• Gujarati News
  • Dvb original
  • The Story Of A Town In Rajasthan That Has Been The Victim Of Riots For 50 Years, 800 Hindu Families Have Fled Their Homes, Even Taking Idols From Temples

બ્લેકબોર્ડ:50 વર્ષથી રમખાણોનો ભોગ બનેલા રાજસ્થાનના એક નગરની કહાની, 800 હિન્દુ પરિવારો ઘર છોડી ચાલ્યા ગયા, મંદિરોમાંથી મૂર્તિઓ પણ લઈ ગયા

રાજસ્થાનના ટોંકથી5 મહિનો પહેલાલેખક: મૃદુલિકા ઝા
  • આઝાદી પછીથી માલપુરા કોમી રમખાણની આગમાં સળગી રહ્યું છે

જયપુરથી 90 કિમી દૂર, દક્ષિણમાં આરામનું શહેર માલપુરા. ગામ અને શહેરના ઉંબરા પર આવેલો વિસ્તાર, જ્યાં એક નાનકડા બજારમાં એક ખૂણે વીજળીની દુકાન છે અને બીજા ખૂણા પર ફૂલો અને પાંદડાઓની હાટડી લાગે છે. યુવાઓ માટે એક-બે કોફી-સેન્ડવીચ દુકાન છે. શહેરમાં બે માળના મકાનો અને સાંકડા રસ્તાઓ છે.

એકંદરે સામાન્ય શહેરનું વાતાવરણ, પરંતુ માલપુરા અલગ છે. અહીં શેરીઓમાં લોકોની અવરજવર ઓછી હશે, ભયનું વાતાવરણ વધુ દેખાશે. નગરની અંદર સુમસામ વાતાવરણ છે. નિર્જન વસાહતો છે. માટીથી બનેલા કાચા મકાનો. પાકાં મકાનો પર કાટ લાગેલા તાળા. ત્યાં સુધી કે મંદિરોના દરવાજા પણ બંધ હતા.

માલપુરામાંથી છેલ્લા પાંચ દાયકામાં 800થી વધુ હિન્દુ પરિવારોએ ઘર છોડી દીધું છે. અહીં બાકીના હિંદુઓ પાસે તેમનો હિસાબ-કિતાબ છે. તેઓ પોલીસ પ્રશાસન દ્વારા વારંવાર કરવામાં આવતી પુછપરછમાં આ ગણતરીનો ઉલ્લેખ કરે છે. વર્ષોવર્ષ તોફાનોથી ઘેરાયેલા આ લોકો પણ માલપુરા છોડવાની તૈયારી કરી રહ્યા છે.

હિંદુઓની હિજરતને કારણે માલપુરાના આ પ્રાચીન મંદિર પર તાળાઓ લટકેલા છે. પહેલા તેને માલિઓનું મંદિર કહેવામાં આવતું હતું. મંદિરની દીવાલો વચ્ચે નાના છોડ ઉગ્યા છે.
હિંદુઓની હિજરતને કારણે માલપુરાના આ પ્રાચીન મંદિર પર તાળાઓ લટકેલા છે. પહેલા તેને માલિઓનું મંદિર કહેવામાં આવતું હતું. મંદિરની દીવાલો વચ્ચે નાના છોડ ઉગ્યા છે.

માલપુરા આઝાદી પછીથી કોમી રમખાણની આગમાં સળગી રહ્યું છે. સૌ પ્રથમ, 1950 ના જૂનમાં અહીં રમખાણો ફાટી નીકળ્યા હતા, ત્યારબાદ વારંવાર રમખાણો આગળ વધ્યા. વર્ષ 1982માં ગણગૌરના મેળામાં છેડતીના આરોપો બાદ બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં બકરી ઈદ પર ફરીથી આવી જ સ્થિતિ બની હતી.

પચાસના દાયકા પછીનું સૌથી મોટું રમખાણ 1992માં ફાટી નીકળ્યું હતું, જે બાબરી મસ્જિદના ધ્વંસ પછી થયું હતું. ત્યારથી લગભગ દર વર્ષે કોઈને કોઈ ધાર્મિક પ્રસંગે બંને સમુદાયો વચ્ચે તણાવ વધે છે અને હિંદુઓનો આરોપ છે કે આ પછી એવું વાતાવરણ બનાવવામાં આવે છે કે તેમને સ્થળાંતર કરવા મજબુર થઈ જવાય છે.

