• Gujarati News
  • Dvb original
  • The Story Of The Princely States Of Kashmir, Hyderabad And Bhopal, In Which More Than 3,000 Soldiers Were Martyred In Their Inclusion In India

આઝાદી પછી આઝાદીની લડાઈ:કાશ્મીર, હૈદરાબાદ અને ભોપાલ રજવાડાની કહાની, તેમને ભારતમાં સામેલ કરવામાં શહીદ થયા 3 હજારથી વધુ સૈનિક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઝાદીના સમયે ભારતમાં 565 નાના-મોટા રજવાડા હતા. તેમાંથી અનેક યુરોપના કોઈ દેશ જેટલા મોટા હતા તો અનેક બે ડઝન ગામો મળીને બનેલા હતા. 15 ઓગસ્ટ પહેલા સુધીમાં મોટાભાગના રજવાડાઓએ ભારત કે પાકિસ્તાનમાં સામેલ થવાનો નિર્ણય લઈ લીધો હતો પરંતુ જમ્મુ-કાશ્મીર, ભોપાલ, જૂનાગઢ અને હૈદરાબાજ રજવાડાઓએ આઝાદ રહેવાની ઘોષણા કરી હતી. સરદાર પટેલને આ રજવાડાઓને ભારતમાં સામેલ કરવાની જવાબદારી મળી હતી. તેમણે જૂનાગઢના બે મોટા પ્રાંત માંગરોળ અને બાબરિયાવાડમાં સેના મોકલીને કબજો કરી લીધો હતો. વધતા દબાણ વચ્ચે જૂનાગઢનો નવાબ પોતાના કૂતરાઓ સાથે પાકિસ્તાન નાસી ગયો અને નવેમ્બર 1947માં જૂનાગઢ ભારતનો હિસ્સો બની ગયું. જૂનાગઢથી ઉલટું ભોપાલ, હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીર એવા રજવાડા હતા, જેમને ભારતમાં સામેલ કરવા માટે સેનાના જવાનો અને સામાન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. આ રજવાડા ઉપરાંત ગોવા અને દમણ અને દીવ એ પ્રદેશો હતા જ્યાં પોર્ટુગીઝોનો કબજો હતો. ભારતીય સેનાએ 1961માં આ પ્રદેશો પર કબજો કર્યો, તેના પછી તેઓ ભારતનો હિસ્સો બન્યા. વાત કરીએ એવા રજવાડા, ફ્રાંસ અને પોર્ટુગલના કબજામાં રહેવા પ્રદેશો અને બ્રિટિશ કોલોનીઓની, જેઓ 15 ઓગસ્ટ 1947 સુધી ભારતનો હિસ્સો નહોતા. તેમાંથી અનેક આઝાદીના 2 મહિના પછી ભારતમાં સામેલ થયા, તો અનેક 14 વર્ષ પછી.

  • હૈદરાબાદના નવાબ મીર ઉસ્માન અલીનો ઈરાદો હૈદરાબાદને આઝાદ રાખવાનો હતો. એ ઈચ્છતો હતો કે હૈદરાબાદનો સંબંધ માત્ર બ્રિટિશ સમ્રાટ સાથે જ રહે.
  • હૈદરાબાદ કોંગ્રેસ ઈચ્છતી હતી કે હૈદરાબાદનો વિલય ભારતમાં થાય, પરંતુ બીજીતરફ ઈત્તેહાદુલ મુસ્લિમીન નામનું સંગઠન નિઝામને સમર્થન આપી રહ્યું હતું. તેના લીડર કાસિમ રિઝવીએ રજાકાર નામના અર્ધસૈનિક દળની રચના કરી જે હૈદરાબાદમાં ઉત્પાત મચાવવા લાગ્યુ.
  • વધતા ભયના માહોલ વચ્ચે પલાયન શરૂ થયું. મધ્ય પ્રાંતના મુસ્લિમો હૈદરાબાદ તરફ પલાયન કરવા લાગ્યા અને હૈદરાબાદના હિન્દુ મદ્રાસ તરફ.
