ ઓર્ગેનિક્સ નામથી પોતાનું સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે.

ભાસ્કર સાથે વાત કરતાં પ્રતીક કહે છે, શહેરોમાં મોટાં-મોટાં ઘર હોય છે. મોટા ભાગના લોકોની છત ખાલી હોય છે. એનો ઉપયોગ ફાર્મિંગ માટે કરી શકાય છે. કેટલાક લોકો કરે પણ છે. કોઈ કુંડામાં કરે છે તો કોઈ વોટરપ્રૂફ સિસ્ટમ ડેવલપ કરીને, પરંતુ આ બંને રીત કારગત નથી. એનાથી છતને પણ નુકસાન થાય છે.

વર્ષ 2013થી પ્રતીકે તેના વિશે કામ કરવાનું શરૂ કર્યુ. તેઓ કહે છે, “ થોડુંઘણું રિસર્ચ કર્યા પછી મને એ વાત સમજાઈ કે લોકો હવે ખાનપાન અંગે જાગ્રત થઈ રહ્યા છે. તેમાં હેલ્થ અને વેલ્થ બંને પ્રકારે માર્કેટ વિશાળ છે. હવે તેમની સામે સવાલ એ હતો કે આખરે છતને ફાર્મિંગમાં બદલવા માટે કઈ રીતનું મોડલ તૈયાર કરવામાં આવે, જેથી ઉપાય કારગત પણ હોય, કિફાયતી પણ હોય અને છતને કોઈ પ્રકારનું નુકસાન પણ ન થાય. આ સાથે જ લોકો આસાનીથી એને મેનેજ પણ કરી શકે.

2017માં શરૂ કરી પોર્ટેબલ ફાર્મિંગ સિસ્ટમ
પ્રતીક કહે છે કે 3-4 વર્ષની મહેનત અને અનેક પાયલોટ પ્રોજેક્ટ કર્યા પછી અમે લિવિંગ ગ્રીન્સ ઓર્ગેનિક્સ નામથી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને એક કમ્પ્લિટ પોર્ટેબલ ફાર્મિંગ સિસ્ટમ ડેવલપ કરી, જેમાં ખાતર, માટી, પ્લાન્ટ અને સિંચાઈ માટે ડ્રિપ ઈરિગેશન સિસ્ટમની વ્યવસ્થા રાખી. આ સાથે જ અમે લોકોનાં ઘરે સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા અને કસ્ટમર્સને ગાઈડ કરવા માટે પોતાની ટીમ પણ મોકલીએ છીએ.

પ્રતીક કહે છે, હવે નાનાં શહેરોની સાથે જ મોટાં શહેરોમાં પણ તેમના કસ્ટમર્સ વધી રહ્યા છે. કોવિડ દરમિયાન તેની ડિમાન્ડ વધી છે.
પ્રતીક કહે છે, હવે નાનાં શહેરોની સાથે જ મોટાં શહેરોમાં પણ તેમના કસ્ટમર્સ વધી રહ્યા છે. કોવિડ દરમિયાન તેની ડિમાન્ડ વધી છે.

તેઓ કહે છે, ત્યારે અમારી પાસે બજેટ પણ ઓછું હતું અને ટીમ પણ નાની હતી. આ સાથે લોકોને એના માટે તૈયાર કરવા પણ મુશ્કેલ ટાસ્ક હતું. અનેક લોકોને લાગતું હતું કે જમીન વિના ખેતી ન થઈ શકે. જોકે અમે કોશિશ કરતા રહ્યા અને ધીમે ધીમે લોકો અમારી સાથે જોડાતા ગયા. એ પછી અમે સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ ગ્રુપની મદદ લીધી. એનાથી અમને ખૂબ લાભ થયો અને કસ્ટમર્સની સંખ્યા વધી ગઈ.

શહેરોમાં ડિમાન્ડ વધી, બિહાર સરકાર સાથે પણ થયો કરાર

તેઓ કહે છે, જેમ જેમ અમારું કામ આગળ વધ્યું એમ એમ લોકોનો રિસ્પોન્સ પણ મળતો ગયો. લોકો એકબીજાને અમારા કામ વિશે જણાવતા ગયા. એનાથી અમારું નેટવર્ક બનતું ગયું. પછી અમે ખુદની વેબસાઈટથી પણ લોકો સુધી પહોંચવાનું શરૂ કર્યું. અનેક સમાચારો મીડિયામાં પણ આવ્યા. એનો પણ અમને લાભ થયો. નાનાં શહેરોથી લઈને મોટાં શહેરોમાં હવે અમારા કસ્ટમર છે. એમાં મિડલ ક્લાસથી લઈને અપર ક્લાસ સુધીના લોકો સામેલ છે. અત્યારસુધી સાડાચાર હજાર કસ્ટમર્સ સુધી અમે અમારી સર્વિસ પહોંચાડી ચૂક્યા છીએ.

પ્રતીક કહે છે, અમારી ફાર્મિંગ સિસ્ટમ એવી છે કે એનાથી દરેક વ્યક્તિ સરળતાથી મેનેજ કરી શકે છે.
પ્રતીક કહે છે, અમારી ફાર્મિંગ સિસ્ટમ એવી છે કે એનાથી દરેક વ્યક્તિ સરળતાથી મેનેજ કરી શકે છે.

