શ્રીલંકાથી સુપર એક્સક્લૂઝિવ:સેક્સ વર્કનો ધંધો સૌથી ઝડપથી વધી રહ્યો છે, સ્થિતિ એવી છે કે શ્રીલંકન કમાન્ડો જિગોલો બની ગયો

કોલંબોએક મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • કૉપી લિંક

આ કોલંબો છે, રાજધાની કોલંબો... ડગલે ને પગલે પોલીસ. ખાલી રસ્તા, આવતાજતા દરેક વાહનને શંકાથી જોતી હથિયારધારી નજરો. સરોવરમાં ચોતરફ પાણીથી ઘેરાયેલા શ્રીલંકાના સુંદર સંસદ ભવનથી ચાર કિમી દૂર થાલાવાથુગોડા વિસ્તાર સુધીની ટૂંકી સફર કંઈક વધુ લાંબી થઈ રહી હતી.

ખાલી પેટ્રોલ પંપ. પગપાળા ચાલતા ઉદાસ ચહેરા. ચોતરફ શ્રીલંકાની બદથી બદતર થઈ રહેલી સ્થિતિના સંકેત.

શ્રીલંકામાં પેટ્રોલ ખતમ થવાના કારણે માર્ગો પર વાહનોની અવરજવર ઓછી છે. ગેસ ન હોવાથી લોકો બે ટંકનું ભોજન બનાવી શકતા નથી. અને આ તમામની અસર બેરોજગારી પર પડી છે.

શ્રીલંકામાં લોકોએ હવે ભોજનમાં કાપ મૂકવાનું શરૂ કરી દીધું છે. અનેક લોકો એવા મળ્યા કે જેઓ દિવસમાં એકવાર જ ભોજન લઈ રહ્યા છે.
શ્રીલંકામાં લોકોએ હવે ભોજનમાં કાપ મૂકવાનું શરૂ કરી દીધું છે. અનેક લોકો એવા મળ્યા કે જેઓ દિવસમાં એકવાર જ ભોજન લઈ રહ્યા છે.

લોકોએ હવે ભોજનમાં કાપ મૂકવાનું શરૂ કરી દીધું છે. અનેક લોકો એવા મળ્યા કે જેઓ દિવસમાં એકવાર જ ભોજન લઈ રહ્યા છે. રાજધાની કોલંબોમાં મારી સાથે રહેલા ડ્રાઈવર દિવસમાં માત્ર એકવાર ભોજન લેતો હતો. મેં વારંવાર સાથે ભોજન કરી લેવાની જીદ પછી પણ ઈનકાર કરી દેતો હતો.

આગ્રહપૂર્વક પૂછ્યું તો તેણે કહ્યું-‘જ્યારથી સ્થિતિ બગડી છે, એક ટંક જ ખાઉં છું. હવે તો ભૂખ ખુદ જ દૂર ચાલી ગઈ છે.’

સ્પાની આડમાં સેક્સ વર્ક...
હું મારા આ ડ્રાઈવર સાથે બે દિવસથી શ્રીલંકાના થાલાવાડુગોડા વિસ્તારમાં ફરી રહી હતી. કોલંબોનો આ વિસ્તાર સ્પા માટે ચર્ચિત છે. અહીં સેંકડો સ્પા છે અને આ સ્પાની આડમાં સેક્સ વર્ક ચાલે છે. જોકે શ્રીલંકામાં સેક્સ વર્ક ગેરકાયદે છે. દિલ્હીના જીબી રોડ જેવી કોઈ ઘોષિત જગ્યા નથી. આ વિસ્તારમાં આટલા સ્પા જોઈને સવાલ થયો કે જ્યારે શ્રીલંકામાં બધું બંધ છે તો આ સ્પા કેવી રીતે ચાલે છે? અહીં રોનક છવાયેલી હતી. લોકો અવરજવર કરી રહ્યા હતા.

બે દિવસની ખોજ પછી ખ્યાલ આવ્યો કે આર્થિક સ્થિતિએ લોકોને સેક્સ વર્કમાં આવવા મજબૂર કરી દીધા છે. તેમાં પુરૂષ-મહિલાઓ બંને છે. ઘણી નાની વયની યુવતીઓ છે, જે અભ્યાસનો ખર્ચ કાઢવા માટે આ કામમાં લાગી ગઈ છે.