  • પટેલે 13 સપ્ટેમ્બર, 1948 દરમિયાન ભારતીય સેનાને હૈદરાબાદ પર ચઢાઈ કરવાનો આદેશ આપી દીધો. 3 દિવસની અંદર જ ભારતીય સેનાએ હૈદરાબાદ પર કબજો કરી લીધો.
  • 42 ભારતીય સૈનિક શહીદ થયા અને 2 હજાર રજાકાર માર્યા ગયા. જો કે, અલગ-અલગ લોકો આ આંકડાને ઘણો વધારે ગણાવે છે. 17 સપ્ટેમ્બર 1948ના રોજ નિઝામે હૈદરાબાદના ભારતમાં વિલયની ઘોષણા કરી.
  • કાશ્મીરના રાજા હરીસિંહે પોતાના રજવાડા જમ્મુ-કાશ્મીરને સ્વતંત્ર રાખવાનો નિર્ણય લીધો. રાજા હરીસિંહના મતે કાશ્મીર જો પાકિસ્તાનમાં સામેલ થાય તો જમ્મુની હિન્દુ જનતાની સાથે અન્યાય થશે અને જો ભારતમાં સામેલ થાય તો મુસ્લિમ જનતા સાથે અન્યાય થશે.
  • કાશ્મીર પર પાકિસ્તાનની શરૂઆતથી નજર હતી. 22 ઓક્ટોબર, 1947ના રોજ કબીલાવાસીઓએ અને પાકિસ્તાનીઓએ કાશ્મીર પર હુમલો કરી દીધો. હુમલાખોરો બારામુલા સુધી પહોંચી ગયા. રાજા હરીસિંહે ભારત સરકાર પાસે લશ્કરી મદદ માગી અને કાશ્મીરને ભારતમાં વિલય કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો. ભારત સરકારે આ પ્રસ્તાવને સ્વીકાર્યો અને ભારતીય સેનાને કાશ્મીર મોકલી.
  • ભારતીય સેનાએ નવેમ્બર સુધી બારામુલા અને ઉરી પર કબજો કરી લીધો. જાન્યુઆરી 1948માં ભારતે કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં લઈ જવાનો નિર્ણય કર્યો. લાંબી મંત્રણા પછી બંને પક્ષ 1 જાન્યુઆરી 1949ના રોજ યુદ્ધવિરામ માટે સહમત થઈ ગયા.
  • જમ્મુ-કાશ્મીરમાં લગભગ 20 હજાર કબીલાવાસીઓ અને પાકિસ્તાની પણ ઘાયલ થયા, 6 હજારના મોત પણ થયા.
  • જુલાઈ 1947 સુધી ભોપાલના નવાબ ભોપાલને ભારતમાં વિલયની સહમતી આપી ચૂક્યા હતા પરંતુ ભોપાલને આઝાદ રજવાડા તરીકે રાખવાની તેમની કોશિશો પણ ચાલુ હતી.
  • 1948માં નવાબ હજ પર ગયા અને ભોપાલમાં જનઆંદોલન શરૂ થયું. મોટાપાયે ભોપાલને ભારતમાં સામેલ કરવા માટે દેખાવો થયા. દેખાવોને કચડી નાખવા માટે પોલીસે અનેક મોટા નેતાઓની ધરપકડ કરી લીધી.
  • દેખાવો વધતા જોઈને સરદાર પટેલે ભોપાલના નવાબ પર દબાણ વધારીને વિલય પત્ર હસ્તાક્ષર કરવા માટે મજબૂર કર્યા. 30 એપ્રિલ 1949ના રોજ સમજૂતી પર હસ્તાક્ષર થયા અને 1 જૂને ભોપાલ રજવાડું ભારતમાં સામેલ થયું
  • આઝાદી પછી પણ ગોવા તથા દમણ અને દીવ પર પોર્ટુગીઝોનો કબજો હતો. પોર્ટુગીઝ તેને છોડવા રાજી નહોતા.