વર્ષ 2018માં કથિર રીતે તીર્થયાત્રીઓ પર પથ્થરમારો થયો હતો, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ પથ્થરબાજોની દુકાનોને આગ ચાંપી દીધી હતી. આવી જ સ્થિતિ 2019માં દશેરા પર બની હતી. ત્યારબાદ બંને સમુદાયો સાથે ચર્ચા કર્યા પછી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે પોતે વર્ષ 2019 માં ધાર્મિક સરઘસનો માર્ગ બદલવાનો આદેશ જાહેર કર્યો હતો.

રામનવમીના દિવસે જ્યારે અમે માલપુરા પહોંચ્યા ત્યારે ભારતના ખૂણે ખૂણેથી તોફાનો અને રમખાણોના સમાચેર મળી રહ્યા હતા. ક્યાંક સૂત્રોચ્ચાર, ક્યાંક પથ્થરમારો તો ક્યાંક લોહી વહી રહ્યું હતું. આ બધાની વચ્ચે ત્યાં શેરીઓ સુમસામ હતી. લોકોને પૂછતા-પૂછતા અમે બારાગાંવ પહોંચ્યા. જ્યારે હું તાળા લટકતા બંધ મકાનો વચ્ચેથી પસાર થતી હતી ત્યારે સૂર્ય આથમી રહ્યો હતો. ઢળતી સાંજ ખંડેરોને વધુ નિર્જન બનાવી રહી હતી. આ એ વસાહત છે, જ્યાં લાંબા સમયથી સૂર્ય આથમી ગયો છે.

માલપુરાના બંશીલાલ 30 રૂમના મકાનમાં પરિવારના અન્ય ચાર સભ્યો સાથે રહે છે. તેઓ કહે છે - પરિવારની મહિલાઓને એકલી છોડી ન શકાય. આવા ડરમાં ક્યાં સુધી જીવી શકીશું.
માલપુરાના બંશીલાલ 30 રૂમના મકાનમાં પરિવારના અન્ય ચાર સભ્યો સાથે રહે છે. તેઓ કહે છે - પરિવારની મહિલાઓને એકલી છોડી ન શકાય. આવા ડરમાં ક્યાં સુધી જીવી શકીશું.

અહીં માટીના ઢગલાઓ વચ્ચે બંશી લાલ દેખાતા હતા. ચારો ખવડાવવો, ગાય અને વાછરડાની દેખભાળ કરવી. પરિચય આપતા થોડો ખચકાટ થાય છે, પરંતુ પછી તેઓ વાત કરવા તૈયાર થાય છે. હિન્દુઓના સ્થળાંતરના પ્રશ્ન પર આંખમાં આંખ પરોવીને કહે છે - અહીં અનેક મકાનો કાં તો ખાલી પડ્યા છે, અથવા તો પડવા લાગ્યા છે. અમે 30 રૂમના ઘરમાં ચાર કે પાંચ લોકો સાથે રહીએ છીએ. પહેલા મકાનો લોકોથી ભરેલા હતા. જે પણ કામ હતું તે બધું મિનિટોમાં થઈ જતું. હવે બીમારી હોય કે, સમય ગમે તેટલો મુશ્કેલ હોય, બધાને એકલાએ જ જોવું પડશે.

સમગ્ર વાતચીત દરમિયાન, તે વારંવાર જવાની વાત કરે છે, જાણે પોતાને જ મનાવી રહ્યા હોય. 30 રૂમની હવેલીમાં એકલા રહેનાર બંશી મોટા ઘરથી ખુશ નથી. સુમસામ ઓરડાઓ તેમને યાદ અપાવે છે કે એક સમયે આ સ્થાન લોકોથા ગુંજી રહ્યું હતું. ક્યાંક બાળકો રમતાં, તો ક્યારેક સ્ત્રીઓનાં ટોળાં પાપડ બનાવતાં હતા. ખેતરોમાંથી પાછા ફર્યા પછી, પુરુષો ચોપાલ રમતા હતા. હવે બંશી એકલા ખાટલા પર ​​​​​​​બેસીને જૂના દિવસો યાદ કરી રહ્યા છે.

હાલ તેઓ ખુશ છે કે તેમની ગાય ગાભણી છે. હસતાં હસતાં તેઓ કહે છે- મારી ગાયને વાછરડું થવાનું છે. તેને ચારો ખવડાવતી વખતે બંશીમા ચહેરા પર પ્રથમ વખત ચમક નજરે પડી હતી. તે ચમક જાળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે, હું આગળ વધું છું અને કિશની દેવીને મળું છું.