ખરાબ સ્થિતિએ જ સેક્સ વર્કને વધારી દીધું...

હું એક સેક્સવર્કરની નજરથી શ્રીલંકાની સ્થિતિ સમજવા માગતી હતી. લગભગ બે ડઝન સ્પામાં ગઈ. મધ્યમ રોશનીમાં કાચની પાછળ ટૂંકા વસ્ત્રો પહેરેલી સુંદર યુવતીઓ અને ગમતી યુવતી પસંદ કરતા ગ્રાહકો...

પ્રથમ તો એવું લાગ્યું કે શ્રીલંકાની આર્થિક સ્થિતિની અસર સ્પાના ધંધા પર પડી નથી. પરંતુ બે દિવસની ખોજમાં સ્પષ્ટ થયું કે આર્થિક સ્થિતિએ સેક્સ વર્ક અગાઉ કરતાં વધારી દીધું છે. પત્રકાર તરીકે પરિચય આપ્યા પછી કોઈપણ વાત કરવા તૈયાર નહોતું. માંડ એક સ્પામાં કામ કરી રહેલો એક શખ્સ તૈયાર થયો. નામ-શાન અને કામ-જિગોલોનું. તેના કહેવાથી જ તેનું નામ બદલીને લખી રહી છું.

જિગોલો બન્યો. જેથી પૈસા મેળવી શકે...
શાન શ્રીલંકાની સેનામાં કમાન્ડો હતો. સેનાની નોકરી છોડ્યા પછી અનેક દેશોમાં રહ્યો. કોરોના દરમિયાન ઘરે પરત આવવું પડ્યું. દેશમાં ખરાબ થતી સ્થિતિએ શાનને સેક્સ વર્કમાં ધકેલી દીધો. હવે એ પૈસા ભેગા કરી રહ્યો છે, જેથી અન્ય કોઈ દેશમાં જઈને નોકરી કરી શકે.

હું બીજા દિવસે જ્યારે નક્કી કરેલા સમયે સ્પા પર ગઈ તો શાન ફ્રન્ટ ઓફિસ સંભાળી રહ્યો હતો. તેને અમારી સાથે વાત કરવામાં ડર હતો પણ એ ઈચ્છતો હતો કે શ્રીલંકાની સ્થિતિનો લોકોને પણ ખ્યાલ આવે. વાત શરૂ કરતા પહેલા તેણે કહ્યું- “તારામાં ઘણી હિંમત છે કે તું એકલી, યુવતી હોવા છતાં અહીં આવી. કદાચ તને ખબર નથી કે આ ધંધાના તાર ક્યાં સુધી જોડાયેલા છે.’

તેના પછી 45 મિનિટ સુધી શાન સાથે જે વાત થઈ, તેનાથી એ અંદાજો જરૂર મળ્યો કે કોલંબોના પૉશ વિસ્તારમાં ચાલી રહેલા સેક્સ વર્કના કારોબારના તાર ક્યાં સુધી પહોંચે છે.

38 વર્ષીય શાનમાં સેનાની શિસ્ત સ્પષ્ટ નજરે પડે છે. તેણે પોતાના શરીરમાંથી કમાન્ડોને હજુય જવા દીધો નથી. શ્રીલંકાની સ્થિતિને જણાવતી એક કમાન્ડોના જિગોલો બની જવાની કહાની હવે તેના જ શબ્દોમાં...

પૈસાની જરૂર હતી, તેથી આ કામ સરળ લાગ્યું...
'હું થોડા મહિના પહેલા જ આ વ્યવસાયમાં આવ્યો છું. શ્રીલંકામાં રહેવું મોંઘું થઈ રહ્યું હતું. મને પૈસાની જરૂર હતી. આ સરળ કાર્ય નથી. ખૂબ જ મુશ્કેલ અને અસુરક્ષિત કામ. અમને ખબર નથી કે અહીં ક્યારે શું બનશે. હું શ્રીલંકાની સેનામાં મિડલ રેન્ક પર હતો. કમાન્ડો પણ. પણ પગાર બહુ ન હતો. વધુમાં વધુ માત્ર પિસ્તાલીસ હજાર રૂપિયા કમાઈ શકતો હતો. પછી હું મારી નોકરી છોડીને મધ્ય પૂર્વમાં ગયો. કોરોના ફેલાયો અને પાછો ફર્યો. ત્યારથી અહીં સ્થિતિ વણસી ગઈ છે.

