હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે, ત્યારે તમામ દેશો તેનું સંક્રમણ થતુ અટકે તે માટેના પ્રયત્નો કરી રહ્યાં છે. આવા સંજોગોમાં વિવિધ દેશોમાં રહેતા નાગરિકોનું સંપૂર્ણ વેક્સિનેશન થાય તે જરૂરી છે. ઓમિક્રોન પર થયેલા રિસર્ચ અનુસાર આ વેરિયન્ટ ઘાતક ન હોવા છતાં તેનું સંક્રમણ ઝડપથી ફેલાય છે, એવા સંજોગોમાં તેના સંક્રમણને બાળકોમાં ફેલાતુ રોકવા માટે બાળકોનું વેક્સિનેશન અત્યંત જરૂરી છે.
8 કરોડ ટીનેજર્સને ફાયદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાતે દેશને સંબોધતા 15થી 18 વર્ષની ઉંમરના લોકોને 3 જાન્યુઆરીથી કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં દેશના 15થી 18 વર્ષના 8 કરોડ ટીનેજર્સને ફાયદો થશે. આ ઉપરાંત 10 જાન્યુઆરીથી હેલ્થ વર્કર્સ સહિત તમામ ફ્રંટ લાઈન વર્કર્સને 'Precaution Dose' આપવામાં આવશે.
ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)એ ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી બાળકોની કોવિડ-19 વેક્સિનને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી દીધી છે. DGCIની મંજૂરી પછી ભારત બાયોટેકની વેક્સિન હાલ 12થી 18 વર્ષના કિશોરને લગાડી શકાશે. જો કે હજુ નાની ઉંમરના બાળકો માટે આ વેક્સિનનો ઉપયોગ અંગેનો નિર્ણય થવાનો બાકી છે. તો ચાલો સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં થયેલા બાળકોના વેક્સિનેશન પર એક નજર કરીએ...
સમગ્ર વિશ્વમાં હાલ 100થી વધુ દેશો કોરાનાની રસી બાળકોને આપી રહ્યાં છે
યુનિસેફ દ્વારા વિશ્વના 105 દેશોમાં નોંધાયેલા 115 મિલિયન કોરાનાના કેસનો અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ 20 વર્ષની અંદરની વ્યક્તિને થયેલા કોરોનાના સંક્રમણ માટે 16 ટકા કોરોનાના કેસ જ જવાબદાર છે. આ સિવાય કોરોનાના સંક્રમણનો ભોગ બનતા મોટાભાગના બાળકોમાં કોરોનાના કોઈ પણ લક્ષણો જોવા મળતા નથી. હાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) દ્વારા બાળકોની ત્રણ રસીને માન્યતા આપવામા આવી છે. આ રસીમાં ફાઈઝર-બાયોટેક વેક્સિન, સિનોફાર્મ વેક્સિન અને સિનોવેક વેક્સિન સામેલ છે. કેટલાક દેશો બાળકો અને પુખ્તવયની વ્યક્તિને ફાઈઝર-બાયોટેક વેક્સિનના બે સંપૂર્ણ ડોઝ આપે છે. જ્યારે કેટલાક દેશ વેક્સિનનો એક જ ડોઝ આપે છે. લંડન સ્કુલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના જણાવ્યા અનુસાર, હાલ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટેની 20 વેક્સિનનું ક્લિનિકલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
મે મહિનામાં યુરોપિયન મેડિસિન એજન્સીએ ફાઈઝરની વેક્સિનને 12-15 વર્ષના બાળકો માટે મંજૂરી આપી હતી. જોકે તે પછીથી યુરોપના વિવિધ દેશોમાં આ અંગે વિવિધ પ્રકારના મતભેદ જોવા મળ્યા હતા.
યુનાઈટેડ કિંગડમ (UK): યુનાઈટેડ કિંગડમ જે હાલ યુરોપિયન યુનિયનનો ભાગ નથી. તેણે 12થી 15 વર્ષના બાળકોને ફાઈઝર-બાયોટેકની વેક્સિનનો એક જ ડોઝ આપવાની માન્યતા આપી છે.
ડેનમાર્ક અને સ્પેનઃ ડેનમાર્ક(12થી 15 વર્ષનાને) અને સ્પેને(12થી 19 વર્ષનાને) દેશમાં રહેતા મોટાભાગના બાળકોને વેક્સિન આપી છે. આ તમામ બાળકોને વેક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો છે.
ઈટાલીઃ ઈટાલીએ 1 ડિસેમ્બરના રોજ 5-11 વર્ષના બાળકો માટે વેક્સિનને મંજૂરી આપી છે.