માલપુરાની કિશની દેવી એક રમખાણને યાદ કરીને કહે છે કે જેમ તેમ કરીને તે ઘરે પહેંચી ત્યારે ઘરના- ઘરો બળી ગયા હતા. તેના જેઠને કુહાડી વાગી હતી.
માલપુરાની કિશની દેવી એક રમખાણને યાદ કરીને કહે છે કે જેમ તેમ કરીને તે ઘરે પહેંચી ત્યારે ઘરના- ઘરો બળી ગયા હતા. તેના જેઠને કુહાડી વાગી હતી.

પીળી ચુંદડી પહેરેલી કિશની દેવી હિન્દી નથી જાણતી. તે રાજસ્થાની અથવા મારવાડીમાં બોલે છે (મને ખરેખર ખબર નથી). હું હળવાશથી સાંભળું છું. પીડાનો કોઈ શબ્દ નથી - કિશની જે કહે છે તે અનુવાદ વિના પણ મને દુઃખ પહોંચાડી રહ્યું છે.

તેઓ રમખાણોને યાદ કરે છે કે તે દિવસે તે બહાર હતી. ઘરે પરત આવતાં જ તેણે જોયું કે ઘરનાં ઘરો સળગી ગયાં હતાં. કપડાં અને અનાજ બધુ જ બળી ગયું હતું. કિશનીના જેઠને એક ફરસી (કુહાડી) વાગી હતી. પરિવારના એક વ્યક્તિની દસ આંગળીઓ કાપી નાખવામાં આવી હતી. આ પછી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. હવે રડવા માટે પણ કોઈ સમય ન હતો. જે ખોવાયું હતું તેને જોડવાનો પણ નહીં. હવે માત્ર રાહ જોવાનું જ હતું.

જતા જતા કિશનીના પતિ ગોવિંદ નારાયણ સાથે મુલાકાત થાય છે. આ 70 વર્ષીય વૃદ્ધ પોલીસ પર વિશ્વાસ રાખવાની મારી વાત પર કહે છે- 'અહીં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. થતું રહ્યું છે. તે એક કલાકે આવે છે, ત્યાં સુધી મને ખબર નથી કે શું-શું થઈ જાય છે.

કિશની દેવીના પતિ ગોવિંદ નારાયણનું કહેવું છે કે માલપુરામાં પોલીસ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. પોલીસ કલાકો પછી આવે છે, ત્યાં સુધીમાં બધું સમાપ્ત થઈ ગયું હોય છે.
કિશની દેવીના પતિ ગોવિંદ નારાયણનું કહેવું છે કે માલપુરામાં પોલીસ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. પોલીસ કલાકો પછી આવે છે, ત્યાં સુધીમાં બધું સમાપ્ત થઈ ગયું હોય છે.

રમખાણોમાં ઘરોને સળગતા જોનારા ગોવિંદ નારાયણની આંખો ધૂંધળી થવા લાગી છે, પરંતુ એકાદ-બે વર્ષમાં તે ઘર છોડવાનું પણ વિચારે છે.

સાંજ વધુ ઘેરી બની રહી હતી. પાછા ફરતી વખતે હું એવા લોકોની વસાહતમાં જાઉં છું જેમણે પૂર્વજોની જમીન છોડી દીધી છે. શહેરની બહાર આવેલા આ મકાનોમાં 'ભાગી જાઓ'નો પડછાયો મંડરાઈ રહ્યો છે. હું યોગ શિક્ષક રામ પ્રસાદ શર્માને મળું છું. તેઓ ઘણી વાતો કરે છે, પરંતુ ઘણી વખત છોકરીઓ પરના જોખમનો ઉલ્લેખ કરે છે. યાદ કરે છે કે કેવી રીતે જૂની વસાહતમાં દીકરીઓથી લઈને ઘેટાં-બકરાં સલામત ન હતા. 'છોડવું પડ્યું'- તેઓ કહે છે. 'ખુશી માટે અમે અમારી દીકરીઓને કેવી રીતે જોખમમાં મૂકીશું!'

વ્યવસાયે શિક્ષક સૈયદ મહફૂઝ અલી હવે નિવૃત્ત છે. અન્ય વડીલો સાથે બેસીને તે ઘણા સમય સુધી અમને 'જોઈ રહ્યા' હતા. કેમેરો ઓન થતાં જ તેઓ સામે આવી જાય છે. તેમને ઘણી બાબતો પર ગુસ્સો છે. કહેવાય છે- 'જ્યારે પણ હુલ્લડ થાય છે ત્યારે 75 ટકા 'ઉધર'ના હોય છે. ત્યારે તેમને જોઈને આપણા કેટલાક યુવાનોને પણ ગુસ્સો આવે છે. પરંતુ પહેલ અહીંથી ક્યારેય નથી થતી.

