તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • The Second Wave Has A Devastating Effect On The Mental Health Of 61% Of People, According To A Shocking Survey

કોરોના ઈફેક્ટ:બીજી લહેરમાં 61% લોકોના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર, સરવેમાં ચોંકાવનારા ખુલાસા

2 મહિનો પહેલા

દેશમાં કોરોનાની બીજી લહેરમાં દૈનિક કેસનો આંકડો ચાર લાખ અને મૃત્યુનો આંકડો ચાર હજારને પાર કરી ગયો છે. આ ભયાવહ સ્થિતિમાં લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ છે. સિટીઝન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ, લોકલસર્કલના સરવે મુજબ હાલ 61 ટકા ભારતીયો માનસિક તણાવ અનુભવી રહ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં હાલ તમે કેવો અનુભવ કરી રહ્યા છો?

આ સવાલના જવાબમાં 23% લોકોએ કહ્યું તેઓ બેચેની અને ચિંતા અનુભવે છે. જ્યારે 8% લોકોને ડિપ્રેસ્ડ, 20% અપસેટ અને 10% લોકો ગુસ્સામાં છે. 7% લોકોનું કહેવું છે કે, તેઓ શાંતિ અનુભવે છે, જ્યારે 28% લોકો આ સ્થિતિમાં પણ આશાવાદી છે. બાકીના 3% લોકોને આવી કોઈ જ તકલીફ નથી. જ્યારે 1% લોકોએ કંઈ કહી શકાય નહીં તેવો જવાબ આપ્યો હતો. કુલ 8,141 લોકોના પૂછાયેલા સવાલ પૈકી 61 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ ચિંતિત, ઉદાસ અને ગુસ્સામાં છે.

બીજી લહેરને કાબૂમાં લેવા શું ભારત રાઈટ ટ્રેક પર છે?

આ સવાલના જવાબમાં 41 ટકા લોકોનો જવાબ હા, જ્યારે 45 ટકા લોકોનો જવાબ ના હતો. બાકીના 14 ટકા લોકોએ કંઇ કહી શકાય નહીં તેવો જવાબ આપ્યો હતો. આ સવાલ 8,367 લોકોને પૂછાયો હતો. જેના જવાબમાં લોકોએ કહ્યું હતું કે, દુનિયામાં બીજો વેવ આવ્યો તેના પરથી ભારતે કોઈ ધડો લીધો નથી. આ ઉપરાંત UKની ફ્લાઈટ્સ ચાલુ રાખવા, પાંચ રાજ્યની ચૂંટણી અને કુંભમેળાના આયોજન અંગે પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કેટલાક લોકોનું કહેવું છે કે, કોવિડ સામે લડવાની ભારત પાસે કોઈ સ્ટ્રેટજી જ નથી.

શું ભારતીય એક્સપર્ટ બીજી લહેરનું સાચું કારણ જાણી શકશે?

આ સવાલના જવાબમાં 18% લોકો ફુલ કોન્ફિડન્ટ હતા. 25% લોકો થોડા કોન્ફડન્ટ હતા. 28% લોકોને સાવ થોડો કોન્ફિડન્ટ અને 23% લોકોને બિલકુલ કોન્ફિડન્સ ન હતો. જ્યારે 6% લોકોએ કહ્યું કે, કંઈ કહી શકાય નહીં. આ સવાલ 8,541 લોકોને પૂછાયો હતો. જેમાં લગભગ 51% ટકા લોકો સ્યોર ન હતા.

સરવે ક્યાં થયો?, કેટલા લોકો સામેલ થયા?

આ સરવે દેશના 324 જિલ્લામાં કરવામાં આવ્યો હતો. જેમાં 25 હજારથી વધુ લોકો સામેલ થયા હતા. સરવેમાં સામેલ થનારા 45 ટકા પુરુષ જ્યારે 35 ટકા મહિલા હતી. જે પૈકી 44 ટકા લોકો મોટા શહેરના, 29 ટકા લોકો નાના શહેરના જ્યારે 27 ટકા લોકો નગર અને ગામડાંનાં હતાં. મહત્ત્વનું છે કે, સરવેમાં સામેલ થનારા મોટા ભાગના લોકોને કોરોના મહામારીમાં આજીવિકા અને નોકરીનો ડર સતાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...