ત્રણ બાળકોનો પિતા છું. મારા પરિવારના સભ્યોને ખબર નથી કે હું શું કામ કરું છું. લોકો સમાજમાં માન-સન્માન આપે છે, પરંતુ પરિવારને સન્માનપૂર્વક જીવન આપવા માટે પૂરતા પૈસા કમાઈ શકતો નથી. પરિવારની જવાબદારી નિભાવવા મારે આ કામમાં આવવું પડ્યું. હવે હું આર્મીની નોકરી કરતાં વધુ કમાઉં છું. હું મારા પરિવારને ચલાવવા માટે સક્ષમ છું અને કેટલાક પૈસા બચાવવાનો પણ પ્રયાસ કરી રહ્યો છું જેથી કરીને હું મધ્ય પૂર્વમાં પાછો જઈ શકું અને નોકરી મેળવી શકું.

ખબર નહીં પરિવાર સ્વીકારશે કે નહીં...
હું જાણું છું કે જો મારા પરિવારને આ કામ વિશે જાણ થશે તો તેઓ મને સ્વીકારશે નહીં. મને ખબર નથી કે હું આ કામ ક્યાં સુધી કરીશ. કદાચ હું કાલે જ નીકળી જઉં. પણ અત્યારે મારા સંજોગો એવા છે કે હું આ કામ છોડી શકું એમ નથી. આ વ્યવસાયમાં આવવાનું એક મોટું કારણ કોરોના પણ છે. ઘણી નોકરીઓ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બધા બંધ રાખ્યા. નોકરી ગુમાવી. પછી અહીં બગડતી પરિસ્થિતિએ જીવનને વધુ મુશ્કેલ બનાવી દીધું. મારા માટે મારા બાળકોને ખવડાવવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. મારી સામે એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે કે હું વિચારી શકતો નથી કે હું જે કરવા જઈ રહ્યો છું તે સાચું છે કે ખોટું. જો ઘરમાં બાળકો ભૂખ્યા હોય તો સાચા-ખોટામાં ફરક ક્યાં રહે છે. હું અહીંનો જિગોલો તેમજ મેનેજર છું. આવી સ્થિતિમાં મારે અહીંની છોકરીઓનું પણ ધ્યાન રાખવું પડે છે.

અહીં સ્ત્રીઓ આવે છે સુખની શોધમાં...

અહીં દરેક પ્રકારના લોકો આવે છે. છોકરીઓ જે પુરુષો માટે કરે છે, હું એ સ્ત્રીઓ માટે કરું છું. અહીં મહિલાઓ સુખની શોધમાં આવે છે. તેઓ દેશની સ્થિતિથી પરેશાન છે, પરિવારની પરિસ્થિતિથી પરેશાન છે. કેટલીક મહિલાઓ માત્ર મસાજ કરે છે અને ઘણી વાતો કરે છે. કેટલીકને સેક્સની પણ જરૂર છે.કેટલીક ખુદને જુદી જુદી રીતે ખુશ કરવા માંગે છું. જ્યારે હું તેમની સાથે હોઉં ત્યારે મારા મગજમાં એક જ વાત ચાલતી હોય છે કે 'હેપ્પી એન્ડિંગ' હોવું જોઈએ અને તેઓ ખુશીથી અહીંથી વિદાય લે.

મારી પાસે આવતી ઘણી મહિલાઓ પ્રોફેશનલ છે, તેઓ નોકરી કરે છે. કેટલીક તેમના પારિવારિક વિવાદોથી પરેશાન છે. કેટલાક પાસે એવું કોઈ નથી કે જેની સાથે તેઓ તેમના દિલની વાત કરી શકે.

શ્રીલંકાની વર્તમાન સ્થિતિએ બધાને પરેશાન કરી દીધા છે. લોકો હતાશામાં છે, તેઓ સુખની શોધમાં છે. ઘણી વખત મહેનત કર્યા પછી પણ તેમને ખુશી મળતી નથી. એ સુખની શોધમાં તેઓ અહીં આવે છે.