માલપુરાના સૈયદ મહફૂઝ અલી કહે છે કે મુસ્લિમ વિસ્તારોમાંથી રેલીઓ કાઢવામાં આવી રહી છે, તે આ સમસ્યાનું મૂળ છે. તેમના આરોપ છે કે 75% રમખાણો બીજી બાજુથી શરૂ થાય છે.
માલપુરાના સૈયદ મહફૂઝ અલી કહે છે કે મુસ્લિમ વિસ્તારોમાંથી રેલીઓ કાઢવામાં આવી રહી છે, તે આ સમસ્યાનું મૂળ છે. તેમના આરોપ છે કે 75% રમખાણો બીજી બાજુથી શરૂ થાય છે.

મહફૂઝ અલી ગુસ્સાથી ભરેલી લાંબી વાત કરે છે. વારંવાર કહેવામાં આવે છે કે મુસ્લિમ વિસ્તારોમાંથી કાઢવામાં આવતી રેલીઓ કે યાત્રાઓ સમસ્યાનું મૂળ છે. આ જ વાત અન્ય ઘણા યુવાનો પણ કહે છે કે તેમના વિસ્તારમાં બળજબરીથી પ્રવેશ કરવો યોગ્ય નથી.

આગળ અમે ખુર્શીદ અહેમદને મળ્યા. ઈતિહાસને ટાંકીને તેઓ કહે છે કે તેમના પૂર્વજો યોદ્ધાઓ હતા, જેઓ 800 વર્ષથી માલપુરાને જોખમોથી બચાવતા હતા. ખુર્શીદ કહે છે- આજે ઊલટું થઈ રહ્યું છે. લોકો અમને માલપુરા માટે ખતરો માને છે.

ખુર્શીદ આલમ દાવો કરે છે કે માલપુરામાંથી હિંદુઓની હિજરત જેવી કોઈ વાત નથી. તે કહે છે કે આ નગર પહેલા નાનું હતું, તેથી લોકો તેમની સુવિધા માટે અન્ય વિસ્તારોમાં સ્થાયી થવા લાગ્યા.
ખુર્શીદ આલમ દાવો કરે છે કે માલપુરામાંથી હિંદુઓની હિજરત જેવી કોઈ વાત નથી. તે કહે છે કે આ નગર પહેલા નાનું હતું, તેથી લોકો તેમની સુવિધા માટે અન્ય વિસ્તારોમાં સ્થાયી થવા લાગ્યા.

ખુર્શીદ અહેમદ હિન્દુઓના હિજરતના મુદ્દાને સ્પષ્ટપણે નકારે છે. તેઓ કહે છે- માલપુરા પહેલા નાનું હતું. વસ્તી ઓછી હતી. બાદમાં લોકોએ પોતાની સુવિધા માટે બહાર મકાનો બનાવવાનું શરૂ કર્યું. તેઓ જયપુર રોડ, અજમેર રોડ અને ડુડુ રોડ પર જવા લાગ્યા, પરંતુ માત્ર તેમની સુવિધા માટે. પોતાની વાતને સાબિત કરવા માટે ખુર્શીદની કેટલાક હિંદુ દુકાનદારો વિશે પણ વાત કરે છે, જેઓ પેઢીઓથી તેમના વિસ્તારમાં કામ કરી રહ્યા છે.

મોહલ્લા સદાતના કેમ્પસમાં એક પ્રાચીન મંદિર છે. માળીનું મંદિર, જે બંધ પડેલું છે. તિરાડ પડતી દિવાલો વચ્ચે નાના-નાના છોડ ઉગેલા છે. તાળાઓ વચ્ચેનું લાકડાના બંને દરવાજા દોરડાથી બાંધેલા છે. તેને જોઈને એવું લાગે છે કે ભૂકંપ પછી કોઈ ઘરની બહાર ભાગી ગયા છે. કોઈ જ તૈયારી વિના.