ચેક રિપબ્લિકઃ ચેક રિપબ્લિકે 7,00,000 બાળકો માટે વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. તે 5-11 વર્ષનાને આપવામાં આવશે.
હગેરીઃ મે મહિનાથી હગેરીએ 16થી 18 વર્ષનાને વેક્સિન આપવાનું શરૂ કર્યું છે.
રશિયાઃ રશિયા ડિસેમ્બરના અંત સુધીમાં 12-17 વર્ષના બાળકોને નવી વેક્સિન ઉપલબ્ધ કરાવશે.
સ્વિત્ઝરલેન્ડઃ સ્વિત્ઝરલેન્ડે 12થી 15 વર્ષના બાળકોને ફાઈઝરની રસી જૂનમાં આપવાની માન્યતા આપી હતી. પછીથી આ જ વયના બાળકો માટેની મોડર્નની રસીને બે મહિના પછી માન્યતા આપી હતી.
ફ્રાન્સઃ ફ્રાન્સે દેશમાં વસતા 12થી 17 વર્ષના 66 ટકા બાળકોને વેક્સિનનો એક ડોઝ આપ્યો છે. જ્યારે આ જ ઉંમરના 52 ટકાને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
જર્મનીઃ જર્મનીના નિષ્ણાંતોએ જૂનમાં જણાવ્યું હતું કે 12થી 15 વર્ષની ઉંમરના બાળકો, જેમની તબિયત ખરાબ છે, તેમને જ વેક્સિનનો ડોઝ આપવામાં આવે. જોકે પછીથી ઓગસ્ટમાં ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ ખૂબ જ વધી ગયું હતું. તેના પગલે 12થી વધુ વર્ષની ઉંમરના તમામને વેક્સિન આપવામાં આવી હતી.
સ્વિડનઃ સ્વિડનમાં 12થી 15 વર્ષના એવા જ બાળકોને વેક્સિન આપવામાં આવી હતી, જેમને ફેફસાનો રોગ છે. આ સિવાય એવા બાળકોને વેક્સિન લેવા માટેની છુટ અપાઈ હતી, જેમને ફેફસા, અસ્થમાંનો રોગ હોય કે પછી તબિયત ખૂબ જ ગંભીર હોય.
નોર્વેઃ નોર્વે યુરોપિયન યુનિયનનો ભાગ નથી. તાજેતરમાં જ અહીં 12થી 15 વર્ષના બાળકોને વેક્સિન આપવાનું નક્કી થયું છે. જોકે આ ઉંમરના બાળકોને માત્ર પ્રથમ ડોઝ જ આપવામાં આવે છે. બીજો ડોઝ આપવો કે નહિ તે અંગેનો નિર્ણય પછીથી લેવામાં આવશે.
અમેરિકા અને કેનેડાઃ
બહેરીનઃ બહેરીને 3-11 વર્ષની ઉંમરના બાળકો માટે સિનોફોર્મ વેક્સિનને મંજૂરી આપી છે.
ઈઝરાયલ, ઓમાન અને સાઉદી અરબિયાઃ ઈઝરાયલ, ઓમાન અને સાઉદી અરબિયાએ ફાઈઝરની રસીને બાળકો માટે મંજૂરી આપી છે. તે 5 વર્ષ સુધીના બાળકોને આપી શકાય છે. આ વેક્સિનને આ જ વય માટે બહેરીન અને યુનાઈટેડ અરબ અમીરાતે ઈમરજન્સી યુઝ માટે મંજૂરી આપી છે.
જોર્ડન, મોરેકો, ગુયેના, નાબિયા, સાઉથ આફ્રિકાઃ આ દેશોએ 12 વર્ષ અને તેનાથી વધુની વયના બાળકો માટે વેક્સિનેશનને મજૂરી આપી છે.
ઝીમ્બાવેઃ ઝીમ્બાવેએ 14 વર્ષ કે તેથી વધુની ઉંમરના બાળકોના વેક્સિનેશનની માન્યતા આપી છે.
ઈજિપ્તઃ ઈજિપ્તે નવેમ્બરમાં બાળકોના વેક્સિનેશન અંગે જણાવ્યું હતું કે તે 15-18 વર્ષના બાળકોનું વેક્સિનેશન ફાઈઝરની રસીથી શરૂ કરશે.
ચીનઃ ચીને બાળકોના વેક્સિનેશન માટે સિનોફોર્મ અને સિનોવોક વેક્સિનને મંજૂરી આપી છે. આ વેક્સિન ત્રણ વર્ષના બાળકને પણ આપી શકાય છે.