  • 15 ઓગસ્ટ 1955ના રોજ 3 હજાર સત્યાગ્રહીઓએ પોર્ટુગીઝો વિરુદ્ધ શાંતિપૂર્ણ દેખાવો કર્યા. પોર્ટુગીઝ પોલીસે દેખાવકારો પર ગોળીબાર કર્યા. આ હુમલામાં 22 લોકો માર્યા ગયા અને 225થી વધુ લોકો ઘાયલ થયા.
  • લાંબા આંદોલન પછી પણ જ્યારે પરિણામ ન આવ્યું તો ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ શરૂ કર્યુ. ગોવા, દમણ અને દીવ પર વાયુસેના, નેવી અને આર્મીએ એકસાથે હુમલો કર્યો.
  • 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવા, દમણ અને દીવ ભારતનો હિસ્સો બન્યા. ઓપરેશન વિજયમાં ભારતીય સેનાના 30 જવાન શહીદ થયા.

બ્રિટિશ કોલોની, ફ્રાંસ અને પોર્ટુગલના કબજાવાળા વિસ્તારોની કહાની

  • આઝાદીના સમયે ત્રિપુરા પણ બ્રિટિશ વસાહત હતું. જેના પણ માણિક્ય રાજાઓનું શાસન હતું. 9 સપ્ટેમ્બર 1949ના રોજ ભારત સરકાર અને મહારાણી કંચનપ્રભા દેવી વચ્ચે ત્રિપુરાના વિલય અંગેની સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. 15 ઓક્ટોબરે ત્રિપુરા ભારતનો હિસ્સો બની ગયું.
  • લક્ષદ્વિપના લોકોને ભારતની આઝાદીના સમાચાર પણ અનેક દિવસો પછી મળઅયા હતા. સરદાર પટેલને લાગતું હતું કે પાકિસ્તાન લક્ષદ્વિપ પર પણ પોતાનો દાવો કરી શકે છે આથી પટેલે સતર્કતા રાખીને ભારતીય નૌસેનાના એક જહાજને લક્ષદ્વિપ મોકલી આપ્યું હતું. તેનું કામ અહીં ભારતીય ઝંડા લહેરાવવાનું હતું. ભારતીય જહાજે જ્યાં તિરંગા લહેરાવ્યા તેના થોડા કલાકો પછી પાકિસ્તાની સેનાનું એક જહાજ લક્ષદ્વિપ પહોંચ્યું. જો કે આ જહાજ ભારતીય નેવીના જહાજ અને તિરંગાને જોઈને પરત ગયું અને લક્ષદ્વિપ ભારતનો હિસ્સો બની ગયું.
  • પુડુચેરી પર ફ્રાંસનો કબજો હતો. 16 ઓગસ્ટ 1962ના રોજ ફ્રાંસ અને ભારત વચ્ચે ઈન્સ્ટ્રુમેન્ટ ઓફ રેટિફિકેશન અધિકૃત રીતે લાગુ થયું અને પુડુચેરી ભારતનો હિસ્સો બન્યું.
  • દાદરા અને નગર હવેલી પર પોર્ટુગીઝોનું શાસન હતું. ઓગસ્ટ 1954માં અનેક સંગઠનોએ મળીને દાદરા અને નગર હવેલીને આઝાદ કરાવ્યા. 1954થી 1961 સુધી સિટિઝન કાઉન્સિલે શાસન કર્યુ જેને વરિષ્ઠ પંચાયત કહેવામાં આવતું હતું. 1961માં તેને ગોવામાં સામેલ કરી દેવાયું.
  • આઝાદીના સમયે મણિપુર બ્રિટિશ કોલોની હતું. 1941માં બોધચંદ્ર સિંહ મણિપુરના શાસક બન્યા. 1947માં બોધચંદ્રએ મણિપુરનું બંધારણ બનાવવા માટે એક કમિટીની રચના કરી. જૂન 1948માં ત્યાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ. 21 સપ્ટેમ્બર 1949ના રોજ મણિપુરે ભારત સરકારની સાથે વિલય સંધિ પર હસ્તાક્ષર કર્યા.