તેઓ કહે છે, “હાલમાં જ અમે બિહાર સરકાર સાથે પણ કરાર કર્યો છે. અમે ત્યાંના ચાર જિલ્લા-પટણા, ભાગલપુર, ગયા અને મુઝફ્ફરપુરમાં કામ કરી રહ્યા છીએ. ત્યાંલોકોને 50 % સબસિડી પર આ સુવિધા મળી રહી છે. હાલ ત્યાં એક હજાર ઘરોમાં ફાર્મિંગ સિસ્ટમ લગાવવાનો અમારો ટાર્ગેટ છે.” જો આ પ્રયોગ સફળ થાય છે તો આગળ બિહારના તમામ જિલ્લાઓ માટે અમે કામ કરીશું. એના વિશે અમે તૈયારી પણ કરી રહ્યા છીએ. સરકાર પાસેથી પણ ગ્રીન સિગ્નલ મળી ગયું છે.

કેવી રીતે કરે છે કામ? શું-શું ફેસિલિટી મળે છે કસ્ટમરને?
પ્રતીક કસ્ટમર્સને કમ્પ્લિટ પોર્ટેબલ ફાર્મિંગ કિટ ઉપલબ્ધ કરાવે છે, જે 10 ફૂટ લાંબી, 4 ફૂટ પહોળી હોય છે. એમાં લગભગ 50 પ્લાન્ટ લાગી શકે છે. એની કિંમત અત્યારે 12 હજાર રૂપિયા છે. એમાં બીજ, માટી, ખાતર, સ્પ્રે સહિત શાકભાજી ઉગાડવા માટે દરેક જરૂરી ચીજ ઉપલબ્ધ હોય છે. એમાં સિંચાઈ માટે ડ્રિપ ઈરિગેશન સિસ્ટમ પણ લાગેલી છે, જેથી કસ્ટમરને સિંચાઈમાં અસુવિધા ન રહે.

તેઓ કહે છે, અમે સિસ્ટમને એ રીતે ડિઝાઈન કરી છે, જેનાથી કોઈપણ કસ્ટમર પોતે જ તેને ઈન્સ્ટોલ કરી શકે. આમ છતાં કોઈને મુશ્કેલી થાય છે તો આ કિટની સાથે યુઝર ગાઈડ અને વીડિયો સપોર્ટ પણ હોય છે, જેમાં સિસ્ટમને ઈન્સ્ટોલ કરવા અને એની દેખરેખની સમગ્ર પ્રોસેસ હોય છે.

પ્રતીક કહે છે, આ ફાર્મિંગ સિસ્ટમ કિફાયતી હોવાની સાથે મજબૂત પણ છે. તાપ અને વરસાદથી બચાવની સુવિધા પણ એમાં છે.
પ્રતીક કહે છે, આ ફાર્મિંગ સિસ્ટમ કિફાયતી હોવાની સાથે મજબૂત પણ છે. તાપ અને વરસાદથી બચાવની સુવિધા પણ એમાં છે.

પ્રતીકના કહેવા પ્રમાણે, શાકભાજીના પ્લાન્ટની પસંદગી પણ કસ્ટમર્સ જ કરે છે. તેમને પ્રથમ લિસ્ટ મોકલવામાં આવે છે. એમાંથી જે જે પ્લાન્ટને તેઓ સિલેક્ટ કરે છે એ જ પ્લાન્ટનાં બીજ કિટની સાથે મોકલવામાં આવે છે, એટલે કે કસ્ટમર્સની પસંદગીની જ શાકભાજી હશે. આ ઉપરાંત શાકભાજીની દેખરેખ માટે 7 અલગ-અલગ ઓર્ગેનિક સ્પ્રે પણ આ કિટમાં હોય છે, જેના પર સપ્તાહના તમામ દિવસોનાં નામ લખેલાં હોય છે. તેમને ડે વાઈઝ પ્લાન્ટ પર સ્પ્રે કરવાના હોય છે. એનાથી શાકભાજીનું પ્રોડક્શન વધે છે.

કોવિડમાં શરૂ કરી ઓનલાઇન સપોર્ટ સિસ્ટમ
પ્રતીક કહે છે, અગાઉ અમે અમારી ટીમને કસ્ટમર્સ પાસે સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા માટે મોકલતા હતા. ગત વર્ષે જ્યારે કોવિડ આવ્યો ત્યારે એમ કરવું શક્ય નહોતું. ત્યારે અમે ઓનલાઈન સપોર્ટ સિસ્ટમ શરૂ કરી. એના માટે અમે એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, જ્યાં કસ્ટમર્સ પોતાની મુશ્કેલી જણાવે છે. તેઓ રેગ્યુલર પોતાના પ્લાન્ટના ફોટો-વીડિયો ગ્રુપમાં મોકલે છે અને અમારી ટીમ તેમને એના હિસાબે સોલ્યુશન બતાવે છે. એટલું જ નહીં, કસ્ટમર ઈચ્છે તો અમને વીડિયો-કોલ પણ કરી શકે છે. અમારી પાસે ઓર્ગેનિક એક્સપર્ટની એક ટીમ છે, જે ગ્રાહકોને ગાઈડ કરે છે કે કઈ રીતે પ્લાન્ટનું ધ્યાન રાખવાનું છે. સ્થળ, ઋતુ અને ક્લાઈમેટના હિસાબે કયા પ્લાન્ટને ક્યારે અને કેટલું ખાતર-પાણી આપવાનું છે.