થોડા સમય માટે, હું મારા જીવનમાં રંગ ઉમેરી રહ્યો છું ...
રાજધાની કોલંબોમાં દૂર-દૂરથી આવેલા લોકો રહે છે. તેમના પરિવારો દૂર હોય છે. તેઓ દિવસ-રાત મહેનત કરે છે, પણ સુખ મળતું નથી. તેમને જીવનના સુંદર રંગો દેખાતા નથી. માત્ર થોડા સમય માટે પણ, હું તેના જીવનમાં રંગ ઉમેરું છું. મારી પાસે આવનારી મોટાભાગની મહિલાઓ તણાવમુક્ત થવા માંગે છે. તે મને પિસ્તાળીસ મિનિટ માટે બુક કરે છે. આ દરમિયાન, હું તેની ખૂબ પ્રશંસા કરું છું. કારણ કે હું જાણું છું કે તે અહીં તેના જીવનની મુશ્કેલીઓથી દૂર રહેવા આવી છે. જ્યારે હું તેને સ્વીટહાર્ટ, એન્જલ, સુંદર કહું છું, ત્યારે તેમના ચહેરા પર સ્મિત આવે છે. તે શરમાતા કહે છે - આ પહેલા કોઈએ કહ્યું નથી. ઘણી સ્ત્રીઓ મને કહે છે કે તેમના પતિઓ તેમની કદર કરતા નથી, તેઓ તેમનામાં રસ દાખવતા નથી. તે મને કહે છે કે તેને અહીં જે પ્રેમ મળે છે તે તેના જીવનમાં નથી મળી રહ્યો.

દરેક સેવાના દર અલગ-અલગ હોય છે...
અમે અમારી સર્વિસીઝના અલગ-અલગ રેટ રાખ્યા છે. મસાજના અલગ રેટ છે, કોઈ સેક્સ કરવા માગે છે તો તેના અલગ રેટ છે. કેટલીકને તેનાથી પણ વધુ જોઈએ તો તેના અલગ રેટ.

અમારા પેકેજ 3500 રૂપિયાથી શરૂ કરીને 8 હજાર રૂપિયા સુધીના હોય છે. કેટલાક ગ્રાહકો એટલા ખુશ થાય છે કે તેનાથી પણ વધુ આપીને જાય છે.અનેક મહિલાઓ મારી સાથે ઈમોશનલ રિલેશન પણ રાખવા માગે છે. એ ઈચ્છે છે કે હું મારી જિંદગીની પરેશાનીઓને સમજુ અને તેમને સપોર્ટ કરું. અહીંના મધ્યમ પ્રકાશમાં તેઓ શ્રીલંકાની હાલની સ્થિતિને ભૂલી જવા માગે છે. ​​​​​​​મારી અનેક કસ્ટમર્સ છે જે નિયમિત છે અને મહિનામાં બે વખત આવે છે. તેઓ મારી સાથે એ વાતો કરે છે તે પોતાની કોઈ દોસ્ત કે પરિચિત સાથે કરી શકતી નથી.

કમનસીબે શ્રીલંકા આવી સ્થિતિમાં ફસાઈ ગયું...
આજકાલ શ્રીલંકામાં સૌ પરેશાન છે. મને લાગે છે કે હું મારા આ કામ દ્વારા તેમની પરેશાનીઓને કંઈક ઓછી કરી રહ્યો છું. હું મારા દેશને ખૂબ ચાહું છું. ​​​​​​​શ્રીલંકા ખૂબ જ સુંદર દેશ છે. અહીં ચોતરફ માત્ર હરિયાળી જ હરિયાળી છે પરંતુ કમનસીબે અમે આવી સ્થિતિમાં ફસાઈ ગયા છીએ.

જો આવી સ્થિતિ ના હોત તો હું ક્યારેય આવા કામમાં આવ્યો ન હોત. હું જાણતો નથી કે લોકો આ કામને કઈ રીતે જૂએ છે પરંતુ હું હવે આને એક સન્માનીય કામ માનું છું. કેમકે નિરાશ લોકોને ખુશી આપું છું. અને શ્રીલંકાના નિરાશ લોકોને અત્યારે ખુશીની સૌથી વધુ જરૂર છે.
આ છે શાનની દૃષ્ટિએ જોયેલી શ્રીલંકાની સ્થિતિ...