હોંગકોંગઃ હોંગકોંગમાં રહેતા ત્રણ વર્ષના બાળકને વેક્સિન આપી શકાય છે. નવેમ્બરમાં જ સિનોવોકની વેક્સિનને ત્રણ વર્ષના બાળકોને પણ આપવાની છુટ આપવામાં આવી છે.
સિંગાપોરઃ સિંગાપોરમાં આગામી જાન્યુઆરીથી બાળકોના વેક્સિનેશન માટેની વયની મર્યાદા ઘટાડીને 5-11 વર્ષ કરવામાં આવે તેવી શક્યતા છે. જાપાનમાં આ વયની મર્યાદા અંગે ફેબ્રુઆરીમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે મલેશિયા હાલ આ વયના બાળકો માટે વેક્સિન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.
ઈન્ડોનેશિયાઃ ઈન્ડોનેશિયાએ છ વર્ષથી વધુની ઉંમરના બાળકો માટે સોનોવેકની રસીને માન્યતા આપી છે.
ભારતઃ ભારતે ઝાયડસ કેડિલાની વેક્સિનને 12થી વધુની ઉંમરના બાળકો માટે ઈમરજન્સી યુઝની પરવાનગી આપી છે. તો 25 ડિસેમ્બરે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)એ ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી બાળકોની કોવિડ-19 વેક્સિનને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી દીધી છે. DGCIની મંજૂરી પછી ભારત બાયોટેકની વેક્સિન હાલ 12થી 18 વર્ષના કિશોરને લગાડી શકાશે. જો કે હજુ નાની ઉંમરના બાળકો માટે આ વેક્સિનનો ઉપયોગ અંગેનો નિર્ણય થવાનો બાકી છે.ભારતે ઝાયડસ કેડિલાની વેક્સિનને 12થી વધુની ઉંમરના બાળકો માટે ઈમરજન્સી યુઝની પરવાનગી આપી છે.
સાઉથ કોરિયા, ફિલિપાઈન્સ, ફિલિપાઈન્સઃ આ દેશો 12 વર્ષ કે તેથી વધુની ઉંમરના બાળકોને વેક્સિન આપી રહ્યાં છે. જોકે ઓસ્ટ્રેલિયા જાન્યુઆરીથી નાના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત કરશે. 10 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયામાં બાળકો ફાઈઝર રસી આપવામાં આવશે.
વિયેતનામઃ વિયેતનામે ઓક્ટોબરથી 16 અને 17 વર્ષના બાળકોને રસી આપવાની શરૂઆત કરી છે.
ક્યુબાઃ ક્યુબામાં 2 વર્ષના બાળકને પણ વેક્સિન આપી શકાય છે. દેશનો ટાર્ગેટ ડિસેમ્બરના અંત સુધીમાં 90 ટકા વસ્તીનું વેક્સિનેશન કરવાનો છે.
વેનેઝુએલાઃ વેનેઝુએલાએ નવેમ્બરમાં કહ્યું હતું કે તે ક્યુબાની સોબરેના 2 વેક્સિનથી 2થી 11 વર્ષના બાળકનું વેક્સિનેશન કરી રહ્યું છે.
અર્જેન્ટિનાઃ અર્જેન્ટિનામાં ત્રણ વર્ષના નાના બાળકને પણ વેક્સિન આપી શકાય છે. અહીં વેક્સિનેશન માટે બાળકોને સિનોફોર્મની વેક્સિન આપવામાં આવે છે.
બ્રાઝીલઃ બ્રાઝીલે જૂનમાં ફાઈઝરની વેક્સિનને 12 વર્ષના બાળકો માટે મંજૂરી આપી હતી. જોકે બ્રાઝીલના હેલ્થ રેગ્યુલેટરે ઓક્ટોબરમાં જણાવ્યું હતું કે તેના ડાયરેક્ટર્સને 5 વર્ષના બાળકોના વેક્સિનેશનને મંજૂરી આપવા અંગે જાનથી મારવાની ધમકી મળી છે.
કોલંબિયાઃ કોલંબિયાએ 12 અને તેથી વધુની ઉંમરના બાળકોના વેક્સિનેશન માટે ફાઈઝર, એસ્ટ્રાઝેનેકા, મોડર્ના, સિનોફાર્મ અને જોનસન એન્ડ જોનસનની વેક્સિનને મંજરી આપી છે.
ઈક્વાડોરઃ ઈક્વાડોરમાં 6 વર્ષ કે તેથી વધુની ઉંમરના બાળકને વેક્સિન આપી શકાય છે. આ માટે સિનોવેક વેક્સિનનો ઉપયોગ કરવામાં આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.