ત્યાં પહોંચ્યા પછી, હું એક વિડિયો બનાવું છું કે એક દુકાનદાર પાછળથી અટકાવે છે- 'અરે, તેમને તેમના મંદિરનું સમારકામ કરાવવા માટે તો કહો'. આ સ્થાનિક દુકાનદાર છે જેમને ડર છે કે જૂનું મંદિર જો કોઈ દિવસ પડી જશે તો તે તેમને પણ સાથે લઈને ડૂબશે. હું પૂછું છું - આ લોકો કેમ જતા રહ્યા? જવાબ આપે છે- 'તેમનું તેઓ જ જાણે. મંદિર માટે ઓછામાં ઓછો કોઈ એક પૂજારી છોડી ગયા હોત. અથવા જો તેઓ ચાલ્યા ગયા તો પણ તેમનું મંદિરનું સમારકામ કરાવી દીધું હોત.' અહીં અમે જણાવી દઈએ કે આ હિન્દુઓની એક જાતિ, માલિઓનું મંદિર હતું.

બંધ મંદિરોના પ્રશ્ન પર માલપુરાના કૃષ્ણકાંત જૈન લાંબા સમય સુધી મૌન રહ્યા, પછી ધીમેથી કહે છે- પહેલા અમે ભાગ્યા, હવે સ્થિતિ એવી છે કે અમારા ભગવાનને પણ હિજરત કરવાની ફરજ પડી ગઈ હતી.

કૃષ્ણકાંત જૈનનો દાવો છે કે 1992માં થયેલા હુમલા બાદ 200થી વધુ હિન્દુ પરિવારોએ માલપુરા છોડી દીધું હતું. દરેલ રમખાણમાં કેટલાક ઘરો બળી જાય છે અને કેટલાક પરિવારો ભાગી જાય છે.
કૃષ્ણકાંત જૈનનો દાવો છે કે 1992માં થયેલા હુમલા બાદ 200થી વધુ હિન્દુ પરિવારોએ માલપુરા છોડી દીધું હતું. દરેલ રમખાણમાં કેટલાક ઘરો બળી જાય છે અને કેટલાક પરિવારો ભાગી જાય છે.

કૃષ્ણકાંતના જણાવ્યા અનુસાર, અન્ય સમુદાયો વચ્ચે આવેલા ત્રણ મંદિરોમાંથી મૂર્તિઓ દૂર કરવામાં આવી છે. હવે મંદિરો બંધ છે, જે કદાચ હવે ક્યારેય ખુલશે નહીં.

તે યાદ કરે છે - 1992માં આયોજનબદ્ધ હુમલા થયા હતા, ઘરો સળગાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બેસોથી વધુ પરિવારો અફરા-તફરીમાં ચાલ્યા ગયા હતો. ત્યારથી આ સિલસિલો ચાલુ છે. દરેક રમખાણ પછી કેટલાક ઘરો સળગે છે અને કેટલાક પરિવારો ભાગી જાય છે. 10 વીઘા કરતાં વધુ જમીન એવી છે જ્યાં લોકો પાકાં-વેન્ટિલેટેડ મકાનો છોડીને શહેરની બહાર જતા રહ્યા છે. હવે મને ડર લાગે છે કે આવનારા સમયમાં માત્ર મનુષ્યો જ નહીં, ઠાકુરજીએ પણ ભાગવું પડશે.

લપુરાની શેરીઓમાં ફર્યા બાદ હું પાછી ફરું છું. રસ્તામાં એક ટોલ પ્લાઝા આવે છે. જેનું કોઈ મળે કે તરત જ હું કેમેરો ચાલુ કરી દઉ છું- મનમાં ને મનમાં પ્રાર્થના કરતા જેમ આ 'અવરોધ' દૂર થાય છે, તેવી જ રીતે મન પરનું ધુમ્મસ પણ દૂર થવું જોઈએ અને જીવન આપણી ગાડીની જેમ ચાલવું જોઈએ.

કોમી રમખાણોનો ભોગ બનેલા માલપુરાના નિર્જન મકાનો અને શેરીઓ જોઈને સ્પષ્ટ થાય છે કે આ કોઈ સામાન્ય વસ્તીવાળા નગર કે શહેરની શેરીઓ નથી.
કોમી રમખાણોનો ભોગ બનેલા માલપુરાના નિર્જન મકાનો અને શેરીઓ જોઈને સ્પષ્ટ થાય છે કે આ કોઈ સામાન્ય વસ્તીવાળા નગર કે શહેરની શેરીઓ નથી.

(ઇન્ટરવ્યુ કોઓર્ડિનેશન- આશિષ ગોયલ)

અન્ય સમાચારો પણ છે...